શિક્ષણ અને માતૃભાષા – વિનોબા ભાવે

[માતૃભાષા વિશે ગત સપ્તાહે આપણે શ્રી પંકજભાઈ દ્વારા લિખિત ‘ગુજરાતીને ખતમ કરીશું ?’ લેખ નવનીત સમર્પણમાંથી માણ્યો. વાચકોએ પોતાના સુંદર મંતવ્યો રજૂ કર્યા. આ લેખના સંદર્ભમાં વધુ માહિતી મળી રહે તે માટે આજે સંત વિનોબા આપણને માતૃભાષા વિશે શું કહે છે તે જોઈએ. પ્રસ્તુત લેખ ‘શિક્ષણ-વિચાર’ નામના પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે. ]

[1] શિક્ષણનું માધ્યમ વિદ્યાર્થીની માતૃભાષા જ હોઈ શકે.

shikshanvicharશિક્ષણની બાબતમાં એક પ્રશ્ન ભારતમાં ભારે વિચિત્ર પુછાય છે. મને લાગે છે કે આવો પ્રશ્ન દુનિયા આખીમાં બીજે ક્યાંય નહીં પુછાતો હોય. આપણે ત્યાં હજીયે પુછાય છે કે શિક્ષણનું માધ્યમ શું હોય ? શિક્ષણ માતૃભાષા દ્વારા અપાય કે અંગ્રેજી માધ્યમ દ્વારા ?

મને આ સવાલ જ વિચિત્ર લાગે છે ! આમાં વળી પૂછવાનું શું છે ? આમાં બે મત હોય જ શી રીતે, તે મારી સમજમાં નથી આવતું. ગધેડાના બચ્ચાને પૂછવામાં આવે કે તને ગધેડાની ભાષામાં જ્ઞાન આપવું જોઈએ કે સિંહની ભાષામાં, તો એ શું કહેશે ? એ કહેશે કે સિંહની ભાષા ગમે તેટલી સારી હોય, મને તો ગધેડાની ભાષા જ સમજાશે, સિંહની નહીં. એ તો દીવા જેવું સ્પષ્ટ છે કે મનુષ્યનું હૃદય ગ્રહણ કરી શકે એવી ભાષા માતૃભાષા જ છે અને તેના દ્વારા જ શિક્ષણ અપાય. આમાં શંકાને કોઈ સ્થાન નથી. દુનિયામાં એવો બીજો કોઈ દેશ નથી કે જ્યાં શિક્ષણનું માધ્યમ માતૃભાષા નહીં અને બીજી કોઈ ભાષા હોય ! જરા ફ્રાન્સમાં કે જર્મનીમાં કે રશિયામાં જઈને કહો તો ખરા કે તમને તમારી માતૃભાષા દ્વારા નહીં અંગ્રેજી માધ્યમ દ્વારા શિક્ષણ અપાશે ! તમને સાવ મૂર્ખ ગણીને તમારી વાતને હસી કાઢશે !

