પ્રેમનું અંતિમ પરિમાણ – નિમિશ રાઠોડ

[વ્યવસાયે સોફટવેર એન્જિનિયર એવા 23 વર્ષીય યુવાન નિમિશની આ પ્રથમ કૃતિ છે. તેમણે આ વાર્તા 2007ની વાર્તા-સ્પર્ધા માટે મોકલી હતી. રીડગુજરાતીને આ સુંદર કૃતિ મોકલવા માટે નિમિશભાઈનો (પૂના, ભારત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે nimish.rce@gmail.com અથવા +91 9850164507 પર સંપર્ક કરી શકો છો. તેમનામાંથી પ્રેરણા મેળવીને વધુ ને વધુ યુવાનો સાહિત્યક્ષેત્રે કંઈક લખે તો વધુ આનંદ થશે. રીડગુજરાતી પર નવોદિતોનું સદા સ્વાગત છે. ]

“પ્રેમ કોઈ વેડફી નાખવાની વસ્તુ નથી; દુનિયામાં લાખો લોકો એ પ્રેમને વેડફી નાખે છે જેનાથી કરોડો લોકોને જીવાડી શકાય”

જ્યારે જાગ્રત મન કોઈ બીજી જ દુનિયામાં મગ્ન હોય ત્યારે વાસ્તવિક દુનિયાનું કામ અર્ધજાગૃત મન સંભાળે છે. બસ, પ્રણવને પણ અત્યારે અર્ધજાગૃત મન જ સંભાળતું હતું. એ જીવતો હતો કારણ કે એનું હૃદય હજુ સુધી ધબકતું હતું. એનું જાગૃત મન તો કોઈ બીજા જ કામમાં જોડાયેલું હતું. એ વાત સ્વીકારવાનો પ્રયત્ન કરવો કે અશ્વીની – એની પત્ની અને પ્રેમિકા – હવે ક્યારેય પાછી નથી આવવાની. એ હવે માત્ર એના મનમાં રહેશે, આ દુનિયામાં નહીં. એની દુનિયા શૂન્ય હતી. એ હવે આ જ શૂન્ય સાથે રહેવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. પણ ક્યાં સુધી ? આ શૂન્ય સાથે રહેવું અઘરું હતું અને શૂન્યની બહાર નીકળવાની કોઈ ઈચ્છા બાકી રહી ન હતી.

હવે વધારે નથી જીવવું. શ્વાસ લઉં તો લાગે છે કે હું સ્વાર્થી છું : આ એક જ વિચાર એના મનમાં સતત ઘોળાતો હતો. આ વિચારને નિર્ણય બનતા વધુ વાર ન લાગી અને પ્રણવ એક વહેલી સવારે નીકળી પડ્યો. ચોમાસાની મોસમ હતી. આ મોસમમાં માટીની મહેક કોને ન ગમે ? એવું લાગે કે ધરતી જીવે છે, શ્વાસ લે છે. પણ આ બધું એના શું કામનું કે જેનું મન જ મરી ગયું હોય ! પ્રણવ ચાલી રહ્યો હતો પોતાની જ દુનિયામાં….. હવે વધારે નથી જીવવું….. આ એક જ વિચાર સાથે.

મેઘની ગર્જના શરૂ થઈ. અને ગંગાજળ કરતા પણ વધુ પવિત્ર લાગે એવું વરસાદનું એક ટીપું પ્રણવના ચહેરા પર પડ્યું. એ થંભી ગયો. દર્દથી સૂકાઈ ગયેલા એ ચહેરાને પ્રેમની ભીનાશ યાદ આવી ગઈ.
‘આશી’
એના હૃદયના ઊંડાણમાંથી દબાયેલા અવાજે એ નામ નીકળી ગયું. દર્દ જેટલું ઊંડું હોય એની આહ પણ એટલી જ ઊંડી હોય. પ્રણવે એના શર્ટના ખીસ્સામાં રાખેલી કોઈ વસ્તુ તરફ જોયું. ઊંડો નિસાસો નાખ્યો. પ્રણવની આંખો વરસાદની બૂંદો ઉપર સ્થિર થઈ. એનો ડાબો હાથ આ ભીનાશને માણવા માટે ઊંચો થયો. પ્રણવનો હાથ એક સ્પર્શ મહેસુસ કરી રહ્યો હતો, વરસાદનો નહીં; અશ્વીનીના હાથનો. પ્રણવની આંખમાંથી નીકળતું એક આંસુ વરસાદની બૂંદ સાથે મળીને સ્મિત કરતાં એના હોઠોને સ્પર્શી ગયું. ભગવાનને એની મૃગજળ જેવી ખુશી પણ પસંદ ન હોય એમ આકાશમાંથી જોરથી વીજળી થઈ અને પ્રણવનું ધ્યાનભંગ થયું. એની નજર આકાશ સામે ખેંચાઈ ગઈ. એનું સ્મિત ઉદાસીમાં, ઉદાસી પ્રશ્નમાં ફેરવાઈ ગઈ : ‘Why ?’ અને આ પ્રશ્ન એક વિરોધમાં ફેરવાઈ ગયો.

