સંસ્કારધન – ચંદ્રકાન્ત રાવ

મા બાપનો એકનો એક દીકરો વ્યોમ બી.ફાર્મ. થઈ સ્ટુડન્ટ વીઝા પર અમેરિકા ગયો. ડાહ્યો ને સંસ્કારી યુવાન હતો વ્યોમ; પણ વિદેશ જવાની હવા એવી જોરદાર હતી કે વ્યોમને પણ ગમે તેમ કરી પરદેશ જવાનો મોહ હતો. પોતાના પ્રેમ કે સ્વાર્થને માબાપે પુત્રની પ્રગતિ કે એની મહેચ્છાઓની આડે ન આવવા દીધાં, એટલે વ્યોમનું કામ પ્રમાણમાં સરળ રહ્યું. અલબત્ત, હીરાબહેનની ઈચ્છા જરા ઓછી જ હતી, પણ ધર્મેન્દ્રભાઈએ પુત્રની પ્રગતિમાં આડે ન આવવા અને સમયને અનુકૂળ થવા પત્નીને સમજાવી લીધી. વળી, એથી પુત્રી રચનાના સુખદ ભાવિનાં દ્વાર પણ સહેલાઈથી ખુલશે એમ સમજાવ્યું. પતિની વાત પત્નીના મનમાં ઊતરી ગઈ અને રડતી આંખે છતાં હસતે મુખે દીકરાને પરદેશ જવા એમણે સંમતિ આપી દીધી. મધ્યમ વર્ગના એક બેંક અધિકારી એવા ધર્મેન્દ્રભાઈએ લોન લઈને પુત્ર માટે આર્થિક વ્યવસ્થા કરી હતી. જો કે નાના કુટુંબ અને પતિ-પત્નીના વ્યવસ્થિત જીવનને કારણે એમની પાસે ઠીક ઠીક બચત પણ હતી, એટલે ભાવિની પણ કશી ચિંતા નહોતી. બી.કૉમમાં અભ્યાસ કરતી દીકરી રચનાનાં લગ્ન પણ સમય આવ્યે સારી રીતે ઉકેલાઈ જશે એવી પતિ પત્નીને ખાતરી હતી. એમ થતાં પછી એમને જોઈએ પણ શું બીજું ? પછી તો ‘નાનો સંસાર… સુખી સંસાર’ નો સુખદ અનુભવ કરી ઉત્તરાવસ્થામાં સાચા અર્થમાં શાંતિથી જીવવાનું જ ને ?

બી.ફાર્મ. થઈ અમેરિકા ગયેલો શાણો ને સંસ્કારી વ્યોમ અમેરિકા જઈ ત્યાં જરૂરી વિશેષ યોગ્યતા માટે કૉલેજમાં તો જોડાયો જ, પણ સાથે સાથે જે મળી તે નોકરી કરી પોતાનો ખર્ચ પણ કાઢવા લાગ્યો. વ્યોમની સાથે એક અમેરિકન યુવતી પણ કામ કરતી હતી. નામ હતું એનું વિન્સી. સુંદર, તંદુરસ્ત વિન્સીનું આકર્ષક મુખ, માંજરી આંખો ને અણિયાળું નાક એની પ્રતિભાને ચાર ચાંદ લગાવતાં હતાં. વળી એ ઉદ્ધત કે ઉછાંછળી નહોતી, એટલે વ્યોમને એ ખૂબ ગમતી. વ્યોમ પણ સ્વભાવે અને દેખાવે સૌને ગમી જાય એવો જ હતો, એટલે બંને જણને સાથે કામ કરતાં કરતાં નોકરીનો થાક કે કંટાળો ન આવતાં. પરસ્પરનો સહવાસ બંનેને ગમતો.

