હુકમના પાનાં – ડૉ. શરદ ઠાકર

[ ડૉ. શરદ ઠાકરની સાહિત્યકૃતિઓના ચાહકો માટે આનંદના સમાચાર એ છે કે તેમનું ઈ-મેઈલ એડ્રેસ હવે ઉપલબ્ધ છે. વિશ્વના વાચકો સરળતાથી તેમનો સંપર્ક કરી શકે છે. (કામની વ્યસ્તતાને કારણે તેઓ દર શનિ-રવિ જવાબ પાઠવી શકશે.) તેમનું ઈમેઈલ છે : drsharadthaker@yahoo.com આપ તેમનો +91 9426344618 પર પણ સંપર્ક કરી શકો છો.]

ઓ દોસ્ત, કોઈ દોસ્તનો એમાં નથી કસૂર;
વાતાવરણ બનાવે છે, વાતાવરણના દોસ્ત.

બધાંનું માનવું એવું હતું કે મારે મોરખડા ન જવું, ત્યાં જવામાં ડર જેવું હતું. પણ હું ડર્યો નહીં. પંદર દિવસનો જ સવાલ હતો અને બધાં જ પાનાં મારી વિરુદ્ધની બાજીમાં હતાં, પણ રમતની હાર-જીતનો ફેંસલો હુકમના પાનાં પર હોય છે એ હું જાણતો હતો.
‘મોરખડા જાવા જેવું નથી, ભાઈ !’ ડૉ. પટેલે મને વડીલની જેમ સમજાવવાની કોશિશ કરી.
‘અને જઈશ તો પાછા અવાય એવુંયે નથી….’ ડૉ. ચામાડિયાએ કહ્યું. આમ તો એની અટક ‘શાહ’ હતી, પણ એની ડ્યુટી હમણાં ચામડીના વિભાગમાં લાગી હતી.

‘તું જો જીવતે જીવ પાછો આવે, તો સીધો મારા વોર્ડમાં જ દાખલ થઈ જજે. હું તારા ભાંગેલાં હાડકાં વિનામૂલ્યે સાંધી આપીશ.’ ડૉ. હથોડાપેડિક બોલ્યો. એ ઓર્થોપેડિક વિભાગમાં હતો. હું હવે નિખિલ તરફ ફર્યો. એ કાનમેલિયો હતો, અર્થાત્ ઈન.એન.ટી સ્પેશ્યાલિસ્ટ. મેં પૂછ્યું : ‘તારે કંઈ કહેવાનું છે ?’ એને શરદી થઈ હતી. કાને ઓછું સંભળાતું હતું અને ગળામાં સોજાને કારણે સાફ રીતે બોલી પણ શકાતું નહોતું. એણે ઘોઘરા અવાજે કહ્યું : ‘મારે બીજા કોઈ સારા ઈ.એન.ટી સ્પેશ્યાલિસ્ટને બતાવવું પડશે એમ લાગે છે. પણ તું જો મોરખડા જવાનું નક્કી કરીને જ બેઠો હોય, તો પહેલું કામ તારું ‘વીલ’ (વસિયતનામું) બનાવવાનું કરી નાંખજે.’

હું હસ્યો : ‘મારી મૂડીમાં તમે બધાં મિત્રો જ છો અને આવાં ઉત્તમ મિત્રો બીજા કોઈને વારસામાં આપી જવા જેટલી ઉદારતા મારામાં હજુ નથી ઊગી. હું તો મારી અંતિમ ઈચ્છામાં એવું લખવાનો છું કે, મોરખડા મુકામે જો ધીંગાણું થાય અને એ ધીંગાણામાં આ ગરીબ બ્રાહ્મણ કામ આવી જાય તો એની પાછળ તમને બધાંય મિત્રોને પણ ચિતા પર ચડાવી દેવા.’ બધાં છેલ્લી વારનું હસતાં હોય એમ હસ્યાં. પછી ધીમેથી મને ઘેરી વળ્યાં. ડૉ. રાવલે ગંભીરતાથી પૂછ્યું : ‘સંસાર પરથી ખરેખર આટલો બધો વૈરાગ્ય આવી ગયો છે ? અને આપઘાત કરવો જ હોય, તો બીજાં દર્દરહિત ઉપાયો ક્યાં ઓછાં છે ? આમ તલવાર અને ધારિયાંના ઘા ઝીલવાની કોઈ જરૂર ખરી ? તને ખરેખર ત્યાં જતાં ડર નથી લાગતો ?’ બધાનું માનવું એવું હતું કે, મારે મોરખડા ન જવું, ત્યાં જવામાં ડર જેવું હતું…. પણ….!