‘નથી જોઈતો તારો આ વરસાદ, નથી માણવું તારી બનાવેલી આ દુનિયાનું સૌંદર્ય !’ એ દોડતો દોડતો સામેના બસસ્ટોપની છત નીચે જઈને બેસી ગયો અને વરસાદ બંધ થવાની રાહ જોવા લાગ્યો. ડૉ. શાહ એ જ બસસ્ટોપની છત નીચે ઊભા રહી આ બધું જોતા હતા.

અશ્વીની એક હાર્ટસર્જન હતી અને તે ડૉ. શાહની હૉસ્પિટલમાં ફરજ બજાવતી. ડૉ. શાહને અશ્વીની પ્રત્યે ઘણી મમતા હતી. અશ્વીની માટે પણ ડૉ. શાહ ‘ફાધર ફીગર’ જેવા હતા. આને લીધે ડૉ. શાહ પ્રણવને સારી રીતે જાણતા હતા. અશ્વીનીના મૃત્યુ પછી પ્રણવની હાલત પણ સારી રીતે સમજતા હતા.
‘લાગે છે તમને વરસાદ પસંદ નથી, પ્રણવ ?’ ડૉ. શાહ પ્રણવની નજીક આવીને બોલ્યા.
‘ઓહ, સોરી સર. મારું ધ્યાન કંઈક બીજે હતું. How are you, this morning ?’ પ્રણવે કહ્યું.
‘ઘરડો થઈ ગયો છું, પણ ખૂબ જ ખુશ છું’ ડો. શાહે પોતાની આગવી શૈલીમાં જવાબ આપ્યો. પ્રણવને વધુ વાત કરવાની કોઈ ઈચ્છા ન હતી. સૂઝતું પણ ન હતું કે શું વાત કરવી. એ વરસાદ સામે જોઈને એક જ વિચાર કરતો હતો. ‘આ વરસાદ બંધ થાય એટલે…’

ડૉ. શાહ થોડું મૃદુ હસ્યા અને આગળ આવ્યા. તેમણે બસસ્ટોપની છતની બહાર પોતાનો હાથ કાઢ્યો.
‘સુમનને વરસાદ બહુ ગમતો.’ ડૉ. શાહ પ્રણવની સામે જોઈને બોલ્યા. પ્રણવનું ધ્યાનભંગ થયું. ‘સુમન ?!’ તે કુતૂહલ પામ્યો. ડો. શાહે કોઈને પણ આજ સુધી પોતાની કોઈ અંગત વાત વિશે જણાવ્યું નહતું. એમના નજીકના લોકો પણ એમને માત્ર એક કમાલના ઝીંદાદિલ માણસ તરીકે જાણતા.
ડૉ. શાહ બોલ્યા : ‘સુમન, My Better half ! વરસાદ ચાલુ થયો નથી કે મને ખેંચીને છત પર લઈ જતી. મને આ વરસાદનો કોઈ ખાસ શોખ ન હતો. મારા માટે આ વરસાદ લાખો લોકોને બેઘર અને બરબાદ કરનારા પરિબળ સિવાય બીજું કંઈ વિશેષ નહોતું. પણ સુમનના સ્મિત સાથે આ વરસાદ પણ એટલો જ સુંદર લાગતો.’