હું તો ત્યાં સુધી કહીશ કે નાનાં બાળકોને શિક્ષણ એમની પોતાની માતૃભાષામાં આપવાને બદલે પારકી ભાષામાં આપશો, તો એ બાળકો નિર્વીર્ય બનશે, નિર્બોધ બનશે, એમની ગ્રહણશક્તિ બુઠ્ઠી બનતી જશે. તમારે પ્રયોગ કરવો હોય તો ઈંગ્લૅંડમાં જઈને કરી જુઓ ! ત્યાંનાં બાળકોને બધું શિક્ષણ હિંદી કે કન્નડ કે મરાઠી માધ્યમ દ્વારા આપી જુઓ ! ત્યારે તમને ખબર પડશે કે એ બિચારાં બાળકોની બુદ્ધિ પર કેટલો બધો બોજ પડે છે ! એમનાં શરીર ને પ્રાણ જીર્ણ-શીર્ણ થતાં જશે. કૃષ્ણે સાંદીપનિના આશ્રમમાં રહીને વિદ્યા પ્રાપ્ત કરી. પછી ઘરે પાછા ફરતા હતા, ત્યારે ગુરુએ કહ્યું : ‘વર માંગો !’ કૃષ્ણે માંગ્યું – ‘માતૃ હસ્તેન ભોજનમ’ એટલે કે મરતાં સુધી મને માતાના હાથનું ભોજન મળે. હું વિચાર કરું છું કે તે બાળકોની શી વલે થતી હશે, જેમને ક્યારેય માના હાથનું ભોજન ખાવાનું ભાગ્ય સાંપડતું નથી ! ક્યાંક હોટલમાં ખાય છે કે ક્યાંક ભોજનાલયમાં. માના ભોજનમાં માત્ર રોટલો જ નથી હોતો, પ્રેમ પણ હોય છે. એટલા વાસ્તે જ કૃષ્ણે ‘માતૃહસ્તેન ભોજનમ’ એવો વર માંગ્યો. એવી જ રીતે હું એવું માંગું કે, ‘માતૃમુખેન શિક્ષણમ’ એટલે કે માતાને મુખેથી શિક્ષણ મળે. અને એ જ વાત માતૃભાષાને લાગુ પડે છે. બાળકને પોતાની માતૃભાષામાં જ શિક્ષણ મળવું જોઈએ. શિક્ષણનું માધ્યમ તો માતૃભાષા જ હોય. માતૃભાષા દ્વારા જ પહેલેથી છેવટ સુધી બધું શિક્ષણ આપવું જોઈએ. શિક્ષણ માટે અંગ્રેજી માધ્યમની વાત કરવી, એ સો ટકા મૂર્ખામી છે.

મારું તો માનવું છે કે પહેલેથી લઈને છેલ્લે સુધી શિક્ષણનું માધ્યમ માતૃભાષા જ હોવું જોઈએ. હા, વિજ્ઞાનની પરિભાષા બાબતમાં આપણી ભાષાઓમાં થોડી ઘણી મુશ્કેલી જરૂર પડે, પણ પરિભાષા તો જેમ જેમ ખેડાણ થતું જાય તેમ તેમ ધીરેધીરે ઊભી થતી જશે. ત્યાં સુધી અંગ્રેજી શબ્દો ચાલશે. આપણી ભાષાઓ ઘણી વિકસિત ભાષાઓ છે અને હજી આગળ વધુ વિકસિત થતી રહેશે. આજના જમાનાનો બધો વહેવાર ચલાવી શકે તેટલી આપણી ભાષાઓ સમર્થ છે. આ હું આપણી ભાષાઓના અભિમાનને કારણે નથી કહેતો, પણ વાસ્તવમાં આ જ ખરેખર વસ્તુસ્થિતિ છે.

આપણી બધી ભાષાઓ સેંકડો વરસથી ખેડાતી આવી છે અને સેંકડો વરસનું ઉત્તમ સાહિત્ય આપણી ભાષાઓમાં છે. તેમાં જ્ઞાનની કોઈ કમી નથી. એક દાખલો આપું. ‘કેન્ટરબરી ટેઈલ્સ’ અંગ્રેજીમાં બારમી સદીનો ગ્રંથ છે. એ જ અરસામાં લખાયેલો જ્ઞાનેશ્વર મહારાજનો ‘જ્ઞાનેશ્વરી’ ગ્રંથ મરાઠીમાં છે. આ બંને ગ્રંથો મે વાંચ્યા છે, બંનેનો મેં અભ્યાસ કર્યો છે. હવે, આ બે ગ્રંથોને તુલનાત્મક દષ્ટિએ જોઈએ તો જણાય છે કે ‘જ્ઞાનેશ્વરી’ પાસે જેટલા શબ્દો છે, તેના ચોથા ભાગના પણ શબ્દો ‘કેન્ટરબરી ટેઈલ્સ’ માં નથી. અને વળી, ‘જ્ઞાનેશ્વરી’ કંઈ મરાઠીનો પહેલો ગ્રંથ નથી. તેની પહેલાં પણ મરાઠીમાં અનેક પુસ્તકો લખાયાં છે. માટે મારું કહેવાનું એટલું જ છે કે આપણી બધી ભાષાઓ ઘણી વિકસિત ભાષાઓ છે અને આજનો બધો વહેવાર આ ભાષાઓમાં ચાલી શકે તેટલી પૂરી સમર્થ છે. એટલે શિક્ષણનું માધ્યમ આ બધી ભાષાઓ જરૂર બની શકે તેમ છે.

