વાત ગર્ભાધાન અને પ્રસવની – સુન્દરમ્

જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી

sundaramએક નાનકડી કન્યા મારી પાસે હસ્તાક્ષર લેવાને આવેલી અને મને કહેલું કે ‘એક કડી લખી આપો’ મારી આસપાસ અનેક મિત્રો ઊભા હતા. ગૂજરાત વિદ્યાપીઠનું એ ચોગાન હતું અને ત્યાં એક મોટા સમારંભે હું ગયેલો. એણે મારા હાથમાં એની હસ્તાક્ષર-પોથી મૂકી અને એના ‘કડી’ શબ્દને પકડીને ઉપરની પંક્તિ આવી ગઈ. એ કન્યાએ કહેલો ‘કડી’ શબ્દ અહીં બીજા અર્થમાં પ્રગટ થઈ ગયો. એ પંક્તિ જાણે ઉપર તૈયાર બેઠેલી હોય તેમ ઊતરી પડી. હવે, આમાં કઈ પ્રક્રિયા આપણે કહીશું ?

ભાષામાં શબ્દ એક કરતાં વધુ અર્થ ધરાવે છે. પણ મારું બાહ્ય મન એ શ્લેષની શોધમાં ગયેલું નહિ. શબ્દોની આ બહુ-અર્થતા મારા સંસ્કાર-ભંડારમાં પડેલી જ હતી. આ શ્લેષ થાય છે, એ ખ્યાલ પણ પછીથી આવ્યો. પણ ‘કડી’ એટલે ‘પંક્તિ’નો અર્થ ધકેલાઈ જઈ સાંકળમાંની કડી એ અર્થ ચળક્યો, અને એ સાંકળનારું તત્વ તો પ્રેમ છે, પણ ‘પ્રેમ’ નહિ પણ ‘સૌ’ ની સાથે વર્ણસંગીત સાધતો ‘સ્નેહ’ શબ્દ આવી ગયો, તેને જ પકડીને બીજો ‘સ’થી શરૂ થતો ‘સર્વથી’ શબ્દ આવ્યો, અને ‘વડી’ શબ્દ કડીના અવાજનો પડઘો પાડતો હોય તેમ તેના અર્થસંભારના ગહન ગોરંભ સાથે આવીને બેસી ગયો.

જીવનમાં પરમ સક્રિય એવું પ્રેમતત્વ આમ આ ક્ષણે ‘કડી’ રૂપે ઊતરી આવ્યું. કયું નિમિત્ત, કઈ પરિસ્થિતિ, એનો હિસાબ કેવી રીતે કરીશું ? એ કન્યા, એની ભાવભરી વિનંતી, પ્રસન્નાભરેલું વાતાવરણ – આ બધું જ એ પ્રેમને આમ સાકાર થવાને માટેનું કારણ બન્યું હશે ને ! આને જ અધ્યાત્મશક્તિના દિવ્ય આવેગની નિક્ષિપ્તિ (થાપણ) કહી શકાય ને ! આના અનુસંધાનમાં એની પૂર્તિ કરતી બીજી કડી પછી ઘણા વખતે, વરસો બાદ, આ પ્રમાણે આવી :

કડી એ લાધતી જ્યારે પ્રભુની આવતી ઘડી.

અર્થની રીતે, ‘કડી-ઘડી’ ના અંકોડામાં જોડાઈને આવતી આ પંક્તિ સુરુચિર તો છે, પણ પહેલી પંક્તિની તાજગી જાણે એમાં નથી. કવિતામાં છેવટે તો સહજપ્રજ્ઞા (intuition), પ્રેરણા (inspiration) એ જ સક્રિય નિયામક વસ્તુ રહેતી હોય છે અને આપણી સમગ્ર સજ્જતા પ્રમાણે એ પ્રેરણા આકારિત થાય છે. આપણા વિકાસ પ્રમાણે, બૌદ્ધિક જ્ઞાન, ભાવો, આદર્શો, અનુભૂતિઓ આદિની આપણી ક્ષમતા પ્રમાણે આપણા સ્વરૂપનો પુદગલ બંધાતો રહે છે અને આપણે ગમે તે રીતે લખતા હોઈએ, ગમે તેટલું લખતા હોઈએ તેની પાછળ આખોયે પુદગલ સક્રિય બનતો હોય છે.