પણ વિન્સીનો એક કેનેડિયન બોયફ્રેન્ડ હતો, જે કમાવા કરતાં વાપરતો વધારે, ને સ્વભાવે લુચ્ચો હોવાથી વિન્સીની ભલમનસાઈનો દુરુપયોગ કરી એની મહેનતની કમાણીના ઘણા પૈસા ઉડાવી દેતો. બાકી વિન્સીની એને કશી પડી નહોતી. આથી વિન્સીને કાયમ પૈસાની ખેંચ રહેતી. ક્યારેક તો એણે વ્યોમ પાસે ઉછીના પૈસા લેવા પડતા, જે એને પોતાને પણ ન ગમતું. પણ ભલી વિન્સી સ્વાર્થી કેનેડિયન બૉયફ્રેન્ડનું ખંધાપણું ન સમજી, છતાં ગાડી ગબડતી હતી. જો કે આવા સ્વાર્થી મિત્રથી સાવધ રહેવા વ્યોમે એક-બે વાર વિન્સીને સૂચન કર્યું હતું.

થયું એવું કે થોડા જ સમયમાં વિન્સીના બૉયફ્રેન્ડનો સ્વાર્થી સ્વભાવ ખુલ્લો પડી ગયો. કારણ વિન્સીની તબિયત એકાએક બગડી. પ્રારંભિક સારવાર છતાં કશો ફેર ન પડ્યો. ડોક્ટરો વિન્સીના વિચિત્ર રોગને પારખી ન શક્યા. ઘણા ઉપચારો ને પ્રયોગો કર્યા છતાં કોઈ ઉપાય કારગત નીવડ્યો નહોતો. વિન્સીનો પેલો કેનેડિયન બૉયફ્રેન્ડ તો ક્યારનોય અદશ્ય થઈ ગયો હતો. એ તો ક્યારેય ‘કેમ છો ?’ પૂછવાય ફરક્યો નહતો. જો કે વ્યોમે વિન્સીની સંભાળ લેવા ખૂબ પ્રયત્નો કર્યા, પોતાની બચતમાંથી થોડા પૈસા વિન્સી માટે ખર્ચ્યા ને એને હિંમત, આશ્વાસન આપ્યાં, પણ દર્દીની તબિયત કોઈ રીતે દાદ દેતી નહોતી. ત્યારે વ્યોમે બિમાર વિન્સીને બે ઉપાય સૂચવ્યા : ‘યોગ અને યોગેશ્વર (શ્રીકૃષ્ણ)’. યોગના લાભ વ્યોમ જાણતો હતો, પોતે પણ થોડા યોગ પ્રયોગ નિયમિત કરતો હતો, તે વિન્સીને બતાવ્યા અને ભગવાન પર સંપૂર્ણ ભરોસો રાખી ચિંતા ન કરવા સૂચવ્યું. શ્રદ્ધા અને આત્મવિશ્વાસ કોઈ પણ શારીરિક દુ:ખને દૂર કરવામાં ઘણો મોટો ભાગ ભજવે છે એમ જણાવ્યું. વિન્સીને એથી ઘણી શાંતિ મળી. પણ શારીરિક મુશ્કેલી તો એવી હતી કે કશું ખાવાપીવામાં ય એને રસ નહોતો રહ્યો. લેટેસ્ટ ટૅકનોલોજી છતાં અમેરિકન ડોક્ટરો વિન્સીની બીમારી ન પારખી શક્યા !

