ચોર – માનસી પરીખ

‘સૂરજનું અજવાળું હું ચોરી લઉં ? ચાંદની પૂનમની હું ચોરી લઉં ?’

એક નાનકડો વિદ્યાર્થી પોતાની કવિતા રજૂ કરી રહ્યો હતો. હું ધ્યાનથી સાંભળી રહી હતી. એ ચોરવાની વાત કાવ્યાત્મક રીતે કરે છે, ને મેં તો સાચે જ એને ચોર માની લીધો ? મને મારા વિચારો પર શરમિંદગીનો અહેસાસ થયો.

અમારી શાળાનો સ્ટાફ આ અનાથાશ્રમની મુલાકાતે આવ્યો હતો. ગૃહમાતાએ અમારા સ્વાગત માટે એક નાનકડો સમારંભ પણ ઘડી કાઢ્યો. અત્યાર સુધી કેટલાંયે બાળકોએ પોતાની કાલીઘેલી ભાષામાં કંઈ ને કંઈ રજૂઆત કરી હતી. ને છેલ્લે આ બાળકનો પરિચય આપતાં ગૃહમાતા એ જણાવ્યું હતું, ‘હવે અમારી સંસ્થાનો પાંચમા ધોરણનો વિદ્યાર્થી પાર્થ આપણા મહેમાનોની સમક્ષ પોતાની બનાવેલી કવિતા રજૂ કરશે.’ એનું નામ પાર્થ હતું એ પાંચમા ધોરણમાં ભણે છે એ તો હું પહેલેથી જ જાણતી હતી. અનાથાશ્રમની દીવાલને અડીને જ મારું ઘર, એટલે હું મારા ફળિયામાં બેઠી હોઉં તો અહીંના બાળકોની દિનચર્યા પણ બરાબર જોઈ શકું. એ કવિતા લખે છે એ પણ મને એ જ દિવસે ખબર પડી જે દિવસે મેં એને ચોર….. અરે, મેં એને સમજવામાં કેવડી મોટી ભૂલ કરી હતી ?

આજે અહીં આવવાનું નક્કી થયું હતું એટલે હું સવારથી જ એને યાદ કરીને ઉદાસ હતી. હું પાર્થ સાથે નજર મિલાવી શકીશ કે નહિ તે પણ ખબર નહોતી, કદાચ હું મારા અહંથી ડરતી હતી. આ મારા હાથ, એના માસૂમ ગાલ પર…. ? આવું કેમ બન્યું ? મેં આવું શા માટે કર્યું ? મારાથી એના પર હાથ ઉઠાવાઈ ગયો ? એનો શો ગુનો હતો ? કઈ ચોરી કરી હતી ? એક માત્ર છાપાની જ ? એ ખરેખર શું ચોર હતો ? ચોર ??

મારી સમજમાં કઈ આવતું નહોતું. એ દિવસે મારા ફળિયામાં પડેલું છાપું એણે મારી નજર સામે ચૂપચાપ ઉપાડી લીધું ને પછી જવાની તૈયારીમાં હતો ત્યાં જ મારા હાથે પકડાઈ ગયો. ચોરી પકડાયાનો ડર એની આંખોમાં હતો ને મારા હાથ એના ગાલ પર… ફટાક…ફટાક. બે જ તમાચા ને આંસુભર્યા ચહેરે એની વિદાય. ચોર… ચોર જ કહેવાય ને ? બીજું શું ? છતાંય એને મેં માર્યો એનો જરા રંજ મને જરૂર ખૂંચી રહ્યો હતો. પણ જુઓને માળો, કવિતા પણ ‘ચોરી લઉં, ચોરી લઉં’ – એમ જ તો કરે છે. ચોરનો દીકરો હશે….
મેં તો હમેશાં વિદ્યાર્થીમાં સારા ગુણો આવે એવા પ્રયત્નો જ કર્યા છે. વિદ્યાર્થીઓની વાચનક્ષમતા વિકસાવવા માટે ખૂબ જ મહેનત કરું. બાળસાહિત્યનાં પુસ્તકો મેળવી આપું. આજે અહિ અનાથાશ્રમમાં પણ કેટલાંય પુસ્તકો એકઠાં કરીને લાવી છું ને ગૃહમાતાને આપીશ. કંઈ પણ કોઈને નિ:સ્વાર્થે આપવાનું હોય ત્યારે મને ખૂબ ખુશી હતી. પણ આજે સવારમાં છાપું વાંચતી હતી ત્યાં જ એ યાદ આવ્યો, આ છાપાને કારણે જ તો…. મને એના ચહેરા પરનો ડર યાદ આવ્યો, એનો કરગરતો ચહેરો યાદ આવ્યો, એનો ગભરાટ યાદ આવ્યો, એના ધ્રૂજતા પગ, અટકતા અવાજે માંગેલી માફી, બધું જ યાદ આવ્યું. પણ મારા સુધી એમાંનું કંઈ જ ન પહોંચી શક્યું ! કદાચ એ નિર્દોષ હશે. ગૃહમાતાને આજે એ વાતની ફરિયાદ કરવાનું વિચાર્યું છે પણ કરી શકીશ કે નહિ એ તો હું જ જાણતી નથી. પાર્થની કવિતા હજુ ચાલતી હતી :

ચાંદની ચોરી ત્યાં અમાસ મળી,
અજવાળું ચોરતાં તડકો મળ્યો.

