જિંદગાની – ઈશ્વર સુથાર ‘શિલ્પી’

રોમે રોમ ફરતી જિંદગાની છે !
મોડી કે વહેલી એ જવાની છે !

દશ્યો પણ હકીકત છે અનુભવની
એ હૃદય-ખરલમાં ઘૂંટવાની છે !

સમજણ પણ ટહુકે ડાળ પર બેસી
છાયા એક દી’ તો છોડવાની છે !

પડદા આંખના ખોલો જવાનીના
ચૂરેચૂર તો કાયા થવાની છે !

છે કામણ ભરેલાં રૂપ ને માયા
એથી પર મજાને માણવાની છે !

ને ફૂલો સમી મ્હેંકી રહી ક્ષણક્ષણ
ના એ રણ બનાવી કાપવાની છે !

માણસની ઉપેક્ષા થાય માણસથી
આલમ ના કદીયે માનવાની છે !

જાજરમાન છે વાર્ધક્ય ‘શિલ્પી’નું
ચાહી જિંદગી સન્માનવાની છે !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હૃદયના સાદ – દિનેશ કાનાણી
સ્વપ્ન સરોવર – રમેશ ઠક્કર Next »   

7 પ્રતિભાવો : જિંદગાની – ઈશ્વર સુથાર ‘શિલ્પી’

 1. Pinki says:

  સુંદર વાત…….

  સમજણ પણ ટહુકે ડાળ પર બેસી
  છાયા એક દી’ તો છોડવાની છે !

  જાજરમાન છે વાર્ધક્ય ‘શિલ્પી’નું
  ચાહી જિંદગી સન્માનવાની છે !

 2. sujata says:

  manas ni upeksha thaay manavthi
  aalam na kadiye manvani che…………bahuj sachot vaat kari che………

  abhaar Mrugeshbhai……..

 3. pragnaju says:

  સરસ રચના
  દશ્યો પણ હકીકત છે અનુભવની
  એ હૃદય-ખરલમાં ઘૂંટવાની છે !
  પડદા આંખના ખોલો જવાનીના
  ચૂરેચૂર તો કાયા થવાની છે !
  સહજતાથી કહેવાયલું સનાતન સત્ય!

 4. ભાવના શુક્લ says:

  સરસ રચના!!

 5. BRIJESH says:

  its so wonderful.

 6. BRIJESH says:

  its so beautiful .will u pls send me the other poem on my e mail id.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.