હા, એ વાત ખરી કે આપણી ભાષાઓમાં જોઈએ તેટલી વિજ્ઞાનની વાતો નથી. પરંતુ એમ જોવા જઈએ તો આ આધુનિક વિજ્ઞાનનું સાહિત્ય કેટલાં વરસનું ? બહુ-બહુ તો સો-બસો વરસનું. અને તે બધું ખેડાણ અત્યાર સુધી આપણી ભાષાઓમાં થયું ન હોવાથી આજને તબક્કે વિજ્ઞાનનું સાહિત્ય અંગ્રેજીમાં વધારે છે. પરંતુ જેમ જેમ આપણી ભાષાઓમાં પણ વિજ્ઞાનનું ખેડાણ થતું જશે, તેમ તેમ વિજ્ઞાનની બાબતમાંયે આપણી બધી ભાષાઓનો અવશ્ય વિકાસ થશે. આમાં કોઈ શક નથી. આ વસ્તુને જ જરા બીજી દષ્ટિએ જોઈએ. આ હકીકત છે કે વિજ્ઞાનનું ખેડાણ અત્યાર સુધી આપણે ત્યાં વિશેષ ન થયું હોવાથી એ શબ્દો અને એ પરિભાષા આપણી ભાષાઓમાં આજે નથી. પરંતુ તેવી જ સ્થિતિ અંગ્રેજી ભાષાની બીજાં ક્ષેત્રોમાં છે. દાખલા તરીકે અધ્યાત્મનું ખેડાણ આપણે ત્યાં થયું છે, તેટલું ત્યાં નથી થયું. એટલે તે અંગેના શબ્દો અંગ્રેજીમાં ઓછા જ મળે છે. જુઓ ને, અંગ્રેજીમાં ‘માઈન્ડ’ શબ્દ છે. તેનો એક સીમિત અર્થ છે. પરંતુ આપણે ત્યાં તો કેટલી વિવિધ અર્થછાયાના શબ્દો છે ! મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, અંત:કરણ; કેમ કે આપણે ત્યાં અધ્યાત્મનું ક્ષેત્ર ઘણું બધું ખેડાયેલું છે અને દરેક બાબતનો ઘણો સૂક્ષ્મ વિચાર થયેલો છે. એટલે વિવિધ અર્થછાયાના અનેક શબ્દો આપણી ભાષાઓમાં બનેલા છે. તેવા શબ્દો અધ્યાત્મના ક્ષેત્રમાં તમને અંગ્રેજીમાં નહીં જડે.

મને તો એમ પણ લાગે છે કે માનસશાસ્ત્ર બાબતમાંયે આપણે ત્યાં ઘણું ઊંડું ખેડાણ થયું છે. આપણા શબ્દો જુઓ ! ‘ચિત્તશુદ્ધિ’ અથવા ‘ચિત્તવૃત્તિ નિરોધ’ અંગ્રેજીમાં આવા શબ્દો નહીં જડે. તત્વજ્ઞાનના ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે પણ આ જ સ્થિતિ છે. એટલે અધ્યાત્મના ક્ષેત્રે, તત્વજ્ઞાનના ક્ષેત્રે, માનસશાસ્ત્રના ક્ષેત્રે, સમાજશાસ્ત્રના ક્ષેત્રે જો આપણે અંગ્રેજી ઉપર અવલંબિત રહીશું તો આપણી વિચાર કરવાની પદ્ધતિ confused રહેશે, અસ્પષ્ટ રહેશે. અંગ્રેજીમાં તે બધી બાબતોના સૂક્ષ્મ વિચાર માટે પૂરતા શબ્દો નથી.