કાર્યક્રમ પૂરો થયા પછી બીજાં શિક્ષિકા બહેનો બાળકોને પુસ્તકવિતરણ કરતાં હતાં ત્યારે ગૃહમાતા પાર્થને લઈને મારી પાસે આવ્યાં, ‘બહેન, આ પાર્થ ખૂબ જ સરસ કવિતા લખતો હોય છે. તેને તમારી સાથે વાત કરવી છે. તેની આ શક્તિ આગળ વિકસે એ માટે તમારી મદદ મળશે તો અમને બહુ ગમશે.’

મેં પાર્થ સામે જોયું, એનો ચહેરો નિર્દોષ હતો. તે મારી સામે નજર મિલાવતો નહોતો. પછી એક રોકી રાખેલા ડૂસકા સાથે એણે મારી સામે જોઈને કહ્યું : ‘બહેન, એ દિવસે મારી કવિતા છાપામાં આવવાની હતી એમ મને ગૃહમાતાએ કહેલું. અમારા આશ્રમમાં તો છાપું બહુ મોડું આવે ને તો તમારા ફળિયામાં પડેલું છાપું લઈ તેમાં મારે મારી કવિતા જોવી હતી. એટલે તમને પૂછ્યા વગર ભૂલથી….’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous લીમડી – બાલમુકુન્દ દવે
આવડ્યું – મહેન્દ્ર જોશી Next »   

38 પ્રતિભાવો : ચોર – માનસી પરીખ

 1. સંવેદનાસભર વાર્તા …

 2. કલ્પેશ says:

  જીવનમા જો આપણે દરેક જગ્યાએ ધીરજથી અને સમજણથી (પૂર્વગ્રહ વગર) વર્તીએ તો કદાચ આવો અફસોસ ન થાય.

  સરસ વાત.

 3. Arpitashyamal says:

  very touchy story…it gives so many messages…

 4. pankaj bhatt says:

  The story almost made me cry.

 5. Maharshi says:

  khub saras wat!

 6. ઋષિકેશ says:

  Big lesson from a small story, we often misjudge people at first and feel sorry later – when we realize our mistake. Sometimes its too late to apologize.
  It has happened to me as well and I still can’t forgive myself for that.. But still I can’t imagine how she would have felt after that..

 7. pragnaju says:

  મોટી વાત સમજાવતી નાની-સુંદર વાર્તા!
  જીવનમાં મેં પણ ઉતાવળા નીર્ણયથી આવી ભૂલ કરેલી તે યાદ આવ્યું!

 8. NamiAnami says:

  Typical Indian mentality, judge anyone and everyone by the action or reaction in front of you without looking at the background or without knowledge of effective forces for that action.

  The kid was caught taking newspaper and got punished, I hope the punisher herself never stole anything in her life before judging the kid.

  Everybody feels the need of passing judgement when they see someone else get caught for his/her wrong doing and forget that the only difference in the person caught and themselves is that they have not get caught YET.

  There are very few in our society who should be judging others and they have heart big enough for forgiveness and making others learn from their mistake.

 9. Mitali Lad says:

  it has been said that “never judge book by its cover”. How can she made such mistake eventhough she was teacher. The thing that really bother me that she slap the boy without even asking explanation of why the boy is stealing the newspaper, and in this case the boy was not even stealing it. I think she made wrong judgement without clearification. I really hate some of the india’s teacher who think of them as the top decision maker because when I study in india from grade 1-10 some of the teachers where like this who never give student chance to explain their self and put them down in whole class or slap them by just first sentence which come out of student mouth if asked any question. Sometimes I think that because of this some students are so afraid to speack anything in front of teacher. I like the study system in states where on first day of class every professor makes it clear that there is no such thing as stupid question in study because everytime student ask something he/she is willing to know about the subject whether it is right/wrong question. This encourages student to be open mid and learn subject in details. I don’t feel very proud of some of the teaches i had in india. they were simply very mean and rude to student who never developed in communication. I wish I can go back and slap my english teacher who though he as soo good in english but later when i learn the lagunage I find out that he actully has very little knowledge of his own subject.

 10. વાર્તા કરતા પણ સરસ તો વાર્તા વિશે ના પ્રતિભાવો છે!

 11. માનસી પારેખ “ચોર ” વાર્તા દ્દારા ક્યારે ક સાભળૅ લુ,જોયેલૂ .ખોટા અનુમાન થી આવી પરિસ્થીતી આવે છે ત્યારે ગરીબ અને લાચાર પર જ આક્ષએપ આપણૉ સમાજ આપે છે સરસ વાર્તા બોધ લેવા જેવિ છે…..

 12. saurabh desai says:

  Every time we see from an Eye is not true.something always running behind the scene. and it is also tue that do not be panic and do not hurry be calm always ask before punising any one.

 13. heta says:

  simply beautiful….

