ઉપાસના – રમેશ પટેલ ‘આકાશદીપ’

[‘ઉપાસના’ કાવ્ય સંગ્રહમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે કવિશ્રી રમેશભાઈનો (કેલિફોર્નિયા, અમેરિકા) ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

[1] પંખીડા

upaasnaપંખીડાં મારે આંગણે આવીને ગીત ગાજો
ગગનેથી માર પ્રભુનો સંદેશો મને દેજો.

સરોવરિયાની શોભા અમ પંથકે તમે માણજો
કૈલાસી હંસો શિવલીલાની કથા અમને કહેજો

રૂડા વૃન્દાવન રમે લઈ ભાવ ભક્તિ જો
વૈકુંઠ ધામના ગરુડજી પ્રભુને લઈ આવજો

મેઘ ગાજે ને મોરલો ટહુકે અમ કાંગરે
રાધાજી કાનુડાને લઈને રાસ રમવા આવજો

મંદિરિયે ઊભરાય ભક્તિ લઈ શ્રાવણના વહાલ જો
કાગ રૂપી ભાગવતના રંગે અમને રંગજો

કૂકડે કૂક બોલી ચાચરથી ઊડી આવજો
મા બહુચરના કુમકુમ આંગણે પધરાવજો

દેવચકલીઓ દઈ દર્શન પગલીઓ પાડજો
ભવાનીને ચરણે ભવનાં બંધન મિટાવજો.

[2] લીલુડા થાળ

વૈશાખી વાયરાના વંટોળ ઉડાડતા રે ધૂળ
ધખંતી ધોમ જાણે ભોંકતી કાયામાં શૂળ

તપતાં તરુવરો કરતા ઊના લૂના સિસકાર
વંઠેલ વગડો દોડીને ખાવા ધાતો ભેંકાર

વ્યાકુળ વદને અબોલા જીવો કરતા પોકાર
ક્યાં ગગને સંતાયો ઓ ભોમ તારો ભરથાર

સાજનના સાદે ઊમટ્યો આકાશે અષાઢી મેઘ
છલક્યાં સરોવર ને મલકી સરિતા, ધરી રૂપલડા વેશ

શ્યામ શ્વેત વાદળીઓ હોંશે સજાવતી આકાશ
આજ ધરતીના પટે પથરાયો પ્રેમનો પ્રકાશ

સપ્તરંગ છાયા ગગને ને વાગ્યા દુંદુભી ઢોલ
ભીંજાયાં તનમન લાગ્યા વહાલા મોરલાના બોલ

ગુલાબી પોયણાં હસીહસી ગૂંથે સરોવરનાં જાળ
વર્ષાદેવીને ભાવે વધાવીએ ધરી લીલુડા થાળ

[3] ધૂળનું ઢેફું

ખેતરે બેઠો, જોઈ રહ્યો હું, ધૂળનું ઢેફું
વાહ રે કુદરત, કેવું કૌતક, વહાલે વેર્યું

દીધાં રે અન્ન, પેઢી ને પેઢી, પણ કહીએ તને ઢેફું
હસ્યા અમે અમારી જાત પર, ન ઓળખ્યો ભારે ભેરુ

પહેલી ધારે, અષાઢી મેઘે, ફોરમ લઈને મહેકે
કેવી પ્રસન્નતા ઊભરે ઉરે, ઉર્વરાની સુગંધે

વાવીએ બીજને, ભીની ભીનાશે, હળવે ફૂટે અંકુર
ઢેફાંની હૂંફે, રસ પામીને, કેવું ખીલે ચૈતન્ય

ઓગાળી કાયા, પોષે છોડવા, જોયા વિના દિનરાત
તું લહેરાવે મોલ ખેતરે, હરખે જગનો તાત

અમે જમતા, પંખી જમતા, જમતી જગની જમાત
તારી અમી ખૂટે ના ખુટાતી, કેવી નવલી વાત

ના મળે તાળું, ના લૂંટે લૂંટાતું, વાહ રે ધૂળનું ઢેફું
અનંત ઉપકાર જાણી, તારા ખોળે માથું મૂકું.

[કુલ પાન : 134. (પાકુ પૂઠું) કિંમત રૂ. 121. પ્રાપ્તિસ્થાન : વિષ્ણુભાઈ જે. પટેલ. મુખીની ખડકી, મુ.પો. મહીસા, તા. મહુઘા. જી. ખેડા : 387340. ફોન : +91 26825 76449.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હોલી હૈ ! – સંકલિત
તારે વડલે ! – સુધા ભટ્ટ ‘અમીશ્રી’ Next »   

27 પ્રતિભાવો : ઉપાસના – રમેશ પટેલ ‘આકાશદીપ’

 1. અતુલ જાની (આગંતુક) says:

  ઉપાસનામાંથી લીધેલા કાવ્યો ગમ્યાં.

