અજવાળી રાત – ત્રિભુવન વ્યાસ

[બાળગીત]

છોકરાં રે, સાંભળજો વાત,
આવી છે અજવાળી રાત.

રાતે તારા ટમકે છે,
વચમાં ચાંદો ચમકે છે !

ચાંદો ઊગ્યો ચોકમાં,
રાણી બેઠી ગોખમાં.

ગોખે તો સોનાનાં બોર,
માથે બેઠા બોલે મોર !

મોર કરે છે લીલા લ્હેર,
ટહુકા કરતો ચારે મેર.

મે’ર કરી ત્યાં મેવલે,
પાણી આવ્યાં નેવલે !

નેવે બોલે કા કા કાગ,
કાકા લાવ્યા મીઠો ભાગ.

કાજુ, બદામ ને રેવડી,
છોકરાંને બહુ મજા પડી !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સમજદારી – ઈન્દુબહેન પંડ્યા
અજમાવી જુઓ – સંકલિત Next »   

11 પ્રતિભાવો : અજવાળી રાત – ત્રિભુવન વ્યાસ

  1. Jagat Dave says:

    ત્રિભુવન વ્યાસ ની કવિતાઓ માં તેમની બાળ સહજ ઉત્સુક્તા ઊભરી આવે છે. “ઝબુક વીજળી ઝબુક” પણ્
    તૅમની ઉતમ રચનાઓ માંની એક છે

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.