કરંડિયો – વિકાસ નાયક

[શ્રી વિકાસભાઈ નવયુવાન અને વ્યવસાયે મુંબઈમાં સોફટવેર એન્જિયર છે. થોડા મહિનાઓ અગાઉ તેમના પ્રથમ પુસ્તક ‘મહેક’ માંથી આપણે કેટલાક લેખો માણ્યા હતા. ‘ઈન્ટરનેટ કોર્નર’ શ્રેણીનું ‘કરંડિયો’ નામનું તેમનું આ બીજું પુસ્તક એ જ પ્રકારે (ઈ-મેઈલનું સુંદર અનુવાદ કરીને) વિવિધ પ્રકારના રસપ્રદ લેખમણકાને પરોવીને તૈયાર કરેલી સુંદર માળા જેવું છે. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે શ્રી વિકાસભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે vikas.nayak@gmail.com સંપર્ક કરી શકો છો. તેમના પુસ્તકની વધુ વિગતો આ લેખના અંતે આપવામાં આવી છે.]

karandiyo(અ) સ્ત્રીના શબ્દપ્રયોગો

[1] પાંચ મિનિટ : જો તે વસ્ત્ર પરિધાન કરી રહી હોય કે તૈયાર થઈ રહી હોય તો આ અડધો કલાક માટે વપરાતો શબ્દ છે ! પણ જો તમે તેને ઘરકામમાં મદદ કરવાનું વચન આપ્યું હોય અને તમે ટી.વી. કાર્યક્રમ જોતા હોવ અને તમે કહો કે ફક્ત પાંચ મિનિટ વધુ આપ તો તે બરાબર પાંચ મિનિટ જ ગણાશે !

[2] કંઈ નહીં : આ તોફાન પહેલાંની શાંતિ છે. આનો અર્થ ‘ચોક્કસ કંઈક છે’ એમ સમજવું અને તમારે સજાગ થઈ જવું ! બોલાચાલી જેની શરૂઆત ‘કંઈ નહીં’ થી થતી હોય છે તે મોટે ભાગે ‘સારું’ એ શબ્દમાં પરિણમતી હોય છે !

[3] સારું : આ શબ્દનો પ્રયોગ મહિલાઓ કોઈ બોલાચાલીનો અંત લાવવા માટે કરતી હોય છે, જ્યારે તે સાચી હોય છે અને જ્યારે તમારે ચૂપ થઈ જવાની જરૂર હોય છે.

[4] હા, તમે તમારે ફાવે તેમ કરો : આ ધમકી છે, પરવાનગી નહીં. બિલકુલ એ પ્રમાણે ના કરતા જે કરવાની તમે સમજતા હો કે પરવાનગી મળી ગઈ છે !

[5] (મોટેથી મોઢું મચકોડતાં) ‘હં….અં….હં….’ : આ ખરી રીતે એક શબ્દ નથી પણ એવું એક અશાબ્દિક વિધાન છે. જેનો ઘણી વાર પુરુષો ઊંઘો અર્થ કાઢી બેસે છે ! મોટેથી (મોઢું મચકોડી) બોલાતું ‘હં..અ…હં.. એવું સૂચન કરે છે કે તેણી વિચારે છે, કે કેવા બેવકૂફ સાથે મારો પનારો પડ્યો છે અને શા માટે હું અહીં ઊભી ઊભી નકામી એવી બાબત માટે ચર્ચા કરીને મારો સમય બગાડી રહી છું !

[6] ઓ.કે. : સ્ત્રીઓ દ્વારા બોલાતો આ એક ખતરનાક શબ્દ છે ! ‘ઓ.કે.’નો અર્થ પુરુષોએ એવો કરવો જોઈએ કે તેણી વિચારશે અને ઊંડાણપૂર્વક વિચારીને નિર્ણય લેશે કે તમારી ભૂલ માટે તેણી ક્યારે અને કેવો બદલો લેશે !
[7] આભાર : એક સ્ત્રી તમારો ‘આભાર’ માની રહી છે ! સામો પ્રશ્ન ન કરશો કે બેભાન ન થઈ જશો. ફક્ત કહો કે ‘યુ આર વેલકમ !’

(બ) લગ્નની રમૂજો

[1] દરેક માણસે ક્યારેક તો પરણવું જ જોઈએ, આખરે સુખ જ તો જીવનમાં સર્વસ્વ નથી ને ?

[2] મને આતંકવાદની જરાયે ચિંતા નથી. હું બે વર્ષ સુધી પરિણીત રહી ચૂક્યો છું !

[3] અપરણિત યુવકો પર વધુ કરવેરા લાદવા જોઈએ. કેટલાક માણસો બીજા માણસો કરતાં વધુ સુખી હોય એ તો બરાબર નથી ને ?

