વિચારમંથન – સંકલિત

[1] મનનું સર્વીસીંગ – ‘વિચારવલોણું’

દિવસ દરમ્યાન કેટલોક સમય એવો રાખીએ જેમાં નોકરી, કારકિર્દી, પ્રતિષ્ઠા, પૈસો, સંબંધો બધાથી દૂર થઈને રહીએ.

રોજ સવારે સૂર્યોદય સમયે કે એ પહેલા ખુલ્લા વાતાવરણમાં, બની શકે તો વૃક્ષો વચ્ચે ફરવા જઈએ. સાથે વોકમેન કે મોબાઈલ નહીં. ચાલતી વખતે પ્રયત્નપૂર્વક ઊંડા શ્વાસ લઈએ. આ દરમ્યાન કોઈ વાતો નહીં, કોઈ ‘હાઈ’, ‘હેલ્લો’ નહીં. આસપાસના લોકોથી અલિપ્ત. પક્ષીઓના અવાજ સાંભળીએ. ફૂલોની સુગંધ ઓળખીએ. વૃક્ષોનું-ફૂલોનું સૌંદર્ય માણીએ. ઋતુ પ્રમાણે વૃક્ષોમાં થતા ફેરફારો નોંધીએ. પારિજાત, કરેણ, બૂચનાં ફૂલો વીણીએ.

ધૂળમાં પડેલાં પક્ષીઓનાં, કૂતરાનાં, બાળકોનાં, પુરુષોનાં, સ્ત્રીઓનાં પગલાંની ભાત જોઈને એમને ઓળખવા પ્રયાસ કરીએ. હવામાં રહેલી ઠંડકને, ભીનાશને અનુભવીએ. હવાની લહેરખીના સ્પર્શને અનુભવીએ. ચંપલ-બુટ કાઢીને રેતી, પથ્થર, ઘાસનો સ્પર્શ માણીએ.

ખબર છે કે આપણને કેટલાં પક્ષીઓના અવાજ ઓળખતા આવડે છે ? કેટલાં ફૂલોની સુગંધ ઓળખતા આવડે છે ? કેટલાં વૃક્ષોને જોવાથી ઓળખીએ છીએ ? ક્યા વૃક્ષને ક્યા મહિનામાં કેવાં ફૂલો આવે છે ? એવું કશુંક કરીએ જે આખા દિવસ દરમ્યાન નથી કરવાના. પ્રકૃતિ સાથે બેનપણાં કરીએ. આનાથી મનનું સર્વીસીંગ થશે. હળવાશ અનુભવશો.

[2] કેળવણી – બબલભાઈ મહેતા

બાળકને વાંચતાં, લખતાં અને ગણતાં શીખવવું એટલે શિક્ષણ થયું એવો શિક્ષણનો એક ગલત અને અધૂરો ખ્યાલ સમાજમાં દઢ થયો છે. આપણે એ ભૂંસવો જોઈશે. બાળક આંખથી બરાબર જોતાં શીખે, કાનથી બરાબર સાંભળતા શીખે, જીભથી બરાબર બોલતાં શીખે, હાથથી બરાબર કામ કરતાં શીખે, પગથી બરાબર ચાલતાં શીખે, સ્પર્શને બરાબર પારખતાં શીખે, સ્વાદને બરાબર ઓળખતાં શીખે, બુદ્ધિથી સારાખોટાનો વિવેક કરતાં શીખે – આ શિક્ષણ કે કેળવણી થઈ. આને ઈન્દ્રિયો ને મનની કેળવણી કહેવાય. એકલું અક્ષરજ્ઞાન એ સંપૂર્ણ કેળવણી નથી. બાળક એને સોંપેલું કામ જવાબદારીપૂર્વક કરતું થાય, સુંદર રીતે કરતું થાય; એને ગાતા આવડે, રમતાં આવડે, નાચતાં આવડે એ પણ શિક્ષણ છે. બાળક જોઈ-સાંભળીને આ બધું શીખે છે.