મારે પંદર દિવસ માટે ડેપ્યુટેશન પર જવાનું હતું. પાંચ ગામમાંથી કોઈ પણ એક પર મારે પસંદગી ઉતારવાની હતી. મેં સામે ચાલીને મોરખડા જવાનું પસંદ કર્યું હતું. ગામના નામ લખેલાં કાગળ પર નજર ફેરવતો હતો. ત્યાં જ એ નામે મને આકર્ષ્યો હતો. મારી આંખમાં એક ચમકારો આવી ગયો હતો. આ ગામની ભારે રાડ હતી. ત્યાં સરકારી દવાખાનું હતું, પણ કોઈ ડૉક્ટર નહોતો. આખું ગામ દરબારોનું. બધા એક જ શાખના જાડેજા રાજપૂતો ! આમ કોઈ બીજું વ્યસન ન મળે, અને મારામારીને એ લોકો વ્યસનમાં ગણતા નહીં. દુનિયા આગળ નીકળી ગઈ, પણ આ જાડેજી ગામ હજુ મધ્યકાલીન રાજપૂત-યુગમાંથી એક ઈંચ પણ આગળ નહીં વધેલું. ડૉક્ટર જેવા નરમ પ્રાણીની વાત જ છોડો, મોરખડામાં કોઈ શાકભાજી વેચવા પણ જતું નહીં. જાડેજાઓ શાક વગર જ ચલાવી લેતા. ગામમાં બસો ખોરડાં, પણ બધા જ રાજા, રૈયતમાં કોઈ ન મળે !

કોઈ ડૉક્ટર ત્યાં જવા રાજી નહીં. ત્યાં નોકરી મળે, તો ડૉક્ટરી લાઈન બદલાવી નાખે ! કોઈ અજાણ્યો જણ ત્યાં જવાની હા પાડે, તો સરકાર એને ઈન્ટરવ્યૂ વખતે જ નોકરી પર હાજર થવાનો ઑર્ડર હાથોહાથ આપી દે ! ટિકિટભાડું આપવા પણ રાજી થઈ જાય. પણ બીજે અઠવાડિયે ફરીથી મોરખડાનું નામ ઈન્ટરવ્યૂવાળા ચોપડે નોંધાઈ જાય. મને આવા માથાભારે ગામે આકર્ષ્યો. મિત્રો બધાં મને અંતિમવિદાય આપી રહ્યા હોય તેવાં ગંભીર બની ગયાં. મારે તો માત્ર પંદર જ દિવસ કાઢવાના હતા. હું ગમે તે ગામમાં જઈ શક્યો હોત, પણ મારે એક અનોખો અનુભવ લેવો હતો. અસંખ્ય વાચકો મને પત્ર દ્વારા અને રૂબરૂમાં પૂછતા હોય છે કે, તમે લખો છો એટલા બધા વૈવિધ્યસભર પ્રસંગો ખરેખર તમારા જીવનમાં બનતા રહે છે ? હું કહું છું કે પ્રસંગો બધાની સાથે બનતા હોય છે અને ક્યારેક આપણે સામે ચાલીને પણ ઘટનાને મળવા જવું પડે છે. આજે હું આમ જ સામે ચાલીને મોરખડા ગામે જઈ રહ્યો હતો.
મેં મોટરસાયકલને ‘કીક’ મારી એ સાથે જ પટેલે મને પૂછ્યું : ‘ક્યારે પાછો ફરીશ ?’
મેં એક્સિલેટર દબાવતાં પહેલાં જવાબ આપ્યો : ‘બપોરે ચારેક વાગ્યે… રોજનો આ જ ક્રમ રહેશે. સવારે જવાનું અને સાંજે પાછા. પણ તું કેમ આમ પૂછે છે ?’
એણે કહ્યું : ‘પોલીસમાં ફરિયાદ ક્યારે કરવી એની ખબર પડે ને એટલા માટે…..’
‘એનાથી કંઈ નહીં વળે… ત્યાંયે અરધો સ્ટાફ જાડેજાનો જ છે.’ હું હસ્યો ને મેં ગાડી દબાવી મૂકી.

