હોય છે…. – મનોહર ત્રિવેદી
લોક ત્યાં ટાંપીને બેઠા હોય છે
આગ જે ચાંપીને બેઠા હોય છે
છાંય ક્યાં મળશે ? અહીં સ્નેહીજનો
વૃક્ષ સૌ કાપીને બેઠા હોય છે
સત્ય બાબત કોણ સાંભળશે તને !
સત્ય જે સ્થાપીને બેઠા હોય છે
આપવા બીજું ન’તું કોઈ કને
દુ:ખ પણ આપીને બેઠા હોય છે
તું જ નિર્ણય લે, જવું છે કઈ તરફ ?
માર્ગ આ વ્યાપીને બેઠા હોય છે
તે પછી ચિન્તા રહે ના એક પણ
જે કબર માપીને બેઠા હોય છે
Print This Article
·
Save this article As PDF
લોક ત્યાં ટાંપીને બેઠા હોય છે
આગ જે ચાંપીને બેઠા હોય છે
સરસ વિચાર….
ચિન્તા રહે ના એક પણ
જે કબર માપીને બેઠા હોય છે
બહુજ સરસ…
તાજા જ ઘા ઉપર મલમ નુ કામ કરી ગઈ કવિતા
સત્ય બાબત કોણ સાંભળશે તને !
સત્ય જે સ્થાપીને બેઠા હોય છે
એકદમ સાચું
Very good gazal.
Congratulations to my friend Manohar Trivedi.
Thanks Mrugeshbhai for a good posting.
Sudhir Patel, Charlotte.
નખશીખ સુંદર રચના… અભિનંદન…