કેટલાંક માબાપ બાળકને ઝટપટ લખતો-વાંચતો કરવા અધીરાં થઈ જાય છે, અને એના કુમળા મન ઉપર વ્યર્થ બોજો નાખે છે. એથી બાળકનો સ્વાભાવિક વિકાસ નથી થતો. યોગ્ય કાળે યોગ્ય વસ્તુ શીખવવી એ કેળવણીનું મહત્વનું સૂત્ર છે. રોટલીના લોટની કણક જેટલી કેળવાય છે એટલી રોટલી સારી થાય છે. રોટલાના લોટની પાણી સાથે જેટલી એકરસતા સ્થપાય છે તેટલો રોટલો સારો થાય છે. એ રીતે બાળકને પણ નાનાં મોટાં કરવા જેવાં કામો વારંવાર કરવાની ટેવ પડે છે એમ એ કામો કરવાની એની કુશળતા વધતી જાય છે. સાથે સાથે એનો આત્મવિશ્વાસ પણ વધતો જાય છે.

નાનું બાળક વિચારની ઝીણવટમાં ઓછું ઊતરતું હોય છે. એ જે કામ કરે તેમાં એકાગ્ર થઈ જાય છે. એથી એનું કામ સુંદર થાય છે. આમ એકાગ્ર થઈને કામ કરવાની સુંદર ટેવ એની કેળવણીનું મહત્વનું અંગ બની જાય છે. આગળ જતાં એમાં વિચારની સૂક્ષ્મતા ઉમેરાતી જાય છે એમ સોનામાં સુગંધ ભળતી જાય છે. પ્રવૃત્તિ એ બાળક માટે સહજ હોય છે. એટલે એની કેળવણીની શરૂઆત પ્રવૃત્તિથી જ થાય છે. એટલે બાળકની પ્રવૃત્તિઓ કે ક્રિયાઓનું નિરીક્ષણ કરીને એ કાળે એને કઈ પ્રવૃત્તિની જરૂર છે એ શોધવાનું માબાપ અથવા શિક્ષકનું કામ છે. એ વખતે એને યોગ્ય પ્રવૃત્તિ તરફ વાળવામાં આવે તો એનો યોગ્ય વિકાસ થઈ શકે છે.

[3] ગુસ્સા પર કાબૂ કેમ મેળવવો ?

(1) કોઈની પણ ટીકા, નિંદા, ફરિયાદથી દૂર રહો. આ ત્રણે ચીજો એકલી કે સાથે મળીને ગુસ્સા માટેની પ્રાથમિક ભૂમિકા રચી આપે છે.

(2) પહોંચી નહીં વળતાં, પોતાની જાત પર અને સાથેસાથ સામેવાળા પર ગુસ્સો કરવાની પરિસ્થિતિ પેદા જ ન કરવી હોય તો જરૂર પડે વેળાસર ‘ના’ કહેતા શીખો.

(3) ગમતું કામ સ્વીકારો, તો કદી ગુસ્સો નહીં આવે.

(4) જેને તમે બદલી ન શકો તેનો સ્વીકાર કરો. જો કોઈ રીતે એનો સ્વીકાર કરી ન શકો તો પૂરી નિષ્ઠાથી કોશિશ કરીને એમાં પરિવર્તન આણો. ખાલી બખાળો, બેઉ પક્ષે ગુસ્સો જ વધારે છે.

(5) મનમાં કોઈ પ્રશ્ન જાગે તો પૂછતાં ખચકાશો નહીં. પૂરતી જાણકારીને અભાવે તમે પોતે જે લોચો મારીને બેસશો, તે પછીથી તમારા ગુસ્સાનું કારણ બની રહેશે.

(6) ગુસ્સે થયેલા માણસને વધારે ગુસ્સે કરવાની ભૂલ ન કરશો. એનો ગુસ્સો ખરેખર તો તમને વધારે ગુસ્સે કરી મૂકશે. આવું નહીં થવા દેવા માટે ક્ષમા માંગતા શીખો. ક્ષમાથી એનો ગુસ્સો ઘટશે, પરિણામે તમારો ગુસ્સો વધવાની સંભાવના જતી રહેશે.