ટૂંકમાં, વિજ્ઞાનના ક્ષેત્રે આપણી ભાષાઓમાં અત્યારે પૂરતા શબ્દો ન હોય, તેટલા માત્રથી આપણી ભાષાઓ પૂરતી સમર્થ નથી, એમ માનવું બિલકુલ અવાસ્તવિક છે. તે નર્યો ભ્રમ છે. આપણે ઉપર જોયું તેમ શબ્દોનું તો એવું છે કે જે ક્ષેત્રમાં ખેડાણ થયું હોય, તે ક્ષેત્રના શબ્દો એ ભાષામાં વધારે હોય. અંગ્રેજીમાં વિજ્ઞાનનું વધારે ખેડાણ થયું છે એટલે તે અંગેના શબ્દો તેમ જ તેની પરિભાષા વગેરે તેમાં વધારે છે. આપણી ભાષાઓ પણ ઘણી બધી વિકસિત છે. એટલે આપણે ત્યાં વિજ્ઞાનનું ખેડાણ જેમ જેમ વધતું જશે તેમ તેમ તે ક્ષેત્રે પણ આપણી ભાષાઓ સમૃદ્ધ બનતી જશે અને ત્યાં સુધી વિજ્ઞાનની બાબતમાં આપણે અંગ્રેજી શબ્દો છૂટથી વાપરીશું. તેમાં કાંઈ ખોટું નથી. પરંતુ શિક્ષણનું માધ્યમ તો આપણી ભાષાઓ જ એટલે વિદ્યાર્થીની માતૃભાષા જ બનશે, અને માતૃભાષા જ બનવી જોઈએ.

સારાંશ કે, આપણી ભાષાઓમાં આજનો બધો વહેવાર થઈ ન શકે, એ વાત જ ખોટી. બલ્કે, બધો જ વ્યવહાર આપણી ભાષાઓમાં જ થવો જોઈએ. વિજ્ઞાન સુદ્ધાં આપણી ભાષાઓ મારફત જ સામાન્યજનો સુધી પહોંચવું જોઈએ. એ વાત નિશ્ચિત સમજી લેજો કે વિજ્ઞાન જ્યાં સુધી માતૃભાષામાં લોકો સમક્ષ નહીં મુકાય, ત્યાં સુધી તે વ્યાપકપણે ફેલાઈ શકશે નહીં. આજ સુધી વિજ્ઞાન બધું અંગ્રેજી ચોપડીઓમાં બંધ રહ્યું, તેને લીધે જ તે આપણા દેશમાં બહુ ઓછું ફેલાયું. વિજ્ઞાન તો ખેતીમાં હોઈ શકે, રસોઈમાં હોઈ શકે, સફાઈમાં હોઈ શકે. જીવનના એકેએક ક્ષેત્રમાં વિજ્ઞાનની જરૂર છે. પરંતુ અંગ્રેજોના રાજમાં પરિસ્થિતિ એવી ઊભી કરવામાં આવી કે વિજ્ઞાનના પરિચય માટે અંગ્રેજીનું જ્ઞાન આવશ્યક હતું. અને સામાન્ય લોકોને, અહીંના બહુજન સમાજને અંગ્રેજીનું જ્ઞાન હતું નહીં, તેથી કરોડો લોકોને વિજ્ઞાનનું જ્ઞાન થઈ શક્યું નહીં. આજે હવે આપણે બૂમો પાડી રહ્યા છીએ કે વિજ્ઞાનનાં પુસ્તકો માતૃભાષામાં નથી ! તો તેમાં માતૃભાષાનો અપરાધ છે કે શિક્ષણનું અને દેશનું આયોજન કરનારાઓનો ? એટલું દીવા જેવું સ્પષ્ટ છે કે હજીયે વિજ્ઞાનનો સંબંધ જો માતૃભાષા સાથે નહીં જોડીએ, તો આ વિજ્ઞાન તેના શીખનારાના પોતાના દિમાગમાં જ પડ્યું રહેશે અને ત્યાં જ તેની ઈતિશ્રી થઈ જશે. એ બહુજન સમાજમાં કદીય ફેલાશે નહીં. આ ભારે મોટી ભૂલ થઈ રહી છે. આપણે ભીંત ભૂલી રહ્યા છીએ. વિજ્ઞાનની વાત કરીએ છીએ, ત્યારે એ પાયાની વાત લગીરે વિચારતા નથી કે વિજ્ઞાન જેવી મહત્વની ચીજ જ્યાં સુધી માતૃભાષામાં નહીં હોય, ત્યાં સુધી તે સામાન્ય લોકો સુધી કેવી રીતે પહોંચી શકશે ?

