આવું છું… – માધવ રામાનુજ
હું હમણાં આવું છું
– આ જરાક અંતર્ધ્યાન થઈને
પછી નવો અવતાર ધરીને
…………….. બસ, હમણાં આવું છું….
ટહુકા ગણી રાખજો થોડા,
સપનાં લણી રાખજો થોડાં,
દુ:ખ પણ વણી રાખજો થોડાં…
……….. થોડાં લખી રાખજો નામ-
…………થોડાં લખી રાખજો કામ-
– આ જરાક અંતર્ધ્યાન થઈને
પછી નવો અવતાર ધરીને
………… બસ, હમણાં આવું છું….
આંગણું એક રાખજો કોરું
અંતર એક રાખજો કોરું
આંસુ એક રાખજો કોરું….
…………. કોરાં લખી રાખજો સગપણ
…………. ભીનાં લખી રાખજો સાજણ
– આ જરાક અંતર્ધ્યાન થઈને
પછી નવો અવતાર ધરીને
………. બસ, હમણાં આવું છું….
Print This Article
·
Save this article As PDF
“પછી નવો અવતાર ધરીને
………… બસ, હમણાં આવું છું….”
જીવન અને મરન ની આજ કહાની છે. and writter made it sound so easy as “Ead is beginning of a new start”. Nice yet touching work
સુંદર ગીત માણ્યું
તેમા આ પંક્તીઓ ખૂબ ગમી
આંગણું એક રાખજો કોરું
અંતર એક રાખજો કોરું
આંસુ એક રાખજો કોરું….
…………. કોરાં લખી રાખજો સગપણ
…………. ભીનાં લખી રાખજો સાજણ
– આ જરાક અંતર્ધ્યાન થઈને
પછી નવો અવતાર ધરીને
સરસ ….સુદર અભિવ્યક્તિ…
ખુ…બ…જ….સુંદર રચના!ખરે ખર, ખૂબજ ગમી,
આવી રચનાઓ જવલ્લેજ જોવા-સાંભળવા મળેછે.
રઝિયા મિર્ઝા
દરેક ઇશ્વરિય પરિબળ પણ આવુ વિચારતુજ હશે ને!!!!
જેમ કૃષ્ણ ૧૦૦૮ રાણીઓ અને દ્વારીકાના વૈભવ વચ્ચે મનમા પોકારી રહેતો ગોકુળ, યશોદા અને રાધાનો સ્નેહ!
સુંદર
બહુ જ સુંદર રચના છે.
અભિનંદન