ક્ષિતિજ – રઝિયા મિર્ઝા ‘રાઝ’
[‘ક્ષિતિજ’ ગુજરાતી-હિન્દી કાવ્ય-ગઝલ સંગ્રહમાંથી સાભાર. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે રઝિયાબેનનો (પેટલાદ, ગુજરાત) ખૂબ ખૂબ આભાર. પુસ્તકપ્રાપ્તિની વિગતો કાવ્યોના અંતે આપવામાં આવી છે.]
[1] અંકુર
હું તો હજુ નાનું અંકુર,
સુંદર આ ઉપવનનું.
હું ન જાણું ભેદ જગતના,
કરતું રહું સદા મનનું.
મારા આ કોમલ હૃદયમાં,
નથી ધરમના ભેદ.
હીંચકા લઉં કોમળ ડાળી પર,
હરી લઉં મન સૌ જનનું.
દૂર રહે મુજથી ઓ કંટક,
મન ને તું સમજાવ.
શો ભેદ છે ઊંચ-નીચનો,
કહી ને ન ભડકાવ.
તું રહીશ સદા કાંટાળો
હું ફૂલ બનીશ કોઈ સ્વજનનું.
હું તો હજુ નાનું અંકુર,
સુંદર આ ઉપવનનું.
.
[2] જીવન
દુ:ખમાં જો જીવી જાણું,
સુખમાં છકી ન જાઉં,
ધ્યેય જો આ જીવનનો તારો,
ઈજારો મળી જશે…
ભૂલ્યાંને માર્ગ આપીશ,
દુખિયાંનું દર્દ વહેંચીશ,
તું એકલો ભલે હો,
સહારો મળી જશે.
હિંમત ન હારજે તું,
પીછે ડગ ન માંડજે તું,
બસ ચાલતો જ રહેજે,
કિનારો મળી જશે.
ચાંદો જો સાથ છોડે,
સૂરજ જો હાથ છોડે,
તુજને આ ‘રાઝ’ ‘તારા’
હજારો મળી જશે.
[કુલ પાન : 80. કિંમત રૂ. 60. પ્રાપ્તિસ્થાન : રઝિયા મિર્ઝા, બી-6, ખ્વાજાનગર સોસાયટી, સાઈનાથ રોડ, ગુ. હાઉસીંગની બાજુમાં, પેટલાદ-388450. જી. આણંદ. ફોન : + 91 2697 225509.]
Print This Article
·
Save this article As PDF
સુંદર રચનાઓ
આ પંક્તીઓ ગમી
હિંમત ન હારજે તું,
પીછે ડગ ન માંડજે તું,
બસ ચાલતો જ રહેજે,
કિનારો મળી જશે.
શો ભેદ છે ઊંચ-નીચનો,
કહી ને ન ભડકાવ.
તું રહીશ સદા કાંટાળો
હું ફૂલ બનીશ કોઈ સ્વજનનું
સુંદર શબ્દો … લખતા રહો …
Well said…
Ashish Dave
Sunnyvale, California