s8આપણામાં બુદ્ધિનો, ઊર્મિનો જે ભાગ જે ક્ષણે પ્રધાન રૂપ હોય; આપણામાં જે વૃત્તિઓ, વાસનાઓ, આકાંક્ષાઓ કામ કરતી હોય; આપણામાં જે રીતના આદર્શનો ઝોક હોય કે આધ્યાત્મિક સંપત્તિ કે સિદ્ધિ હોય, તે પ્રમાણે આપણું સર્જન ઘાટ-રૂપ લે છે. આરંભમાં બુદ્ધિનો, વિચારનો કે અમુક આવેગોનો ભાગ મુખ્યત્વે કામ કરતો રહે છે. પણ ઊંડી સ્વસ્થતામાં પછી ભાવ-બુદ્ધિ આદિ સર્વનું એક સામંજસ્ય રચાઈને કશુંક ઊંડામાં ઊંડું તત્વ સાકાર બનતું રહે છે. અમુક વિકાસ પછી મન નીરવ સ્થિતિમાં પહોંચીને એક વિશાળ શાંત સ્થિતિમાં બેઠેલું રહેતું હોય છે, અને તેમાં પછી ઉપરથી આવી આવીને બધું ગોઠવાતું રહે છે તથા યથા સમયે જે લખવાનું હોય તે લખાતું રહે છે.

દોઢ પંક્તિની મારી નીચેની રચના તો પોતાના બળે જ ઘણી જાણીતી થઈ ગઈ છે :

તને મેં ઝંખી છે –
યુગોથી ધીખેલા પ્રખર સહારાની તરસથી

s9આના માટે કશું જ બાહ્ય નિમિત્ત ન હતું. મારે મારી પ્રેમાનુભૂતિને ગાવી છે, એવો પણ કોઈ સંકલ્પ કે સ્ફુરણા ન હતી. પણ મારા સમસ્ત સ્વરૂપમાં આવી વસ્તુ જામીને પડેલી તો હતી જ. જો કે તેની તીવ્રતા અને વિરાટતા આવો આવિર્ભાવ પામશે, એવી કલ્પના ન હતી. સહરાનું તરસ્યું વિરાટ રણ પોતાની ઉત્કૃષ્ટતા લઈ આવી ગયું, તેની પાછળ ભૂગોળમાં હું સહારા ભણેલો એ જ્ઞાન કામ કરતું હતું એમ પણ નહિ, પણ આ સહારામાં મને પ્રેમ અને બીજું બધું આખા જગતમાં અને મારામાં સિંચાઈ સિંચાઈને પડેલાં હતાં, તે આમ આ ક્ષણે ચિત્તની નરી નિસ્પંદ વિચારમુક્ત સ્થિતિમાં, ચિત્ત કરતાંયે વિશેષ તો અંતરાત્માની, આંતર-ચિતિની અને તેને ગૂઢ પ્રકટ રીતે આવરી લઈ તેમાં સંચારિત થતી વિશ્વચેતનાની એક ગતિ રૂપે પ્રગટ થઈ.

બબ્બે પંક્તિનાં મુક્તકો પણ લખાતાં રહ્યાં. મુક્તકની રીતે ચિત્ત ગુંજવા લાગે પછી ચૂપચાપ લખ્યે જ જતા હોઈએ અને એક પૂરું થાય અને બીજું હાજર જ હોય. કોણ જાણે એ બધાં કોક ડાળ ઉપર ક્યાંક બેઠાં હોય, કે સ્લોટ મશીનમાં ગોઠવાઈને બેઠાં હોય તેમ ટપટપ ઊતરી આવે ! આપણને અને એમને જાણે કશો જ અંગત સંબંધ ન હોય તેમ. એવી રીતે આ મુક્તક જ્યારે આવીને ઊભું રહ્યું, ત્યારે હું પોતે જ તેની અસાધારણતાથી ચકિત થઈ ગયેલો

જલના અંતરે જ્યારે ઝંખના ઊર્મિની થઈ,
આમંત્ર્યો તટથી ત્યારે શુષ્ક કંકરને ત્યહીં.

જીવનમાં પ્રેમની ગતિ કેવું કેવું રૂપ લે છે, તેનું આ કોઈ અનોખું દષ્ટાંત છે. આપણે પ્રેમને તો સમાન હૃદયો, સમાનધર્મી વ્યક્તિઓ, પરસ્પરનો મેળ, સંવાદ આદિ સાથે સંકળાયેલો કલ્પીએ છીએ. પણ અહીં તો એક તદ્દન વિપરીત વસ્તુ દ્વારા આ ગતિ સિદ્ધ થાય છે, એ હકીકત ઝબ્બ દઈને પ્રગટ થઈ જાય છે. આમાં કોનું કર્તવ્ય ગણીશું ? ત્રણ લીટીની મારી જાણીતી રચના આ રહી :

હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની,
ને જે અસુંદર રહી તે સર્વને
મૂકું કરી સુંદર ચાહી ચાહી.

s10પ્રેમનો એક સનાતન પ્રશ્ન આવી રીતે ઉકેલાઈ જશે, એમ તો મને કદી કલ્પના ન હતી. એની પાછળ ચિંતન, મંથન કરતાં ઘણું નીકળે, પણ તે અત્રે જરૂરી નથી. જગતમાં આપણે સુંદર અને અસુંદરતાના જે ભેદ પાડી દીધેલા છે, એ ભેદનું અહીં કોઈ અકલિત રીતે વિસર્જન બન્યું છે. સૌંદર્યમાંથી સુંદર વસ્તુ ઉપર જ પ્રેમ થાય છે ? ના, અસુંદર ગણાતી, પ્રથમ દષ્ટિએ એવી લાગતી વસ્તુ-વ્યક્તિ, કોઈ અકલિત રીતે તે માટે પ્રેમ જન્મતાં, પછી સુંદર પણ દેખાવા લાગે છે. વસ્તુત: સ્વતંત્ર એવી વસ્તુઓ ભેગી થઈ જઈને એક સમયે બહુ જ પ્રેમમય અને સૌંદર્યમય કરી દે છે. આવી ગૂંચવણ ભરેલી વસ્તુ અહીં આમ ગોઠવાઈ ગઈ અને પછી કેટલાય વખતે એક ગીત આવ્યું, આના ઉપહાસ રૂપે જાણે – ‘સુંદર કોણ નથી ?’ પણ એ અહીં નહીં આપું. શોધ્યું, પણ જડ્યું પણ નથી. આ પ્રશ્નમાં જ ઉત્તર પણ છે ને !

હવે ખાસ તો કશી ગણતરી વિનાની, આપોઆપ આવેલી રચનાઓની થોડી નોંધ લઈ લઉં છું. એમાં આવે છે, ‘બુદ્ધનાં ચક્ષુ’. 1930ના સત્યાગ્રહના મહાન ઐતિહાસિક દિવસોમાં રાષ્ટ્રીય સૈનિક તરીકે હું ગામડાઓમાં હતો અને શૌચ માટે ખેતરોમાં ચાલ્યો ગયેલો ત્યાં થોરિયા કાંટાની વાડ પાસે હું હતો અને એના પહેલા શબ્દો આવ્યા : ભલે ઊગ્યાં વિશ્વે નયન નમણાં એ પ્રભુ તણાં….. અને ઘેર આવીને પછી આખું કાવ્ય તૈયાર કર્યું. એ વખતની મારી અને ઘણાની આધ્યાત્મિકતા ગાંધીજીનો આશ્રય લઈને બુદ્ધમાં સ્થિર થઈ જતી હતી. એ વ્યાપક અવસ્થા આ સર્જનની પાછળ હતી.

પહેલી ચાર લીટીઓ રચાઈ. પછી આ તો પ્રભુનો અવતાર થયો છે. પણ તેની અનન્ય વિશેષતા શી ? એના શાંત ચિંતનમાંથી આ ચાર લીટીઓ આવી :

પ્રભુ ! જન્મે જન્મે કર ધરી કંઈ શસ્ત્ર ઊતર્યાં,
નખાગ્રે, દંતાગ્રે, દમન કરિયું શબ્દછળથી,
સજ્યું કે કોદણ્ડ, ગ્રહી પરશુ, ચક્રે ચિત્ત ધર્યું,
તમે આ જન્મે તો નયનરસ લેઈ અવતર્યાં.

