હૃદયના સાદ – દિનેશ કાનાણી
બંધ ઘરમાં રોજ તારી યાદ લઈને જાઉં છું
યાદ લઈને જાઉં છું, હું ચાંદ લઈને જાઉં છું.
હું ખરેખર ભાગ્યશાળી થઈ ગયો છું એટલે
જ્યાં જાઉં છું ત્યાં બધે વરસાદ લઈને જાઉં છું.
એકલો ને એકલો એકાંતમાં હું જાઉં છું
મૌન છું ને મૌનના સંવાદ લઈને જાઉં છું.
સાવ ખાલી જાત લઈને ક્યાંય પણ જાતો નથી
જ્યાં જાઉં છું ત્યાં હૃદયના સાદ લઈને જાઉં છું.
હું કરું છું ઉર્મિઓની કાયમી આરાધના
ને ગઝલની આરતી પરસાદ લઈને જાઉં છું.
આ સભાની રોશનીમાં હું બધાના હોઠથી
એક સરખી એક તરફી દાદ લઈને જાઉં છું !
Print This Article
·
Save this article As PDF
તમ સહુની દાદ ને હું કાન દઈ
ફરિયાદ ને મુકામ તક લઈ જાઉ?? છું!!
Dineshbhai,
Pardon me if I offended you, but this line came to my mind as I read your creation.
Though my favourite from your lines is the one with the use of “Aradhana” as that happens to be my favourite word usage.
” હું કરું છું ઉર્મિઓની કાયમી આરાધના… ”
This remains my forever favourite signature…on my EMail,
upaasanaa, saadhanaa, aaraadhanaa and the meaning of darshanaa….
http://www.behindthename.com/php/view.php?name=darshana
Upasana —- sitting near an indwelling divinity
Sadhana -–- self-refinement
Aradhana — altruist action for the welfare of all beings
always enjoy reading what Mrugeshbhai uploads on
“www.readgujarati.com”.
Thank you Mrugeshbhai,
Darshana Mehta
આ સભાની રોશનીમાં હું બધાના હોઠથી
એક સરખી એક તરફી દાદ લઈને જાઉં છું !
વાહ રચનાને
ખુમારીવાળા વિચારને
હૂ પણ કરું છું ઉર્મિઓની કાયમી આરાધના!!
આ સભાની રોશનીમાં હું બધાના હોઠથી
એક સરખી એક તરફી દાદ લઈને જાઉં છું !
……………………………………………..
બહુ મોટી વાત કહી દીધી અહિ!!!!
એકલો ને એકલો એકાંતમાં હું જાઉં છું
મૌન છું ને મૌનના સંવાદ લઈને જાઉં છું.
really,beutiful lines..touchbl thoughts..
એક જ શબ્દ ને બે વાર કૈ રીતે ઉપયોગ કરવો એ કોઇ આપની પાસેથી સીખે..
good work…
એકલો ને એકલો એકાંતમાં હું જાઉં છું…
really,beutiful lines..touchbl thoughts..
એક જ શબ્દ ને બે વાર કૈ રીતે ઉપયોગ કરવો એ કોઇ આપની પાસેથી સીખે..
good work…