(7) જેને તમે કશુંય નુકશાન પહોંચાડી શકો તેમ નથી એની પર વ્યર્થ ગુસ્સો ના કરો. એવો ગુસ્સો બૂમરેંગ બની વધુ હાનિ તો, તમને જ કરે છે.

(8) સાંભળતા શીખો. પૂરી વાત સાંભળ્યા વિના કૂદી પડવાની આદત, સામાને પહેલા ગુસ્સે કરે છે અને તે પછી તમને પણ !

(9) ગુસ્સામાં હો તો ચૂપ થઈ જાઓ. ત્યારે ટેલિફોન કે પત્રના જવાબ આપશો નહીં.

(10) દ્વિધા માણસને ગુસ્સે કરે છે એટલે ઝડપથી કોઈ નિર્ણય પર આવી જાઓ. ભૂલ થશે તો સુધારી લેવાશે પણ દ્વિધામાં રહી, ગુસ્સે થઈ અથડામણમાં ઊતરશો તો બાજી બગડી બેસશે.

(11) સામાની માત્ર ભૂલો જ ના જુઓ. એની સારી કામગીરીની પણ અવશ્ય નોંધ લો. આ ટેવ તમને, ગુસ્સાને નિયંત્રણમાં લેવા માટે ચોક્કસ ઉપયોગી થશે.

(12) સામાન્ય રીતે, કોઈપણ સાધારણ માણસ, સાંભળેલી વાતના માત્ર વીસ ટકા જ યાદ રાખી શકે છે. આ માટે જ, ભૂલકણા માણસ પર ગુસ્સો કરવાનું ટાળો. જરૂર પડે લખીને કામ આપો.

(13) તમામ પ્રકારના ગુસ્સાનો શ્રેષ્ઠ ઉપાય છે, કામે લાગી જવાનો, તમે તમારે ભાગે આવતું કામ, જવાબદારીપૂર્વક જેવું હાથ ધરશો કે તરત જ તમારો ગુસ્સો ઠંડો પડવા માંડશે.

પ્રતિપળ પ્રસન્ન રહેવા માટે, ગુસ્સા પરનું નિયંત્રણ જેટલું જરૂરી છે એટલી જ જરૂરી છે ચિંતામુક્તિ. નકરી સ્વાર્થવૃત્તિની પકડમાંથી જેટલું વધારે છૂટાય તેટલી ચિંતા ઓછી થાય એ તદ્દન સ્વાભાવિક ઉકેલ છે.

[4] માનસિક-સ્વાસ્થ્ય માટે સોનેરી સલાહો.

– જરૂરિયાત ઓછી કરો.
– મિત્રતા કેળવો.
– કોઈક એવા અંગત મિત્ર બનાવો કે જેની પાસે તમે તમારી લાગણીને વાચા આપી શકો.
– ખોટા દિવાસ્વપ્ન જોવાનું ટાળો.
– તમારી ક્ષમતા અને આવડત પ્રમાણે આગળનું વિચારો.
– કામ માટે સમયપત્રક બનાવો અને વળગી રહો.
– તાત્કાલિક નિર્ણય કરવા પડે તેવું ટાળો.
– પૂરતી ઉંઘ અને પૌષ્ટિક ખોરાક લો.
– વ્યસનથી દૂર રહો.
– પ્રાણાયામ, ધ્યાન, યોગ તમારા માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે.
– તમારી જાતમાં વિશ્વાસ રાખો.
– ભગવાને જે આપ્યું છે તેનો સ્વીકાર કરો.
– તમારી ખામીઓને ઓળખો અને સ્વીકારો.
– તમારી સરખામણી અન્ય સાથે ક્યારેય ન કરો.
– સમસ્યાથી દૂર ભાગવાને બદલે હિંમતથી તેનો સામનો કરો.
– તમારા કામનો આનંદ ઉઠાવો અને પ્રમાણિક બનો.
– સામેની વ્યક્તિ ગુસ્સો કરે ત્યારે તેણે આવું શું કામ કર્યું તે સમજો.
– મનને હળવું રાખવા વિવિધ શોખ કેળવો જેમ કે વાચન, સંગીત, ફોટોગ્રાફી, પ્રવાસ વગેરે.
– પૈસા જિંદગીમાં જરૂરી છે, પરંતુ પૈસાને એટલું મહત્વ ન આપો કે જેનાથી તમારી જિંદગી હલી જાય.