માંડ દસેક વાગવા આવ્યા હશે ને મોરખડાનું નામ ચીતરેલું પાટિયું દેખાયું. પણ તીરની દિશા ઉપર આકાશ ભણી જતી હતી. કોઈ અનુભવીએ જ પાટિયાને ફેરવી દીધું હશે. રસ્તાની બંને બાજુએ કેડી જતી હતી. મારે ક્યાં જવું – ડાબે કે જમણે ? મનમાં થઈ રહેલી મૂંઝવણનો ઉકેલ બનીને ઊભો હોય એવો એક છોકરો દેખાયો. માંડ દસેક વરસનો હશે. મેં મોટરસાયકલ ઊભી રાખી. એને પૂછ્યું : ‘એઈ ટેણિયા, મોરખડા કઈ દિશામાં આવ્યું ?’ ટેણિયો જાડેજા હશે એની મને શું ખબર ? તુંકારો સાંભળીને પળવારમાં ધગધગતું લોખંડ બની ગયો :
‘કોઈ દિવસ દરબાર સાથે વાત કરી છે ? જાડેજાનો દીકરો હજી તો જન્મ લેતો હોય ત્યાં એને ‘બાપુ’ કહીને બોલાવવો પડે એ રિવાજ હજુ શીખવાનો બાકી લાગે છે ! પહેલાં સો વાર ‘બાપુ બાપુ’ ગોખી આવો, પછી મોરખડાનો મારગ પૂછજો. કેવા છો જાતે ?’
મેં કહ્યું : ‘ડાબે ખભે જનોઈ છે.’
‘તો જાવ. પહેલો ગૂનો માફ કરું છું બ્રાહ્મણ છો એટલે. ડાબે હાથે વળી જાવ. મોરખડું હજી તો શિરાણમાંથી હમણાં જ પરવાર્યું હશે. પણ મે’માન, કાલથી આ બાજુ દેખાતા નહીં. ફરીવાર માફ નહીં કરું.’ ટેણિયા બાપુને પાટિયા નીચે જ ઊભેલા છોડીને હું ડાબી બાજુએ વળી ગયો. પહેલાં કૂવો આવ્યો. રજપૂતાણીઓ હોય કે એમને ત્યાં કામ કરતી બાઈઓ હોય, પણ કૂવામાંથી પાણી ખેંચતી વેળા કેવી શોભી રહી હતી ? હું એકિટશે એમના ઘૂમટા કાઢેલા દેહમાંથી ટપકતાં નૃત્યને જોઈ રહ્યો. સામે જ ઓટલે બેઠેલા બેમાંથી એક જુવાને ખોંખારો ખાધો. મારે આ ઈશારામાં સમજી જવું જોઈતું હતું. પણ ન સમજ્યો. બાપુએ બોલવાની તકલીફ ઉઠાવવી પડી : ‘ગાડીને વહેતી રહેવા દ્યો. આંખમાં કાંઈ પડ્યું હોય તો અમારા ભણી આવો. વ્યાધિનો નિકાલ કરીએ. ભાલાની અણીએ તણખલું કાઢી દઈએ.’