[4] ન પરણેલાઓ સ્ત્રીને પરણેલાઓ કરતાં વધુ સારી રીતે જાણે છે, કારણ કે જો એમ ન હોત તો તેઓ પણ પરણેલા હોત !

[5] લગ્ન એ ત્રણ રિંગનું સરકસ છે : સગાઈની રિંગ, લગ્નની રિંગ અને સફરિંગ !

[6] અમે હંમેશાં એકબીજાના હાથ પકડી રાખીએ છીએ. કારણ જો હું એમ ન કરું તો તે ખરીદી કરવા લાગે છે !

[7] એક માણસ પોતાની વહાલી માતાની કબર પર પુષ્પો ચઢાવીને પાછો ફરી રહ્યો હતો ત્યાં તેની નજર એક કબર પર ઘૂંટણિયે બેઠેલા માણસ પર પડી. તે માણસ ખૂબ ભાવપૂર્વક પ્રાર્થના કરી રહ્યો હતો. તે બોલતો હતો : ‘તારે શા માટે મરી જવું પડ્યું ?’ ‘તારું મૃત્યુ કેમ થયું ?’ પેલા માણસે તેની પાસે જઈ પૂછ્યું : ‘મહાશય, મારે તમારા અંગત દુ:ખમાં માથું મારવું નથી પણ તમારા જેટલી વેદના મેં બીજા કોઈનામાં જોઈ નથી. તમે કોના માટે આટલું બધું રડો છો ? તમારા બાળક માટે ? તમારા માતા-પિતા માટે ?’ બીજા માણસે જવાબ આપ્યો : ‘ના ના ! આ મારી પત્નીના પહેલા પતિની કબર છે !’

[8] જ્યારે આપણો જન્મ થાય છે ત્યારે આપણી માતાને શુભેચ્છાઓ, ફૂલ અને ભેટસોગાદો મળે છે. જ્યારે આપણાં લગ્ન થાય છે ત્યારે કન્યાને ભેટો અને ખ્યાતિ મળે છે. જ્યારે આપણું મૃત્યુ થાય છે ત્યારે મૃતકની વિધવાને ‘જીવન વીમા’ની રકમ મળે છે અને સ્ત્રીઓ કહે છે ‘આપણો સમાજ પુરુષપ્રધાન છે ! અમને સ્વતંત્રતા જોઈએ છે.’

[9] એક માણસ રસ્તા પર ચાલી રહ્યો હતો. તેણે પાછળથી અવાજ સાંભળ્યો, ‘જો તું એક ડગલું આગળ વધીશ તો તારા માથા પર ઈંટ પડશે અને તું મૃત્યુ પામીશ.’ માણસ તરત અટકી ગયો અને ત્યાં જ તેની સામે મોટી ઈંટ કોઈ મકાન પરથી નીચે પડી. માણસને આશ્ચર્ય થયું. એ થોડો આગળ વધ્યો અને રસ્તો ઓળંગવા ગયો. ફરી અવાજ આવ્યો, ‘ઊભો રહી જા ! આગળ ના વધીશ. જો તું એક ડગલું આગળ વધશે તો પૂરઝડપે આવી રહેલી ગાડી તને કચડી નાખશે અને તારું પ્રાણપંખેરું ઊડી જશે.’ માણસ જ્યાં હતો ત્યાં જ થોભી ગયો. બીજી જ ક્ષણે એક ગાડી પૂરઝડપે આવી અને તેની બાજુમાંથી વાવાઝોડાની જેમ પસાર થઈ ગઈ ! માણસે નવાઈપૂર્વક પ્રશ્ન કર્યો : ‘તું કોણ છે ?’ અવાજ બોલ્યો : ‘હું તારો રક્ષક-દેવદૂત છું.’
માણસ બોલ્યો : ‘ઓ હો ! એમ ? તો મને કહેવાની કૃપા કરશે કે મારા લગ્ન સમયે તું ક્યાં હતો ?’

(ક) રમૂજી એકોક્તિઓ :

[1] એવું ક્યારેય સાંભળ્યું નથી, કે મહેનત કરવાથી કોઈનું મૃત્યુ થયું હોય…. પણ આપણે જોખમ શીદને લેવું જોઈએ ?!

[2] તમારું ભવિષ્ય તમારાં સપનાં પર આધાર રાખે છે…. તો જાઓ સૂઈ જાઓ…. !

[3] પૈસો જ બધું નથી….. ‘વિઝા’ અને ‘માસ્ટર કાર્ડ’ પણ અસ્તિત્વમાં છે !

