મને એ જ સમજાતું નથી ! – કરસનદાસ માણેક

મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે.
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે.
ટળવળે તરશર્યાં તારાં જે વાદળી વેરણ બને.
તે જ રણમાં ઘૂમ મુસળધાર વરસી જાય છે.
ઘર-હીણાં ઘૂમે હજારો ઠોકરાતાં ઠેર ઠેર
ને ગગન-ચુમ્બી મહાલો જનસૂનાં રહી જાય છે.
દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના:
લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે.
કામધેનુને જડે ના એક સૂકું તણખલું
ને લીલાંછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે.
છે ગરીબોના કુબામાં તેલ ટીપુંય દોહ્યલું ?
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પરણી ગઈ… – મહેન્દ્ર શાહ
લખ મને ! – દિલીપ પરીખ Next »   

6 પ્રતિભાવો : મને એ જ સમજાતું નથી ! – કરસનદાસ માણેક

 1. SV says:

  મને એ જ સમજાતું નથી , very well said. I have similar queries my friend! 🙂

 2. nayan panchal says:

  “છે ગરીબોના કુબામાં તેલ ટીપુંય દોહ્યલું ?
  ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે.”

  ????????????????

 3. અતુલ જાની (આગંતુક) says:

  ફરી પાછી આ કવિતા અહીં જોઈને ઉર્મિઓ સળવળી ઉઠી. મને યાદ નથી કે કેટલી બધી વાર આ કવિતા હું ગણગણ્યો હોઈશ.

  જો કે અમે કાઈક આવુ ગાતા –
  ટળવળે તરસ્યાં જહાં, ત્યાં વાદળી વેરણ બને.
  ને તે જ રણમાં ઘૂમ મુશળધાર વરસી જાય છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.