એડમિશન – ગિરીશ ગણાત્રા

બપોરે રમણભાઈના ટેબલ પરની ફોનની ઘંટડી રણકી. રમણભાઈએ એ ફોન ઉપાડ્યો. એના અંગત મિત્ર વીરેન્દ્રભાઈનો ફોન હતો. થોડી ઔપચારિક વાતો કરી વીરેન્દ્રભાઈએ કહ્યું :
‘રમણભાઈ એક કામ પડ્યું છે.’
‘બોલોને ભાઈ, સૌનાં કામ કરવા તો બેઠા છીએ.’
‘તમારી બેન્કમાં જમુભાઈ ત્રિપાઠીનું ખાતું છે….’
‘મને ખબર નથી.’
‘અરે ! બૅન્કના મેનેજર થઈને તમારા ખાતેદારોની ખબર નથી ?’
‘મેનેજર ખરો, પણ તમામ ખાતેદારોનો મને પરિચય ન હોય. હા, ધિરાણ લેતા ખાતેદારોની જાણ હોય, પણ ચાલુ ખાતું કે બચત ખાતું ધરાવતા ખાતેદારો અનેક હોય એટલે, અને આમેય, અહીં બદલી થઈને આવ્યાને પૂરું વર્ષ પણ થયું નથી, એટલે તમામ ખાતેદારોને ઓળખતો પણ ન હોઉં. બોલો ને, શું વાત છે ?’
‘આ જમુભાઈ ત્રિપાઠી એટલે સંસ્કાર વિદ્યાલયના આચાર્ય, તમારી બૅન્કમાં સંસ્કાર વિદ્યાલયનું ચાલુ ખાતું છે. મને ખબર છે.’
‘તે એનું શું છે ?’
‘મારે તમારી પાસેથી એ ખાતાની કોઈ માહિતી નથી જોઈતી, પણ બેન્કના મેનેજર તરીકે એમના પર તમારો પ્રભાવ પડી શકે…. વાત એમ છે કે મારા પુત્રને એની શાળામાં એડમિશન જોઈએ છે, તમે જરાક દબાણપૂર્વક કહેશો તો વાત બની જશે, અને હા, કદાચ પાંચ-દસ હજાર ખંખેરવા પડે તો આપણે તૈયાર છીએ.’ કહી વીરેન્દ્રભાઈએ એના પુત્રની તમામ હકીકત રમણભાઈને લખાવી.

‘જુઓ વીરેન્દ્રભાઈ,’ રમણભાઈએ એક કાગળ પર વિગતો ટપકાવી કહ્યું : ‘હું જમુભાઈને ક્યારેય મળ્યો નથી. કરંટ ખાતાનો હવાલો સંભાળતા મારા અધિકારીને પૂછીને એની સાથે વાતચીત કરી તમને કહું.’
‘બને તો અત્યારે ફોન કરો ને ! એ શાળામાં જ હશે.’
‘સારું, પ્રયત્ન કરું છું, જે કંઈ થઈ શકે એવા બધા પ્રયત્નો કરી તમને જણાવું છું.’ વીરેન્દ્રભાઈ ફોન મૂકી, રમણભાઈએ કરંટ ખાતું ચલાવતા અધિકારીને ફોન પર સંસ્કાર વિદ્યાલયના ખાતા વિશે પૂછપરછ કરી. અધિકારીએ કહ્યું : ‘સર, ખાતું બરાબર ચાલે છે. જો કે બેલેન્સ બહુ રહેતું નથી, પણ એકાઉન્ટ સેટીસફેક્ટરી છે.’
‘એના પ્રિન્સિપાલ કે આચાર્ય કોઈ જમુભાઈ ત્રિપાઠી કરીને છે…’
‘સર, મારી સામે જ બેઠા છે.’ અધિકારીએ કહ્યું, ‘એમને મળવું હોય તો આપની પાસે લઈને આવું ?’
‘હા, આવો ને’ કહી રમણભાઈએ ફોન મૂક્યો.