ડૉ. શાહે પ્રેમની વાત છેડી હતી. પ્રણવે થોડુંક સ્મિત કરીને કહ્યું : ‘લાગે છે તમે બંનેએ ઘણો સારો સમય સાથે વિતાવ્યો છે !’
‘Yes, you can say that. 1976 – મારી કૉલેજના બીજા વર્ષે હું તેને પહેલીવાર મળ્યો. અમે મળતા રહ્યા અને ફિલ્મમાં થાય એમ ‘ઔર હમે પ્યાર હો ગયા…..’ 1978 – જરા પગભર થયા પછી અમે પોતપોતાના ઘરે અમારી લાગણીઓ વિશે જાણ કરી. મા-બાપ ન માન્યા અને અમે તેમની મરજી વિરુદ્ધ લગ્ન કરી લીધાં. અમે નક્કી કર્યું હતું કે પહેલા ઘર બનાવીશું અને પછી ફેમિલિ. 1980 – અમારું પોતાનું ઘર. એ દિવસે અમે ખુબ ખુશ હતા. એક નવા જીવનની શરૂઆત થવાની હતી.’ ડૉ. શાહ થોડીક ક્ષણો માટે મૌન થઈ ગયા. લાગ્યું કે એક ધબકારો ચૂકી ગયા. ‘અને 5 જૂન 1982. સુમન એના પેટમાં રહેલા ત્રણ મહિનાના બાળક સાથે આ દુનિયા છોડીને ચાલી ગઈ.’ ડૉ. શાહે આ થોડી જ પળોમાં શૂન્યથી અનંત અને અનંતથી પાછી શૂન્યની સફર કરી લીધી.

પ્રણવ અસ્વસ્થ થઈ ગયો. એને સમજાતું ન હતું કે શું કહેવું.
‘I am sorry’ આનાથી વધારે પ્રણવ કંઈ બોલી ન શક્યો.
ડૉ. શાહ થોડું હસ્યા અને એક ઊંડો નિસાસો નાખીને બોલ્યા : ‘લોકો કહે છે કે ભગવાનને પણ સારા માણસોની જરૂર પડે છે અને ત્યારે તે કોઈને પણ પોતાની પાસે બોલાવી લે છે. જ્યારે પણ હું આના વિશે વિચારું છું મને લાગે છે કે આપણા પ્રેમ, આપણી લાગણીઓની કિંમત… હા, કિંમત.. એની આગળ કંઈ જ નથી.’ પ્રણવે બેબસ ગુસ્સા સાથે એકવાર ફરીથી આકાશ સામે જોયું.
ડૉ. શાહ આગળ બોલ્યા : ‘ખૂબ જ પ્રેમ કર્યો છે મેં સુમનને. એણે મને જીવવાનું શીખવ્યું છે. મેં મારી ચારે તરફ ભૂખ, તરસ, રોગ અને ગરીબી જોઈ છે. જન્મ અને મરણને ઘણાં નજીકથી જોયા છે. હું માનતો હતો કે ભગવાનની યાદશક્તિ ખૂબ જ કમજોર છે. એને કેટલીક વાતો યાદ દેવડાવવા માટે ખુલ્લા પગે મંદિર જવું પડે છે. ખુશામત કરવી પડે છે. પણ સુમન આત્મવિશ્વાસથી મને કહેતી : ‘દુનિયામાં કંઈ પણ થવા પાછળ એક કારણ હોય છે. જે આપણે નથી સમજી શકતા ! સૂર્ય ઊગે છે, આથમે છે, રાત થાય છે અને ફરી પાછો સૂર્ય ઊગે છે. દુનિયા હજુ પણ જીવવાલાયક છે, માણવા લાયક છે, બસ !’ હવે બધું જ પારદર્શક લાગે છે. પ્રણવ, મેં દુનિયા એની નજરથી જોઈ છે. જેટલી જરૂરત મને એની હતી, એટલી કોઈનેય ન હતી.’

પ્રણવ એક ધ્યાનથી તેમની વાત સાંભળી રહ્યો હતો. તેઓ આગળ બોલ્યા : ‘પણ એ ગઈ ત્યાં સુધીમાં એની નજરથી લોકોને, બધી વસ્તુઓને જોતા હું શીખી ગયો હતો. દુનિયાનો દરેક રંગ બહુ સુંદર લાગે છે એની નજરોથી ! મને ક્યારેય એવું નથી લાગ્યું કે એ મારાથી અલગ છે. દુનિયામાં કોઈને કોઈ જગ્યાએથી એની મહેક આવી જાય છે. અને હવે હું બધાને પ્રેમ કરી શકું છું.’ ડૉ. શાહના ચહેરા પર આ બોલતી વખતે એક નૂર હતું. એમણે પ્રણવ તરફ જોયું. પ્રણવ હજુ પણ ઉદાસ હતો. દર્દ હજુ પણ ખટકતું હતું. એટલામાં ડૉ. શાહનું ધ્યાન વરસાદને કારણે ધ્રૂજતાં એક ગલૂડિયાં પર પડ્યું.
‘અરે !’ ડૉ. શાહના મોમાંથી નીકળી ગયું. તેઓ ઝડપથી ઊભા થયા અને ગલૂડિયાંને પોતાના હાથમાં લીધું. રૂમાલ કાઢ્યો.