વિન્સીનાં માતાપિતા મધ્યમવર્ગના સજ્જન અમેરિકનો હતાં. વિન્સી તેમનું એકમાત્ર સંતાન હતી. એના પિતા અંગ્રેજી નવલકથાઓ લખતા, પણ ખાસ નામના નહોતી. વિન્સી માટે મોંઘી દવાઓ અને સારવાર એમને પોષાય તેમ નહોતાં એટલે તે ખૂબ લાચારી અનુભવતાં હતાં. વ્યોમ પણ આર્થિક મદદ તો કેટલી કરી શકે ? અમેરિકામાં તો બિમારી મોતથીય મોંઘી હોય છે ! પણ વ્યોમને યાદ આવ્યું : ભારતમાં પોંડિચેરી આશ્રમમાં આયુર્વેદિક પદ્ધતિથી ઘણા રોગના ઉપચાર થાય છે અને ત્યાં અમેરિકા કરતાં તો લગભગ ચોથા ભાગનો જ ખર્ચ થાય. એણે દેશમાં પોતાના માતાપિતા સાથે વિગતે વાત કરી આખી પરિસ્થિતિ સમજાવી અને શારીરિક તથા આર્થિક રીતે થોડું ઘસાઈને પણ આ માનવતાનું કાર્ય આપણે કરવું જોઈએ એમ કહ્યું. ધર્મેન્દ્રભાઈએ તરત હા પાડી અને વિન્સીને તાત્કાલિક ભારત મોકલવા સૂચવ્યું. વિન્સી તથા એનાં માતાપિતા તો આ સંસ્કારી ને નિ:સ્વાર્થી યુવકથી એટલાં પ્રભાવિત થઈ ગયાં કે આખી હકીકત એમને જાણે સ્વપ્નવત લાગતી !

વિન્સી પ્લેનમાંથી ઊતરી ત્યારે ઍરપોર્ટ પર વ્યોમનાં માતાપિતા હાજર હતા. એ તાત્કાલિક વિન્સીને લઈ પોંડિચેરી પહોંચ્યાં ને ત્યાં આયુર્વેદિક હોસ્પિટલમાં એને દાખલ કરી. પોતે એની કાળજી માટે ત્યાં રહ્યાં. જો કે થોડા દિવસ રહી હીરાબહેન પાછાં ગયાં. આશ્રમના દવાખાનામાં વિન્સીની આયુર્વેદિક અને યૌગિક ટ્રીટમેન્ટ શરૂ થઈ. એની સેવામાં એક ખાસ નર્સ રહેતી. ધર્મેન્દ્રભાઈ જોઈતો બધો જ ખર્ચ કરતા અને પુત્રને ચિંતા ન કરવા ફોનથી કહેતા. પોતાની આર્થિક ભીંસ વધી હતી, એ હળવી કરવા વ્યોમ વધારે મહેનત કરવા લાગ્યો. નિ:સ્વાર્થભાવે આટલો બધો પરોપકાર એણે પોતે કેમ કર્યો એની એને પોતાને જ ખબર નહોતી. અરે, દેશમાંના પોતાનાં માતાપિતાને પણ એણે પરેશાન કર્યાં હતાં. છતાં એને એક સદકાર્ય કર્યાનો મોટો સંતોષ હતો અને ફોન પર માતાપિતાને પણ એ એમ જ કહેતો : ‘કોણ જાણે કેમ પણ ભગવાને મારી પાસે આ કામ કરાવ્યું છે.’ એમ વ્યોમ કહેતો ત્યારે ધર્મેન્દ્રભાઈ પણ પુત્રને પ્રોત્સાહિત કરતાં કહેતા : ‘બેટા, તું મહાત્મા ગાંધીના દેશનો છું… તારે આમ જ કરવું જોઈએ…. એથી તારું, અમારું ને આપણા દેશનું ગૌરવ તેં વધાર્યું છે.’ પિતાનાં આવાં વચન સાંભળી વ્યોમનાં ઉત્સાહ અને આનંદ બેવડાઈ જતાં.