મને લાગ્યું કે ભાલાની અણીએ આંખ વીંધાવવા કરતાં એમની ભાષાની અણીએ ગાડી ભગાવવી સારી ! આગળ જતાં ચોરો આવ્યો. દસેક જુવાનિયા બેઠા હશે. મેં ઘરઘરાટી સાથે મોટરસાયકલ તીરની જેમ ચોરાને અડીને કાઢી.
‘એ જરાવાર ઊભા રે’જો, મે’માન….’ એક કરાડો જુવાન ઊભો થયો પાસે આવ્યો.
‘બોલો શું છે ?’ મેં ચાલુ એન્જિને પૂછ્યું.
એણે છેક પાસે આવીને ગાડીની ચાવી ફેરવી. એન્જિનની ઘરઘરાટી બંધ પડી ગઈ. ચાવી એણે કાઢીને ખમીસના ખિસ્સામાં સેરવી દીધી : ‘ખબર નથી કે આ મોરખડાનો ચોરો છે ? અહીં જાડેજાનો એક બચ્ચો ભી બેઠો હોય ને, ત્યાં સુધી બહારના કોઈથી વાહન પર ન જઈ શકાય. ચાલતા જ જવું પડે. બીજાં ગામનો રજપૂત હોય તો પણ ! ઘોડેસ્વાર જતો હોય તોયે એકવાર તો એણે ઊતરી જવું પડે, ડાયરાને ‘રામ રામ’ કહીને આગળ ગયા પછી જ ઘોડા પર બેસાય. માથે ટોપી પહેરી હોય તો એ ય ઉતારીને હાથમાં લઈ લેવી પડે. કેવા છો જાતે ?’
‘બ્રાહ્મણ’ મેં કહ્યું.
‘તો બચી ગયા તમે અને આ ગાડીયે બચી ગઈ ! પણ આ એક જ ગુનો માફ, સમજ્યા. કાલથી મોરખડાનું નામ સરખું યે યાદ ન રાખતા…..’ એણે લાલ આંખ કરતાં કહ્યું.
‘સમજી ગયો, પણ હવે મને એ સમજાવો કે તમારા ગામના સરપંચ પર્વતસિંહનું ખોરડું ક્યાં આવ્યું ?’ મેં પૂછ્યું.
‘અમારી રાવ ખાવા જાવું છે સરપંચ પાસે ? જાવ, આ સહેજ આગળ જઈને જમણે વળી જાવ. સામે જ મેડિબંધ મકાન દેખાશે. ખડકીના બારણે ‘જય મા ભવાની’ લખેલું હશે ને મેડીના ઝરૂખા પર સિંદૂર લગાડેલી તલવાર ટાંગી હશે. એ જ મોટા બાપુની ડેલી. પણ જરા સાચવીને જજો. મોટાબાપુ બહુ ખાટા સ્વભાવના છે. ચોર્યાશી ખૂનના આરોપી છે. પોલીસે હજી આંગળી અડાડવાની હિંમત નથી કરી. પુરાવો ક્યાંથી કાઢવો ? છેલ્લાં ચાળીસ વર્ષથી સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાતા આવ્યા છે. ત્યાં જરા બોલવા ચાલવામાં ભાન રાખજો. બાકી બાપુ પંચાશીમું ‘મર્ડર’ કરતાંય વિચાર નહીં કરે. અરે, એમણે તો હાથે ય લોહીવાળો કરવો નહીં પડે. અમે બધા જ પીંખી નાખીએ એવા છીએ. મોટાબાપુના એક ઈશારા પર અમારા બસે ઘર….. બાપુ બોલતા રહ્યા અને હું ચાલતો થયો.

બે મિનિટ પછી હું મોટાબાપુ પર્વતસિંહની મેડી પર આવેલા રજવાડી દીવાનખંડમાં બેઠો બેઠો ગામના લોકોની વર્તણૂક બાબત બખાળા કાઢી રહ્યો હતો. દીવાલ પર રંગબેરંગી રબારી ભરત ભરેલાં ચકળા લટકી રહ્યા હતા. રાચરચીલામાં હાથીના પગ જેવા પાયાવાળા વિશાળ ઢોલીયા ઢાળેલા હતા. એક પર હું બેઠો હતો. બીજા પર બાપુ આડા પડ્યા હતા. રૂમમાં હુક્કાનો ગડગડાટ અને એમાંથી નીકળતી ગડાકુની મીઠી સુગંધ પ્રસરી રહ્યાં હતાં. મારી ફરિયાદો બાપુને પસંદ આવી હોય એવું લાગ્યું નહીં. એમની આંખમાં રતાશ ફૂટી.
‘કેવા છો ડૉક્ટર તમે ?’ આ પ્રશ્ન મને જાડેજાનો કૂટપ્રશ્ન લાગ્યો.
આ વખતે જાણી જોઈને મેં જવાબ બદલ્યો : ‘કેવો છું એ ન પૂછો, બાપુ ! ક્યાંનો છું એ પૂછો.’
‘ક્યાંના છો ?’ બાપુને કશું સમજાયું નહીં કે હું શો જવાબ આપીશ.
‘જૂનાગઢનો….’ મેં ધીમેથી કહ્યું. બાપુ બેઠા થઈ ગયા. આંખ પૂરેપૂરી ખૂલી ગઈ.
‘ત્યાંના દવાખાનામાં કામ કરેલું ?’ એમણે હુક્કો ગગડાવવાનું બંધ કરીને મારી સામે જોયું.
‘દવાખાનામાંયે કરેલું અને જેલમાં પણ…’ મેં એમની આંખમાં આંખ પરોવીને ‘હા’ પાડી.
‘જેલમાં પણ ? ત્યારે તો આપણા જુવાનસિંગને….’ એમની આંખમાં વાત્સલ્ય આવીને બેસી ગયું.
‘હા, તમારા દીકરા જુવાનસિંગને ઓળખું છું હું. જેલમાં ડૉક્ટર તરીકેના ડેપ્યુટેશન પર હતો, ત્યાં રોજ મળતો એને. વધારાનું દૂધ અને મજૂરીમાં રાહત પણ લખી આપતો. એ તમારી રોજ ચિંતા કર્યા કરતો. મેં એને વચન આપ્યું હતું કે મોકો મળશે તો એકવાર રૂબરૂ મોરખડા જઈને તારા બાપુને મળતો આવીશ, તારા સમાચાર આપતો આવીશ. આજ સુધી એ ન બન્યું. આજે સરકારી ખર્ચે આવ્યો છું અહીં ! મેં એ પછીની ત્રીસ મિનિટ સુધી મોટાબાપુ જોડે જુવાનસિંગની વાતો કર્યા કરી. વચમાં મોટાબાપુએ એક લટકતી દોરી ખેંચી. નીચે ફળિયામાં દોરીને બીજે છેડે બાંધેલી ઘંટડીઓ રણકી ઊઠી. થોડી વારે ઝાંઝરનો ઝણકાર પગથિયાં ચડતો ઉપર આવી રહ્યો હોય એમ લાગ્યું. મેડીના કમાડ પાસે એ સંગીત થંભ્યું.