ગલૂડિયાંને લૂછતાં તેઓ બોલ્યા : ‘દુનિયામાં બધાને પ્રેમ મળવો જોઈએ. અહીં સૌથી વધુ લોકો ભૂખ કે નફરતથી નહીં પણ સ્નેહના અભાવથી મરે છે.’ પ્રણવ હજુ પણ કંઈક વિચારી રહ્યો હતો. ડૉ. શાહ નજીક જઈને બેઠા. ગલૂડિયાંને બાજુમાં બેંચ પર બેસાડ્યું. તેમણે પ્રણવના ખીસ્સામાંથી પ્રણવ અને અશ્વીનીનો ફોટોગ્રાફ કાઢી પ્રણવના હાથમાં આપ્યો. પ્રણવ એ ફોટોગ્રાફને જોઈ રહ્યો.
ડો. શાહ બોલ્યા : ‘એક વાર હોસ્પીટલમાં એક નિરાશ પ્રેમીની આત્મહત્યાનો કેસ આવ્યો હતો. એ જોઈને અશ્વીની ખૂબ ગુસ્સે થઈ અને બોલી : ‘પ્રેમ કોઈ વેડફી નાખવાની વસ્તુ નથી; દુનિયામાં લાખો લોકો એ પ્રેમને વેડફી નાખે છે જેનાથી કરોડો લોકોને જીવાડી શકાય.’ પ્રણવ ડૉ. શાહની આંખોમાં જોતો રહ્યો. બધા આવરણ હટવાની તૈયારીમાં હતા. અંદરની જડતા પીગળી રહી હતી. ડૉ. શાહે હિંમત દેવા માટે પ્રણવનો ખભો જરા દબાવ્યો. ઊભા થયા. વરસાદ હજુ પણ ચાલુ હતો. છતની બહાર નીકળતા નીકળતા એ બોલ્યા : ‘મને નથી લાગતું કે આ વરસાદ જલદી બંધ થશે. હવે તમારી ઉપર છે. તમે બહાર જઈને એને માણી શકો છો. નહીંતર તમારા ખીસ્સામાં એક બ્લેડ પણ છે, તેનો ઉપયોગ કરી શકો છો.’

ડૉ. શાહ હસ્યા અને ‘જીના ઈસી કા નામ હૈ’ ગીતની વ્હીસલ વગાડતાં વગાડતાં બહાર વરસાદમાં ચાલ્યા ગયા. પ્રણવે ફરીથી એના હાથમાં રહેલા ફોટોગ્રાફ સામે જોયું. પ્રણવ અને આશી ! એક સાથે કેટલા ખુશ ! તેણે એ ફોટોગ્રાફ પાછળ ફેરવ્યો. ત્યાં અશ્વીનીએ પોતાના હાથે લખેલું : ‘I love you…. Ashii’

પ્રણવની આંખમાંથી એક આંસુ બહાર આવી ગયું. તેનું ધ્યાન એની બાજુમાં બેસેલા પેલાં ગલૂડિયાં તરફ ગયું. મનમાં એક વિચાર આવતાં તેણે સ્મિત કર્યું : ‘એની આંખો તો આશીની આંખો જેટલી જ નિર્દોષ છે !’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ભાવતા ભોજન – સંકલિત
બાના આશીર્વાદ – ફાધર વાલેસ Next »   

54 પ્રતિભાવો : પ્રેમનું અંતિમ પરિમાણ – નિમિશ રાઠોડ

 1. કલ્પેશ says:

  સરસ.
  એક વાત કહેવી છે. આને ટીકા ના સમજતા.

  વાર્તામા થોડા શબ્દો હિંદી અને ઉર્દુના છે. અને થોડા અંગ્રેજીના પણ.
  દા.ત. બેબસ, કમજોર, ઝિંદાદીલ, આહ, ફાધર ફીગર, ફેમિલી, “પ્રેમની વાત છેડી હતી”

  રોજબરોજની આપણી બોલચાલની ભાષાનુ નિરિક્ષણ કરશુ તો લાગશે “અરે આના માટે યોગ્ય ગુજરાતી શબ્દ કયો?”

  મારી બહેન બોલતી વખતે નજીક ને બદલે નજદીક વાપરે છે. હિંદીમા મિત્રો જોડે વાત કરવાથી ઘણા નાના શબ્દો ગુજરાતીમા ભળી જાય છે. અને આમ જોઇએ તો ગુજરાતીમા ઘણા શબ્દો બીજી ભાષાના છે (દા.ત તબિયત, મુલાકાત, હાજર(ગેર) વગેરે)

  આ માત્ર મારુ એક અવલોકન છે.

