લખ મને ! – દિલીપ પરીખ

કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને,
જો શક્ય હોય તો પ્રેમના ટહુકાઓ લખ મને !
તારા વિના અહીં તો છે ધુમ્મસ ફક્ત બધે
તારા ગલીમાં કેવા છે તડકાઓ લખ મને !
અકળાઈ જાઉં એવા અબોલા ન રાખ તું
તારા જ અક્ષરો વડે ઝઘડાઓ લખ મને !
કોઈ મને બીજા તો સહારા નહીં મળે
અમથા જ તારે હાથે દિલાસાઓ લખ મને !
મારા જીવનનો પંથ હજી તો અજાણ છે
ક્યાં ક્યાં પડ્યાં છે તારાં એ પગલાંઓ લખ મને !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મને એ જ સમજાતું નથી ! – કરસનદાસ માણેક
બા અને આંસુ – રમેશ જોષી Next »   

12 પ્રતિભાવો : લખ મને ! – દિલીપ પરીખ

 1. Rakesh Chavda says:

  nice poem I am reading this today on valentine day. writing a letter is more heart-touching than the talking on mobile phone.

 2. nayan panchal says:

  સરસ રચના.

  નયન

 3. અતુલ જાની (આગંતુક) says:

  પ્રેમ-પત્રોમાં જે હ્રદયના ભાવો ઉંડાણથી રજુ કરી શકાય છે તે sms કે ફોનથી નથી રજુ કરી શકાતા.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.