છાત્રાલયના વિદ્યાર્થીઓની માનવસેવા – સંકલિત

[તા. 28 માર્ચ, 2008ના ‘ગુજરાત સમાચાર’ માંથી સાભાર.]

શું તમે પોતાનું એક ટંકનું જમવાનું છોડીને દર્દીઓને સારવાર અને ભોજન જમાડો ખરા ? આ વાત જરાક કોઈને અલગ લાગશે. પરંતુ આ વાત સાચી છે. મૂળ કેસરા ખાતે આવેલા આદિજાતી કન્યા-કુમાર છાત્રાલયનાં વિદ્યાર્થીઓ દર મહિનાનાં બીજા અને ચોથા રવિવારે પોતાનું સવારનું ભોજન ટાળીને દર્દીઓને સારવાર માટે મેડીકલ કેમ્પ અને ભોજનનું આયોજન કરે છે.

vidhyarthi

આ છાત્રાલય વિશે નટુભાઈ પટેલ કહે છે કે, ‘આ છાત્રાલયમાં ધોરણ-8 થી 12 સુધીનાં આદિજાતિનાં બાળકો રહે છે. આ વિસ્તારમાં દવાખાનું છે પરંતુ ત્યાં ફી ભરીને જવાનું થાય છે. તેથી બાળકો અમદાવાદથી ડૉક્ટરને બોલાવે છે. તેઓ સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી અહીં ગામડાનાં દર્દીઓને ચેકઅપ કરે છે. આ ઉપરાંત બાળકો પોતાનું એક ટાઈમનું જમવાનું જમતા નથી. તેમાંથી રહેલા પૈસા બચાવીને દર્દીઓને ખીચડી, શાક, કઢી, દૂધ જેવું ભોજન પણ જમાડે છે. તેઓનાં મતે માનવસેવા એ જ પ્રભુસેવા છે.’

અહીં ધોરણ-10માં ભણતો અશોક વસાવા કહે છે કે : ‘હું મૂળ સજનવાં ગામનો વતની છું. મારાં ગામમાં પણ રોગ થયો હોય કે તાવ આવ્યો હોય ત્યારે દવાખાને લઈ જવાની ઘણી જ તકલીફ પડતી હતી. આથી ઘણી વખતતો યોગ્ય સમયે દવાખાને ન જતા વ્યક્તિનું મૃત્યુ પણ થઈ જતું હતું. પરંતુ હવે આ કેસરાની આજુબાજુનાં ગામમાં દર્દીઓની પરિસ્થિતિ આવી ન થાય તે માટે આવું ભગીરથ કાર્ય શરૂ કર્યું છે, જેમાં ગામડેથી દર્દીઓ અહીં આવે છે. વધારે બિમાર વ્યક્તિ હોય તો હું અને મારાં મિત્રો તેમને રીક્ષામાં બેસાડીને લાવીએ છીએ. ઘણી વખત તો ઘરે પણ મૂકીને આવીએ છીએ. આ ઉપરાંત અહીં તેમને પ્રેમથી જમાડીએ પણ છીએ. સાચે જ આવું કામ કરવાથી ઘણી જ માનસિક શાંતિની અનુભૂતિ થાય છે.’

જ્યારે અમદાવાદથી આવતા તબીબ કહે છે કે, ‘અહીં બાળકો દ્વારા ઘણી જ ઉત્તમ કામગીરી કરવામાં આવી છે. તેમાં છાત્રાલયનાં શિક્ષકો અને ગ્રામજનોનો ઘણો જ સાથ સહકાર મળે છે. તેથી બીજા અને ચોથા રવિવારે અહીં આવવાનું મન થઈ જાય છે. આશરે 300 જેટલા દર્દીઓ અહીં સારવાર માટે આવે છે. ઘણી જ મોટી અને મહત્વની વાત છે. આવી જ રીતે મૂળ ખડા ઓખાની 18 વર્ષીય મીનાક્ષી વસાવા કહે છે કે : ‘મને દર્દીઓની સેવા કરવાનું ખૂબ જ ગમે છે. ખાસ તો તેમને જમાડતી વખતે એક અનોખો આનંદ મળે છે. જોકે આ દર્દીઓ માટે સવારે અમે ભોજન લેતા નથી. પરંતુ જ્યારે તેમને જમતા જોઈએ છીએ ત્યારે અમારી ભૂખ પણ સંતોષાઈ જાય છે. સાચે જ આવી સેવા કરવાથી મળતો આનંદ શબ્દોમાં વર્ણવી શકાય એવો નથી. હું રવિવારે વહેલી ઊઠીને જમવાનું બનાવવાનાં કામમાં મદદ કરું છું. ત્યારબાદ તેઓને જમવાનું પણ પીરસું છું. આ ક્ષણો મારી જિંદગીની ઘણી જ યાદગાર બની રહેશે.’