[5] એ ખોટ કેમ પુરાશે – વિકાસ વર્તુળ પરિવાર

એકવાર દિલ્હીથી લખનૌ જતી ટ્રેનમાં એક ધર્મગુરુને વચ્ચેના નાના સ્ટેશનેથી લખનૌ જવાનું હતું. કોઈપણ કારણે મોડું થઈ ગયું. સ્ટેશને પહોંચ્યા તો ટ્રેન આવી ગઈ હતી. ભાગ્યે જ બે ચાર માણસો ટિકિટ લેવા આવતા હોય, કે બીજા ગમે તે કારણ હોય, પણ ટિકિટબારી બંધ થઈ ગઈ હતી. સ્ટેશનમાં દાખલ થતી વખતે દરવાજે ઊભેલ માણસને એમણે પૂછ્યું : ‘સાહેબ, મારી પાસે ટિકિટ નથી. અને આ ટ્રેનમાં લખનૌ પહોંચ્યા વિના મારે છૂટકો નથી. આપ મને ટિકિટ આપશો ?’
સ્ટેશન માસ્તરે કહ્યું : ‘ટ્રેન ઉપડવાની તૈયારીમાં છે. તમે સીધા અંદર ગાર્ડ પાસે પહોંચી જાઓ. એ બધો બંદોબસ્ત કરી દેશે.’

ધર્મગુરુ ગાર્ડ પાસે પહોંચ્યા અને પોતાની મુશ્કેલીની વાત કરી. ગાર્ડ એમને ઓળખી ગયો અને કહ્યું, ‘મહારાજ, આપ અહીં મારા ડબ્બામાં જ બેસી જાઓ. બધી વ્યવસ્થા થઈ જશે. ચિંતા ન કરો.’ ધર્મગુરુ બેસી ગયા. લખનૌ આવ્યું ત્યારે તેમણે ટિકિટના પૈસા તથા દંડ ભરવાનો હોય તો એના પૈસા આપવા માંડ્યા.
ગાર્ડે કહ્યું : ‘હું તો આપના શિષ્ય જેવો છું. આપના લેખો અને પુસ્તકોનું સતત વાંચન કરું છું. આપના પૈસા લેવાના હોય ? ટ્રેનમાં તો રોજ હજારો માણસો મુસાફરી કરે છે. એક વધુ કે એક ઓછાથી કોઈ ફેર પડતો નથી.’
ધર્મગુરુ ગાર્ડ સામે તાકી રહ્યા, ‘તમે મારા લેખો અને પુસ્તકો વાંચતા હશો. પરંતુ માફ કરજો, એ સમજ્યા હો એમ મને લાગતું નથી. એક ટિકિટ લેવાથી કે નહિ લેવાથી સરકારને કદાચ ખોટ નહિ જાય પણ મને કેવડી મોટી ખોટ જશે ? જિંદગીભર મને મળતા બધા જ પૈસાનું દાન કરી દઈશ તો પણ એ ખોટ નહિ પુરાય. તમે મને જવા દેશો. સરકાર મને કશું જ નહિ કરે પણ સરકારના સરકારને (ઈશ્વર) હું શું જવાબ આપીશ ? મહેરબાની કરી મારી પાસેથી ટિકિટના અને દંડ થયો હોય એના પૈસા લઈ લો.

હું નાનો હતો ત્યારે અમારા ઉસ્તાદ (ગુરુ) આવી વાતો કરીને અમને પૂછતા, આ આસમાનને કોઈ ટેકા નથી છતાં કેમ ટકી રહ્યું છે ? પછી કહેતા કારણ કે આવા સત્યવાદી, પ્રમાણિક, નેકદિલ માણસો ધરતી પર વસે છે. એમના ટેકાથી એ ટકી રહ્યું છે !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બે ગઝલો – સંકલિત
અસ્મિતાપર્વ વિશેષ – મૃગેશ શાહ Next »   

20 પ્રતિભાવો : વિચારમંથન – સંકલિત

 1. Dhaval B. Shah says:

  “આ આસમાનને કોઈ ટેકા નથી છતાં કેમ ટકી રહ્યું છે ? પછી કહેતા કારણ કે આવા સત્યવાદી, પ્રમાણિક, નેકદિલ માણસો ધરતી પર વસે છે. એમના ટેકાથી એ ટકી રહ્યું છે !” બહુ જ સરસ.