 2. Vallari says:

  Excellent Article. It teaches u how to absorb the pains given by life, and still live ur life at fullest.

 3. jignesh says:

  સ્વાગત છે મિત્ર તમારુ ગુજરાતિ વિશ્વમાં….

  પ્રથમ બોલ માં સિક્સર ?
  ….સરસ રચના…આભિનંદન

 4. Nimish says:

  Mrugeshbhai, Thanks very much for publishing my story on the website. I can’t express my joy.

  A writer always wants himself to be read by as many people as possible, I’m no different than that. Before this, I’ve sent this story to all my friends to read and gathered feedback. I’m very happy that my story is put here, so it will now be read by maximum readers. Again, thanks very much.

  I would really love if the readers will give their honest feedback, so I can improve myself and move on. I really liked the way Kalpeshbhai gave his feedback. These are kind of things that make you go on and improve. Readers can write the feedbacks here or mail me or call me as well. I’ll feel very glad.

  Thanks.

 5. કલ્પેશ says:

  નિમિશભાઇ, તમે તમારો જવાબ ગુજરાતીમા લખો તો ઘણુ સારુ લાગશે.
  અહી રીડગુજરાતી પર ગુજરાતીમા લખી શકાય એવી વ્યવસ્થા છે તો એનો ફાયદો ઉઠાવી આપણુ ગુજરાતી થોડુ સુધારી લઇએ અને સ્કુલના સમયમા પાછો આંટો મારી લઇએ.

  તમારી શરુઆત ઘણી સારી છે. અભિનંદન

 6. aruna says:

  wonderful article.

 7. Nimish says:

  Kalpeshbhai, I don’t have internet at home and generally use office breaks and office network for reading literature. As I’m already good with English Typing, I prefer that because it takes lesser time for me.

  I’ve always preferred thoughts over language. I try to be as natural as possible while writing and conveying my thoughts. I’m really glad, you pointed this out. I’ll try to increase my vocabulary, so I can pass the thoughts in a better way while being natural. Thanks.

  And sorry again for writing this in English 🙂

 8. Suchita says:

  Good Article.
  This will encourage other broken hearted ppl very much.
  Congratulations….

 9. Dhaval B. Shah says:

  Nice story.

 10. અતુલ જાની (આગંતુક) says:

  ૨૩ વર્ષિય સોફ્ટવેર એંજીનીયર દ્વારા આલેખાયેલી સુંદર કૃતિ.

  ‘પ્રેમ કોઈ વેડફી નાખવાની વસ્તુ નથી; દુનિયામાં લાખો લોકો એ પ્રેમને વેડફી નાખે છે જેનાથી કરોડો લોકોને જીવાડી શકાય.’ – સુંદર સંદેશ

  ભાષા વીશે વિચારીએ તો દરેક પ્રજા ઉપર ઓછામાં ઓછી ત્રણ ભાષા પ્રભાવ પાડતી હોય છે. ૧ – તો પોતાની સ્થાનિક ભાષા ૨. પોતાના રાષ્ટ્રની ભાષા અને ૩. આંતરરાષ્ટ્રિય ભાષા – અંગ્રેજી. આ ઉપરાંત આપણે અન્ય જે જે ભાષાનોના સંપર્કમાં આવીએ તે ભાષાઓ પણ આપણા માનસ ઉપર અસર કરે છે. આમ આ ભાષાઓના સમુહોની વિવિધ અસર દ્વારા દરેક વ્યક્તિની એક પોતાની આગવી ભાષા બનતી હોય છે.

 11. Mahendi says:

  really very nice start keep it up……………. good luck

 12. હિતેષ પરમાર says:

  પ્રિય નિમિષ
  પ્રયત્ન સારો છે. પણ મારી દૃશ્ટિએ લેખકનો લખવા હેતુ નીજાનંદ અથવા જાગ્રુતિ કે ક્રાંતિ લાવવાનો હોઇ છે. જો નીજાનંદ માટે લખતા હોઇ તો સારી છે પણ તમારી સમાજ પ્રત્યે ની ફરજ જો નીભાવવી હોઇ તો કશું એપ્લિકેશન ઓરિએંટેડ લખો તો વધારે સારુ કે જેનાથી કોઇ પોતાનુ જીવન બદલી શકે તો તમારી લખવાની મહેનત્ત સાર્થક થશે અને જીવન માં કશું કરવા નો સંતોષ થશે.

