આવડ્યું – મહેન્દ્ર જોશી
દાદરો ચઢતાં ઊતરતાં આવડ્યું
કોઈ બાળક જેમ રડતાં આવડ્યું
એક-બે-ત્રણ એમ ગણતાં આવડ્યું
તે વખત જાતાં વીસરતાં આવડ્યું
ઘરને ખૂણે જઈ ખોવાતાં આવડ્યું
ઝાડ પાછળથી જડતાં આવડ્યું
ઉમ્ર પાછળનો અરીસો જોઈને
એક ચહેરામાં મલકતાં આવડ્યું
દુ:ખની દીવાલ જ્યાં ઊભી થઈ
ફૂલ ત્યાં સુંદર ચીતરતાં આવડ્યું
તું ભલો, તારી ચતુરાઈ ભલી
એમ કહી પાછું ફરતાં આવડ્યું
Print This Article
·
Save this article As PDF
“ઉમ્ર પાછળનો અરીસો જોઈને
એક ચહેરામાં મલકતાં આવડ્યું
દુ:ખની દીવાલ જ્યાં ઊભી થઈ
ફૂલ ત્યાં સુંદર ચીતરતાં આવડ્યું”
wow….nice thought…
very nice…
પાનખરે જ્યાં વેરી વેરાની,
વસંત થઇ ફુલ ખિલવતાં આવડ્યું!
તું ભલો, તારી ચતુરાઈ ભલી
એમ કહી પાછું ફરતાં આવડ્યું
સરસ
એક-બે-ત્રણ એમ ગણતાં આવડ્યું
તે વખત જાતાં વીસરતાં આવડ્યું
– કેટલી ઊંડી વાત ! વાહ, કવિ!
દુ:ખની દીવાલ જ્યાં ઊભી થઈ
ફૂલ ત્યાં સુંદર ચીતરતાં આવડ્યું
-આટલું ખરેખર આવડી જાય તો?
THIS ONE IS A GLOURIOUS EFFORTS TOWARDS THE RISING OF GUJARATI SAHITIYA AT INTERNATIONAL LEVEL.” AAVADYU” IS REALLY GOOD POEM AND SIMPLY NARRATE THE MEANING OF LIFE THAT IS TAKEN BY KNOWLEDGIBLE PEOPLE.
MANY MANY CONGRETS TO ALL POET AND ORGANISATION FROM R. K. JOSHI & FAMIL.
JAYSHREE RAJESH JOSHI
VIBHA & VAIBHAV
L/8/86,ANAND NAGAR,
RAJKOT – 360 002