થોડીવારમાં અધિકારી જમુભાઈને લઈને મેનેજરની કેબિનમાં પ્રવેશ્યા અને બંનેનો અરસપરસ પરિચય કરાવી જતા રહ્યા. અધિકારીની વિદાય બાદ રમણભાઈએ જમુભાઈને વિવેક કર્યો.
‘બોલો સાહેબ, શું લેશો ? ચા, કૉફી કે ઠંડું પીણું ?’
‘કશું જ નહિ.’ જમુભાઈએ વિવેકપૂર્વક જવાબ આપ્યો, ‘બિલકુલ સાદાઈભરી જિંદગી છે. શરીરની જરૂરિયાત મુજબ જ એને પીરસું છું, એને કોઈ ખોટી ટેવ પાડી નથી.’
ખાદીના પહેરવેશ ધારણ કરેલો જમુભાઈનો કસાયેલો દેહ જોઈ રમણભાઈએ કહ્યું : ‘કૉફી તો પીશો ને ?’
‘જી, ના, આ દેહને પાણીની જરૂર પડશે. એ મંગાવો’ કહી જમુભાઈ હસ્યા અને બોલ્યા : ‘મારું કંઈ કામ હતું ?’
‘એક નાનકડું કામ છે’ કહી રમણભાઈએ વીરેન્દ્રભાઈના પુત્રની તમામ વિગતો રજૂ કરતાં નુક્તેચીની કરી, ‘હું તો ગામમાં નવો છું પણ વીરેન્દ્રભાઈ મારા બાળપણના મિત્ર, એમનો અને મારો વર્ષોથી સંબંધ. આજે જ એનો ફોન હતો કે એના પુત્રને તમારી શાળામાં….’
‘જુઓ સાહેબ,’ જમુભાઈએ કહ્યું, ‘એના પુત્રને એડમિશન મળે એમ નથી. મારી પાસે એ ખૂબ દલીલો કરી ગયા.’
‘અભ્યાસમાં નબળો છે ?’
‘ના, છોકરો ઠીક ઠીક કહેવાય એવો હોશિયાર છે, પણ અમારી શાળામાં પ્રવેશ લેતાં પહેલાં અમે એમની એક લેખિત કસોટી લઈએ છીએ, એ કસોટીમાં એ પાર ઊતર્યો નથી.’
‘તમારું કસોટીપત્ર બહુ અઘરું હશે.’
‘એની તો મને ખબર નથી, કારણ કે અમે અભ્યાસને લગતો એક પણ પ્રશ્ન પૂછતા નથી, જો અભ્યાસના વિષયોની પરીક્ષા લઈએ તો સ્વાભાવિક છે કે હોશિયાર વિદ્યાર્થી જ પસંદ થાય. હોશિયાર વિદ્યાર્થીને ભણાવી સૌ કોઈ શાળા પોતાનું નામ ઊંચું રાખી શકે. એમાં શી ધાડ મારવાની છે ? અમારી કસોટી જરા જુદા પ્રકારની છે. એમાં અભ્યાસમાં નબળો વિદ્યાર્થી પણ પાસ થઈ પ્રવેશ મેળવી શકે છે.’
‘અચ્છા !’ રમણભાઈને નવાઈ લાગી : ‘એવું તે કેવું કસોટીપત્ર હોય છે ?’
‘અમે કેટલાક સવાલો દ્વારા વિદ્યાર્થીનાં વાણી, વ્યવહાર, વર્તન, સંસ્કાર, સંયમ અને ચારિત્ર્ય વગેરેની હકીકતો જાણી લઈએ છીએ; વિદ્યાર્થીએ જે જવાબ આપ્યા હોય તેને અમે મૌખિક પ્રશ્નો પૂછી ચકાસણી કરી લઈએ છીએ…..’
‘દાખલા તરીકે ? અર્થાત તમારા પ્રશ્નો કેવાં હોય છે ?’