 13. pragnaju says:

  સોફટવેર કે હાર્ડવેર એન્જીનીઅરો અને તબીબો નાની ઉંમરથી જ ઘણી સફળતા પૂર્વક લખી શકે છે અને તેમાં પ્રેમ જે લખવાની વસ્તુ નથી તેના િવષે પણ !
  ખૂબ સુંદર વાર્તા.ધન્યવાદ
  તમારી ભાષાની સહજતા ગમી.
  આ શેરોનું ભદંભદ્રીકરણ કરો અને વાંચો- મઝા આવે?
  યે ઈશ્ક નહીં આસાં ગાલિબ એક આગ કા દરિયા હૈ ઔર ડૂબ કે જાના હૈ.
  ઈશ્ક હી ઈશ્ક હૈ જહાં દેખો, સારે આલમ મેં ભર રહા હૈ ઈશ્ક
  ઈશ્ક માશૂક ઈશ્ક આશિક હૈ, યાની અપના હી મુખ્તલા હૈ ઈશ્ક
  કૌન મકસદ કો ઈશ્ક બિન પહૂંચા, આરઝુ ઈશ્ક મુદુઆ ઈશ્ક
  મૌત ઈશ્ક કી મસ્તી હૈ, હયાત ઈશ્ક કી હોશિયારી હૈ.

 14. ભાવના શુક્લ says:

  પ્રેમની સાચી તાકાત ઓળખવામા થાપ ખાનારા માટે સુંદર વાત લઈને નિમિશભાઈ આવ્યા છે. પ્રેમ ખરેખર વેડફી નાખવાની વસ્તુ નથી.. પ્રેમ તમારી શક્તી બની શકે અને આસક્તી પણ આ ભેદ ને ઓળખીને જીવનરાહને આનંદ અને પ્રેમમય બનાવનારા ડો.શાહનુ પાત્રાલેખન સરસ થયુ.
  કલ્પેશભાઈનુ અવલોકન પણ બહુ માણવા જેવુ રહ્યુ. ઘણીવાર વાચી જવાતા શબ્દો અન્ય ભાષાનૉ હોય છતા ગુજરાતીમા એ રીતે છુટથી વપરાતા હોય કે જાણે સાવ ‘પોતીકા’ લાગે.
  સુંદર!!!

 15. Maitri Jhaveri says:

  Congratulations Nimish…
  Really very nice story…
  keep it up…

 16. Bindiya says:

  Welcome to the world of creators of the society-i.e ” Authors ”

  Nice beginning Nimish…. Keep the enthusiasm up…

 17. hiren says:

  સાવ નાખી દેવા જેવી વારતા લખી છે. Ola nasir ismaily ke priyakant parikh jevi.

 18. ચેતન ટાટારીયા says:

  નિમિષ ભાઇ,

  ખૂબ જ સુંદર કૃતિ. વાર્તાની શરુઆત હજી સારી કરી શક્યા હૉત. ડો.શાહનુ પાત્રાલેખન ખુબ જ સરસ કર્યુ છે. અભિનંદન. બીજી વાર્તા જલ્દી માણવા મળે એવી આશા.

 19. paras says:

  very good keep it up

 20. payal says:

  ખુબ સરસ લેખ છે

 21. દિલની સંવેદનાને સુંદર શબ્દરૂપ આવ્યું છે નિમિશ…
  ખૂબ ખૂબ અભિનંદન અને આગળની લેખનયાત્રા માટે હાર્દિક શુભેચ્છાઓ !

  urminosaagar@yahoo.com

 22. sandeep trivedi says:

  હિરેન ,તમને આટલી સરસ વાર્તા નાખી દેવા જેવી લાગી …..તો તમે એક સારી વાર્તા લખી ને અહી મૂકો તો સારુ……નીમિશભાઈ નો પ્રયત્ન બહુ સરસ હતો….

 23. chetu says:

  નિમિષ ભાઇ, ખૂબ ખૂબ અભિનંદન …! ખરેખર એક સમજ્વા જેવો સંદેશ આપ્યો છે આ વાર્તા દ્વારા…દુનિયા પ્રેમ ની ભુખી છે અને આપણે જો નિ:સ્વાર્થ ભાવે પ્રેમની લ્હાણી કરીશું તો ચોક્કસ એક આત્મ સંતોષ પ્રાપ્ત થાશે..!…આગળ પણ આવા કોઇ ને કોઇ સંદેશ સાથે નવી કૃતિઓ લઇ ને આવો એવી શુભેચ્છા…!

