જીવન શિક્ષણ – સંકલિત

[1]
જો તમે પ્રભુને સાદ કરીને બોલાવો અથવા તેના પ્રત્યે અભીપ્સા સેવો, પણ સાથે સાથે એવો ભય પણ સેવો કે તમારો સાદ નહિ સાંભળવામાં આવે અથવા પ્રભુનો જે પ્રત્યુત્તર હોય તેના પ્રત્યે શંકા સેવો, તો પછી બને છે એવું કે વિરોધી શક્તિઓ પોતાને તક મળવાની રાહ જોઈને જ બેઠેલી હોય છે તે તમારી ચેતનામાં ઊથલપાથલ કરી મૂકે છે. એટલે તમે જ્યારે સાદ કરીને પ્રભુનું આહવાન કરો ત્યારે તમારામાં સાચી અને ખરા અંતરની શ્રદ્ધા હોય તેની તકેદારી રાખજો. – શ્રી માતાજી.

[2]
બાળકની પાસે રહેવું એટલે નિર્દોષતાનો સહવાસ સેવવો. માતાઓ અને પિતાઓ ! તમે બાળકનું નમણું હાસ્ય જોયું છે ? તેમાં તમારાં સઘળાં દુ:ખોને ડૂબી જતાં તમે કદી અનુભવ્યાં છે ? બાળક ખડખડ હસતું હોય છે ત્યારે એના મોંમાંથી નાનાંનાનાં ફૂલો ખરે છે, એ તમે જાણો છો ? બાળકને રમાડતાં તમે કેવાં કાલાંઘેલાં બનો છો, એ તમે સમજો છો ? તમને ભારેમાં ભારે કિંમત આપે તો પણ એવાં કાલાં તમે કદી થાઓ ખરાં ? તમારા એ સ્વર્ગીય ગાંડપણનો તમે વિચાર કરો તો તમારા વિષે તમે શું ધારો ?
તમારો શોક કોણ ભુલાવે છે ?
તમારો થાક કોણ ઉતારે છે ?
તમારું વાંઝિયાપણું કોણ ભાંગે છે ?
…. બાળક જ.
(સૌજન્ય : ‘બાળકો અને આપણે’)

[3]
આવતી કાલની કેળવણી સાત વર્ષ સુધીનું નાગરિક શિક્ષણ પૂરું કર્યા પછી મોટા ભાગના વિદ્યાર્થીઓને કોઈને કોઈ વ્યવસાયની તાલીમ આપનારી હશે. આજે યુનિવર્સિટી તરફ જવાની જે દોટ છે તે બંધ કરવી પડશે. આ વ્યાવસાયિક શિક્ષણકાળ દરમિયાન પણ વિદ્યાર્થીને સંસ્કારિતાનાં પુર મળ્યા કરે તેટલા માટે થોડોક સમય ‘હ્યુમેનિટિઝ’ ના વિષયોને પણ આપવાનો રહેશે. કારણ કે આખરે આપણે સારા કારીગરોની જોડાજોડ વિદ્યાર્થીને સારો માનવ બનાવવાનો છે. – મનુભાઈ પંચોળી

[4]
લંડનની કાઉન્ટી કાઉન્સિલની શાળાઓમાં ભણતા વિદ્યાર્થી પર શિક્ષણશાસ્ત્રીઓએ એક પ્રયોગ કર્યો હતો. પ્રત્યેક વિદ્યાર્થીને માતૃભાષાનું એક પ્રશ્નપત્ર આપ્યું અને એક પ્રશ્નપત્ર ગણિતનું આપ્યું. પરીક્ષા પૂરી થયે પરિણામ ચકાસતાં જણાયું કે વિદ્યાર્થીએ માતૃભાષામાં મેળવેલા માર્કસ અને ગણિતમાં મેળવેલા માર્કસ વચ્ચે સીધો સંબંધ હતો. જે વિદ્યાર્થીના પોતાની માતૃભાષામાં વધારે ગુણ તેને ગણિતમાં વધારે ગુણ. ભલેને માતૃભાષા શાળામાં શીખવાતી ન હોય ! આ પરથી એક તારણ નીકળે છે કે માતૃભાષાનું સારું શિક્ષણ એ કોઈ પણ વિષયના સારા શિક્ષણ માટેની પૂર્વશરત છે. – મૂળશંકર ભટ્ટ

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઓજસ-સૂક્ત – અનુ. શ્રી ભાણદેવ
મારે તાજમહાલ બાંધવો છે – ડૉ. થૉમસ પરમાર Next »   

10 પ્રતિભાવો : જીવન શિક્ષણ – સંકલિત

 1. કલ્પેશ says:

  “માતૃભાષાનું સારું શિક્ષણ એ કોઈ પણ વિષયના સારા શિક્ષણ માટેની પૂર્વશરત છે.”
  હવે વધુ શુ કહેવાનુ રહે છે?

 2. અતુલ જાની (આગંતુક) says:

  જીવનનું શિક્ષણ મેળવવાની મજા પડી.

  * પ્રથમ સાચી શ્રદ્ધા અને પછી પ્રભુને સાદ

  * શોક ભુલાવનારા, થાક ઉતારનારા અને વાંઝિયાપણું ભાંગનારા બાળકો જ છે.

  * વ્યવસાયલક્ષી તાલીમ આપવી, બીનજરૂરી શિક્ષણ આપતી યુનિવર્સિટી તરફ જવાની દોટ બંધ કરવી, સંસ્કારિતા પુરી પાડે તેવા માનવતાના વિષયોને અભ્યાસક્રમમાં આવરી લેવા અને સારા કારીગરોની જોડાજોડ વિદ્યાર્થીને સારો માનવ બનાવવો.

  અહીં શ્રી દર્શકે પણ ‘હ્યુમેનિટિઝ’ શબ્દ વાપર્યો છે જે અમુક વાંચકોની જાણ માટે

  * સવાલઃ બાળકને પ્રાથમિક શિક્ષણ કઈ ભાષામાં આપવું જોઈએ?
  જવાબઃ જે ભાષામાં તેમને સ્વપ્ના આવે તે ભાષામાં.

 3. Himsuta says:

  માત્રુભાશા મા શિક્શન થિ બાલક ને વિશય સમજ્વો સરલ પડે અને બોજ રહિત બચપન જિવિ શકે

 4. pragnaju says:

  સુંદર સંકલન
  ચારેય કેટલી સહજ વાત…
  “પ્રભુનું આહવાન કરો ત્યારે તમારામાં સાચી અને ખરા અંતરની શ્રદ્ધા હોય તેની તકેદારી રાખજો. “‘તમારા એ સ્વર્ગીય ગાંડપણનો તમે વિચાર કરો તો તમારા વિષે તમે શું ધારો ?’
  “વિદ્યાર્થીને સારો માનવ બનાવવાનો છે””માતૃભાષાનું સારું શિક્ષણ એ કોઈ પણ વિષયના સારા શિક્ષણ માટેની પૂર્વશરત છે.”

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.