‘હું પ્રશ્નનું ઉદાહરણ આપવાને બદલે તમને જ એક પ્રશ્ન પૂછું ?’
‘પૂછો.’
‘ધારો કે તમે તમારી પત્ની અને મા સાથે હોડીમાં પ્રવાસ કરો છો.’ જમુભાઈએ રમણભાઈની સામે તાકતાં પ્રશ્ન કર્યો : ‘હોડીમાં તમે ત્રણ જ વ્યક્તિ છો. પાણી ઊંડા છે. માત્ર તમને એકલાને જ તરતાં આવડે છે. આવા સંજોગોમાં, હોડી ઊંધી વળી જાય તો તમે પહેલાં કોને બચાવશો ? યાદ રાખજો કે તમે માત્ર એક જ વ્યક્તિને બચાવી શકવા સક્ષમ છો. હવે આપો મારા પ્રશ્નનો જવાબ.’
રમણભાઈ વિચારમાં પડી ગયા અને પછી જવાબ આપ્યો :
‘હું મારી માતાને બચાવવા પ્રયત્ન કરું.’
‘પત્નીને શા માટે નહિ ?’
‘જે માતાએ મને જન્મ આપ્યો, ઉછેર્યો, મોટો કર્યો…’ રમણભાઈ અહીં થોડા ગૂંચવાયા.
‘અચ્છા સાહેબ’ જમુભાઈએ ગંભીરતાપૂર્વક કહ્યું, ‘તમે જ્યારે પરણ્યા ત્યારે અગ્નિની સામે, સપ્તપદીના સૂત્રે પ્રતિજ્ઞા લીધી હતી કે હું મારા જીવના જોખમે મારી પત્નીનું રક્ષણ કરીશ. આ પ્રતિજ્ઞાનું શું ?’
‘એ પણ ખરું.’ રમણભાઈ ધીરેથી બોલ્યા.

‘બસ ત્યારે. અમે વિદ્યાર્થીઓના આચાર-વિચાર જાણવા આવા અઘરા તો નહિ પણ એવા પ્રકારનાં પ્રશ્નો પૂછી એના કુટુંબને, એના સંસ્કારને જાણવા પ્રયત્ન કરીએ છીએ. એ અભ્યાસમાં નબળો હોય તો એની અમે ચિંતા નથી કરતા. અમે એની પાછળ મહેનત કરવા બંધાયેલા છીએ… તમારા મિત્ર વીરેન્દ્રભાઈનો પુત્ર કસોટીમાં ખૂબ જ નબળો પુરવાર થયો છે.’
રમણભાઈ ચૂપ થઈ ગયા. થોડીવાર પછી ધીરેથી બોલ્યા : ‘વીરેન્દ્રભાઈ તમારી શાળાને ડોનેશન આપે તો ?’
જમુભાઈ હસ્યા અને જવાબ આપ્યો : ‘મારી શાળામાં વિદ્યાનો વ્યવહાર અર્થ સાથે સંકળાયેલો નથી. ધનથી તમે વિદ્યા નથી ખરીદી શકતા. અને એટલે જ હું અને મારો શિક્ષકગણ જેટલાને ભણાવી શકીએ એટલા જ વિદ્યાર્થીની સંખ્યા લઈએ છીએ, અમારી શાળાનું ફીનું ધોરણ પણ નીચું છે. મર્યાદિત સંખ્યા અને સારું શિક્ષણ એ અમારું ધ્યેય છે…’ અને પછી ઊભા થતાં બોલ્યાં : ‘માફ કરજો સાહેબ, પણ એક વાત કહું ? જે કુટુંબના વડીલ પૈસાના જોરે વિદ્યા ખરીદવા નીકળ્યા હોય એ કુટુંબના ફરજંદમાં કેવા સંસ્કાર હશે, એ તમે સમજી શકશો. વીરેન્દ્રભાઈનો પુત્ર એની કસોટીમાં કેમ અનુત્તીર્ણ થયો હશે એ તમે કલ્પી શકશો… રજા લઉં સાહેબ ?’

કેબીનની બહાર નીકળતાં જમુભાઈને પીઠ પાછળથી નિહાળી રહેલા રમણભાઈ વિચારમાં પડી ગયા કે જિંદગીમાં કોઈ ને કોઈ ઠેકાણે આવાં કેટલાંયે એડમિશન લેવાં પડતાં હશે, એ દરેક વખતે આવી જ કોઈ કસોટી રખાતી હોત તો ? કદાચ, જિંદગીની પરીક્ષામાં કોઈને નિષ્ફળ જવું ન પડે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મૂળને મજબૂત કરીએ – જયવતી કાજી
સોનાનું બેડલું-રૂપા ઈંઢોણી – અમૃતલાલ વેગડ Next »   

38 પ્રતિભાવો : એડમિશન – ગિરીશ ગણાત્રા

 1. Pinki says:

  વડીલ પૈસાના જોરે વિદ્યા ખરીદવા નીકળ્યા હોય
  એ કુટુંબના ફરજંદમાં કેવા સંસ્કાર હશે ?