  મૃગેશ ભાઇ, આપને પણ ખૂબ અભિનંદન ….હીરાની પરખ ઝ્વેરી જાણે .. એ કહેવત અનુસાર આપ નવોદિતો ને આગળ વધવાની તક આપો છો એ ખરેખર પ્રશંશનીય છે..!

 24. Amol says:

  Good one sir….
  Keep it up……
  Really liked the moral of the srory

  Amol

 25. deepal prajapati says:

  Nimishbhai…
  congratulations…
  nice story…
  best of luck for future…

 26. sujata says:

  હોની તો હોકે ર્ હે અન હોની ના હોય જાકો રાખે સાઇયા માર શ્કે ના કોઇ….keep it up……………..

 27. Viral says:

  નિમશભાઈ…
  you are way better than this stereotypical Gujarati short story writers..
  keep the good work on…

 28. Ashish Dave says:

  Nimishbhai,

  Good story. Also very well written as well. Some how I do not enjoy the sad stories as much.

  I hope the next one is going to be even better.

  Ashish Dave
  Sunnyvale, California

 29. NamiAnami says:

  Pure language is important but content is more important. And all of us (well, most of us) agreed that it is a nice story. Great gujarati writers like Meghani, Gunvantrai Acharya and R. V. Desai (Ramanlal Vasantlal Desai) have also used words from different languages in their novels and short stories. As long as the word is effectivly explaining the writer’s imaginations and emotions, it should be acceptable. In today’s world where new generation is farther away from pure Gujarati language it is more important to convey the moral and message of the story (i.e. how many kids in thier teen age would understand pure gujarati word “શિરામણ”? You have to use the word Breakfast or નાસ્તો to make it “digestable” :o)).

  While reading this story, I never felt once that the story was written by a new writer. Felt like Nimish was born to write. Never stop.

 30. RANA NARENDRASINH says:

  Superb……….
  Excellent…….
  Best of luck….
  I am waiting for your next story….

 31. vishal says:

  wonderful story.
  Good job Nimish bhai.To be honest when I started reading,I thought it was another typical love-story but as it caught on, I really enjoyed it and you left me praising the story-teller(you).

  Thanks again Nimish bhai for a wonderful story and an important message for life.

  And yes I agree with you on thoughts over language thing.I know I am 100% gujju(indian) but I am not good at typing in Gujarati,so I too prefer english when typing but prefer Gujarati when showing my pride !!!!!!!

 32. vishal says:

  I am sorry but I couldn’t stop noticing Mr.Hitesh Parmar’s comments.I am not a writer but I can say that not evrything has to be about feeling good about doing something good or self enjoyment.

  May be Nimish bhai WAS writing for self-enjoyment,some readers enjoyed it while some took it as a message,so it served both purposes.So writer doesn’t have to choose what is he writing something for.He can just pick up the pen and start writing without worrying about spreading awareness in the society.

  And even Lord Krishna said just ‘do the work,don’t worry about the results,leave the results up to me’.

  All this was just my personal opinion and I don’t mean to offend Mr.Hitesh Parmar !!!!!!
  Peace to all.

 33. ખુબ જ મજાની વાત … ખરેખર આજે જ્યારે વિશ્વ-બંધુત્વની ભાવના વિકસાવવાનો સમય આવી ગયો છે ત્યારે નિમિશભાઈના વિચારો ખુબ જ સુંદર ભાત પાડે છે…

  નિમિશભાઈ, હું પણ તમારી જેમ જ સોફ્ટવેર એન્જીનીયર છું … તમારા વિશે જાણીને અને ખાસ તો તમારી આ કૃતિ વાંચીને ખુબ જ આનંદ થયો ….

 34. vaibhavi Mehta says:

  very good story, keep it up nilesh. keep on trying for good stories and novel

 35. Megha says:

  પ્રથમ જ ક્રુતિ મા સંવેદના ની આટલી સુન્દર અભિવ્યક્તિ અને પાત્ર ના ભાવનાજગત સાથે તાદામ્ય કેળવતી શૈલી પ્રશંસનીય છે. Keep it up Nimish. All the best.

 36. Krunal Choksi, NC says:

  hey nimish….its n excellent start…. just got time to explore read gujarati again today n read an excellent writing…..

  expecting more and more from u……

  have a wonderful day ahead….

  Krunal

 37. ur Ritu says:

  hey nice story…

 38. Leena says:

  Hey Its really a nice story…u did Excellent job..