મોટાબાપુએ ખોંખારો ખાધો : ‘વહુ બેટા, ડૉક્ટર સાહેબ માટે કઢેલાં દૂધ બનાવો. બાને કહો કે રોટલાની તૈયારી કરે. મે’માન હવે પંદર દિવસ આપણે ઘેર જ રોકાવાનાં છે અને પસાયતાને કહી દો કે ગામ આખામાં ઢોલ વગડાવે કે ડૉક્ટરની સામે ઊંચા અવાજે વાત કરશે એને મોટાબાપુના એકના એક દીકરા જુવાનસિંગના સોગંદ છે.’ હું મોટાબાપુની સામે જોઈ રહ્યો. પાંસઠેક વર્ષના ઝુરીદાર ચહેરા પર અચાનક આજે ચમક આવી ગઈ હતી. આજે કોઈક એના જનમટીપની સજા કાપી રહેલા જુવાન દીકરાના સમાચાર લઈને આવ્યું હતું. આજે વર્ષો પછી પહેલીવાર પગથિયાં ઊતરી રહેલી પુત્રવધૂના પગના ઝાંઝર કોઈ અનેરા ઉત્સાહથી ઝણઝણી રહ્યાં હતાં. આજે વર્ષો પછી ચૂલાની તાવડીમાં શેકાઈ રહેલા બાજરીના રોટલામાંથી ધાન્યની મીઠી સોડમ સાથે માતૃત્વની સોડમ પણ ભળી જવાની હતી.

હું ઘૂંટડે ઘૂંટડે રકાબીમાંથી કઢેલું દૂધ પી રહ્યો હતો અને એક વૃદ્ધ બાપ મને ટગર ટગર જોઈ રહ્યો હતો અને પૂછતો હતો : ‘તમે રોજ મારા જવાનસિંગને વધારાનું દૂધ લખી આપતા ? તમને કેમ ખબર કે એને દૂધના બહુ હેવાં છે ? જેલમાં દૂધ ચોખ્ખું મળે કે પછી પાણીવાળું ? આપણા ખરચે જેલમાં ભેંસ બાંધવા દે કે નહીં ? તમે મારા જવાનસિંગની સામે સાવ નજીક બેસીને જ વાતો કરતા એમ ? આપણે બેઠા છીએ એટલા અંતરથી જ ?’ હું શું પીઉં ? કઢેલું દૂધ કે ઘૂંટાયેલા, વેદનાસભર આ શબ્દો ? બપોરનો રોંઢોં કરીને હું નીકળ્યો. મોટાબાપુએ બહુ આગ્રહ કર્યો પણ હું ન રોકાયો. બપોરના સાડા ચાર પહેલાં જો હું પાછો ન ફરું તો મિત્રો પોલીસમાં ફરિયાદ નોંધાવે એવા હેતાળ હતા.

