કહેવું પણ પડે – શોભિત દેસાઈ

ઉદ્ધતાઈ દાખવે તો એને કહેવું પણ પડે,
ને રડે તો શબ્દનું ઉપરાણું લેવું પણ પડે.

આખરી ઈચ્છા જો નિર્મળ જળ થવાની હોય તો,
પથ્થરોની વચ્ચે થઈને એણે વહેવું પણ પડે.

કંપ ભીતરના જ તો ભારે ભયાનક હોય છે,
જણ હો સાંગોપાંગ એક બહુમાળી જેવું, પણ પડે.

ચાહવાનો વણલખ્યો એક જ નિયમ છે દોસ્તો !
લાગણીના સાવ ચંચળ સ્તરને સહેવું પણ પડે.

પ્રાર્થનાના આર્તનાદ ઉપર સુધી પહોંચ્યા તો છે,
શક્ય છે કે આ વખત વરસાદ જેવું પણ પડે.

કેવી છે રફતાર ! ચિંતા છે સફરમાં શું થશે !
કાચબાની પીઠ ઉપર રાત રહેવું પણ પડે.

કોઈ ક્ષણ પર જિંદગી એવો દગો દઈ દે કદાચ !
ચક્રવૃધ્ધિ વ્યાજ સાથે એને દેવું પણ પડે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અહિંસાનો પ્રભાવ
ભાગ્યની કરવટ – મૃગેશ શાહ Next »   

11 પ્રતિભાવો : કહેવું પણ પડે – શોભિત દેસાઈ

 1. harsh says:

  hi………
  i heard its name from navneet samrpan.
  its good website.
  one of mine…
  “madhyahan no samay 6 nahi kad mapvano,
  hash vadli tu avi bik hti k hu 6ato thavano..”

 2. nayan panchal says:

  “આખરી ઈચ્છા જો નિર્મળ જળ થવાની હોય તો,
  પથ્થરોની વચ્ચે થઈને એણે વહેવું પણ પડે.”

  ભગવાન તકલીફો આપે તો સમજો કે આપણી filteration process ચાલુ છે.

  નયન

 3. અતુલ જાની (આગંતુક) says:

  ઉદ્ધતાઈ દાખવે તો એને કહેવું પણ પડે,

  ગઝલ ગમી જાય તો દાદ દેવી પણ પડે.

 4. sujata says:

  બ ધાં જ શે ર લા જ વા બ્…….!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.