અજમાવી જુઓ – સંકલિત

[1] ડાયનીંગ ટેબલ પર થતાં માખીઓનાં ઉપદ્રવથી બચવા માટે ફૂદીનાનાં પાન વેરવાં. આ ક્રિયા રસોઈ-ઘરમાં પણ કરી શકાય.

[2] કપડાં પર લાગેલા ડાઘ કાઢવા માટે મુલતાની માટી અને વિનેગરની પેસ્ટ લગાવી રાખવી. સુકાઈ જાય પછી કપડાં ધોઈ નાંખવા.

[3] કપ-રકાબી પર લાગેલા ચાનાં ડાઘ કાઢવા માટે તેને મીઠાનાં પાણીથી ધોવા.

[4] મચ્છરને ભગાડવા માટે સુકાયેલા કડવા લીમડાંને બાળવો. ખાસ કરીને સાંજે આ ક્રિયાથી મચ્છરોનો ઉપદ્રવ ઓછો કરી શકાય. આ કર્યા પછી બારી-બારણા ખોલી નાખવાં.

[5] થોડીવાર ટામેટાને ગરમ પાણીમાં રાખવાથી અને નવા બટાટાને મીઠાનાં પાણીમાં રાખવાથી, તેમની છાલ સહેલાઈથી નીકળી જશે.

[6] બદામને ગરમ પાણીમાં રાખવાથી, તેનાં ફોતરાં તરત નીકળી જશે.

[7] લીલા શાકભાજી વાસી થઈ ગયા હોય તો તેમાં લીંબુ નિચોવવાથી તે તાજા થઈ જશે.

[8] સલાડ માટેનાં ફળો સાકરનાં પાણીમાં રાખવાથી તે કાળાં પડીને ચીમળાઈ જતાં નથી.

[9] ખાંડની બરણીમાં ચાર-પાંચ લવિંગ રાખવાથી કીડીઓ ચઢશે નહિ.

[10] ખાવાના તેલના ડબ્બામાં એક ગોળનો ગાંગડો મૂકવાથી તે લાંબો સમય સારું રહેશે.

[11] કઠોળના ડબ્બા ઉપર સૂકા તુલસીનાં પાન રાખવાથી તેમાં જીવાત પડશે નહિ.

[12] મરચાં ખાંડતી વખતે તેમાં થોડું મીઠું અને તેલ નાખવાથી, તેની ભૂકી ઊડશે નહિ.

[13] કાચનાં વાસણ ચાના ઉકાળેલ કૂચાના પાણીથી સાફ કરશો, તે ચમકદાર થશે.

[14] ગેસના ચૂલાને કોપરેલવાળું કપડું ફેરવવાથી ચૂલો ચમકતો થશે.

[15] મિક્ષ્ચરના બાઉલમાં કાંદા કે લસણની વાસ દૂર કરવા બટાટો ઘસી ધોઈ નાખો.

[16] કૂકરમાં તળિયે લીંબુનો કટકો નાખવાથી અંદરનો ભાગ કાળો થશે નહિ.

[17] લીંબુનું અથાણું વધારે ટકાવવું હોય તો અથાણાની બરણી 7-8 દિવસ તડકામાં રાખવી.

[18] કબાટમાં પાંચ-સાત કાચી સોપારી મૂકી રાખવાથી વંદા જતા રહે છે.

[19] જ્યાં કીડીઓ થતી હોય ત્યાં ડુંગળીનાં છોડાં પાથરવાં. કીડીઓ જતી રહેશે.

[20] આદુંને એક કૂંડામાં ભીની માટીમાં દાબી રાખવાથી સારું રહી શકે છે.

[21] બ્લીચીંગ પાઉડરને બાથરૂમમાં ટાઈલ્સ ઉપર રાત્રે લગાડી રાખવો. સવારે ઘસીને સાફ કરવાથી ટાઈલ્સ સાફ થઈ જાય છે.

[22] અથાણું ભરતાં પહેલાં કોરી બરણીમાં તેલનો હાથ લગાડી પછી હિંગનો ભૂકો ચારે બાજુ લગાડી દેવો. આથી અથાણું બગડશે નહિ.

[23] ચોખા જૂના હોય અને મીઠાશ જતી રહી હોય તો ચોખા બફાય પછી 1 ચમચી ખાંડ અને 1 ચમચી ઘી નાંખી સીજવા મૂકવો. આથી મીઠાશ આવી જશે.

[24] 1 લિટર દૂધમાં 1 ચમચો દહીં અને 1 ચમચી ખાંડ નાખી વલોવી, વાસણમાં ભરી, ઉપર ગરમ તવો ઢાંકવો. દહીં જલદી થઈ જશે.

[25] દાળ કે કોઈ રસાદાર વાનગીમાં વધુ મીઠું પડી ગયું હોય તો ચણાના લોટની પોટલી બાંધી મૂકવી. ચણાનો લોટ ખારાશ ચૂસી લેશે અને વાનગીમાંથી ખારાશ ઓછી થશે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અજવાળી રાત – ત્રિભુવન વ્યાસ
બાળસાહિત્યની આવતી કાલ – ડૉ. હુંદરાજ બલવાણી Next »   

13 પ્રતિભાવો : અજમાવી જુઓ – સંકલિત

 1. Panga007 says:

  very very good.

 2. manvantpatel says:

  વાઁચન ગમ્યુઁ. આભાર !

 3. uma says:

  bahu saras janava ajamavava jevi reet.thanks

 4. vipul Chauhanq says:

  good writing. this use tips

 5. krishna says:

  ઘણુ સરસ્

 6. Bhupendra says:

  સરસ લેખ .માહિતિ લખી મોકલવા વિનતિ

 7. rasik says:

  ખુબજ ઉપયોગિ માહિતિ.

 8. Sundeep panchal says:

  very usefull tips..

 9. Bhupendra says:

  Thank you for your this list..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.