 14. સંવેદના સભર વાત…..એક નાના છોકરાની સમજણની અને એક શિક્ષિકાની વગર વિચાર્યે પગલાં લેવાની…….
  સરસ કોમેન્ટસ….

 15. janak tailor says:

  ખુબ સરસ

 16. Bhajman Nanavaty says:

  Mitaliben,

  Please go through your response again, and again. Have you really learnt the language ?

  It is true that commercialization of education has deteriorated the efficiency of the teaching faculties to some extent in some sections of the society. But it cannot be generalized. And to say that it is happening in India only and not anywhere else is also incorrect.

  The teacher in the story does realize her error of judgment and feels sorry too. That is the positive side of the story.

  A good story.

 17. Naresh Dholakiya says:

  Fantastic….

  As usual HAVE has always prejudice to NOT HAVE and it result into such mean act.They always think them mean. Responsible Person is not wrong but the habit of quick action on the spot without thinking is wrong. It happens not only INDIA but also USA.

  Put your self in story and mental status of Teacher / child … child would have clarified instatntly about this. Need not to run with paper, he would have stopped and read/ browsed the paper.

 18. NIMITT says:

  ખુબ સરસ વાર્તા છે. અભિન્નદન.

  – નિમિત્ત.

 19. Dhaval B. Shah says:

  Nice story.

 20. Ashish Dave says:

  Nice story…

  Ashish Dave
  Sunnyvale, California

 21. harish thakkar says:

  જ્યારે આ વેબસાઇટ ગુજરાતી માટે છે તો શા માટે લોકો પોતાના પ્રતિભાવો અન્ગ્રેજીમા આપતા હશે? અને તે પણ એવી અન્ગ્રેજીમા કે ગધેડાને તાવ આવી જાય.

 22. Really? says:

  He, who doesn’t possess expertise, should not comment on others. Harishbhai, before even making comment on “quality of language for comments written in English”, please capitalize first characters of your first name and last name (basic rule for English writing).

  Pardon my strong language but hope in future you will try and understand that “This is a very friendly community”, where we try to accommodate with each other while expressing our love for Gujarati literature and fulfilling our thirst for reading Gujarati.

 23. Viren Shah says:

  Writing in Gujarati is time consuming and some times doesn’t produce the right letters. Another important thing, it doesn’t matter if Grammar or English is incorrect. Getting the point across is more important than what way it is delivered.

  (Several ministers deliver lectures in English while speaking to most of the Gujarati Audience.)

 24. Priyjan says:

  A very touchy story with a loaded moral.

  Brought tears to me eye!!

  I was also very surprised to see a comment from Sunnyvale California, from Ashish Dave.

  It is regfreshing to see that someone who stays so close to me here in US reads these jewels in mother tongue and also provides comments.

  Regards,
  priyjan

 25. Ashish Dave says:

  Dear Priyjan,

  The very reason I put my name and address is to make friends around where I live and also, if there is anybody from back home remembers my name from school / college / distant family then they will know where I am and can contact me.

  I am in US for 17 years now so obviously this is my only way to let people know where I am and if anybody interested can contact me.

  I am in Sunnyvale close to “Bharat Bazar” and I invite you to come over and have tea with my family…408-247-2979

  Ashish Dave
  Sunnyvale, California

 26. anilkumar lalcheta says:

  મજ્જા આવી..આપણે બધા પકડાયા વિનાના chor ચોર

 27. janak bhatt says:

  અમનેઆ કવિતા સારિ લાગિ બિજિકોઇ કવિતા હોય તો મોક લિઆપસો

 28. ashish doshi says:

  kharekhar wonderful story che..

  ek storng person ne radav va mate aatlu purtu che tene read gujrati vanchta kari do lambo samay sudhi te pathar pan dhire dhire minbati ni jem pigdva mandse.. kharekhar story pan adbhut che website to shri mrugesh bhai ne jetla abhinandan apie etla ocha che…

  by the way story is heart touching one……… m also working with student here after i put each and every step with “vivekbudhi”

 29. Minu Doshi says:

  બહુ sensitive વારતા છે.કોઇ practical ને sensitive બનાવી દે..Good Work who start this site..I m proud to b GUJARATI…..બને ત્યા સુધી ગુજરાતી મા જવાબ આપસો તો વધુ મજા આવસે..

 30. Vintage lovelies….

  Vintage lovelies….

 31. Vaishali Maheshwari says:

  Wonderful story with a good message.

  I feel that it was an unintentional mistake by the child and the teacher both.

  The child could have asked permission from the teacher to grab that newspaper and read. May be he did not do so because he was afraid of getting an answer as ‘no’ or getting a scolding.

  The teacher could also have asked an explanation from the child first and then could have taught him a lesson by explaining that stealing something is not good. He should take permission of the owner before touching or using anyone else’s stuff.

  Anyways, the teacher felt sorry later on when he figured out the reason why the child was trying to steal the newspaper. I hope the teacher might have explained the child later that stealing is not a good thing.

  Many times a question arises in my mind, which I just re-thought about after reading this story, how far is the saying, “First impression is the last impression” true?

  This story has a very emotional touch and was good to read. Thank you for the same Author.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.