વિન્સીનાં માતાપિતા તો વ્યોમના સંસ્કાર અને પરોપકારવૃતિથી એટલાં બધાં પ્રભાવિત હતાં કે ભારત દેશ વિષેની એમની આખી માન્યતા ઉલટી થઈ ગઈ ! ‘Wonderful ! can we expect any such young boy in our country ?’ કહી બંને અવાક થઈ જતાં. સદનસીબે આયુર્વેદિક સારવાર પદ્ધતિથી વિન્સી ધીરે ધીરે સ્વસ્થ થવા માંડી. અને થોડા જ દિવસ પછી તો બહુ જ ઝડપથી તબિયત સુધરવા માંડી. સૌના આશ્ચર્ય વચ્ચે વિન્સી ઝડપથી ખાતીપીતી અને હરતીફરતી થઈ. વ્યોમના પિતા ધર્મેન્દ્રભાઈ સતત એની સાથે રહી કાળજી રાખતા હતા ને સુધરતી જતી તબિયતના સમાચાર પુત્રને અમેરિકા આપતા રહેતા. પછી તો વિન્સી પણ વ્યોમ સાથે અને પોતાનાં માતાપિતા સાથે ફોન પર વાતો કરી પોતાની સ્વસ્થતાની માહિતી આપતી રહેતી. એમાં વળી નસીબે જોર કર્યું. વિન્સીના પિતાની નવલકથાને પચાસહજાર ડૉલરનું ઈનામ લાગ્યું ! એથી એમને પૈસા ને પ્રતિષ્ઠા બન્ને મળ્યાં. એ બધા પૈસા એમણે વિન્સીની સારવાર માટે વ્યોમને આપવા માંડ્યા, પણ એણે તો વિન્સીને મોકલવા જરૂરી થોડા પૈસા જ લીધા. ‘No Please, keep it for you and vinsy’ એમ કહી એમના સંતોષ ખાતર થોડા ટોકન મની લઈ બધી રકમ એણે પાછી આપી.

ભગવાનની બધી રીતે કૃપા થઈ. વિન્સી સંપૂર્ણ સારી થઈ ગઈ. દવાખાનામાંથી રજા મળી. એરપોર્ટ પર એને વિદાય આપવા ધર્મેન્દ્રભાઈ, હીરાબહેન અને રચના બધાં હતાં. વિન્સી તો ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી ને સૌના ગળે વળગી પડી. સૌની પ્રેમભરી લાગણીથી અભિભુત થયેલી વિન્સી આંખમાં આંસુ સાથે ખૂબ ખૂબ આભાર માનવા લાગી. ત્યારે સૌની આંખો છલકાતી હતી. છતાં વિન્સીને હિંમત આપી સૌએ સ્વસ્થ કરી. આ કુટુંબ માટે એક અદ્દભુત છાપ વિન્સીના હૃદય પર અંકિત થઈ ગઈ ! અરે, આખા ભારત દેશ માટે એક અમેરિકન કુટુંબને અહોભાવ થઈ ગયો. What a country! Wonderful!

વિન્સીને તપાસીને અમેરિકન ડૉક્ટરો આશ્ચર્યચકિત થઈ ગયા ! પોતાને અસાધ્ય લાગતો હતો એવા રોગનું એકેય ચિહ્ન હવે વિન્સીના શરીરમાં નહોતું રહ્યું ! ઊલટાનું તે વધારે તંદુરસ્ત અને આકર્ષક યુવતી બની હતી. વિન્સીનાં માતાપિતા પણ સુખદ આશ્ચર્યમાં ડૂબી ગયાં. પોતે ગુમાવેલી પુત્રી વ્યોમે પાછી આપી એવા ભાવ વ્યક્ત કરી એ તો ગદગદિત થઈ ગયાં ! પોતાની દીકરીને નવો અવતાર આપનાર વ્યોમ અને એના માતાપિતાને તો એ ભગવાનથી અધિક માનવા લાગ્યાં. ભારતીય સંસ્કારો પ્રત્યે એમને અહોભાવ થયો. અમેરિકા પહોંચીને થોડા દિવસમાં વિન્સી પુન: પોતાના અભ્યાસમાં લાગી ગઈ. પહેલાં વ્યોમ કરતાં તે એક ટર્મ આગળ હતી, પણ હવે બન્ને સાથે થઈ ગયાં. વ્યોમને હવે નવી સારી નોકરી મળી હતી. વિન્સી પણ ત્યાં જ જોડાઈ. ધીરે ધીરે વિન્સી અને વ્યોમનાં અભ્યાસ, જોબ બધું રાબેતા મુજબ થઈ ગયું. ફરી અમેરિકાન જીવનનું ચક્કર ચાલ્યું. ઘર… કૉલેજ… નોકરી… ઘર…. ને ચોવીસ કલાક પૂરા ! કમાવ ને ખાવ…. વાપરો ને કમાવ… વીક એન્ડના દિવસે વળી કોઈ પ્રોગ્રામ બને ત્યારે જે કોઈ મિત્રો, સ્નેહી, સ્વજનોને મળવાનું ગોઠવ્યું હોય એ કાર્યક્રમ પાર પાડો. બસ એ જ માત્ર ચેન્જ. ને વળી પાછું જીવનનું પેલું ચક્કર…. !

