ફાસ્ટફૂડ – કૃષ્ણ દવે

[કૃષ્ણભાઈનું પ્રસ્તુત કાવ્ય પહેલી નજરે કંઈક રમૂજ પમાડે એવું જરૂર લાગે, પરંતુ ધ્યાનપૂર્વક વિચારતા પ્રત્યેક પંક્તિ પાછળ રહેલો કવિનો આક્રોશ આપણને સ્પર્શ્યા વગર રહી શકતો નથી. જમાના પ્રમાણે ચાલવાની દોડમાં વ્યક્તિ ન તો પોતે પોતાના ખોરાક પ્રત્યે સભાન છે કે ન તો પોતાના પહેરવેશ પ્રત્યે. ઘોંઘાટિયા બેસૂરા અવાજોને તે ‘સંગીત’ સમજી બેઠો છે. બસ, દુનિયાની સ્પર્ધામાં ટકી રહેવા એ તો રાત-દિવસ દોડી રહ્યો છે. પોતાને શું પામવું છે અને ક્યાં જવું છે તેની કંઈ જ ખબર નથી – આ વ્યથાથી પીડાતું કવિહૃદય લખી ઊઠે છે કે ‘જાવ ફાસ્ટફૂડ ખાવ….’ આ સુંદર કાવ્ય રીડગુજરાતીને મોકલવા માટે કૃષ્ણભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો +91 9426563388 અથવા krushnadave@yahoo.co.in પર સંપર્ક કરી શકો છો.].

લીમડાને આવી ગ્યો તાવ
લીમડાના દાદા ક્યે કહી કહી ને થાકી ગ્યો,
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.

ટી-શર્ટ ને જીન્સવાળી માંજરી બિલાડી ક્યે આપણને દૂધ નહીં ફાવે !
પીત્ઝા ને બર્ગરની આખ્ખી આ પેઢીને રોટલી ને શાક ક્યાંથી ભાવે ?
વર્ષોથી બોટલમાં કેદી થઈ સડતા એ પીણાને પીવો ને પાવ.
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.

અપ ટુ ડેટ કાગડા ને કાગડીયું માઈકમાં મંડી પડ્યા છે કાંઈ ગાવા !
કંઈ પણ ભીંજાય નહી એવા ખાબોચીયામાં નીકળી પડ્યા છો તમે ન્હાવા ?
કૂંપળના ગીત લીલા પડતા મૂકીને ગાવ રીમિક્સના ગાણાઓ ગાવ.
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.

કાન એ કંઈ થૂંકવાનો ખૂણો નથી કે નથી પેટ એ કંઈ કોઈનો ઉકરડો,
આપણા આ ચહેરા પર બીજાના નખ્ખ શેના મારીને જાય છે ઉઝરડો ?
માંદા પડવાનું પોસાય કદિ કોઈને’ય સાંભળ્યા છે ડૉક્ટરના ભાવ ?

લીમડાને આવી ગ્યો તાવ
લીમડાના દાદા ક્યે કહી કહી ને થાકી ગ્યો,
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આખું કિચન મારી આંખમાં – મીનાક્ષી ચંદારાણા
સ્વાર્થમાં નિ:સ્વાર્થ – વેતાળ કથા Next »   

20 પ્રતિભાવો : ફાસ્ટફૂડ – કૃષ્ણ દવે

 1. લીમડાને આવી ગ્યો તાવ!

  વાહ! સવાર સુધરી ગઈ.

 2. કલ્પેશ says:

  અમેરિકામા એક માણસે એક પ્રયોગ કર્યો અને એ ટી.વી પર એક ડોક્યુમેન્ટરી રુપે દેખાડવામા આવ્યો હતો. જેનુ શિર્ષક હતુ “Supersize me”.

  આમા પાત્ર પોતે એક મહિના સુધી જંકફૂડ (બર્ગર, ફ્રેંચ ફ્રાય અને પેપ્સી/કૉક) રોજ ૩ ટાઇમ ખાય છે. અને એની સ્થિતિને જોવા જેવી છે

  http://video.google.com/videoplay?docid=-1432315846377280008
  આ દોઢ કલાક જેટલુ ચાલશે અને સમય હોય તો જરુર જોઇ લેજો.

