આચમન

શ્વાસ – પૂ. મોરારિબાપુ

શ્વાસ ખૂટી જાય
અને
ઈચ્છા બાકી રહી જાય
એ મૃત્યુ
તથા
શ્વાસ બાકી હોય
અને
ઈચ્છા ખૂટી જાય
એ મોક્ષ !
************************
રજમાત્ર – કીર્તિકુમાર પંડ્યા

રજમાત્ર
મલિનતા
ઈશ્વર સ્વીકારતો નથી
એટલે
એ ફૂલોને પણ ઝાકળથી ધૂએ છે.
************************
પાનખર – મૃગેશ શાહ

ફ્લાવરવાઝ માં
ગોઠવેલું
એક પ્લાસ્ટિકનું પાંદડું
તૂટીને નીચે પડ્યું…
મને થયું
પાનખરનો પ્રભાવ કેટલો !
************************
આત્મહત્યા – નારાયણ જોષી

જ્યારે
કોઈ વૃદ્ધ માતાને
યુવાન પુત્રના
શબ પાસે બેસી
ક્રુર આક્રંદ કરતી જોઉં છું
ત્યારે….
થાય છે કે… લાવને હું જ જીવતો ઊભો થઈ જાઉં શબમાંથી.
************************
ભીંત – કમલ વોરા

દૂરની ક્ષિતિજે
આથમી જતા
સુર્યને
ભીંત
ઊંચી થઈથઈને
જુએ છે.
************************
ગુલમ્હોર – વિનોદ ગાંધી

ગુલમ્હોર શો મ્હોર્યા કરું છું એટલે
જિંદગીભરનો ઉનાળો તેં દીધો ?
************************
કાફલો – સદાશિવ વ્યાસ

તમે જેને
કાફલો કહો છો
એ તો ખરેખર –
ભૂલા પડેલા
માણસોનું ટોળું છે.
************************
મુક્તક – ચંપકલાલ વ્યાસ

પિતાની ઝૂંપડી મધ્યે
પાંચ પુત્રો વસી શકે,
પુત્રોના પાંચ મહેલોમાં
પિતા એક સમાય કે ?
************************
એક દિવસ – નિરંજન યાજ્ઞિક

એક દિવસ –
માણસનો ‘મ’ નહીં હોય,
ઝાડનો ‘ઝ’ નહીં હોય,
પંખીનો ‘પ’ નહીં હોય,
નહીં હોય યંત્રોનો ‘ય’
કે નહીં હોય ટૅન્કોનો ‘ટ’
પણ ત્યારેય –
કવિતાનો ‘ક’ હશે !
************************
કવિ એટલે – મધુકાન્ત મકવાણા ‘ગુલાબ’

તમે મને પૂછ્યું કે,
કવિ એટલે શું……?
હું જવાબ આપવા
હોઠ ખોલું તે પહેલાં
બાગમાં એક કોયલ
ટહુકો કરી ઊડી ગઈ…..
************************
પુનર્જન્મ – ભૂપત નાનસી

ગઈકાલની ‘મૃત્યુનોંધ’માં
તમે મારું નામ વાંચ્યું
પછી તમારા ચહેરા પર
હર્ષની જે ચમક ઊગી હતી
તેમાંથી
હું આજે
ફરી જન્મ પામ્યો છું.
************************
એક કાવ્ય – રાજેન્દ્ર સોનગરા

પર્વતે
પગથિયા સાથે
નવો સંબંધ શોધી લીધો છે
ને હવે
સૂમસામ કેડીયું
વળ ખાય છે
મારી આંખમાં
************************
નિદાન – ફિલીપ કલાર્ક

ગઈ કાલે
લોકશાહીના પેટમાં
સખત
દુ:ખાવો ઊપડ્યો.
ડૉકટરે,
તપાસીને કહ્યું :
“પેટમાં”
સત્તાની ગાંઠ છે.
************************
કન્યા – ભરત કાપડીઆ

શમણામાં વસતી કન્યાને
આલ્બમનું પાનું બનતાં
કેટલો સમય લાગતો હશે?
************************
પારસ – ગિરીન જોશી

હવે
પારસને ખુદમાં
શંકા જાગી છે……
તેથી એ શોધે છે
લોખંડના માણસો…..
************************
શાવર – પ્રેરણા લશ્કરી

બાથરૂમમાં
વરસતાં
શાવરે જ
મને કહેલું કાનમાં
કૃત્રિમ વરસાદને
ચોમાસું ન માની લેવાય.
************************
રેઈનકોટ – બકુલ દવે

સંબંધોની મૌસમના
પહેલા વરસાદમાં
આપણે ભીંજાયા હતા
ત્યારે
મને ક્યાં ખબર હતી
કે તેં રેઈનકોટ પહેર્યો છે…..
************************
પગલાં – પ્રફુલ્લ વિશ્વનાથ

તારા વિચારોમાં
લીન હોઉં છું
ત્યારે
મારી આસપાસ
સંભળાય છે
દુર્વાસાનાં પગલાં.
************************
આઝાદી – રંગનાથન્

અર્ધી રાતે
આપણે મેળવી હતી
આ આઝાદી.
સવાર
હજી સુધી નથી થઈ !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મૂઠી ઊંચેરા નાગરિકો – મીરા ભટ્ટ
કોણ – અઝીઝ કાદરી Next »   

14 પ્રતિભાવો : આચમન

 1. Rakesh Chavda says:

  short but very good series of poetry. I liked it very much. thanx to all writers

 2. Vimal Mandalia says:

  Sundar shirshak hethal sundar rachnao

 3. Satvik Shah says:

  Kuch Khatta – Kuch Mitta

 4. Kunal says:

  mrugesh bhai ne satat subhechchhao aapto rahu chhu……….ane aa muktako ane haaikuo no sangrah kharekhar khub j saras chhe…ahi gujarat ane saacha gujaratio thi dur rahevaano je vasvaso ane ek jaat ni je becheni raheti hati saahitya thi dur thai javaanaa lidhe……..te readgujarati.com khub j sundar rite dur kari rahi chhe……………

  bas biju shu kahu??
  keep doing the good work ane gujarati saahitya ne vishwa ma vasata saahitya premio ne pahochadvaa badal ek naanaa amthaa maanas no aabhaar ane haardik shubhechchao.

 5. Axresh says:

  Heart touching.

 6. thakkar dhiraj says:

  subhan allah massa allah………..

 7. ACHMAN maro favourite vibhag che.so nice ,excellent.but why same?if possible roj navu navu apata raho.

 8. vivek desai says:

  aha ! ghanij sari tunki kavy pankti o ! vachi ne anand ave tevi.

  vivek desai, dubai

 9. gopal parekh says:

  gagar man sagar jevi kavitao vanchvaman bahu j maja aavi

 10. nayan panchal says:

  બધી જ રચનાઓ ખૂબ જ સરસ. થોડામાં ઘણુ.

  નયન

 11. અતુલ જાની (આગંતુક) says:

  અરે વાહ, જેણે ગંગાજળનું જરાક જેટલું જ આચમન પણ ખરા ભાવથી લીધુ છે, તેની ચર્ચા યે યમરાજા કરી શકતા નથી. રોજ થોડું આચમન આ રીતે લેવાઈ જાય તો પછી મૃત્યુનો ભય શો ?

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.