  જીવનમાં નૈતિકતાનું મૂલ્ય સમજે,તે જીવનનું મૂલ્ય પણ જાણે….
  અને જીવનમાં આવતી કસોટીમાં પાર પણ ઊતરે…

 2. Narendra Shah says:

  very nice!!!

  Hope all school have same principal to give admission.

 3. sam says:

  ખૂબ સરસ કાશ બધા સાહેબ જમુભાઈ જેવા હોત

 4. કલ્પેશ says:

  જિંદગીમાં કોઈ ને કોઈ ઠેકાણે આવાં કેટલાંયે એડમિશન લેવાં પડતાં હશે, એ દરેક વખતે આવી જ કોઈ કસોટી રખાતી હોત તો ? કદાચ, જિંદગીની પરીક્ષામાં કોઈને નિષ્ફળ જવું ન પડે.

  સરસ.

 5. Kavita says:

  Very good story. Specially touching because we do not see this thinking now a days in our society. Our teachers (future society builder) are only interested in earning money. They are not honest so they cannot teach honesty to their students. Parents are also resposible for these.

 6. આવી કોઈ શાળા હજી અસ્તિત્વમાં છે ખરી? હવે તો ડોનેશન અને સર્ટીફિકેશન નો જમાનો છે અને બોલબાલા છે…

  અમારી વડોદરાની લાલ બહાદુર શાસ્ત્રી @ સંગમ ચાર રસ્તા કદાચ લોક સેવક મંડલે આવા જ કોઈક ઉદ્દેશ્યથી ચાલુ કરી હશે…..એ તો યાદ આવે તો થાય છે કે આવી શાળા અમારા બાળકોને મળશે કે કેમ?…

  સરસ વાત…..તમે હકીકત કહી છે…

 7. CA. JITENDRA J. TANNA says:

  ખુબ સરસ.

 8. NamiAnami says:

  I know a retired teacher who has done just the same but due to that has gone through a lot of professional and personal hardship through out his life. But even at that cost have never thought of doing otherwise. I know few of his students too (actually hundreds of them), ranging from working as labourer to minister and most of them have learned from him to be honest human being than anything else.

  We don’t even need the whole school like this story, just one teacher can do the magic too. But as the previouse article (સોનાનું બેડલું-રૂપા ઈંઢોણી – અમૃતલાલ વેગડ) indicates everybody in today’s society are judging others by money and power.

  Hope young generation read these two article to understand what is important in life, and older generation to change their view of life.

 9. Viren Shah says:

  Excellent story.

  In USA, it is a Seven Billion Dollar industry (One Billion equal to about Ten Crore, hence Seven Billion Dollar equals to 280 Crore Rupees) called a Self Help or Self Improvement.

  The motivational speakers like Anthony Robbins or Brian Tracy or Stephen Covey provides the inspiring speeches to people who enroll in their seminars. These speech actually does work. The attendees get out of the daily routine, start thinking on what they want to do in life and then execute. These motivational speakers make people self reliant and make them to do their soul search.

  Several people, stuck into a deep trouble of daily life if get such kind of help, they can beat the issues of life. The teachings of life make people to think in a different way. It changes the context. For example, if you think that life is a test then every single event now shall be evaluated based on this criteria. If you think life is a enjoyment, then again your view point for the same event will be different compared to a person who thinks life is test. This kind of thinking style and philosophy makes you to live life differently and look at each event differently.

  If there are schools which teach the way presented in this story, excellent. The country will produce personalities strong from inside and able to achieve hard and difficult goals. The economy thrives, people enjoy what they want to do, troubles of life don’t shake them, issues become opportunities and ultimately there is a progress, spiritual, mental and physical. The happiness shall be found which is ultimate goal of being a human.

 10. pragnaju says:

  વિરેનભાઈનું દિશાસૂચન પ્રમાણે અહીં થોડાએ એનો લાભ લઈ પોતાની જીંદગી સુધારી પણ છે
  Robbins’ philosophy asserts that fear often holds people back from achieving what they want with their life, and that fear is a more powerful motivator than desire or attraction. Walking safely on burning coals (with the correct preparation of the coals, and instruction of the participants) requires no special physical skills, you simply have to have the courage to brave it. Applying that same principle to other aspects of life can empower the individual to attempt tasks he or she would previously (erroneously) have considered impossible.