 39. Jolly says:

  Very good story. Just wanted to congratulate on your first story. To decribe the pain in the story one has to go thru it or may be you must have seen somebody going thru this closely.

 40. anju says:

  really nice article.
  after reading this article i started to think if ever i need to live without my love . NO Never i cant. i just scared from even thought also.
  Its really difficult to live without your love one.

 41. nayan panchal says:

  નિમિશભાઈ,

  ખૂબ જ સુંદર વાર્તા.

  પ્રેમ વિશે તમારા આવા ઉચ્ચ વિચારો જાણીને તમારા માટે ખૂબ આદરની લાગણી થાય છે. બધા જ લોકો એકબીજા સાથે રહીને પ્રેમ નથી નિભાવી શકતા, કેટલાકના નસીબમાં દૂર રહીને પ્રેમ નિભાવવાનુ લખ્યુ હોય છે, ખરુંને ??

  “દુનિયામાં કંઈ પણ થવા પાછળ એક કારણ હોય છે. જે આપણે નથી સમજી શકતા!”

  વ્યવસાયે તો હું પણ ITમાં જ છું, તમને જોઇને મારા જેવાને પણ કંઇક લખવા માટે પ્રોત્સાહન મળે છે.

  લખવાની સફર ચાલુ રાખજો.

  નયન
  nr_2k@yahoo.com

 42. Meghana Shah says:

  Very nice and heart touching story…

 43. Sunita Thakar says:

  યુવાનો માટે ખૂબજ પ્રેરણાદાયક તેમજ સમજવા જેવો લેખ. અને ખાસ તો એક યુવાને લખેલો. લાગણીશીલ હોવુ સારી વાત છે પણ તેના પર કાબૂ હોવો જરુરી છે અને સમય આવ્યે તેને સાચો વળાન્ક આપતા આવડવુ એ જીવન જીવવાની ઉતમ ચાવી છે.
  કાશ દરેક રાહ ભટકેલા ને એક સાચો રાહબર મળી જાય….
  may every pranav get A Mr shah
  I like the main sentence of you story so much.
  Keep writing and good luck

 44. shruti says:

  આ લેખ ખુબ સરસ લ્ખ્યો છે. life મા ક્યારે કોન કોનાથિ દુર થઇ જાઇ છે તેનિ કોઇ ને ખબર નથિ. જે જાય છે તે ઘણુ બધુ આપિ ને જાય છે તેમ સમજવુ.

  આવા લેખ વધુ આપો જેથિ વધુ મજા આવે. બસ આ જ કહિશ કારણ કે આ લેખ માણસ ને ધણુ બધુ કહિ જાય છે.

 45. ભાઈશ્રી નિમિષ,
  આપનો તો સહુ પ્રથમ જાહેર આભાર માની લઉં કે આપે મારી વાર્તા ‘જિંદગી એક સફર…’ મારા બ્લોગ પર વાંચી એની સુંદર છણાવટ કરી.
  સમયના અભાવે તમારી આ વાર્તા વાંચવાની રહી પણ ગયેલ એટલે લિંક મોકલવા માટે પણ આભાર.
  આપની આ પ્રથમ વાર્તા છે એટલે હાર્દિક અભિનંદન!
  આપની કલમમાં તાકાત છે. વિચારોમાં મૌલિકતા છે. શબ્દો પર કાબુ છે. અને રજુઆતમાં વિશિષ્ટતા છે.
  બસ, વિચારવાનું અને લખવાનું ચાલુ રાખજો.
  મારી વાર્તાઓમાં હું વર્ણન વધારે કરૂં છું અને ખોટે ખોટું ખેંચ્યા રાખું છું. એવી કોમેન્ટ પણ મળી જ છે. પણ હું મારી શૈલી બદલી ન શકું, બરાબરને?
  આપણે આપણો ધર્મ સંભાળીએ…. બાકી તો વાંચક સમજી જશે. મા સરસ્વતિદેવીની આપના પર કૃપા વરસો એવી પ્રાર્થના સાથ શુભેચ્છા…
  નટવર મહેતા

 46. dipali says:

  જો કોઇને સચો પ્રેમ સમજવો હોઇ તો આ વાર્તા તો વાન્ચવિ જ જોઇઅ હા આ જ કહેવાઈ સચો પ્રેમ્

 47. Dipal says:

  its really nice story

  bt bav j ochha loko ne aavo prem ane aavo prem karnara male chhe.

  lucky hoy chhe a loko jene nasib aavo love hoy

  bt really its so so so nice story i like it

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.