વાચકોની કૃતિઓ – સંકલિત
[1] હાઈકુ – ધીરજલાલ શાહ (હ્યુસ્ટન, ટેક્ષાસ)
ડાયરો જામે
ચોતરે, બોખા હસે
ખડખડાટ
અમાસ રાતે
તારાઓ, દીવો લઈ
ચંદ્રને શોધે !
આવે પવન
ખરે પાંદડા, ઊડે
નીચે પડેલાં.
ઘડિયાળનું
લોલક, છે જીવન
માનવી તણું.
[2] ખજુરી – સુચિત્રા ત્રિવેદી (પુના, ભારત)
આ જીવનના રણમાં એકલી,
ઊભી રહેલી છે આ ખજુરી.
ઝાંઝવાના સાગરમાં રહેલી,
આશાઓના વરસાદમાં ન્હાયેલી,
સપનાઓની કલ્પ્નાથી ભિંજાયેલી,
કલ્પનાઓના પૂરમાં તણાયેલી,
એકલી અટૂલી છે આ ખજુરી,
કોણ જાણે ક્યારે આવશે ભરતી,
ઓટમાં પણ આનંદ ખજુરી.
.
[3] પગલાં – નવીનચંદ્ર કડકિયા (ટોરેન્ટો, કેનેડા)
જેમ જેમ હું આગળ ચાલુ, પાછળ પડતાં પગલા;
પગલા ઉપર પગલાં પડતા, જાય ભૂસાતા પગલા.
ઉલ્ટા સુલ્ટા અવલા સવલા, ભેદી ભરમ પગલા;
પાસા કદીક ફેરવી નાખે, એવા કોઈના પગલાં.
દીલમાં કેવું તોફાન જગાવે, કોઈના છપ્પર પગલાં
તો છૂપો છૂપો આનંદ આપે, કોઈના કુમકમ પગલા.
ભયની પછેડી પહેરી ફરતા, કોઈના ધીમા પગલાં;
કોઈના ઘરે ખાતર પાડી, સંતાતા ચોર પગલાં.
કાલ ક્રમેના કોઈના રહેતા આ સંસારે પગલા;
તો યે કેવી છાપ મધુરી છોડી જાતાં પગલા.
ધન્ય થઈ એ ધરા પ્રભુ! જયાં પડ્યા પૂનિત પગલાં;
તીર્થ બનીને પાવન કરતાં, જાય પૂજાતા પગલા!
.
[4] કાંટા વાગતા નથી – ચૈતન્ય શાહ (અમદાવાદ)
ફુલોથી ઘવાયેલાઓને કાંટા કદી વાગતા નથી
ઝેર પીધેલાઓને અમૃતના ઘુંટ ભાવતા નથી.
એમ ના માનશો તમારા વિના અમે જીવતા નથી
એક બે ઘા ખાવાથી એમ કાંઈ અમે મરતા નથી.
આજ ખાધી છે એવી ઠોકરો કદી પણ અમે ખાતા નથી
કારણ વગર એમ શરાબ પણ કદી અમે પીતા નથી.
હૃદયના જખ્મો જ્યાં સુધી પુરેપુરા પાક્તા નથી
હૃદયની વાત કદી પણ કોઈને અમે કહેતા નથી.
દિલની રોશનીમાં રૂપાળા ચહેરા ઓળખાતા નથી
દરેક રૂપાળા ચહેરામાં વફાનાં ગુણ દેખાતા નથી.
‘પરેશાન’ હૈયુ બાળી નાખ્યા પછી પણ તમે રોતા નથી
તમને ખબર નથી કે હૃદયની આગના ધુમાડા હોતા નથી.
Print This Article
·
Save this article As PDF
હૃદયના જખ્મો જ્યાં સુધી પુરેપુરા પાક્તા નથી
હૃદયની વાત કદી પણ કોઈને અમે કહેતા નથી.
અનુપમ કૃતિ છે.
બધી કૃતિઓ ઉત્કૃષ્ટ કક્ષાની છે.ગમી. આભાર !
સરસ કૃતિઓ
સરસ વાચવા જેવી રચનાઓ….
ચૈતન્ય, તારી બધી કૃતીઓ માની આ એક સુન્દર રચના છે. મને તારા બધા કાવ્યો ગમે છે પણ આ ગઝલ પ્રત્યે થોઙો પક્ષપાત છે, કારણ કે આ તાર પૂરી ગઝલ છે.
The “Khajuri” poem is really good… Especially when someone has composed this in 11th standard. Keep up the good work suchita…. I have always liked your write ups….
hu hamana thij aa site vishe janto thayo 6u pan lage 6e mane aa badhi rachanao aano aadi banavi deshe..
khubj sundar……