 2. pragnaju says:

  ત્રણેય રચનાઓ ગમી
  આ પમ્ક્તીઓ વધુ ગમી
  પંખીડાં મારે આંગણે આવીને ગીત ગાજો
  ગગનેથી માર પ્રભુનો સંદેશો મને દેજો.
  સપ્તરંગ છાયા ગગને ને વાગ્યા દુંદુભી ઢોલ
  ભીંજાયાં તનમન લાગ્યા વહાલા મોરલાના બોલ
  પહેલી ધારે, અષાઢી મેઘે, ફોરમ લઈને મહેકે
  કેવી પ્રસન્નતા ઊભરે ઉરે, ઉર્વરાની સુગંધે
  અભિનંદન

 3. Chandra Patel says:

  ના મળે તાળું,ના લૂંટે લૂંટાતું, વાહરે ધૂળનું ઢેફું
  અનંત ઉપકાર જાણી, તારા ખોળે માથું મૂકું
  કેટલા સુંદર ભાવ અને મહત્તા ને આદર સાથે કવિ
  કહી ગયા. વધુમાં પંખીડા મારે આંગણે આવીને ગીત ગાજોની રચના
  પ્રભાતીયા જેવી સુંદર લાગી.અભીનંદન
  ચન્દ્ર પટેલ(યુએસએ)

 4. Ramesh Patel says:

  શ્રી મૃગેશભાઈ,
  રીડ ગુજરાતી વેબ સાઈટ ઉપર ‘ઉપાસના’ ની સૂંદર ઝલક આપે આપી, હોળી ના આનંદે આપે રંગ્યા.મિત્ર વર્તુળે પણ ખુશી વ્યક્ત કરી.કવિલોક વેબ સાઈટ ઉપર પણ રસીયાઓને નવીન રચનાઓ નો લાભ મળશે.આભાર
  રમેશ પટેલ(આકાશદીપ)

 5. Keyur Patel says:

  રીડ ગુજરાતી સુંદર સાહિત્યનો ખજાનો છે,તેમાં ઉપાસના ના કાવ્યો ખૂબ ગમ્યા. વધૂ રચના વાંચવા મળે તેવી અભિલાષા.
  કેયુર

 6. Vital Patel says:

  સુંદર ગીતો મનને પ્રસન્ન કરીગયા અમે જમતા, પંખી જમતા—પંક્તીઓ ખૂબજ સરસ લાગી.
  વિતલ

 7. Neil Patel says:

  કવિતાનું સૌંદર્ય સહજ રીત વહાવતી, મનને ગમી જાય તેવી રચનાઓ, રીડ ગુજરાતી ઉપર માણવા મળી.અભિનંદન
  નીલ પટેલ( યુ એસ એ)

 8. amit patel says:

  સાચા ગુજ્રરાતી સાહિત્ય ના રાખવાલા

 9. Chirag Patel says:

  સાચેજ ઉપાસનામય ,પ્રેરક કવિતાઓ .ના ઓળખ્યો ભારે ભેરું..ભગવાનની સહજ રીતે મળતી પ્રસાદી માટે કેવો ભાવનાભર્યો સ્વીકાર.
  ચીરાગ પટેલ

 10. Sweta Patel says:

  ઉનાળાના આકરા તાપને સુંદર શબ્દ દેહ આપી,અનુભવ કરાવતી કૃતિ.કવિતાઓ મનભરીને માણી.
  સ્વેતા

 11. janaki Patel says:

  તું લહેરાવે મોલ ખેતરનો, હરખે જગનો તાત..માટીની મ્હેંક પ્રગટાવતી કૃતિ ખૂબ જ ગમી.
  જાનકી પટેલ

 12. Pratima Desai says:

  ઉપાસના ની ત્રણે કૃતિઓ સુંદર સંદેશ આપે છે ,વાંચીને વિચારવી ગમે તેવી કવિતાઓછે.

  પ્રતીમા દેસાઈ

 13. Chandra Patel says:

  રીડ ગુજરતી ને ધન્યવાદ. ધૂળ વતનની સુગંધ દેતી વારંવાર વાંચવાની ગમે તેવી કવિતાઆપવા બદલ.
  ચંદ્ર પટેલ

 14. Chirag Patel says:

  રમેશભાઈ,
  રીડ ગુજરાતી પર તમારી સુંદર કવિતા માણવા મળી.ચીરાગે બતાવી.
  આપનો દોસ્ત દિનેશ પટેલ (usa)

 15. snehal Patel says:

  આકાશદિ પનિ ક્રતિઓ ઉત્તમ લાગિ
  સ્નેહલ

 16. Paresh Patel says:

  I like poems of Ramesh Patel, very wel said and touching heart.
  Paresh Patel(Mahisavala)
  Aruna Patel

 17. Pravin Desai says:

  પંખીડાં મારે આંગણે આવીને ગીત ગાજો
  ગગનેથી મારા પ્રભુનો સંદેસો મને દેજો
  અને ધૂળનું ઢેફું …ખુબજ ગમી જાય તેવી
  પ્રેરક કૃતિ.
  અભિનંદન
  પ્રવીણ દેસાઈ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.