[4] વાઈઝ (WISE) લોકો ક્યારેય લગ્ન કરતાં નથી…. ઊલટું જેઓ લગ્ન કરે છે તેઓ ‘અધરવાઈઝ’ (OTHERWISE) બની જાય છે !

[5] નિયમિત રીતે લેવાતી ઊંઘ ઘડપણ અટકાવે છે, ખાસ કરીને તે વાહન હંકારતી વખતે લેવાઈ હોય !

[6] લગ્ન એક એવો સંબંધ છે જેમાં એક વ્યક્તિ હંમેશાં સાચી હોય છે અને બીજી વ્યક્તિ હોય છે પતિ !
[7] ક્ષમા એટલે મને દુભવવા બદલ તને ધિક્કારવાના મારા હક્કનો ત્યાગ !

[8] આળસ એ બીજું કંઈ નહીં પણ તમે થાકી જાવ તે પહેલાં થોડો આરામ કરી લેવાની ટેવ છે !

[9] બચત શ્રેષ્ઠ વસ્તુ છે, ખાસ કરીને જ્યારે એ તમારાં માતા-પિતાએ તમારા માટે કરેલી હોય છે !

[10] શાણા માણસો બોલતા હોય છે, કારણ કે તેમની પાસે બોલવા માટે કંઈક હોય છે, પણ મૂર્ખાઓ પણ બોલતા હોય છે કારણ કે તેમને કંઈક બોલવું જ હોય છે !

[11] સાચા મિત્રો એ જ હોય છે જે બદલાતી ‘એડ્રેસ બુક્સ’ વચ્ચે પોતાનું સ્થાન જાળવી રાખતા હોય.

(ડ) પતિ v/s પત્ની :

[1] પતિ પત્ની આગળ એક લેખ વાંચી રહ્યો હતો જેમાં લખ્યું હતું કે સ્ત્રીઓ રોજના 30,000 શબ્દો બોલે છે જ્યારે પુરુષો ફક્ત 15,000. પત્નીએ જવાબ આપ્યો : ‘એનું કારણ એક જ હોવું જોઈએ – અમારે બધી વાત પુરુષોને બે-બે વાર કહેવી પડે છે. પતિ-પત્ની તરફ ફરી બોલ્યો : ‘શું ?’…. !!!

[2] એક વાર પતિએ પત્નીને કહ્યું : ‘મને એ નથી સમજાતું કે તું એકસાથે આટલી સુંદર અને બુદ્ધુ બન્ને કઈ રીતે હોઈ શકે ?’
પત્નીએ જવાબ આપ્યો : ‘હું તમને સમજાવું. ભગવાને મને સુંદર બનાવી જેથી તમે મારા તરફ આકર્ષાવ અને ભગવાને મને બુદ્ધુ બનાવી જેથી હું તમારા તરફ આકર્ષાઉં !’

[3]
સ્ત્રીઓ : એક વાર એક સ્ત્રી આખી રાત ઘેર પહોંચતી નથી. સવારે ઘેર પહોંચતાં જ તે પતિને કહે છે કે રાત્રે મોડું થઈ જતાં તેણી પોતાની એક સખીને ઘેર રોકાઈ ગઈ હતી. તેણીનો પતિ તેણીની 10 શ્રેષ્ઠ સખીઓના ઘેર ફોન કરે છે, પણ તેણીની એક પણ સખી આ વાતને સમર્થન આપતી નથી.

પુરુષો : એક વાર એક પુરુષ આખી રાત ઘેર પહોંચતો નથી. સવારે ઘેર પહોંચતાં જ તે પત્નીને કહે છે કે રાત્રે મોડું થઈ જતાં તે પોતાના એક મિત્રના ઘેર રોકાઈ ગયો હતો. તેની પત્ની તેના 10 શ્રેષ્ઠ મિત્રોના ઘેર ફોન કરે છે, 5 મિત્રો જવાબ આપે છે કે તે ગઈ કાલે તેમના ઘેર જ હતો અને બીજા 5 મિત્રો તો એથીયે આગળ વધી કહે છે કે અત્યારે પણ એ તેમની સાથે જ છે !

સાર : પુરુષો વધુ સારા મિત્રો સાબિત થાય છે !!!