માટે હું તો કહું છું કે આ બધા વિદ્વાન ને ભણેલા-ગણેલા લોકો આપણી ભાષાઓમાં વિજ્ઞાન નથી, વિજ્ઞાન નથી એવી બૂમો પાડ્યા કરવાને બદલે એવું કરે કે વિજ્ઞાનને આપણી ભાષાઓમાં ઉતારવામાં કાંઈક યોગદાન આપે. અંગ્રેજીમાં વિજ્ઞાનનાં સારાં-સારાં પુસ્તકો છે. તે બધાં આપણી ભાષાઓમાં લાવવાં છે. તો જેમણે પોતે અંગ્રેજીનું જ્ઞાન મેળવ્યું, તેમણે વ્રત લેવું જોઈએ કે હું મર્યા પહેલાં એક સારા અંગ્રેજી પુસ્તકનો અનુવાદ મારી માતૃભાષામાં કરીશ. એવો અનુવાદ કર્યા વિના મરવાનો મને અધિકાર નથી. આવું કાંઈક કરો ને ! માત્ર ‘વિજ્ઞાન નથી, વિજ્ઞાન નથી’ – એવી બૂમો પાડ્યા કરવાથી શું વળશે ? આટલું થાય તો દસેક વરસની અંદર વિજ્ઞાન અંગેનું અંગ્રેજીમાંનું જ્ઞાન આપણી ભાષાઓમાં આવી જાય, અને તે વિશે પછી કોઈને ફરિયાદ કરવાની રહે નહીં. આ બધું એમનેમ નથી થઈ જતું. તેને માટે પુરુષાર્થ કરવો પડે છે. આજે ઘણાં ક્ષેત્રોમાં અંગ્રેજી વિના ચાલતું નથી, એમ આપણે જ્યારે કહીએ છીએ, ત્યારે સાથે સાથે એટલો વિચાર નથી કરતા કે અંગ્રેજીને આવું સ્થાન મળ્યું શી રીતે ? કાંઈ આપોઆપ તો નથી મળી ગયું. તે માટે અંગ્રેજોએ કેટલો બધો પુરુષાર્થ કર્યો છે ! તેને લીધે આજે તો સ્થિતિ એ છે કે આપણા પોતાના દેશની ભાષાઓ પણ જો આપણે શીખવી હોય, તો તે અંગ્રેજી મારફત જ શીખવી પડે છે ! ધારો કે મારે બાંગ્લા ભાષા શીખવી છે, તો શું હું તેને મરાઠી મારફત કે ગુજરાતી મારફત શીખી શકીશ ? નહીં, કેમ કે મરાઠી-ગુજરાતીમાં મને બાંગ્લા કોષ નહીં મળે. તે અંગ્રેજીમાં મળશે. એટલે પછી મારે અંગ્રેજી મારફત જ બાંગ્લા ભાષા શીખવી પડશે !