ખડકીની બહાર મારી મોટરસાયકલ ચાવી ભરાવેલી હાલતમાં પડેલી હતી. મેં ‘જય માતાજી’ કહીને મોટાબાપુની રજા લીધી. ‘કીક’ મારી અને ઘરઘરાટીનો જબરો અવાજ આખા મોરખડામાં ગુંજી રહ્યો. મેં ચોરા વચ્ચાળેથી ભર ડાયરા સામે માથું હલાવીને ગાડી ભગાવી. કૂવાના થાળા પાસે મેલાં કપડાં ધોકાવી રહેલી સ્ત્રીઓ તરફ આંખ ભરીને જોઈ લીધું. ગામ બહાર આવીને મોરખડા લખેલાં પાટિયા નીચે જોયું. ટેણિયો ક્યાંયે દેખાણો નહીં. કદાચ મોટાબાપુનો પ્રેમાળ હુકમ બધે ફરી વળ્યો હતો.

એ પછી પણ બીજા ચૌદ દિવસ સુધી મેં મોરખડામાં તબીબી કાર્ય કર્યું. બધાનું માનવું એવું હતું કે, મારે મોડા મોડા પણ સમજી જવું…. મોરખડા જવામાં જોખમ જેવું હતું…. પણ હું ડર્યો નહીં. જિંદગીની બાજી ખુશનુમા હોય કે કરુણ, પણ હારજીતનો ફેંસલો હુકમના પાના પર રહેતો હોય છે. મોરખડા ગામનો હુકમનો એક્કો મારી પાસે હતો… અને એ એક્કાનો હુકમ પણ મારા પક્ષે હતો….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous નાનકડો દર્શિલ – દિવ્યાશા દોશી
પળે પળની કેળવણી – મૃગેશ શાહ Next »   

53 પ્રતિભાવો : હુકમના પાનાં – ડૉ. શરદ ઠાકર

 1. anamika says:

  વાહ્….બહુ જ મજા આવિ ગઇ…આમ પણ ડૉ. શરદ ઠાકરના લેખમા મજા ન આવે તો જ નવાઇ લાગે….અને વધુ મજા તો તેમનું ઈમેઈલ મેળવિ ને થઇ….

 2. કલ્પેશ says:

  “આંખમાં કાંઈ પડ્યું હોય તો અમારા ભણી આવો. વ્યાધિનો નિકાલ કરીએ. ભાલાની અણીએ તણખલું કાઢી દઈએ.”

  આ વાંચીને હસવુ આવી ગયુ પણ સાંભળ્યુ હોય તો થથરી જવાય 🙂

 3. nilamhdoshi says:

  સુન્દર લેખ…અભિનન્દન…

 4. Nimish says:

  The story is really very good.

  બધાં જ પાનાં મારી વિરુદ્ધની બાજીમાં હતાં, પણ રમતની હાર-જીતનો ફેંસલો હુકમના પાનાં પર હોય છે.

  I was also wondering that how Dr. Sharad Thakar have so many incidents occuring in his life, but got answer today.

  પ્રસંગો બધાની સાથે બનતા હોય છે અને ક્યારેક આપણે સામે ચાલીને પણ ઘટનાને મળવા જવું પડે છે.

  Hats off !

 5. Mukesh Pandya says:

  ડૉકટર સાહેબ ઘણા વખતથી ગુજરાત સમાચારના પાના ઉપર દેખાયા છે. આજે પણ એટલી જ મજા કરાવી.

 6. Mahendi says:

  really very nice actually very very nice Dr Thaker is amazing I’ve no words to say anything really superb………………

 7. Hiral Thaker "Vasantiful" says:

  ખુબ જ સરસ…..!

 8. saurabh desai says:

  jivan na badha dukh bhulai jay jo ek sukh male ane ae chhe putra prem.
  We are witness of the same since mahabharat and this is thing will stay forever.

  Nice story….