પૂર્વના અવતારોની વાત કહેવી હતી. પણ જયદેવ કવિની પેઠે દશાવતારની સ્તુતિ કરવી ન હતી. ટૂંકમાં જ કહેવું હતું. અને આ અશબ્દ પ્રાર્થના સાંભળી હોય તેમ છ અવતારો એ લીટીના દાબડામાં આવીને જાણે સમાઈ ગયા ! પોતપોતાને માટેના શબ્દો પોતે જ પસંદ કરી લીધા. આમાં હવે મારો સંસ્કૃતનો અભ્યાસ, પુરાણોનો પરિચય, નખાગ્ર, દંતાગ્ર, કોદણ્ડ (ધનુષ્ય, કામઠું), પરશુ, ચક્ર આદિ પદાવલિ, એ મારી આખીય સજ્જતાના ભંડારમાંથી હાજર થતી જરૂરી સામગ્રી : આ બધું એ તો આ અવતારોને ઊતરવા માટેની રંગપીઠ જ કહેવાય. પણ એના લયમાં જોડાક્ષરોને લીધે જે તીક્ષ્ણતા આવી છે, ‘કોદણ્ડ’માંનો લઘુ ‘ડ’ આવી તો ગયો પણ છંદ તો ત્યાં ગુરુ અક્ષર માગે છે, તો તે માટે ‘ગ્રહી’ આવ્યો, અને તેની તરત પાછળ ‘ચક્રે’ અને એના ‘ચ’માંથી જ ‘ચિત્ત’ શબ્દ આવી ગયો. આ બધું ક્ષણાર્ધમાં, સ્પિલીટ સેકન્ડમાં થઈ ગયું તે શું ? આનો જવાબ આપણને મળી શકશે ? આ કાવ્ય રચાયું, ‘કુમાર’ માં તે ઉત્તમ સુભગ રીતે, રવિભાઈએ દોરેલી બુદ્ધની છબી સાથે છપાયું. બ.ક. ઠાકોરે તેને કંઈક ઉત્તમ રીતે નવાજ્યું, એ બધું જે કહેવું હોય તે કહો, આપણા કાવ્યજગતમાં એ પરમચિતિના અવતાર જેવું જ કહેવાય ને !

આ કાવ્યથી પ્રસન્ન થઈને પછી મેં ગાંધીજી વિશે પણ આવું જ શકવર્તી બને તેવું કાવ્ય રચવાનો સંકલ્પ કર્યો, અને તે વિસાપુર જેલમાં 1932માં લખવું શરૂ કર્યું. ઘણા મોટા ગોરંભ સાથે કાવ્ય માંડેલું. પણ થોડા શ્લોકો લખીને મેં તે મૂકી દીધું. કોઈ અકલિત ધન્ય ક્ષણે મેં જોયું કે આ તો હું ‘બુદ્ધનાં ચક્ષુ’ ની નકલ કરી રહ્યો છું. આની પાછળ તો ઉત્તમ કાવ્ય રચવાની એક લાલસા, મહત્વાકાંક્ષા કામ કરે છે. અને એ તો આધ્યાત્મિક હોય જ નહિ. આમ, ઘણી વાર આવી ચડતી કાવ્યવાસનાને મેં અહીં પણ વિસર્જિત કરી.

કવિતા એની સ્વયં ગતિએ આવતી રહે છે. અને એકવાર લખવાનું શરૂ થયા પછી ચાલ્યા જ કરે. મગજ તો ચડીચૂપ હોય છે જ, એકાદ ચીજ લખાઈ જાય. પછી થાય, હવે વાત પૂરી થઈ. પાછી મનમાં એક નરી નીરવતા આવી જાય. જે લખાયું છે તેની સાથે કાંઈ અંગત સંબંધ જ ન દેખાય. પોતાની વસ્તુ જ ન હોય ને આવેલી એ રચના અંતે કોઈ શ્રમ જ ન હોય, કેમ કે મગજ કામ જ કરતું ન હોય. અને પછી એ નીરવતામાં બીજી વસ્તુ આવે, કાંઈક સ્ફુરણા થાય અને તેનો પિંડ આપોઆપ મારી અંદરની અને આસપાસની સૃષ્ટિમાંથી અને એમ કહું કે આસપાસથી પણ ઉપરની ઊર્ધ્વતામાંથી, પરસ્પરતામાંથી જેને જે આવવું હોય તે આવી જાય. જગતમાં દાખલ થવા માગતી વસ્તુ આવી જાય. એ પછી ગીત પણ હોય છે, બાળકાવ્ય પણ હોય છે, કોઈ બાંધી ગઠરિયા જેવી વજનદાર પોટલી જેવું પણ હોય છે. કહી શકાય કે, સર્જનની વસ્તુઓ હવે બૌદ્ધિક પ્રવૃત્તિનો આશ્રય લીધા વિના વધુ ને વધુ પ્રમાણમાં થવા લાગી છે. અને આમ ઉપરનાં કોઈ ગુહ્ય સ્તરોમાં તૈયાર બની બેઠેલી ચીજો નીચે સડસડાટ ઊતરી આવે છે અને પોતાની અપૂર્વતાથી સાચે જ સ્તબ્ધ કરી દે છે – તે જોઈને આનંદ અનુભવતો રહું છું.

