ગઝલ જિંદગીની… – પરશુરામ ચૌહાણ
[ શિક્ષક તરીકે કૉચિંગ કલાસમાં ફરજ બજાવતા શ્રી પરશુરામભાઈની (વડોદરા) ગઝલો નવનીત સમર્પણ, કવિલોક, રંગતરંગ, ધબક તેમજ બુદ્ધિધન વગેરેમાં આ અગાઉ સ્થાન પામી ચૂકી છે. રીડગુજરાતીને આ કૃતિઓ મોકલવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો +91 92287104476 અથવા chauhan.parshuram@gmail.com પર સંપર્ક કરી શકો છો.]
[1] એમને….
એમને આ હાલ પર થોડી દયા આવે તો છે,
જલ નહી પણ ઝાકળો આભે થી વરસાવે તો છે.
શુષ્ક વૈશાખી પવન વકરી રહ્યો તો શું થયું ?
કુંજ થી કોયલ મધુરુ ગાઈ સંભળાવે તો છે.
કાચ ના શૃંગાર માં ક્યાં શોધવી ભીની મહેક ?
ફૂલ કાગળ ના ભલે છે મન ને બહલાવે તો છે.
લેશ પણ એ દુ:ખ નથી કે કમ થયાં ના આ દુ:ખો,
એ બહાને પણ સતત એનો ખયાલ આવે તો છે.
શોષ જ્યારે બહુ પડે છે પી લઉં છું હું જરા,
પ્યાસ બુઝાવે નહી પણ હોઠ ભીંજાવે તો છે !
.
[2] વાત
સાંભળી’તી મે ફૂલો ને ચૂંટવા ની વાત ,
આખરે નિક્ળી ચમન ને લૂંટવાની વાત.
શું જવાબ આપુ પ્રતિબિંબો તમોને હું ?
કઈ રીતે કહુ આ અરીસો ફૂટવાની વાત.
પાંપણો મીંચાય તો ઘોંચાય છે કેવી,
કાચ જેવું એક સપનું તૂટવાની વાત.
મેં ગઝલ માં જિંદગીનું દર્દ રેડ્યું છે,
ને તમે કહો છો હજી પણ ઘૂંટવાની વાત.
લોહી ના તંતુથી બંધાયો છું હું તો પણ,
કહી શકું છું ક્યાંક ભાગી છૂટવા ની વાત.
Print This Article
·
Save this article As PDF
બન્ને ગઝલો સરસ છે. કવિને અભિનન્દન
Very good Ghazals, please send another Ghazals to Read Gujarati.
બન્ને સુંદર ગઝલો
આ શેરો વધુ ગમ્યા
લેશ પણ એ દુ:ખ નથી કે કમ થયાં ના આ દુ:ખો,
એ બહાને પણ સતત એનો ખયાલ આવે તો છે.
——-
શું જવાબ આપુ પ્રતિબિંબો તમોને હું ?
કઈ રીતે કહુ આ અરીસો ફૂટવાની વાત.
Bane Gazal gami.
Read Gujarati ma kruti molakavi hoy to kai rite mokalavi? Please guide me.
Hema
સુંદર ગઝલો….
શોષ જ્યારે બહુ પડે છે પી લઉં છું હું જરા,
પ્યાસ બુઝાવે નહી પણ હોઠ ભીંજાવે તો છે !
વાહ! ગમી.
જલ નહી પણ ઝાકળો આભે થી વરસાવે તો છે.
……………………………………………….
સરસ વાત… હે દિયા હિ બહોત રોશનીકે લિયે નો એપ્રોચ જીવનમા ટકવાનુ બળ પ્રેરે છે
બંને ગઝલો ખૂબ સુંદર છે !
DEAR PARSHURAM CHAUHAN;
i read both of your gazals.
both gazalas are beautiful.
congratulations.
with all the good wishes;
suresh parmar
jay swaminarayan, sir i like your gazals very much.
very nice, but select some simple words or phrases so that new comer also understands very well & take interest for gujarati poems.
keep going. All the Best for new one. I’ll wait for it.
ઝીંદગીની ગઝલો માણી – જીવન ઓછુ અને દર્દ ઝાઝું લાગ્યું. જો કે દર્દનું બરાબર પગેરુ દબાવવામાં આવે તો જીવન સુધી પહોંચી શકાય.
dear PARSHURAM CHAUHAN
I have read both of your poems.
they are very great.congratulations.
hope you always write so people can enjoy.
I will wait and track your post
dear PARSHURAM CHAUHAN
i have tryed to read your poems but i can’t understand becoz i don’t undestand your lang. But i believe they are great, i think so when i read your friends’ comments.
Hope you always happy and success in life.
these both are nice….good job…
બંને ગઝલો ખૂબ સુંદર છે ! સુંદર ગઝલો….
બન્ને ગઝલો બહુ જ સરસ છે !!!!!!!!!!
પાંપણો મીંચાય તો ઘોંચાય છે કેવી,
કાચ જેવું એક સપનું તૂટવાની વાત.
આ શેર બહુ જ ગમ્યો. બહુ સરસ લખ્યુ છે
હું શ્રી મૃગેશ ભાઈ નો આભારી છું. મારી ગઝલો માટે પ્રતિભાવો બદલ વાંચકો તથા કવિમિત્રો નો ઋણી રહીશ.
Both gazals are interesting.
congratulations!!!!!!!
sray gazals che i have learnt to gazals beautiful
sir, I liked your gazals. They are really verynice !!!
કાચ ના શૃંગાર માં ક્યાં શોધવી ભીની મહેક ?
ફૂલ કાગળ ના ભલે છે મન ને બહલાવે તો છે.
લેશ પણ એ દુ:ખ નથી કે કમ થયાં ના આ દુ:ખો,
એ બહાને પણ સતત એનો ખયાલ આવે તો છે.
——————————–
પાંપણો મીંચાય તો ઘોંચાય છે કેવી,
કાચ જેવું એક સપનું તૂટવાની વાત.
આ શેઅરો ગમ્યા.
કંઈક વધે કંઈક ખૂટે
ત્યારે મન ને વાચા ફૂટે !
શ્રદ્ધા વધે અને દર્દ ખૂટે !
Adderall….
Adderall xr side effects. Adderall treating anxiety in adults. Adderall and migraines. Adderall. Adderall treatment for bulimia. Lower back pain and adderall. Adderall 7.5….
how are you sir.i reading your gazal’s today. very good sir
સર, બને ગઝલો વાંચી ઘણી સરસ છે……..! અભિનંદન !!!
બને ગઝલો સરસ છે…!!
સર, આપ ની બને ગઝલો જબરદસ્ત છે. અભિનંદન !!
પાંપણો મીંચાય તો ઘોંચાય છે કેવી,
કાચ જેવું એક સપનું તૂટવાની વાત.
—————————
મેં ગઝલ માં જિંદગીનું દર્દ રેડ્યું છે,
ને તમે કહો છો હજી પણ ઘૂંટવાની વાત.
લોહી ના તંતુથી બંધાયો છું હું તો પણ,
કહી શકું છું ક્યાંક ભાગી છૂટવા ની વાત.
——————————
પરશુરામભાઈ , આ શેઅરો ખૂબ જ ગમ્યા.