લીમડી – બાલમુકુન્દ દવે

મારે આંગણિયે લીલુડી લીમડી;
લચે લિંબોળીની લૂમ :
લીમડી લૂમેઝૂમે રે.

વાયા વૈશાખના વાયરા,
એણે ધાવ્યાં ધરતીનાં દૂધ :
લીમડી લૂમેઝૂમે રે.

લીલીપીળી ઓઢી ઓઢણી,
માંય ચાંદાસૂરજનાં ફૂલ :
લીમડી લૂમેઝૂમે રે.

ભલે ઊગે તું મારે આંગણે,
તારાં શાં શાં મૂલવું મૂલ ?
લીમડી લૂમેઝૂમે રે.

કાળે ઉનાળે તું કોળતી,
તારી ટાઢકભીની છાંય :
લીમડી લૂમેઝૂમે રે.

બળ્યાંજળ્યાંનું તું બેસણું,
થાક્યાંની ઠારે કાય:
લીમડી લૂમેઝૂમે રે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous નીરણ – દિનકર જોષી
ચોર – માનસી પરીખ Next »   

22 પ્રતિભાવો : લીમડી – બાલમુકુન્દ દવે

 1. કલ્પેશ says:

  કાળે ઉનાળે તું કોળતી,
  તારી ટાઢકભીની છાંય :

  બળ્યાંજળ્યાંનું તું બેસણું,
  થાક્યાંની ઠારે કાય:

  લીમડીના ગુણો કેટલા બધા?
  લીમડી ગામે ગાડી મલી 🙂

 2. pragnaju says:

  અહીં જેની ઘટ લાગે તે, લીમડાનો ફોટો અને જોડકણાએ ઘણી વાતો યાદ અપાવી. ચૈત્ર મહીનામાં તો પહેલા કપ ભરી લીમડાના પાનનો રસ પીવો પડે પછી બીજી વાત!

 3. Charulata Desai says:

  jevi limadani chhaya
  evi mata pitani maaya.

 4. Charulata Desai says:

  જેવી લીમદાની છાયા,એવી માતા ઇપતાની માયા

 5. પરયાવણ ના પણ ફાયદા થાય છે ,આપણા બાપ દાદા એ રોપેલા લીમડા નો છાય ડો આજ આપણે માણિ એ છિએ ,,આજે આપણે “રિડ ગુજરાતિ ” ના મિત્રો એક એક લીમડો ઉગાડિએ.અને પરિયાવરણ સુધ કરવામા આપના બાળકો ના સ્વાસ્થનિ કાળ જિ લઈ એ ,,,,લીમડા નિ કવીતા આપણ ને ઘણૂ કહે છે,,,

 6. Ankita Solanki says:

  I love to read Gujrati.I like your effort very much. And i wish it become more smd more learge.

  Thanking You

 7. kunal patel says:

  khubj saras work che.
  thanks to u from all the lovers of gujarati stories

 8. No prescription percocet….

  Percocet withdrawal symptoms. Difference between percocet and ultracet. Long term use of percocet. Percocet….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.