એવું જ બહારની ભાષાઓ માટે પણ. વચ્ચે હું ચીની ભાષા શીખતો હતો, તો તેને માટે મારી પાસે જે પુસ્તકો આવ્યાં, તે અંગ્રેજીનાં જ આવ્યાં. એટલે આજે તો અહીંની ને બહારની ભાષાઓ અંગ્રેજી મારફત જ આપણે શીખી શકીએ એવી પરિસ્થિતિ છે, કેમ કે અંગ્રેજી ભાષામાં દરેક ભાષા માટેના કોષ મળી શકે છે. આ કોષ બધા એમનેમ બન્યા હશે ? તેને માટે કેટલી બધી મહેનત એ લોકોએ કરી હશે ! ખૂબ ખૂબ મહેનત કરીને એમણે પોતાની અંગ્રેજી ભાષાને આટલી બધી સંપન્ન બનાવી છે. ત્યારે એમની પાસેથી બોધપાઠ લઈને આપણે પણ ખૂબ મહેનત કરવી જોઈએ અને આપણી ભાષાઓને આ દષ્ટિએ પણ સંપન્ન બનાવવી જોઈએ. આવું કાંઈ કરવાને બદલે બસ, અંગ્રેજી વિના ચાલશે નહીં તેનું જ ગાણું ગાયા કરીશું, તો તે ઉચિત નહીં ગણાય. એ તો આપણા આળસની અને આપણી પુરુષાર્થહીનતાની નિશાની ગણાશે, આપણા ગુલામી માનસની નિશાની ગણાશે.

એટલે મારું કહેવું છે કે આપણી ભાષાઓ પૂરતી સમર્થ છે એટલું જ નહીં, અંગ્રેજીની સરખામણીમાં ઘણી બધી વિકસિત પણ છે. તેમાં વિજ્ઞાન વગેરેની જે કાંઈ કમી છે, તેની પૂર્તિ આપણે કરી લેવી જોઈએ; પરંતુ આપણો બધો વહેવાર આપણી ભાષાઓમાં જ ચાલવો જોઈએ તથા શિક્ષણનું માધ્યમ પણ આપણી બધી ભાષાઓ જ બનવી જોઈએ. માતૃભાષા વિના શિક્ષણ અપાય જ નહીં. શિક્ષણનું માધ્યમ વિદ્યાર્થીની માતૃભાષા જ હોઈ શકે.

.
[2] શિક્ષણમાં અંગ્રેજીને સ્થાન હોય, પણ તે પ્રમાણસરનું જ.

આપણે ત્યાં નિશાળોમાં અંગ્રેજી ક્યારથી શીખવવું જોઈએ, તે વિશેયે ચર્ચા ચાલે છે. મારું માનવું છે કે પહેલાં સાત વરસનો જે અનિવાર્ય શિક્ષણનો ગાળો સમસ્ત પ્રજા માટે માનવામાં આવ્યો છે, તેમાં અંગ્રેજીને સ્થાન આપવું એ શિક્ષણની દષ્ટિએ તથા લોકમાનસના વિકાસની દષ્ટિએ મોટી ભૂલ થશે. તેનાથી અંગ્રેજીના ભાષાજ્ઞાનને વિશેષ લાભ નહીં થાય. ઊલટાની માતૃભાષા તથા બીજા વિષયોના અધ્યયનને હાનિ પહોંચશે. જેને એક વાર માતૃભાષાનું ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત થાય છે, તે પાછળથી અન્ય ભાષા થોડા વખતમાં સારી રીતે શીખી શકે છે. અનેક પ્રયોગો કરીને મેં આ જોઈ લીધું છે.

