બેકારનું ગજવું – પ્રદીપ રાવલ

ઈશ્વર ડાળે ગુલાબ રાખે છે,
માણસ ઘઉંનો હિસાબ રાખે છે.

સંભાળ લે છે સદા મરણ એની
જીવતર જેને ખરાબ રાખે છે.

સુખ સાવ બેકાર શખ્સનું ગજવું,
તું કઈ ચીજનો રુવાબ રાખે છે !

એનું બગડે નહિ, કશુંય, કૈં, કદી,
જેને સમય લાજવાબ રાખે છે.

અટકશે ક્યાં જઈ દંભ માનવીનો ?
જે પોતાથી પણ નકાબ રાખે છે !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વિશ્વના અમર હાસ્ય પ્રસંગો – પી. પ્રકાશ વેગડ
દીકરી શીખી ગઈ, હું શીખું છું – ઉદયન ઠક્કર Next »   

26 પ્રતિભાવો : બેકારનું ગજવું – પ્રદીપ રાવલ

 1. એનું બગડે નહિ, કશુંય, કૈં, કદી,
  જેને સમય લાજવાબ રાખે છે

  what a thought….superb…

 2. pragnaju says:

  સરસ રચના
  અટકશે ક્યાં જઈ દંભ માનવીનો ?
  જે પોતાથી પણ નકાબ રાખે છે !
  વાહ્

 3. Hiral Thaker "Vasantiful" says:

  ઈશ્વર ડાળે ગુલાબ રાખે છે,
  માણસ ઘઉંનો હિસાબ રાખે છે.

  સરસ રચના

 4. અતુલ જાની (આગંતુક) says:

  સુખ સાવ બેકાર શખ્સનું ગજવું,
  તું કઈ ચીજનો રુવાબ રાખે છે !

  ખરેખર સુખ એ તો બેકાર શખ્સના ગજવા જેવું જ છે કે જેમાં ભરોસાપાત્ર એવું કશું ખાસ હોતુ નથી. અને આવા બેકાર શખ્સના ગજવા જેવા સુખનો રૂવાબ રાખવાનો પણ કશો અર્થ નથી.

  સુંદર રચના

 5. ભાવના શુક્લ says:

  સરસ રચના!!!

 6. Sapna says:

  ખુબ સરસ રચના
  અટકશે ક્યાં જઈ દંભ માનવીનો ?
  જે પોતાથી પણ નકાબ રાખે છે !

 7. hemendra shah says:

  “dikari moti” thai is very good realy after reading this all parents and grand parents know the their prograss.

  second “dambh kya atkse” realy in the world everyone thinks I am somthing. “dambh” understand is very dificult.

 8. Minu Doshi says:

  બહુ જ સરસ કેવુ બરાબર નથી લાગતુ..એનાથી બીજુ કઈ વિશેસ હોય તો મારે એ કહેવુ ચ્હે.. માનવ ક્યારે અહંકાર મુકસે??જો એ મુકે તો આપના મા રહેલો ઇશ્વર બહાર આવી જાય્…….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.