બે ગઝલો – સંકલિત

[1] અવગણી છે – આતિશ પાલનપુરી

વાત એની ક્યાં અમોએ અવગણી છે ?
તોય પણ એની નજર મારા ભણી છે.

એ અચાનક આમ આવી જાય પાછાં,
એમને રોકો, હજી વાતો ઘણી છે.

જે ખરું લાગે હમેશાં એ જ કરવું,
કોઈએ પણ ક્યાં કદી ઈચ્છા હણી છે ?

આવવા ના દે પવન સરખોય ઘરમાં,
કોણ જાણે કેમ આ ભીંતો ચણી છે ?

જિંદગી છે મૃત્યુની ‘આતિશ’ અમાનત,
પારકી હોવા છતાં ખુદની ગણી છે.

.
[2] સ્વભાવ છે – ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

દરિયો વિશાળ છે ને નાની જ નાવ છે,
છોડી દે યાર આ તો જૂઠ્ઠો બચાવ છે.

રસ્તાની વાત છે, તો કરવા જ પડે દોસ્ત,
આગળ પછી તો જેવો જેનો સ્વભાવ છે.

સારે છે આંસુઓ તું ઝાકળ સ્વરૂપે રોજ
ઈશ્વર ભલા તને આ કોનો અભાવ છે ?

આવે નહીં તો જાય બીજે ક્યાં આ ચાંદની ?
ખેતરના માંચડા પર મારો પડાવ છે.

એને જરાય એના કદથી ન માપ તું
જેવી છે, જેવડી છે, અંતે તો વાવ છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આપણે સહુ સરખાં ! – રીના મહેતા
વિચારમંથન – સંકલિત Next »   

14 પ્રતિભાવો : બે ગઝલો – સંકલિત

 1. sujata says:

  saare che aansu zakad swaroope roz
  Ishwar bhala tane sheno abhaav che……….wht an imagination! wahwah…..
  dhnya cho kaviraj……..

 2. jignesh says:

  બહુ સરસ છે.

 3. સારે છે આંસુઓ તું ઝાકળ સ્વરૂપે રોજ
  ઈશ્વર ભલા તને આ કોનો અભાવ છે ?

  ખૂબજ સરસ…

 4. pragnaju says:

  બેઉ ગઝલો સરસ
  જિંદગી છે મૃત્યુની ‘આતિશ’ અમાનત,
  પારકી હોવા છતાં ખુદની ગણી છે.
  આતિશની હ્રુદય સ્પર્શી વાત
  આ નારાજની ઉદારતા
  સારે છે આંસુઓ તું ઝાકળ સ્વરૂપે રોજ
  ઈશ્વર ભલા તને આ કોનો અભાવ છે ?
  યાદ આવ્યા–જયંત પાઠક
  પહાડથીયે કઠ્ઠણ મક્કમ માણસ છે;
  દડદડ દડદડ દડી પડે ભૈ, માણસ છે.
  પૂજાવા ઝટ થયા પાળિયા, માણસ છે;
  ટાણે ખોટ્યું પડે, પડે ભૈ, માણસ છે.

 5. milind patel says:

  બહુ જ સઆરિ રહિ

 6. Ashish Dave says:

  Too goooood…
  Ashish Dave
  Sunnyval, California

 7. ભાવના શુક્લ says:

  વાહ!! સરસ રચનાઓ.
  સારે છે આંસુઓ તું ઝાકળ સ્વરૂપે રોજ
  ઈશ્વર ભલા તને આ કોનો અભાવ છે ?

 8. jay says:

  “સારે છે આંસુઓ તું ઝાકળ સ્વરૂપે રોજ
  ઈશ્વર ભલા તને આ કોનો અભાવ છે ?”

  ખરેખર દોસ્ત,
  ખુબ જ સરસ…..

  હ્રદય ખુશ થઇ ગયુ….

  ***જય***

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.