યોગસાધનાના અનુભવ પછી મનની નીરવતા પણ વધારે સ્થાયી બને છે. અને એ નીરવ – મૌન – મનની પ્રસુપ્તિમાં કાંઈક સ્ફુરણ, ‘ભણકાર’માં આવે છે તેવું ક્યાંકથી ઊતરી આવે છે. આછું સંસ્ફુરણ, કોઈ વિષય નહિ, ઊર્મિ નહીં, અને કોઈક વસ્તુ અનેક રીતે પુષ્ટ થતી થતી સાકાર બને છે. માનસિક રીતે કલ્પેલું પરિણામ, તેના કરતાંયે અનેક ગણા અકલ્પ્ય સંભાર લઈને અંત પામે છે. આમ, એક રીતની આ અપૌરુષેયતા રહે છે. સર્જન માટેની સામગ્રીમાં અકાળે જામગરી ચંપાઈ જતી હોય, એવું લાગે છે. હવે નથી લખવું, સૂવાનો સમય થઈ ગયો, એવો માનસિક-શારીરિક અભિગમ લઈને બેસો, પણ એ બધાની ઉપરવટ થઈ કવિતા કહેશે : ‘એ બધું માર્યું ફરે, હમણાં લખી લે !’

s3

શું કહેવું આને ? દિવ્યતા આપણા ઉપર આવી રીતે આરૂઢ થવા માગતી હોય, તો તે જાણે. આપણે વાંધો નહિ લઈએ. પણ એ આરૂઢ બનીને પછી અનારૂઢ પણ બને છે ને ! અને આપણે અ બ ક ડ થઈને રહીએ છીએ, રહેવું સ્વાભાવિક આવશ્યક બને છે. ‘મેરે પિયા’ જેવા ગીતમાં બે-ત્રણ મિનિટમાં જ આખી સૃષ્ટિ ઊતરી આવે છે, અને જગતને ઝળાંહળાં કરી દે છે, તો ‘પિયા બિન’ કેટલીયે રાતો વીતે છે ! અમાસનાં અંધારાંની ભરતીઓ ચડે છે. ‘મેરે પિયા’ના આરંભ વખતે હાથમાં માત્ર પહેલી જ લીટી હતી. અને છેલ્લી લીટી જ્યારે આવી, ત્યારે જ ખબર પડી કે આવી કોઈ સ્થિતિ હોઈ શકે છે. ભૂતકાળના જીવનમાં કે કલ્પનામાં આ વસ્તુ અનુભૂતિની સીમામાં કદી આવેલી નહીં. અર્થાત્ મન શાંત થઈ જઈને આખું being – સ્વરૂપતંત્ર એક નવી અનુભૂતિ માટે તૈયાર બને છે, ત્યારે જે અનાગત ને નિરાકાર છે, અવ્યક્ત ને પરાત્પર છે, તેને નીચે આવીને આકાર લેવા માટેની તક આપે છે અને પેલું પરાપારનું તત્વ પોતે બધું સંભાળી લે છે.

.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous તારે વડલે ! – સુધા ભટ્ટ ‘અમીશ્રી’
કવિશ્રી સુન્દરમ જન્મ શતાબ્દી વર્ષ વિશેષ – સંકલિત Next »   

27 પ્રતિભાવો : વાત ગર્ભાધાન અને પ્રસવની – સુન્દરમ્

 1. ધવલ says:

  સુંદરમના શબ્દોમાં પોતાનું જ અલગ જ પ્રકારનું સૌંદર્ય હંમેશા તરી આવે છે. સુંદર લેખ અને છબીઓ.

 2. Pinki says:

  સુંદરમ્.નું મિયાંમાતરનું આ ઘર, સરકાર અને ‘આપણી’
  ઉપેક્ષાને કારણે વેચાઈ ગયું તે વરવી વાસ્તવિકતા !!

  કાવ્યસર્જનની પ્રક્રિયાને સુંદર શબ્દદેહે જન્મ મળ્યો …

  ગુણવંત શાહ કહે છે એમ,
  “મૌનને ફૂટે છે શબ્દ
  ને ત્યારે
  કવિ અને ઈશ્વર વચ્ચે
  માંડ એક વેંતનું છેટું હોય છે.”

 3. સુન્દરમનું ઘર વેચાઇ ગયુ એમાં આમ હોબાળો કે દુખ શા માટે….. ?

  તેમના વિચારો ને કાવ્યો તો જીવતા છે…..

  તેમનૂ મીશન સંવેદના પેદા કરવાનૂ હતુ તો પછી આમતો ઘણા દુખીયારા ઘરબાર વગર સડ્ક પર જીવન વિતાવે છે. તેમના દારિદ્ર બાબત કોણે શોક કર્યો . ?…કોણે સંવેદના બતાવી ?

