દીકરી શીખી ગઈ, હું શીખું છું – ઉદયન ઠક્કર

મને થયું લાવ
દીકરીને શીખવું
કુટુંબ એટલે શું

અમારી વચ્ચે આવા સવાલ – જવાબ થયા:
‘તારું નામ શું ?’
‘ઋચા ઠક્કર’
‘બકી કોણ કરે ?’
‘મમ્મી ઠક્કર’
‘ઘોડો-ઘોડો કોણ કરે ?’
‘પપ્પા ઠક્કર’
સાઈકલ પર કપડાંની ગઠરી લઈને કોઈ આવતું હતું
ઋચાએ સાદ કર્યો,
‘ધોબી…. ઠક્કર !’
ચોખાના દાણાથી યે હાઉસફુલ થઈ જાય
એવું પંખી હવામાં હીંચકે ચડેલું
ઋચાએ કિલકાર કર્યો,
‘ચકી ઠક્કર….’
દીકરી શીખી ગઈ
હું શીખું છું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બેકારનું ગજવું – પ્રદીપ રાવલ
હૃદયના સાદ – દિનેશ કાનાણી Next »   

32 પ્રતિભાવો : દીકરી શીખી ગઈ, હું શીખું છું – ઉદયન ઠક્કર

 1. Pinki says:

  very nice……….
  simply superb……….

 2. gopal parekh says:

  દીકરી જે શીખી એ શીખવામાં આપણને આખો જન્મારો પણ ઓછો પડે છે.

 3. જોરદાર વિચાર અને સરસ અભિવ્યક્તિ…

  તમે શીખો કે ના શીખો…..દીકરી દુનિયાની રીત-રસમોના જાળ માં આવશે અને આ ભૂલી જશે…….અને પાછી તેની દીકરી આવશે ત્યારે તે પણ કહેશે ….
  દીકરી શીખી ગઈ, હું શીખું છું…

  શું કહો છો…?

 4. hiten bhatt says:

  બધા જ માબાપો એ વાન્ચિ ને સમજવા જેવિ સુન્દેર કવિતા

 5. એટલેજ કહેવાયું છે બચ્ચે મન કે સચ્ચે!

 6. pragnaju says:

  સુંદર અભિવ્યક્તી
  ચોખાના દાણાથી યે હાઉસફુલ થઈ જાય
  એવું પંખી હવામાં હીંચકે ચડેલું
  ઋચાએ કિલકાર કર્યો,
  ‘ચકી ઠક્કર….’
  વધુ ગમી

 7. Hiral Thaker "Vasantiful" says:

  ખુબ જ સુન્દર…!

 8. heta says:

  beautiful…

 9. Himsuta says:

  ખુબ જ સુન્દર..ગાગર મા સાગર્…..દિકરિ શિખ નો દરિયો

 10. Navnit Parekh says:

  Very Nice. My grand daughter’s name is Ruchi Parekh. See says dada’s name Navnit Parekh . i say Ruchi shikhi gai.

 11. Mahesh Vyas says:

  Vasudhaiv kutumba kam ni bhavana mota thata kevi rite jati rahe chhe e vat par vichaar karato kari mukyo.

 12. ભાવના શુક્લ says:

  સમગ્ર વિશ્વ મારુ કુટુમ્બ!!!! આતો બધાએ શિખવાનુ..

 13. Hema says:

  Balko ne man to badha ena potana ane pota jeva j hoy chhe pan thoda mota thay atle vadilo j ana man ma aa aapna ane ola paraka, ane aa kevay ane ola ne n kevay avu sikhavadi bhed bhav na ropa rope chhe. Aagal jata pote sikhavadel potane j nade chhe.

 14. Manan says:

  ખુબ જ સુંદર….

 15. devendra soni says:

  અતિ સુન્દર્

 16. devendra soni says:

  અતિ સુન્દર્.આથિ જ કહેવાયુ કે બાલક ભગ્વાન ના અવ્તાર ચ્હે.

 17. devendra soni says:

  આથિ જ કહેવાયુ કે બાલક ભગ્વાન ના અવ્તાર ચ્હે.

 18. Paresh says:

  ખુબ જ સુંદર

 19. preksha says:

  Excellent! No words to appreciate the thoughts.

 20. Utkantha says:

  વાહ્! સાચે જ બાળકથી મોટો કોઇ ગુરુ નથી. નહિ? સાથે ફોટો પણ ખૂબ સરસ છે.

 21. બહુજ સુન્દર..
  અમારે ત્યાં ચૈતન્ય જ્યારે નાના હતા એમને ઘર ના કોઈ પણ સદસ્ય નો નામ પૂછતા ત્યારે એ પણ એમજ કહેતા હતા.. પાપા નાહર, દાદીજી નાહર…. 🙂

 22. Vijay Dharria says:

  બાળક પાસેથી ઘણુ શીખવાનુ હોય છે. એની નોનસેન્સમા ઓલસેન્સ હોય છે. એને ગુરુ બનાવીએ
  તો બીજા ગુરુ શોધવા ન પડે.

 23. Mukund ’'MADAD’’ says:

  ખુબ જ સુન્દર.

 24. nirlep says:

  very nice.

 25. Mukund Desai-"MADAD" says:

  ખુબ જ સરસ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.