 9. raju says:

  ગપ્પા માર્વાનુ બન્ધ કરો

 10. Naresh Dholakiya says:

  Dear Sir,

  Not enjoyed fully ……common and predicatble write up / stuff ..Writer tretated his son well , so writer got better treatment as reward……nothing new……..

  spark is missing in the story

  Naresh

 11. KiRiT PAtel says:

  ખૂબ સરસ, શરદ ઠાકર ડોકટર છે કે લેખક એ જ સમજાતુ નથી. દૈનિક પત્રોમાં આવતા બધા લેખ વાંચુ છુ. ખૂબ જ ગમે છે.

 12. Tarang Hathi says:

  ડો શરદ ઠાકર વ્યવસાયે ગાયનેકોલોજીસ્ટ, સ્વભાવે લેખક, માત્ર નામ થી “રણ માં ખિલ્યુ ગુલાબ” યાદ આવી જાય.

  ગુજરાત સમાચાર અને દિવ્ય ભાસ્કર નો ચમકતો સિતારો.

  ક્યારેક વિચાર એમ થાય કે ઠાકર સાહેબ ના જીવન માં જ આવા ઉદાહરણો કેમ સંભવી શકે છે? પણ તે ઉદાહરણો વાંચવા ની મજા બહુ આવે છે.

  દિવ્ય ભાસ્કરની કળશ પુર્તિ આવે કે અમારા ઘર માં તેની ખેંચાખેંચી થાય.

  દરબારો આમેય ગૌબ્રાહ્મણપ્રતિપાળ. એટ્લે કહેવાપણું ન હોય. તેઓ જો રીઝે તો ન્યાલ કરી દે ને ખિજે તો…….

  ખરેખર આનન્દ થયો. મ્રુગેશ ભાઈ તમે આનન્દ કરાવી દિધો.

  ડો શરદ ઠાકર ની કસયેલી કલમ નો લાભ અમ જેવા વાચકો ને વારંવાર મળતો રહે તેવી આશા છે.

 13. JITENDRA TANNA says:

  ખુબ સરસ.

 14. jawaharlal nanda says:

  ખુબજ સરસ! અતિ ઉત્તમ ! આમેય લેખક માનવિય સ્પર્શ ખુબજ સરસ રિતે આપવામા નિશ્નાત ચ્હે ચ્હે ને ચ્હે જ !!!!

 15. Meghana Shah says:

  Very Nice Story.
  I use to read Dr. Sharad Thakar’s recent articles on the website of Divybhaskar.I respect him a lot.and thanks for giving his e-mail address.

 16. rajveer says:

  હર વખત નિ જેમ ઉન્દો રસ પદે તેવિ વાર્તા. મારિ શરદ જિ ને અપિલ ચ્હે કે તે તેમ્નિ પોતનિ વેબ સાઈત બહા પાદે. જેમા તેમનિ બધિ ક્રુતિઓ સામેલ થય જાય.

 17. Jigisha says:

  Great Sir, Keep it up.

 18. chetna says:

  કહેવા જેવુ હવે કશુય બચ્યુ ચ્હે ખરુ ?? ખુબજ સરસ ડાકટ્ર્ર સાહેબ… !

 19. nayan panchal says:

  સરસ લેખ.

  જીદંગી ખરેખર પત્તાની રમત જેવી છે. તમે તમારા પાના પસંદ નથી કરી શકતા, પરંતુ જે પાના તમારી પાસે હોય તેનો optimum ઉપયોગ કરવો પડે છે.

  ડૉક્ટર સાહેબના લેખ વિશે તો કશુ કહેવા જેવુ જ નથી. As usual, the Best.

  નયન

 20. Mahendi says:

  Really Dr Thaker is just amazing very nice article can somebody tell me about Dr Thaker’s books?Is it available to read on internet?thnx for article

 21. Pradhyuman Patel says:

  “BUFFE NI DISH”
  I like this artical
  Because when you want to fill life, no time to even breath.
  When your life sattledown, thenafter time for a breath but there were no breath to live.

 22. keyur kinkhabwala says:

  Really Dr Thaker is just amazing very nice article

  thanks!!

  i leave in new zealand but never feel that i am away from india..
  thanks read gujarati and dr. sharad thakar

 23. Manish Shastri says:

  Hey, nice to read your story. I am an Engg. student passed out recently. Me and my friend Rajshree like your stories very very very much.We are totally mad at your stories. Once we had gone for travelling with friends and at that time also she was reading your book given by me : ) : )

  I read your stories in ‘Divya Bhaskar’ on sunday regularly and on wednesday often.