  પ્રખ્યાત વ્યક્તી કે પોતાની આગવી ક્લાનાં નિપુણ લોકોના ઘરો માટેજ શોક કરવાંનો…. ?
  શું તમારો શોક કે સંવેદના તમારા શોખને પોષતાં સર્જકો પુરતીજ મર્યાદીત છે.

  ઘરો સાચવીને કરવાનુ શૂં.. તેમના જીવતા જીવત ત્યાં પૂસ્તકાલય કે શાળા બની હોત તો લોકો એની મેળેજ સાચવતે……….

  આ સાંસ્ક્રુતીક વિપત્તી ટાણે મહાન વ્યક્તીઓના નિધન પછી તેમની વસ્તુઓને તેના સર્જનાત્મક ઉપીયોગ કર્યા શિવાય સાચવે રાખવી તે વ્યાજબી છે ?

  બાપુ કે સુન્દરમનાં હ્રદ ય વડે વિચારજો…….

 4. સુરેશ જાની says:

  પોંડીચ્રેરીમાં સુંદરમના ઘેર ‘સાવીત્રી’ ના બે પાનાંનું તેમના સ્વમુખે પઠન સાંભળવા મળ્યું હતું, તે યાદ આવી ગયું.
  તેમની જીવનઝાંખી વાંચો.
  http://sureshbjani.wordpress.com/2006/09/21/sundaram/

 5. કવિ સુન્દરમ ના કાવ્ય અમે,s.y મા ભણતા ત્યાર નિ યાદ અપાવે છે. આપણા કવિ નુ જીવન ,કાવ્ય,વાચ વાનુ બહુ ગમે છે ,”તમેઆ જન્મે નયન રસ લઈ અવતર્યા “કાવ્ય મા ભગવાન બુદ્ધ નો શાન્તી નો સન્દેશ આપ્યો,હુલામણ ” સુન્દરમ ” નામથિ ગણા કાવ્યો આપણ ને ભેટ આપ્યા ,

 6. pragnaju says:

  સરસ ફોટા,સરસ લેખ-સુંદરમનિ સર્વાંગ સુંદર સુંદર વાતો
  ધન્યવાદ

 7. Ramesh Patel says:

  શ્રી સુંદરમ પોતેજ સુંદર હતા, તેમની કવિતાઓ પણ અતી સુંદર અને ગુજરાતી ભાષાને સુંદર નઝરાણું ધરી ગયા.વેબ સાઈટે દેશ અને પરદેશમાં ,સુંદર અભિવ્યક્તી કરી. ધન્યવાદ
  રમેશ પટેલ(આકાશદીપ)

 8. Hemant Jani. says:

  કવી સુન્દરમનો લેખ ખરેખર ખુબ સુન્દર રહ્યો.
  માફ કરશો, પરન્તુ બીરેન પાધ્યાની ભાષા ખૂબ તોછ્ડી લાગી.
  તેમનો અન્ગત અભીપ્રાય આ રીતે જાહેરમ રજુ કરીને તેઓ શુ સાબીત કરવા માન્ગે છે?
  કોઇ પણ જાહેર જીવન જીવતી વ્યક્તીની સાથે લોકો કે તેના ચાહકોના sentiments જોડાયેલા
  હોય છે. તો સ્વાભાવિક છે કે તેમ્ની યાદ જેની સાથે જોડાયેલી હોય તેવી કોઇપણ નિર્જીવ વસ્તુ
  વસ્તુનુ પણ મહત્વ હોય જ. તેની જરુરી જાળવણિ ન થાય તો સ્વાભાવીક પ્રત્યાઘાતો આવેજ.
  એમા આટ્લો ઊશ્કેરાટ શાને?

 9. rutvi says:

  અતિ ઉત્તમ ,

  શીર્ષક એવી ગૂઢતા થી આપ્યુ છે કે તેને સમજવા માટે લેખ ધ્યાન થી વાંચ વો પડે.

 10. સુરેશ જાની says:

  બીરેનભાઈની ભાશા કદાચ બરાબર ન હોય, પણ તેની પાછળનો તેમનો સંદેશ સમજવા જેવો છે. આપણે ગુજરાતી પ્રજાની વેપારી પ્રજા તરીકેની છાપ ભુંસવવા ઘણું ઘણું કરવાની જરુર છે. મહાન વ્યક્તીઓની યાદ માટે સ્મારકો અવશ્ય જરુરી છે; પણ એવા સ્મારકોની જાળવણી જરુરી છે , અને તેનાથીય વધારે જરુર તેમના જીવન અને કવનને આપણા જીવનમાં ઉતારવાની છે.
  ગાંધીજીની પ્રશંસા અને પુતળાં તો ઘણાં થયાં. પણ કચડાયેલા, તરછોડાયેલા અને અપમાનીત કરાયેલા સમાજના નીચલા વર્ગની વ્યથા સમજનાર, તેમનો હાથ ઝાલનાર બીજો કોઈ ગાંધી પેદા થશે?
  એમ જ સુંદરમ્ ની સંવેદના સમજવી; આત્મસાત્ કરવી બહુ જરુરી છે.

