શબ્દોના ઘરેણાં – દિનેશ દલાલ

સખીરી, પિયુજી કહે વાળ મારા વરસાદી વાદળ જેવા છે
જા, જા, અલી બાવરી, એ તો તારા પિયુના ઠાલા ઠાલા ચાળા છે.

સખીરી, પિયુજી કહે હંસી જેવી મારી મુલાયમ ચાલ છે
જા, જા, ભોળી, તારા પિયુની વાતમાં ક્યાં કંઈ માલ છે.

સખીરી, પિયુજી કહે મારા હોઠમાં છૂપી અમરતની કૂપી છે
જા, જા, અલી મૂરખ, એ તો તાર પિયુની હોશિયારીથી વાત કરવાની ખૂબી છે.

સખીરી, પિયુજી કહે આંખો મારી હરણાં જેવી ભોળી છે
જા, જા, અલી આંધળી, એ તો તારા પિયુએ અક્કલ સાવ બોળી છે.

સખીરી, પિયુજી કહે મારા કમખામાં રાતદિન મોર ગ્હેકે છે
જા, જા, અલી બહેરી, એ તો તારો પિયુ અમથું અમથું ફેંકે છે.

તો તો સખીરી, વાત પિયુડાની, શાનો અમને ખાલી ખાલી બનાવે છે ?
ના, ના, ગમાર ગોરી, એ તો પિયુજી તારો, શબ્દોનાં ઘરેણાં પહેરાવે છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હાસ્યનો હલવો
મેઘધનુષ – વજુ કોટક Next »   

9 પ્રતિભાવો : શબ્દોના ઘરેણાં – દિનેશ દલાલ

  1. nayan panchal says:

    આ કાવ્ય વાંચીને લાગ્યુ કે ખરેખર, સ્ત્રીના હ્રદય સુધી પહોંચવાનો રસ્તો તેના કાનથી છે.

    નયન

  2. અતુલ જાની (આગંતુક) says:

    બહુ સાચી વાત છે આ ભોળી અને પ્રેમાળ પ્રિયતમાં (મારી વ્હાલી પત્નિ સ્તો) માત્ર થોડાં શબ્દોના ઘરેણાથી પણ કેટલી ખુશ રહે છે. પરંતુ મુજ સરીખા કંજૂસને એ પણ ક્યાં પ્રેમથી પહેરાવતા આવડે છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.