  અને આ પછી પણ સમજ પડે તો – ‘જાવ હજી ફાસ્ટફૂડ ખાવ”

 3. આ કવિ પણ ફાસ્ટ ફૂડ જેવી કવિતા લખે છે! અને હું તદન અસંમત છું કે માણસ પહેરવેશ પ્રત્યે સભાન નથી. આટલી બધી ફેશનની વિવિધતા પહેલાં જોઇ હતી? મને યાદ છે કે મારા દાદા માત્ર સફેદ ઝભ્ભો ધોતિયું પહેરતાં. પપ્પાં સફેદ શર્ટ (ક્યારેક બ્લ્યુ) અને બ્લ્યુ પેન્ટ.

  ભૂતકાળમાં જીવવાની ટેવ વારસાગત છે 🙂

 4. nirlep says:

  krishnabhai ni kavitao saras hoy chhe………read karta j khyal aave k, aa to KD e j lakhyu hoy..thanks

 5. Neela says:

  enjoyed poetry

 6. સુરેશ જાની says:

  મારા બહુ જ પ્રીય કવી.
  માણસને લીમડાની સરસ ઉપમા આપી છે.

 7. ArpitaShyamal says:

  very very nice and funny…:-)

 8. pragnaju says:

  ઘણી વાર સીધી રીતે સારી સલાહ ગળે ન ઉતરે ત્યારે આવાં રમુજી ગીતોથી વાત સારી રીતે સમજાવી શકાય છે!”કાન એ કંઈ થૂંકવાનો ખૂણો નથી કે નથી પેટ એ કંઈ કોઈનો ઉકરડો,
  આપણા આ ચહેરા પર બીજાના નખ્ખ શેના મારીને જાય છે ઉઝરડો ?
  માંદા પડવાનું પોસાય કદિ કોઈને’ય સાંભળ્યા છે ડૉક્ટરના ભાવ ?” કેટલી સાચી વાત્ !
  નાની ઉંમરના કૃષ્ણ દવે મોટા ગજાના કવિ
  કલ્પેશે સુચવેલ વીડીઓ જોઈ-આ વિચાર ઘણો પ્રભાવશાળી લાગ્યો-આવો ગુજરાતીમા વીડીઓ બનાવવાનો પ્રયાસ કરવા જેવો છે…

 9. Ashish Dave says:

  અદભુત

  Ashish Dave
  Sunnyvale, California

 10. Pinki says:

  સુંદર વાત…….

  thanks કલ્પેશ link માટે….!!

 11. ભાવના શુક્લ says:

  સરસ,
  ……………………………….
  માંદા પડવાનું પોસાય કદિ કોઈને’ય સાંભળ્યા છે ડૉક્ટરના ભાવ ?
  ………………………………….
  અને એ ભાવ જો અમેરીકન ડોલર મા હોય તો એવી હાય નીકળી આવે કે માંદા પડવુ એ ફોજદારી ગુનો બની જાય..

 12. Viren Shah says:

  I did not understand one thing.

  The Poet here is angry on whom? Is it Fast food industry or is it People who are eating Fast food?

  If you are blaming the industry then people are equally responsible to make this industry bigger.

  I had seen a program on a Discovery Health Channel where there is a hospital to cure the big fat people. These fat people are not normal fat. They are weighing 800 pounds (About 400 Kg). This is huge weight. One of the persons here is still not listening to doctors. He orders food from Chinese restaurant to feed his body. Upon complaining by his mother, he tells it is a free country. I can do what ever I want. This is horrible situation for a 27 years young man.

  Who is responsible here? Again, it is your own responsibility on what to eat and not to eat. I would not be angry on the way world goes. It is up to yourself how you want to carve your life.

  Bottom line: Don’t advise adult person. He/She may not follow. Then there comes consequences.

 13. Upendra says:

  ચૉકાવનારુ આદત સામે.
  કવિનો આભાર.!!!

 14. Hiral Thaker "Vasantiful" says:

  ખુબ જ સરસ.

  People leaving fast life with fastfood and loosing their life fastly.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.