કળીઓ મલકે ને…. – પીયૂષ પંડ્યા ‘જ્યોતિ’
રોજ સવારે કળીઓ મલકે,
આંગણ મારે પંખી ટહુકે,
સૌરભ સંગે મન્ન પ્રફુલ્લે,
પર્ણો પીળા શાખથી સરકે,
રોજ સવારે આશા મહેકે,
ઉમંગ સંગે તન-મન થરકે,
નિત નિત નૂતન રંગો કર્ષે,
તિમિર-તનાવ સમીપ ના ફરકે.
આંખે સુંદર સપનાં ઝબકે,
ભીતર તાલ વિરાટનો ધબકે,
ખરતે તારે ઉદાસી ખરે
ને સુરભીરાણી મીઠું રણકે.
Print This Article
·
Save this article As PDF
“રોજ સવારે કળીઓ મલકે,
આંગણ મારે પંખી ટહુકે,
સૌરભ સંગે મન્ન પ્રફુલ્લે,
પર્ણો પીળા શાખથી સરકે,”
reminded me of my backyard in India. I miss that feeling where i feel so close to nature and can hear music from each and every surrounding..life has been nothing but rush after money in canada.
Indiani yad avi gayi:(
મધુરી રચના-
આવો જ પૂર બહારમાં વસંતનો વૈભવ માણીએ છીએ
ધન્યવાદ્
સુંદર રચના!
hi,
i m minal vyas
i like this poem …….really its very nice………
Actuly i am a good poet ………and
i believe ….one poem is may be few lines but its perosn’s whole life ….
sweat and fast heart beats…..dreams……..feelings compose one poem……….
wht about those feeling …….word cant express them?
minal