આખે આખો માણસ ખરીદી શકાય ખરો ? – ગુણવંત શાહ

કોઈ હસે ત્યારે નજરે ચઢતો સોનાનો દાંત વિચિત્ર લાગણીઓ જન્માવી જાય છે. આપણો સુવર્ણમૃગ ઘણો જૂનો છે. સીતાને ફસાવવા માટે સુવર્ણમૃગ જ ખપ લાગે છે. આપનો સુવર્ણપ્રેમ બુદ્ધ અને મહાવીરને પણ છોડતો નથી. સુવર્ણની માયા છોડવામાં અને છોડાવવામાં સફળ થયેલા આ મહાનુભાવોની મૂર્તિ પર પણ સુવર્ણ લાદવાનું આપણને ગમે છે. રામે અશ્વમેઘ યજ્ઞ કર્યો ત્યારે પણ સીતાની મૂર્તિ તો સોનાની જ બનાવડાવેલી. આમ યુગો વીત્યા છતાંય સુવર્ણનો મહિમા હતો તેવો ને તેવો જ રહ્યો છે. સુવર્ણ પ્રત્યેનો પ્રેમ એ માત્ર દાણચોરોનો જ ઈજારો નથી. ભવિષ્યમાં કૃત્રિમ કિડનીમાં પણ સોનું વપરાય તો નવાઈ નહિ !

બધું જ ખરીદી શકાય એવી માન્યતા દઢ થાય એવા બનાવો બનતા રહે છે. સારો જમાઈ પણ પૈસા વડે ખરીદી શકાય છે એવું ઘણા માને છે. આપણી વાંકડા પ્રથામાં છોકરાની મૂળ-કિંમત (કૉસ્ટ-પ્રાઈઝ) નક્કી થતી હોય છે. ખરેખર તો વાંકડામાં વેચાણકિંમતનું મહત્વ હોય છે. મદ્રાસમાં તો આ પ્રથાને વિચિત્રતાની કૂંપળો ફૂટતી જોવા મળે છે. આપણે કોઈ સ્વામીનાથનને ત્યાં જઈએ ત્યારે ઘરની કેટલીક ચીજો બતાવીને ગૌરવપૂર્વક કહે છે કે આ ચીજો એની પત્નીને ત્યાંથી આવી છે. સસરો જમાઈને પરદેશ જવાના પૈસા આપે છે. સસરો જીવનભર કંઈક ને કંઈક આપતો જ રહે છે. જ્યારે જ્યારે કન્યા પિયર જાય ત્યારે જમાઈનાં મા-બાપની અપેક્ષાઓ થનગની ઊઠે છે. કન્યાનો બાપ જીવનભર જમાઈને પ્રીમિયમ ભરતો રહે છે.

આવા સંબંધોને આપણે સોનેરી સંબંધો કહી શકીએ ને ? પ્રીમિયમ ભરનારો કન્યાનો બાપ પછી પોતે જે ખાતામાં કામ કરતો હોય ત્યાં લાંચ ન લે તેવું બને ખરું ? વળી એ પોતાના દિકરાને સાસરેથી દર વર્ષે બોનસ મળતું રહે એવી અપેક્ષામાંથી બચી શકે ખરો ? એક વાત અચૂક જોવા મળે છે. સાસરે જઈ દીકરી ચાર-પાંચ વર્ષમાં હળીમળી જાય પછી તો એ પોતે જ બાપને વધુ ને વધુ બોનસ આપવા આગ્રહ કરે. પછી તો વળી બે-ત્રણ બહેનો વચ્ચે બોનસ અંગે હરીફાઈ પણ ચાલે અને તકરાર પણ થાય.

માણસનો શ્રમ, માણસની આવડત અને માણસની શક્તિ ખરીદી શકાય, પણ આખે ને આખો માણસ ખરીદી શકાય ખરો? ‘સિદ્ધાર્થ’ ચલચિત્રમાં એક વાણિયાને ત્યાં કામે રહેલો સિદ્ધાર્થ વાણિયાને કહી દે છે: મને કામ કરવા માટે તમે પૈસા આપો છો, પરંતુ મારે કેમ વિચારવું તે તો મારા જ હાથમાં છે. હું નોકર છું, પણ વિચારવાનું સ્વાતંત્ર્ય મારી પાસે જ રહે છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સંસ્કૃત સુભાષિતો
દિલ – મહેન્દ્ર શાહ Next »   

14 પ્રતિભાવો : આખે આખો માણસ ખરીદી શકાય ખરો ? – ગુણવંત શાહ

 1. NISHA PATEL says:

  Best writer for me. Please send more and more. Thanks..