  નાના બાળકોની કેળવણી માટે કોઇ સારા પુસ્તકો જણાવશો?

 2. meghna says:

  Really Nice,

  enjoyed.

 3. સરસ વાતો, મજા આવી…સુંદર સંકલન

 4. Ami Patel says:

  Nice collection!

  Dhavalbhai,

  I dont have much idea of what exactly you require, but I have 2 books called “સફળ માતૃત્વ ના સાત કદમ” and “બાળકો છે પ્રભુના પયગંબરો” and they are really nice. I got it from “Arvind Aashram, Baroda”.

 5. pragnaju says:

  સરસ વિચારૉનું સંકલન
  ‘મનનું સર્વીસીંગ ‘,”ગુસ્સા પર કાબૂ કેમ મેળવવો ?’ અને માનસિક-સ્વાસ્થ્ય માટે સોનેરી સલાહો.
  તો ખૂબ સરસ. ધન્યવાદ ામીબેનને

 6. Ramesh Patel says:

  જીવનની સાચી ફીલોસોફી સમજાવી,સંત વાણી જેવી હિતકારી સુંદર લેખમાળા આપવા બદલ અભિનંદન.
  રમેશ પટેલ(આકાશદીપ)

 7. Dhaval B. Shah says:

  Amiben,
  Can you please provide more details if I wish to get the books “સફળ માતૃત્વ ના સાત કદમ” and “બાળકો છે પ્રભુના પયગંબરો”

  My requirement was in context of author’s statements “કેટલાંક માબાપ બાળકને ઝટપટ લખતો-વાંચતો કરવા અધીરાં થઈ જાય છે, અને એના કુમળા મન ઉપર વ્યર્થ બોજો નાખે છે. એથી બાળકનો સ્વાભાવિક વિકાસ નથી થતો. યોગ્ય કાળે યોગ્ય વસ્તુ શીખવવી એ કેળવણીનું મહત્વનું સૂત્ર છે. ”

  Also the author says “પ્રવૃત્તિ એ બાળક માટે સહજ હોય છે. એટલે એની કેળવણીની શરૂઆત પ્રવૃત્તિથી જ થાય છે. એટલે બાળકની પ્રવૃત્તિઓ કે ક્રિયાઓનું નિરીક્ષણ કરીને એ કાળે એને કઈ પ્રવૃત્તિની જરૂર છે એ શોધવાનું માબાપ અથવા શિક્ષકનું કામ છે. એ વખતે એને યોગ્ય પ્રવૃત્તિ તરફ વાળવામાં આવે તો એનો યોગ્ય વિકાસ થઈ શકે છે.”

  So I am in search of books that will explain me about a kid’s “pravrutti” and overall growth and not limited to bookish knowledge.

  Hope you got my point.

 8. Ashish Dave says:

  Really nice

  Ashish Dave
  Sunnyvale, California

 9. ભાવના શુક્લ says:

  ગુસ્સા પર કાબુ મેળવવાના બધાજ UPAAYO સરસ છે.

 10. satvik shah says:

  ખુબ ખુબ સરસ…. જીવન નો જાણે થાક ઉતારવા માટે જ આ શબ્દો અહીં મારા માટે જ ઉતારવા માં આવ્યા હોય એવી પ્રતિતી થઈ. ખુબ મજા પડી ગયી.

 11. Sugar daddy. says:

  Sugar daddy 101….

  Sugar daddy scrapbooking kits. Girls looking for sugar daddy. Russia pictures sugar daddy marriage. Sugar daddy. Application sugar daddy. Sugar daddy 101….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.