કોયડો : કેલ્ક્યુલેટરની મદદ વગર કહો – તમે લંડનના એક શહેરમાં બસ હંકારી રહ્યા છો. પહેલા સ્ટોપે 17 જણાં બસમાં ચઢ્યાં. બીજા સ્ટોપે 6 જણાં બસમાંથી ઊતર્યાં અને 9 જણાં બસમાં ચઢ્યાં. ત્રીજા સ્ટોપે બે જણાં ઊતર્યાં અને ચાર જણાં ચઢ્યાં. ચોથા સ્ટોપે 11 જણા ઊતર્યાં અને 16 જણાં ચઢ્યાં. પાંચમા સ્ટોપે ત્રણ જણાં ઊતર્યાં અને પાંચ જણાં ચઢ્યાં. છઠ્ઠા સ્ટોપે 6 જણાં ઊતર્યાં અને 3 જણાં ચઢ્યાં. છઠ્ઠું સ્ટોપ છેલ્લું છે. હવે કહો જોઈએ બસ ડ્રાઈવરનું નામ શું છે ?
(નીચે આપેલો જવાબ કૉમ્પ્યુટર ઊંધું કરીને વાંચો !!)

.

.

.

answer

.

[કુલ પાન : 88. કિંમત રૂ: 60. પ્રાપ્તિસ્થાન : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ. અમદાવાદ-380001 ફોન : 91-79-26564279. ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઑફિસમાં કસરત – રતિલાલ બોરીસાગર
પપ્પા, તમે આ શું કર્યું ! – વિભૂત શાહ Next »   

31 પ્રતિભાવો : કરંડિયો – વિકાસ નાયક

 1. આમાંના અમુક ટુચકાઓ અંગ્રેજીમાં વાંચ્યા હતા જેમને ગુજરાતીમાં વાંચવાની મજા આવી અને અમુક પહેલી વાર વાંચ્યા .. 🙂

 2. હા… હા… હા…! 🙂

  બધાજ જોક્સ મજાના પણ “લગ્ન સમયે તું ક્યાં હતો?” અને “પુરુષો વધુ સારા મિત્રો સાબિત થાય છે” માય ફેવરીટ!

 3. અને “પુરુષો વધુ સારા મિત્રો સાબિત થાય છે”

 4. anamika says:

  મજા આવિ ગઇ……………….

 5. vaibhavi Mehta says:

  superb, it will give you laughter and pleasure.

 6. Mahendi says:

  really great ,purusho ketla jhuthha hoy chhe a sara mitro vala joke ma khabar padi really it make me laugh so much …………………………

 7. pragnaju says:

  મજાનાં ટૂચકાઓ બદલ અભિનંદન
  પણ આ ઉંધા ગુજરાતી વાક્યો માટે કયું સોફ્ટવેર વાપર્યું ?
  (મારાથી તો પેસ્ટ પણ થતું નથી!)

 8. Gira Shukla says:

  lol.. funny indeed 😀

 9. Jinal says:

  Nice one!!!

 10. ભાવના શુક્લ says:

  અત્યંત સરસ અને માણી શકાય તેવી દરેક રમુજો…

 11. ચંદ્રકાત says:

  કોયડોઃ (તમે લંડનના એક શહેરમાં બસ હંકારી રહ્યા છો….)
  લંડન એ બ્રિટેનના સૌથી મોટા શહેરનું નામ છે. મુંબઈની જેમ લંડનને અનેક પરાઓ છે.

 12. કલ્પેશ says:

  પ્રજ્ઞાજુ (પ્રફુલભાઇ),

  ગુજરાતીમા વાક્ય લખો. પછી કિ-બોર્ડ પર પ્રીંટ-સ્ક્રીન (PrtSc) બટન દાબો
  આનાથી જે સ્ક્રીન પર દેખાતુ હશે તેનો ફૉટો ક્મ્પ્યુટરના ક્લીપબોર્ડમા આવી જશે.

  હવે કોઇ ઇમેજ-એડીટીંગ સોફ્ટવેર વાપરો (e.g. Microsoft Paint. Click on Start -> Programs -> Accessories -> Paint) અને આ ફૉટો ક્લીપબોર્ડમાથી આ ફાઇલમા લાવવા Ctrl key પકડીને V દબાવો. અને ઇમેજ-એડીટીંગ સોફ્ટવેરમા આ ફૉટોને ચારે દિશામા ફેરવી શકાય (Image menu -> Flip)

 13. Pinki says:

  nice, refreshing………. !!

 14. Ridham says:

  આહા, શુ વાત છે.. ખરેખર મઝા પડી ગઈ!!!!!!

 15. Ashok M says:

  બ ૯ ને ૧૦૦ માથી ૧૫૦ માર્કસ, બહુ મજા પડી.

  કલ્પેશ ભાઇ ને કોયડા ના જવાબ નો જવાબ શોધવા માટે અભિનન્દન.

 16. Punit Patel says:

  nice one……..બહુ મજા આવિ….

 17. payal says:

  સરસ લેખ..મજા આવિ ગઇ

 18. વત્‍સલ વોરા says:

  આવી પ્રેરણાદાયક વાતોનું પુસ્‍તક દર મહિને પ્રગટ થવું જોઇએ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.