  Gujarat has proud to have such a person..allrounder.

 24. vaishali dave says:

  હેલ્લો શરદ્ભાઇ,

  “લાખો િદ્લો પર રાજ કર્નાર શહનશાહ તમે,
  હર એક રન મા િખલનાર ગુલાબ તમે”.

 25. Ami Shah says:

  ખુબ મજા આવિ વાચિને, શરદભાઇ ના લેખ વાચવા નો જે આનન્દ આવે ચે એ બિજા કોઇ મા નથિ અવ્તો. એક અલગ જ મજા ચ્હે એનિ. મને યાદ્ નથિ કે તેઓનો એક પન artical
  Divya bhaskar ni kalash મા અવે ચે તે હુ વન્ચ્વા નુ ભુલિ હોઉ.

  My All best wishes are with u Dr. Sharad Thaker.
  Keep it up.

 26. Manisha says:

  I want to type in gujararti but can’t. I am a fan of Dr. Sharad Thakar. Very good story, i will say it is a inspirational story and teach us never afraid in life to take a challange.

 27. julie says:

  superbb……….”!!!!!!.i like. it in the begging i didn’t understand anything but it was cool after half story.
  keep it up . good job

  From:-USA

 28. piyush says:

  AS LIKE SACHIN EVERY INNINGS UNIQUE INNING

 29. Kartik Trivedi says:

  very good story.ેૅ

 30. jyotsna dave says:

  i like vere mush very good story. i like every story.

 31. SURESH TRIVEDI says:

  SHREE SHARADBHAI “YOU ARE GREEEEEEEEEAT

 32. kalpesh says:

  great

  hukam bahde fari valiyo

 33. Dr. Vrunda says:

  sir i am yr big fan. yr story is really very heart touching. i am never mis it.

 34. Dr. Vrunda says:

  sir i m yr big fan.yr story is really very heart touching i m never mis it. sir pls reply me.

 35. Amit Patel says:

  વર્ષો પહેલા આ જ વાર્તા ગુજરાત સમાચાર મા વાંચી હતી.
  આજે ફરી વાંચીને મજા પડી ગઇ.

  આજે printer નો ઉપયોગ કરવો જ પડશે. 🙂

 36. રાકેશ says:

  શરદભાઇની વાર્તાઓમાં ઍવો જાદુ છે કે આખી પુરી ના થાય ત્યાં સુધી ચેન ન પડે. વેલડન.

 37. રાકેશ vapi says:

  રસપ્રદ વાર્તા બાબતે શરદભાઇનો જવાબ નહિ.

 38. neha says:

  ઠીકઠાક. . દરવખત જેવી મજા ના આવી.. પહેલીવાર ડો.શરદ ના લેખ ને “ઠીકઠાક” જેવુ સર્ટી આપ્યુ. બાકી તો લેખક તો great છે.

 39. hems says:

  મજા પડી ગૈઇ. !! બાપુનુ ગામ જોઇને.!!

 40. darshan says:

  સાહેબ ના કોઇ પણ લેખ નો પ્રતિભાવ આપવાની પ્રતિભા મારા મા નથી હુ તો બસ એને જિવન મા ઉતારી ને ધન્યતા નો સ્વાદ ચાખવા નો પ્રયત્ન કરુ છુ. સફળ થઇશ તો જરુર થી પ્રતિભાવ આપીશ, આખરે તો સાધારણ માનવી છુ.

 41. Gargi says:

  જિંદગીની બાજી ખુશનુમા હોય કે કરુણ, પણ હારજીતનો ફેંસલો હુકમના પાના પર રહેતો હોય છે………….great sentence………..whole story capture here

 42. jyotsna says:

  very very good i like your each story.

 43. VYAS SARVESH says:

  Great sir,

  you are a gerat men …….

  thank sir,

  my mob no:+91-9825893493

 44. riddhi says:

  MAJA AAVI GAYIIIIIIIIII TAMARI BADHI VRATA SARAS HOY 6EEEEEEEEE.

 45. vibha says:

  hello Raju,

  jo gappaj lagta hoy to read j n kray.

  baki to its really suparbmja avi gy aava lekho vachi ne thay che k mans ma manvta hju mri prvari nathi.

  great!!!!!!!!!!!!!!!!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.