  Mastery University is promoted at the UPW seminar. Life Mastery, espouses Robbins’ ideas about what makes for a healthy lifestyle, and has in the past featured guest lecturers including Deepak Chopra and John Gray (U.S. author). Date With Destiny, the only Mastery event at which Robbins is present for the entire event, is said to be designed to help participants align their values so that they are not in conflict, but rather are aligned with the participant’s individual goals. Wealth Mastery teaches concepts which believers feel can facilitate financial wealth.

 11. Tejal says:

  good story

 12. Amit Lambodar says:

  I wonder…. who gave someone authority to decide something is right or wrong? what is the guarentee that the pupil studied in that school will never turn on to the other side of the society?

  who are we to “judge” a person? The whole process described is absurd. Please people let us first learn to accpet people as they are. Stop creating steoretypes (sheeps) in our schools and colleges.

  That is not education, that is production. Pandav and Kaurav learned from the same Guru, remember that.

 13. શાળા માં એ લોકો સંસ્કાર પણ ન સુધારી શકે? બાળકો તો ખૂબ સહેલાઈ થી નવી વસ્તુઓ શીખી જાય – પછી ભલે ગણીત હોય કે બીજુ કંઈ… મને તો જમુભાઈ ની શાળા સારી એવી કંટાળાજનક હોય એવું લાગે છે.

 14. jawaharlal nanda says:

  khubsurat, saras varta, kaik jivan ma utari shakay to aa lekh lekhe lagya no santosh lekhak kari shake ! aa pan ek samajseva chhe.

 15. Bhajman Nanavaty says:

  ઍક ટુંકી વાર્તા તરીકે એક સફળ વાર્તા. કેમકે લેખક ભાવકને વિચારતા કરી મુકે છે.
  શું સાચું ?
  પિતાના વ્યવહાર પરથી પુત્રને ઇવેલ્યુએટ કરવો ? એ ન્યાયે કોઇ ગાંધીજી ના પુત્ર હરિદાસને
  ઇવેલ્યુએટ કરે તો ?
  ઉદાહરણનો પ્રશ્ન તો વયસ્કોને પણ જવાબ આપવો અઘરો પડે તેવો છે. ખરેખર આ પ્રશ્નનો સાચો જવાબ શું ? આવા ગૂઢ સવલોના જવાબની અપેક્શા નાના બાળક પાસેથી રાખવી એ કેટલું યોગ્ય છે તે વિચારવું રહ્યું. બાળકનું મન એક અરીસા જેવું હોય છે. જેવું વાતાવરણ, તેવું પ્રતિબિંબ ! કદાચ સારી શાળામાં તેનું ઘડતર એક સારા નાગરિક તરીકે થઈ શક્યું હોત !

 16. “અમે અભ્યાસને લગતો એક પણ પ્રશ્ન પૂછતા નથી, જો અભ્યાસના વિષયોની પરીક્ષા લઈએ તો સ્વાભાવિક છે કે હોશિયાર વિદ્યાર્થી જ પસંદ થાય. હોશિયાર વિદ્યાર્થીને ભણાવી સૌ કોઈ શાળા પોતાનું નામ ઊંચું રાખી શકે. એમાં શી ધાડ મારવાની છે ? અમારી કસોટી જરા જુદા પ્રકારની છે. એમાં અભ્યાસમાં નબળો વિદ્યાર્થી પણ પાસ થઈ પ્રવેશ મેળવી શકે છે.”

  જેમ અભ્યાસમાં નબળો વિદ્યાર્થી પણ પાસ થઈ આ શાળામાં પ્રવેશ મેળવી શકે છે. તેમ સંસ્કારમાં નબળો વિદ્યાર્થી કેમ શાળામા પ્રવેશ ન લઈ શકે ? શાળા તેમને સંસ્કારી ન બનાવી શકે? આતો એમની વાતની વિરુધ્ધની વાત થઈ.. હોશિયાર વિદ્યાર્થીની જેમ સારા સંસ્કારી વિદ્યાર્થીને સૌ કોઈ ભણાવી દેશે.. પણ બાકીના વિદ્યાર્થીઓને સંસ્કારી , ચારિત્ર્યવાન આવી શાળા નહી બનાવે તો કોની પાસે આશા રાખવી ?

 17. Viren Shah says:

  Every school has its principles, like Stanford University may not admit everyone. The policy of school shall not be at question, it is to a discretion of the school itself.