એક દિવસ વ્યોમની તબિયત ઠીક નહોતી. તાવ ને બેચીની હતાં. નોકરી પર ન ગયો. વિન્સી ચમકી… રીસેસમાં મોબાઈલ કર્યો તો વ્યોમના તાવની વાત જાણી. સાંજે જૉબ પતતાં દોડતી વ્યોમ પાસે ગઈ. ‘ઓહ વ્યોમ… What is wrong with your health ?’ વિન્સી એની સેવામાં લાગી ગઈ. દવા…. જ્યૂસ… રાત્રે પોતાનાં માતાપિતાને ફોન કરી, વ્યોમના ના કહેવા છતાં વિન્સી એની પાસે જ રાત રોકાઈ. એની સતત કાળજી, સેવા સુશ્રુષામાં એ પરોવાયેલી રહી. પહેલી જ વાર એ વ્યોમની પરસ્પરના આટલી નજીક રહી. એકાંત…. રાત્રિની શાંતિભર્યું એકાંત…. બે લાગણીસભર યુવાન હૈયાં… વિન્સી તો હૃદયથી વ્યોમની થઈ જ ગઈ હતી, વ્યોમને પણ વિન્સી માટે જેવો તેવો ભાવ નહોતો…. વિન્સી તો વિચારતી હતી : ક્યાં પોતાનો સ્વાર્થી રખડેલ ને વંઠેલ પેલો બોયફ્રેન્ડ અને ક્યાં આ નિ:સ્વાર્થી, સેવાભાવી, સાચુકલો ભારતીય યુવાન ! તેણે સહસા વ્યોમના ગાલને ચૂંબન કરતાં કહ્યું : ‘Oh vyom….’ એ ધીરેથી માત્ર એટલું જ બોલી શકી ને એને ભેટી પડી : ‘I love you vyom… I love you so much…! You are much more than a friend !’ જેવાં હૃદયોદગાર અનાયાસ સરી પડ્યા. વિન્સીના ગાલે વ્યોમે પણ પોતાના પ્રથમ પ્રેમનો પ્રતિભાવ આપ્યો. પ્રેમાવેશમાં બંને યુવાનપ્રેમીઓના હૈયાં બે મટીને એક થઈ ગયાં ! વ્યોમનો તાવ પણ ગાયબ થઈ ગયો અને જાણે તેને પોતાની ઊર્મિઓને ટાંગવાની ખીંટી મળી.