 2. aspinalls says:

  ગુણવંત શાહ મને વધુ માં વધુ ગમતા માં અેક લેખક છે. વધારેમાં વધારે મેં તેમના પુસ્તકો વાંચ્યા છે. મનને હચમચાવી મૂકે વિચારતા કરી મૂકે તેવા લેખકોમાંના એક છે.

 3. Gira says:

  Great Article!!!!

 4. dhaval khatri says:

  This story tells about the face of our Indian society.
  How girl’s mother and father want to do happy their daughter’s life and catch up in bribe……

  the great article… plz read….

 5. thakkar dhiraj says:

  nice article. I will implimant the thought.

 6. Hardik Pathak says:

  Mr. Gunvant Shah has been an influencial author and most vocal in today’s generation of gujarati authors. I have been impressed the way he has taken the Post-godhra awarness and washed minds of english newspaper. I was regular reader of Sunday sandesh’s column of his and it is really a though provocating. We ( me/my father and brother) fight to get the newspaper first on sunday to read his column. Although, he has been a good author i would say once i read his views on english medium Vs Gujarati medium and his love over gujarati medium was unjustified but alas i had no way to communicate and discuss with him. I wish someday to meet and discuss on that issue. I am sure to change his views over it. After all i too belong to baroda. 🙂

 7. jignesh joshi says:

  Dear Sir,

  I hav read the artical and its very effective to those peoples who are intrested in getting money from there inlaws. i am 100% agreed with Dr. Gunwant shah sir. i like his spirit to tell the truth in the excellent way.

  thanks and regards.

  JIGNESH JOSHI
  VADODARA

 8. suresh says:

  i am searching books of suresh sompura published by dipali publishers which is closed now. can anybody help me?

 9. nayan panchal says:

  ગુણવંત શાહ વિશે તો કશુ કહેવાનુ જ નથી. તેમની વાતો એકદમ સ્પષ્ટ હોય છે. ગુજરાતી સાહિત્યએ જોયેલા શ્રેષ્ઠ લેખકોમાંના એક, શબ્દોના વિશ્વકર્મા.

  નયન

 10. અતુલ જાની (આગંતુક) says:

  માણસનો શ્રમ, માણસની આવડત અને માણસની શક્તિ ખરીદી શકાય, પણ આખે આખો માણસ ખરીદી શકાય ખરો? ના આખે આખો માણસ ખરીદી ન શકાય પણ બને છે ઉલટું કે આખે માણસનો શ્રમ, માણસની આવડત અને માણસની શક્તિ ખરીદી શકાય, પણ આખે આખો માણસ ખરીદી શકાય ખરો? ના આખે આખો માણસ ખરીદી ન શકાય પણ બને છે ઉલટું કે આખે આખો માણસ પોતાની જાતે વેચાઈ જાય છે. શું આજનો માણસ આ ઈન્દ્રિયોના ભોગો પાછળ, વિષય સુખની લાલસા પાછળ પોતાની જાતે વેચાઈ જતો નથી? શેઠને પોતાના વિચારો ન આપનાર નોકર કોઈ આલતુ – ફાલતુ વિચારોને તાબે નથી થઈ જતો ? ગુલામી પછી તે વૈચારિક હોય, સામાજીક હોય, આર્થિક હોય કે પછી કોઈ પણ પ્રકારની હોય આખર તો તે ગુલામી જ છે અને ગુલામ બનાવી ન શકાય પણ શું આજનો માણસ સ્વેચ્છાએ ગુલામ બનતો નથી જતો? જો માણસ જાગશે નહીં તો આ મનુષ્ય વિક્રયની પ્રક્રિયા કાંઈ આપમેળે બંધ નહીં પડે , પણ વધુ ને વધુ વરવા સ્વરૂપે વકરતી રહેશે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.