  In one episode, Bart Simpsons (from “The Simpsons” series) was admitted to a another school and the school and the class were completely ruined.

  Possibly the policy of this school is based on a standard that is decided for the school to admit the students who have certain values in the life.

 18. ભાવના શુક્લ says:

  ન્યાયની દ્રષ્ટિએ બહુ યોગ્ય ન લાગે તેવુ વાર્તા ના વિચારોનુ કથન…
  બાળકો અભ્યાસની સાથે સાથે સંસ્કાર અને ચારીત્ર્ય ઘડતર પણ શાળા માથી મેળવે છે. બાળક પાસે અનુચિત અપેક્ષાઓ રાખવાને બદલે ખેલદિલિ રાખી સાચી સમજ તરફ કેળવી શકાય અને આ જવાબદારી માતા-પિતાની સાથે એક શિક્ષકની પણ નૈતિક રિતે બને છે. જેમાથી કોઇ શાળા, કોઇ નિયમો, કોઇ શિક્ષક બાકાત રહી શકે નહી. શિક્ષક તરીકેની મારી ટુકી કારકીર્દીમા પણ એવા કેટલાય નાજુક પ્રસંગો બન્યા છે જેમા મસ્તીખોર (બાળકોને અસંસ્કારી કહેવા યોગ્ય નથી લાગતા..) બાળકોનુ શિક્ષકની સહૃદયતાને કારણે હૃદય પરિવર્તન થયુ હોય અને ખરેખર સારા અને સાચા રસ્તે વળ્યા હોય.

 19. saurabh desai says:

  Comments are more intresting than the story…

 20. Sapna says:

  Excellent story.

 21. જ્યારે એમ કહેવાતું હોય કે શાળાએ વિદ્યાર્થીનું બીજું ઘર છે.. અને બાળકોને નૈતિક મુલ્યો જો ઘરમાંથી મેળવવાની અપેક્ષા રખાતી હોય તો શાળા પણ એ જ રીતે બાળકનું નૈતિક ઘડતર કરતી જગ્યા છે …

  સાહિત્યીક દ્રષ્ટીથી ભલે ટૂંકી વાર્તાના લક્ષણો ધરાવતી હોય પણ આ વાત વાસ્તવિકતાથી એટલી જ દૂર છે એવું મારુ માનવું છે…

 22. Green pill r 214 15mg oxycodone….

  Oxycodone 15mg….

 23. SHRUTI says:

  not up to the mark as of girish ganatra… the question asked in the example is not proper….. no body can answer bcoz wife and mother are equally important for any body’s life…..bad story

 24. Vaishali Maheshwari says:

  Interesting to read everyone’s views on this story.

  I read few comments that said that even if they provide quality education and teach good values in school, still students from that school can end up doing wrong deeds in their lives in the future. I agree with those commentors totally. But thinking this way, we cannot stop doing good.

  We can atleast make an effort for building a good society with good values. The school described in this story takes a test which is not educational, but in a way, it weighs the values. The example of question that they ask in the test given in this story is quite complicated, but hopefully they would be having easy questions for kids. I guess, this is a good way to give admissions.

  But again, in one comment I read that if kids who are not good at studies can be admitted to this school, then why not the kids who do not have good values can be given admission also? This is also a good argument. I guess, may be the Principal might have thought that a rotten apple in a box, spoils all the other apples. So, he might be afraid that if he admits a child having no values or lower values (according to his admission test), might degrade the values of other kids also.

  According to me, education wise if someone is weak or lagging behind, teachers can help their best to develop their interest in studies and try to make such students good enough in studies, but for inculcating values its little tough, surely not impossible. If the school continues to give admissions to all the students who have no values or lower values (according to the admission test), then may ratio of such students would be high.

  I wish we all should get the exact question paper that was used by this Principal for the admission test. May be looking at the question paper we will be able to evaluate the situation in a better way.

  Overall, it is little difficult to be on one side in this story, but still, I feel that this Principal is far more better than the other school Principals these days who are charging high donations for admissions. Today itself, I read in some newspaper that in Surat, when the economy is in recession, it has become difficult for Parents to spend huge amount of money to get admissions for their children.

  I feel pity to know that education is sold. Hope all teachers understand their responsibility and try to discard this evil of donations. Schools are taking enough tuition (fees) for the services that they are providing. Donations should not be allowed.

  Thank you Mr. Girish. Good topic to focus on.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.