વિન્સીના પિતાની નવલકથાને બમ્પર ઈનામ લાગ્યું. એથી સૌની આખી જિંદગી બદલાઈ ગઈ ! પછી તો એ નવલકથાની અત્યાર સુધી હજારો નકલો વેચાઈ ને રોયલ્ટીના ઢગ અત્યાર સુધી સામાન્ય ગણાતા લેખકને આંગણે ખડકાયા ! એક સામાન્ય ગણાતા લેખકનો આમ અચાનક ઉદ્ધાર થઈ ગયો ! હવે નવી નવલકથાઓ માટે પ્રકાશકો એમને ઘેર આંટા મારવા લાગ્યા. વિન્સી જેનું એકમાત્ર સંતાન હતી એવાં એ સમૃદ્ધ અમેરિકન દંપતીએ વ્યોમનાં માતાપિતાની સંમતિથી બન્નેનાં લગ્ન નક્કી કર્યાં. વ્યોમનાં માતાપિતાની ઈચ્છાને કારણે લગ્ન માટે બધાં ભારત આવ્યાં ને સ્નેહી સ્વજનોની હાજરીમાં આનંદ ને ઉત્સાહ વચ્ચે હિન્દુ વિધિ પ્રમાણે વ્યોમ અને વિન્સીનાં લગ્ન થયાં. એક અમેરિકન કન્યા પ્રેમઘેલી થઈ એક ભારતીય યુવાનને પરણી ત્યારે વિન્સીનાં માતાપિતા હર્ષઘેલાં થઈ બન્નેને આશિષ આપી રહ્યાં. દેશ-વિદેશના સીમાડા ભુંસાઈ ગયા ને માનવમાત્રની એકતાનો ત્યારે જયકાર થઈ રહ્યો ! વ્યોમના માતાપિતાની આનાકાની છતાં વિન્સીના માતાપિતાએ અઢળક સ્ત્રીધન અને દીકરાથીય અધિક વ્યોમને વ્હાલ આપ્યું.

‘તમારા ભારત દેશ અને ભારતીયો વિષેની અમારી અમેરિકનોની આખી છાપ બદલાઈ ગઈ.’ એમ કહેતાં વિન્સીનાં માતાપિતાને ધર્મેન્દ્રભાઈ, હીરાબહેન અને દીકરી રચનાએ સ્વજનથી ય અધિક માન, પ્રેમ આપી લગ્નબાદ આગ્રહપૂર્વક પોતાની સાથે રાખ્યાં ને ભારતમાં જોવાલાયક સ્થળોએ ફેરવ્યાં. ‘તમારા દીકરાને પગલે અમને અમારી દીકરી પાછી મળી, બહેન !’ વિન્સીની માતાએ હીરાબહેનને કહ્યું ત્યારે એના પિતાએ ઉમેર્યું : ‘વ્યોમના પગલે અમારા જેવાં સામાન્ય માણસ ઉત્તરાવસ્થામાં અચાનક શ્રીમંત બની ગયાં.’
‘બહેન, તમારો દીકરો હવે અમારોય દીકરો છે. એણે તો અમારા દેશના ઊગતા, ઊછરતા, છકેલા અને સ્વાર્થી યુવાનો સમક્ષ એક અનુપમ ઉદાહરણ મૂક્યું છે.’ વિન્સીની માતાએ કહ્યું.
‘તમારી સંસ્કૃતિ જ માનવજાત માટે શાશ્વત સુખ, શાંતિ અને પ્રેમનો સંદેશ આપી શકે છે.’ વિન્સીના લેખક પિતાએ કહ્યું ને ઉમેર્યું : ‘અમારા દેશમાં માત્ર ધન છે, પુષ્કળ ધન છે, પણ તમારા સંસ્કાર-ધન આગળ અમારા દેશનો વૈભવ વામણો છે. મારી આગામી નવલકથા આ હકીકતના પાયા પર હું લખવાનો છું.’

એક અમેરિકન દંપતીએ ભારતને આપેલી આવી ભવ્ય અંજલિથી વ્યોમનાં માતાપિતા ધન્ય થઈ ગયાં. તેઓ પાછાં અમેરિકા જવા નીકળ્યાં ત્યારે ખૂબ આગ્રહથી તેમણે હીરાબહેન, ધર્મેન્દ્રભાઈ અને રચનાને અમેરિકા ફરવા આવવા કહ્યું. ‘I will miss you very much’ કહેતી વિન્સીની આંખો આંસુ સારી રહી. ત્યારે હીરાબહેને કહ્યું : ‘બેટા, અમને તો આ દેશમાં જ ફાવે.’ અને ધર્મેન્દ્રભાઈ ઉમેર્યું : ‘ફરવા જરૂર આવીશું. બાકી તો ભારત પ્યારા દેશ હમારા…’
વિન્સીએ કહ્યું : ‘આ રચનાને માટે તો અમે સરસ છોકરો શોધી કાઢી એને અમેરિકા જ બોલાવી લઈશું, હોં !’
પણ રચનાએ ત્યારે કહ્યું : ‘ના ભાભી, હું તો આ દેશમાં જ કોઈ સંસ્કારી યુવાનને પરણીશ. આ પપ્પા-મમ્મીની ઉત્તરાવસ્થામાં કોઈ એમની સંભાળ લેવા તો જોઈએ ને ?’ ત્યારે વ્યોમે ગર્વથી વિન્સી સામે જોયું ને વિન્સી પણ તે સાંભળી બોલી ઊઠી : ‘How great Indians are !’ પશ્ચિમના દેશમાં તો આવાં નિ:સ્વાર્થ, પ્રેમભીનાં હૈયાંનો અણસાર પણ ન આવે.’