 11. manvantpatel says:

  ઉપરની બાબતો વાઁચીને કહેવાનુઁ મન થાય …ઃ
  આપણે ફૂલો જ વેીણવાનુઁ રાખીએ તો કેવુઁ ?

 12. j. says:

  “આ કાવ્યથી પ્રસન્ન થઈને પછી મેં ગાંધીજી વિશે પણ આવું જ શકવર્તી બને તેવું કાવ્ય રચવાનો સંકલ્પ કર્યો, અને તે વિસાપુર જેલમાં 1932માં લખવું શરૂ કર્યું. ઘણા મોટા ગોરંભ સાથે કાવ્ય માંડેલું. પણ થોડા શ્લોકો લખીને મેં તે મૂકી દીધું. કોઈ અકલિત ધન્ય ક્ષણે મેં જોયું કે આ તો હું ‘બુદ્ધનાં ચક્ષુ’ ની નકલ કરી રહ્યો છું. આની પાછળ તો ઉત્તમ કાવ્ય રચવાની એક લાલસા, મહત્વાકાંક્ષા કામ કરે છે. અને એ તો આધ્યાત્મિક હોય જ નહિ. આમ, ઘણી વાર આવી ચડતી કાવ્યવાસનાને મેં અહીં પણ વિસર્જિત કરી.”
  That is what made him “Sundaram”!

  Thanking you for putting up this article will belittle everything, Mrugesh!
  Keep up the good work. God bless you.
  J

 13. Pinki says:

  સુરેશદાદા અને મનવંતભાઈની વાત સાચી છે.
  બિરેનભાઈ જે કહેવા માંગે છે તે વાત
  આપણા દિલ સુધી પહોંચવી જરુરી છે.
  આભાર હેમંતભાઈ,
  મારી વાત આપના દિલ સુધી પહોંચી તે બદલ…..!!

 14. સુરેશ જાની says:

  મનવન્તભાઈની ફુલો જ વીણવાની વાત અંગે કાંઈક કહેવાની ઈચ્છા થાય છે …

  સમગ્ર બ્લોગીંગ અને ગુજરાતી નેટ જગતના વાચકોની પ્રશંસનીય પ્રવ્રુત્તીની શરુઆત નીજાનંદ માટે થઈ હતી. એ ઘટના હવે પુરાણી બની ચુકી છે. ત્રણ ચાર વર્શના વહાણાં વાયાં પછી, હવે નવી દીશામાં પ્રસ્થાન મને જરુરી લાગે છે.

  માત્ર સ્વાર્થલક્ષી, નીજાનંદલક્ષી કે કેવળ મોક્ષલક્ષી ધાર્મીકતામાં રાચતા આપણા સમાજના વલણને સામાજીક સમસ્યાઓ માટે સંવેદશીલ બનાવવાની; તેવો આવશ્યક વળાંક આપવાની જરુર છે. એ જાગરુકતા ‘ રીડ ગુજરાતી’ અને બીજા બ્લોગરો પોતપોતાની રીતે લાવવા પ્રશંસનીય પ્રયત્નો કરી રહ્યાં છે. શીક્ષીત લોકોનું આવું પ્રદાન એ આજના સમયની તાતી જરુરીયાત છે.

  કેવળ સાહીત્ય જ નહીં; પણ સારી સાહીત્યીક રચનાઓની પાછળ રહેલા ભાવનો વ્યાપ મને જરુરી લાગે છે. એ ભાવની અભીવ્યક્તી અને એના રસાસ્વાદના આનંદથી એક ડગલું આગળ વીચારશીલ વાચકોએ ભરવું જરુરી છે.