આ છાત્રાલયમાં શિક્ષિકા અને ગૃહમાતાનું કામ કરતાં કલાબેન પટેલ કહે છે કે : ‘આ છાત્રાલયમાં રહેતાં 160 બાળકો રહે છે. જેઓ મહિનાનાં બીજા અને ચોથા રવિવારે વહેલા ઉઠીને નાસ્તો કરી લે છે. પરંતુ ભોજન કરતા નથી. તેઓ પોતાનું ભોજન દર્દીઓને કરાવે છે, જે ઘણી જ મોટી વાત છે. અહીં સવારે 8 વાગ્યાથી લાઈન શરૂ થઈ જાય છે. જેમાં ઘણાં વયોવૃદ્ધ પણ હોય છે. તેઓને બેસાડવા, જમાડવા અને તપાસ કરવાનું કામ વિદ્યાર્થીઓ જાતે જ કરે છે. અહીં દર્દીઓને જમાડવાનો ખર્ચ આશરે રૂ. 3000 જેટલો થાય છે. જોકે 3 વાગ્યા બાદ બધાં જ ગામનાં લોકો પોતાનાં ઘરે જતા રહે ત્યારબાદ વિદ્યાર્થીઓ સાંજના પાંચ વાગે ભોજન કરે છે. આ બાળકો એવું માને છે કે : ‘આપણે જો કોઈને રોટલો આપીશું તો કોઈ આપણને રોટલો આપશે.’ તેવો જીવનનો મંત્ર રાખીને કામગીરી કરે છે.’

આવી રીતે આદિજાતિનાં બાળકો ભેગા મળીને ગામડાનાં દર્દીઓને સારવારની સાથે સાથે જમાડવાનું અને ઘર સુધી પહોંચાડવાનું પણ કામ કરે છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous નિંદા – દિનકર દેસાઈ ‘વિશ્વબંધુ’
ગુજરાતના પ્રાચીન કુંડો – ભૂપેન્દ્ર મો. દવે Next »   

14 પ્રતિભાવો : છાત્રાલયના વિદ્યાર્થીઓની માનવસેવા – સંકલિત

 1. ketul says:

  આને કેહવાય નિસ્વાર્થ સેવા………ફકત પૈસા ન જોતા માનવ ની સેવા

 2. Hema says:

  Lekh khub gamyo ane vidhyarathi ni seva kharekhar prasansaniy chhe.

  Hema

 3. pragnaju says:

  ‘આપણે જો કોઈને રોટલો આપીશું તો કોઈ આપણને રોટલો આપશે.’
  તેવો જીવનનો મંત્ર રાખીને કામગીરી કરે છે.’
  આવું આપણા આદિવાસીઓ સહજતાથી સમજે છે.

 4. anu says:

  ખુબ સરસ

  આને કેહવાય નિસ્વાર્થ સેવા અને માનવતા, મને પણ આવિ સેવા કરવાના મોકા ખુબ ઓછા મળે છે. પણ જ્યારે મોકા મળે છે ત્યારે હુ ચુક્તો નથિ પણ એનિ પાછ્ળ મારો સ્વાર્થ હોય છે.
  ખોટુ ના લગાડતા મારો મતલબ સેવા કરિએ એ પછિ નો આનન્દ પાછ્ળ છે. કારણકે આવા કાર્ય કર્યા પછિ મન ને જે શાન્તિ મળે છે એ લાખો કે કરોડો રુપિયા ખર્ચ કરિને પણ નથિ મળતિ.

  પણ આજના યુગ મા લોકો સેવા તો કરે છે પણ મેવા માટે. પણ આપણા દેશનિ મોન્ઘવારિ ગરિબો અને મધ્યમ વર્ગના લોકોને મજબુર કરે છે. અને આપણા દેશના સન્ચાલકો અને કાર્યકતાઓને પોતાના ખિસ્સાઓ ભરવાથિ ફુર્સદ નથિ.

  જો એમનામા માનવતા હોય તો આપણા દેશ ઉપર જે કર બોજો છે એ કદિ પણ ના થાય.

 5. ભાવના શુક્લ says:

  સાચો કર્મ આશ્રમ!!! આશ્રમો તો ઘણા સાંભળ્યા પણ શાળાના બાળકો દ્વારા ચલાવાતી આ પ્રવૃતિ ખુબ સરાહનીય છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.