કોણ – અઝીઝ કાદરી

[ રીડગુજરાતી.કોમને આવી સુંદર કૃતિ મોકલવા બદલ જાગૃતિબહેન નો ખૂબ ખૂબ આભાર ]

જોવું છે આજે એટલી હિંમત કરે છે કોણ ?
મોજાંથી બાથ ભીડીને સાગર તરે છે કોણ ?

ચિંતા નકામી સાંજ સવારે કરે છે કોણ ?
મરવાનું જો થશે તો મરીશું, ડરે છે કોણ ?

આવે છે યાદ કોણ ? તને સાંભરે છે કોણ ?
સાચું કહી દે, તારી નજરમાં ફરે છે કોણ ?

આંસુ વહી રહ્યાં છે યુવાનીમાં આંખથી,
હમદર્દ કોણ થાય છે ! પાલવ ધરે છે કોણ ?

કોરી રહ્યું છે કોણ કળીઓનાં કાળજાં,
બાગોમાં ભરવસંતે સિતમ આચરે છે કોણ ?

વાગે છે હૈયે હાથનાં કીધાંનું દોસ્તો,
આ ન્યાય કેવો ! કોણ કરે છે ભરે છે કોણ !

લોકોની હું “અઝીઝ” કરું છું ચકાસણી,
મિત્રો રહ્યા છે કેટલાં, શત્રુ ઠરે છે કોણ !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આચમન
નવા વાચકો માટે…. : તંત્રી Next »   

11 પ્રતિભાવો : કોણ – અઝીઝ કાદરી

 1. nayan panchal says:

  સરસ.

  “આ ધરતી છે, ટોળાઓથી ભરેલી,
  જોઈએ, ટોળામાંથી માનવ મળે છે કોણ?”

  નયન

 2. અતુલ જાની (આગંતુક) says:

  વાહ કાદરી ભાઈ વાહ! અને નયન ભાઈને પણ દાદ દેવી પડે.

 3. Abhishek says:

  This poem is good there is too many things to understand

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.