પછી બધાં પરસ્પર પ્રેમથી ભેટી ‘બાય… સી…યુ….. આવજો બેટા…. પપ્પા, મમ્મી ચિંતા ન કરશો. અમે વારંવાર આવતા રહીશું….’ જેવાં હૃદયપૂર્વકના સંદેશ લઈ દઈ છૂટાં પડ્યાં. પાડોશીઓ-સૌને સ્નેહભરી વિદાય આપવા ઊભાં હતાં ત્યારે વ્યોમ અને વિન્સીનાં સ્નેહાશ્રુ એક વૃદ્ધ અમેરિકન દંપતી પોતાની આંખમાં ઝળઝળિયાં સાથે લૂછતું હતું !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous શ્રીમતીજીનો હુકમ – અનિલ વાઘેલા
સાચાનો બેલી ભગવાન – સુધા મૂર્તિ Next »   

17 પ્રતિભાવો : સંસ્કારધન – ચંદ્રકાન્ત રાવ

 1. ભાવના શુક્લ says:

  સુંદર વાર્તા…ચાલો વ્યોમ તો ભારતીય હોવાથી ભારતીય સંસ્કારધન દાખવી શક્યો પરંતુ વિન્સી તો પુર્ણ અમેરીકન (પૈસા, સ્વતંત્રતા…) હોવા છતા ભારતીય સંસ્કારીતાની કદર કરી શકી…..
  સંસ્કાર દાખવવા એ સારા સંસ્કાર છે તો એ સંસ્કારોની સાચી સમજ સાથે કદર કરવી એ તેનાથી ચડિયાતુ હોય શકે… કોઇ પણ સંબંધ બાંધવો, ટકાવવો, નિભાવી અને માણી જાણવો આ અંગત સમજણની વસ્તુ પરતો કોઇ દેશ કે દુનીયાની LOC નથી આ તો ઇશ્વરના આશીર્વાદ છે જે મનના પટારામા દટાઈને પડ્યા હોય.. જરુર હોય છે તેને ઉખેળવાની અને હૃદયના મુખ્ય બેઠકખંડને સજાવવાની અને વ્યોમ અને વિન્સી નામની પુર્વ અને પશ્ચીમ બન્ને સિમાઓ એકાત્મ થઈ શકે જેનાથી…

 2. pragnaju says:

  સરસ વાર્તા
  અમારા સ્નેહીમા આના જેવી જ હકીકત બની હ્તી!
  વળી અમારા સગામાં વિન્સીઓ પણ છે.તેઓને અને બધાને ‘અમારા દેશમાં માત્ર ધન છે, પુષ્કળ ધન છે, પણ તમારા સંસ્કાર-ધન આગળ અમારા દેશનો વૈભવ વામણો છે.”વાત સમજાય તેવા અમારા પ્રયત્નો સફળ થાય તેવી પ્રભુ પ્રાર્થના

 3. ArpitaShyamal says:

  interesting story…very nice…

 4. milind patel, khijalpur says:

  it’s a great, I proud to be an Indian.

 5. Sam says:

  Hmmm….
  I am not a big fan of cross-cultural marriages but as the saying goes
  Mia Biwi Razi to kya karega Kazi

 6. manasvi desai says:

  east or west India is the best

 7. kamal says:

  we are proud indian.and we are not poor against the any country.we are richest against all the country .