  માત્ર ભોતીકતા અને આંધળા સ્વાર્થ અને ક્રુરતામાંથી બહાર નીકળી પશ્ચીમનો સમાજ ઘણાં ડગલાં આગળ ચાલી ગયો છે. માનવતાવાદી, સંશોધન લક્ષી, ઘણી સંસ્થાઓ એક સૈકાથી વધારે સમયથી કામ કરીને ત્યાં પુખ્ત બની છે . ( દા.ત. નેશનલ જ્યોગ્રોફીક સોસાયટી વી.) આપણે સામાજીક રીતે આ બાબતોમાં સાવ ઉદાસીન છીએ. પશ્ચીમ પાસેથી આ બાબતમાં આપણે ઘણું શીખવાનું, અમલમાં મુકવાનું છે. માત્ર આપણી મહાન સંસ્ક્રુતીનાં ગાણાં ગાયે ચાલવાનું નથી. ઘણા આગળ નીકળી ગયેલા બીજાંઓ પાસેથી બે સારી વાત આપણે શીખવાની બહુ જ જરુર છે.

  મારા નમ્ર મંતવ્ય પ્રમાણે આપણે સૌએ આ તંદુરસ્ત પ્રક્રીયા અને પ્રણાલીકાના વ્યાપ માટે પાયાની ઈંટ બનવાની જરુર છે.

 15. વાહ… ખરેખર અદભૂત લેખ… આગળ અહીં જ વાંચેલો કવિશ્રી રા.શુ.નો આ જ પ્રકારનો ‘શબ્દ’ વિશેનો એક લેખ યાદ આવી ગયો… કવિશ્રી સુન્દરમ્ ની પોતાની ઘણી રચનાઓનાં ‘પ્રાગટ્ય’ કે ‘અવતરણ’ વિશેની વાતો વાંચવાની ખૂબ જ મજા આવી… ખૂબ જ સુંદર લેખ! આભાર મૃગેશ…!!

  લેખનું શિર્ષક જોઈને મને મારી જ એક તાજી ‘કવિતા’ યાદ આવી ગઈ… http://urmisaagar.com/urmi/?p=566

 16. Chirag Patel says:

  મારો પોતાનો કવીતા લખવાનો અનુભવ લગભગ આવો જ છે. ૫-૭ મીનીટમાં જે રચાયું એ ૨ કલાકની જહેમત પછી પણ નથી લખાતું. કવીતા હ્રદયનાં સ્પન્દનોની જેમ જ સ્વયંસ્ફુરીત છે.

  વાદ-વીવાદ ચર્ચા-વીચારણા વગેરે બધું એક મનોરન્જન માત્ર બની રહ્યું છે. અમલીકરણ બહુ જ ઓછું રહ્યું છે. ક્યારેક તો જાગવું પડશે… વહેલાસર જાગીએ તો સારું.

 17. Ramesh Patel says:

  શ્રી સુરેશ્ભાઈનું ચીંતન પ્રેરણાદાયી છે,માનવ સંસ્કૃતી ખોટા ખરા સ્પંદનો બાળપણથી ઝીલેછે.
  ભવીષ્યની ધરોહર ને સાચી દિશા મળે અને માનવ મૂલ્યો સાથે સારી વસ્તુઓનું સમનવય કરીએ
  ,એકબીજાની સારી પ્રણાલીઓ અપનાવીએ, આ બાબતે દંતાલીના સ્વામીશ્રી સચ્ચીદાનંદના વિચારો ખૂબ જાણીતા છે.
  રમેશ પટેલ(આકાશદીપ)

 18. Dipti says:

  Mrugeshbhai,

  I was checking the links and open by sahitya prakar and started to read from k. ma. munshi, laghukatha and then sundaram cause there was only (1) with his name. I am familiar with his name and my two mama ( in vadodara) are kavi too and they have met him. my nana mama has a LAHAVO to listen analysys of sundaram’s kavya from his own mouth.
  I SAW PICTURES OF KAVI AND HIS HOUSE.
  THEN I THOUGHT ONLY ONE CAN SEE PIC.S IF THEY ARE IN THAT SPECIFIC ARTICLE. BUT IF YOU ADD A NEW LINK OF PHOTO GALARY JUST LIKE YOU HAVE DEVELOPED INDEX WITH
  SAHITY PRAKAR
  SAHITYAKAR
  AS PER POSTED COMMENTS

  ETC.
  IT’S A JUST NAMRA VINANTI. I know it may be quite a hard work.
  with hope for your positive responce in “from TANTRI” about this concideration
  thanking you
  Dipti Trivedi.

 19. જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી – એક કડીમાં બધુ આવી ગયું.

 20. Ramesh Patel says:

  સ્નેહના બંધનને સમર્પણથી શણગારી બહુજન હિતાયના મંગલ ભાવના ઝૂલે ઝૂલીએ અને સૌને ઝૂલાવીએ
  સાહિત્યના મનભાવન ઈન્ટરનેટ પથથી.
  રીડ ગુજરાતીને ધન્યવાદ.

  રમેશ પટેલ(આકાશદીપ)

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.