 8. patel nilesh.h, khijalpur says:

  દુનિયામાં ખુશી એમને નથી મળતી, જે પોતાની શરતો પર જીંદગી જીવે છે પરંતુ તેને મળે છે જે બીજાના સુખની ખાતર પોતાની જીંદગીની શરતો બદલી નાખે છે.

 9. patel nilesh.h,khijalpur says:

  रंग दे बसंती….: જીવનમાં મિત્ર ના હોત તો !
  આ જીવનને જીવન કેમ કહેવું?

  મિત્રતા એક એવો દિપ છે કે જેમાં,
  બંને એ એકસાથે બળવું જ પડે.

  મિત્રતા એક એવો ધોધ કે જેમાં,
  પડ્યાં પછી પણ વહેતાં રહેવું પડે.

  મિત્રતા એક ખુલ્લું રણ કે જેમાં,
  આસ પાસ બધું જ દ્રશ્યમાન છે.

  મિત્રતા એક મોટું ઝરણું કે જેમાં,
  વહેતાં વહેતાં જીવન જીવી જવાય.

  મિત્રતા એક એવો સંબંધ કે જે,
  જીવનનો ધબકાર અને શ્વાસ છે.

  એટલે જ મિત્રોથી જીવું છું હું કે જે,
  મારા માટે જીવાનો આધાર અને પ્રાણ છે…….

 10. Gira says:

  hmm… k story… it didn’t seem that unusual.. since it’s not new anymore… it’s 21st century! lol.. anything can happen.. lol 😀

 11. patel nilesh.h. khijalpur says:

  “ફાલતુ’ સવાલોના ‘ફાલતુ’ જવાબો”

  “મંદિરના પગથીયા ઉતરતા હોઈએ ત્યારે કોઈક સામે મળે ને પૂછે: “કેમ? દર્શન કરી આવ્યા?”
  “ના. મંદિરમાં અંદર લાઈન મારવા ગયો હતો!”
  ***
  “ધંધામાં છું એટલે લોકો પૂછે છે: “ક્યા? દાલ રોટી નીકલતી હૈ?”
  “મને જવાબ આપવાની ઈચ્છા થઈ જાય છેઃ “દાલ નીકલતી હૈ, રોટી પડોસ મેં સે લાતે હૈ!”
  ***
  “સવારે તૈયાર થઈ બ્રીફકેસ લઈ ઘરેથી બહાર નીકળીએ, પડોસી પૂછેઃ “શું નોકરી પર જાવ છો?”
  “ના. બગીચામાં આંટો મારવા નીકળ્યો છુ!”
  ***
  “દીકરીના લગન પછી… “શું દીકરી ને વરાવી?”
  “ના.., આ તો હવાફેર કરવા એના સાસરે ગઈ છે!”
  ***
  “શું દીકરાને પરણાવી આવ્યા?”
  ” ના.., ના, આ તો બાજુના ગામમાંથી સાતફેરા ફેરવીને, મંગલસુત્ર પહેરાવીને, વીંટી પહેરાવીને અને છેડા બાંધીને ઓળખીતાની દીકરીને ઘરે લઈ આવ્યા!”
  ***
  “કાકાને વરંડામાં ચા પીતાં જોઈ ને… ” શું કાકા ચા પીવો છો?”
  “ના.., રકાબી ચાટું છું!”
  ***
  “હોસ્પીટલમાં દાખલ કરેલ દર્દી વિશે પૂછતાં… ”કેમ? હોસ્પીટલમાં? તબીયત નરમ ગરમ રહે છે?”
  “ના.., ના.., આ તો નર્સો પર લાઈનો મારવાની ઈચ્છા થયેલ એટલે થયું કે દાખલ થઈ જ જાઉં”

 12. mukesh Thakkar says:

  it’s ok .In story it seems very nice. Hope we act as good as in this story, “very ideal”.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.