નાની ઉંમરથી અંગ્રેજી શીખવીશું તો બાળક અંગ્રેજી સારું શીખશે, એ તદ્દન ખોટો ખ્યાલ છે. જ્યાં સમાજમાં આબોહવા અંગ્રેજીની હોય, ત્યાં નાનપણથી અંગ્રેજી શીખવી શકાય; પરંતુ જ્યાં સુધી વ્યાકરણ મારફત ભાષા શીખવવાની પ્રણાલી છે, ત્યાં સુધી માતૃભાષાના વ્યાકરણ અને સાહિત્યની સારી જાણકારી થયા વિના બીજી ભાષાઓ સરળતાથી પકડી શકાતી નથી. માતૃભાષાનું વ્યાકરણ ને સાહિત્ય ન જાણનારો બીજી ભાષાઓનું વ્યાકરણ ને સાહિત્ય કઈ રીતે શીખશે ? માટે શિક્ષણનાં પહેલાં સાત વરસ અંગ્રેજી ન જોઈએ. આ દરમ્યાન તો માતૃભાષાનું જ શિક્ષણ પાયામાંથી પાકું થવું જોઈએ.

વળી, આમાં સમસ્ત સમાજની દષ્ટિએ પણ વિચાર થવો જોઈએ. આપણે એ ભૂલવું ન જોઈએ કે મોટા ભાગનાં બાળકો તો સાત વરસનું જ શિક્ષણ લેતાં હોય છે. તેઓ સાત વરસથી આગળ વધતાં જ નથી. આટલું શિક્ષણ લઈને તેઓ ખેતીમાં જશે કે બીજા-ત્રીજા-નોકરી-ધંધામાં જશે. એમને અંગ્રેજીનો શો ઉપયોગ ? તો એમના ઉપર નિશાળમાં અંગ્રેજી શું કામ લાદવું ? થોડાંક વરસોમાં એમને અંગ્રેજી તો આવડવાનું છે નહીં. પણ એમના બીજા વિષયોના અધ્યયનમાં આનાથી ધક્કો પહોંચશે. એટલે એમને આ નાહકના બોજમાંથી મુક્ત રાખવાં જોઈએ. આમ, પહેલાં સાત વરસના શિક્ષણમાં અંગ્રેજીને સ્થાન ન હોવું ઘટે. આ બાબત મારા મનમાં કોઈ દ્વિધા નથી.

ઘણી વાર અંગ્રેજીનું ઉચ્ચ ધોરણ જળવાવું જોઈએ, એ બાબત બહુ ભાર મૂકવામાં આવે છે. એમ પણ કહેવાય છે કે હમણાં અંગ્રેજીનું ધોરણ બહુ બગડી ગયું છે. હવે, આ ફરિયાદમાં જો તથ્ય હોય, તો જે કાંઈ સુધારા-વધારા કરવા જેવા હોય તે જરૂર કરવા જોઈએ. કોઈ પણ ભાષા શીખવીએ, તે સારામાં સારી રીતે શીખવાડવી જોઈએ. પરંતુ સાથોસાથ હું એટલું કહું કે અગાઉ અંગ્રેજી વિશેની આપણી જે કલ્પના હતી, તેની તે કલ્પના આજે હવે નહીં ચાલે. ત્યારે જે અંગ્રેજીનું વાતાવરણ હતું, તે આજે ક્યાં છે ? અને ખરું જોતાં, આજે એવું અંગ્રેજીનું વાતાવરણ ફરી આવવું પણ ન જોઈએ. એવું વાતાવરણ જો પાછું લાવવું હોય, તો જે અંગ્રેજોને તમે ‘ક્વિટ ઈન્ડિયા’ (ભારત છોડો) કહ્યું હતું, તેને ફરી ‘રિટર્ન ટુ ઈન્ડિયા’ (ભારત પાછા પધારો) કહેવું પડે. પરંતુ એવું વાતાવરણ ફરી લાદવાની અને અંગ્રેજીને એવું સ્થાન પાછું આપવાની જરૂર શી છે ? તે વખતે પણ અંગ્રેજીને અઘટિત સ્થાન જ અપાયેલું.

લગભગ દોઢસો વરસ સુધી આપણે ત્યાં અંગ્રેજી-અંગ્રેજી ચાલ્યું. પરંતુ તે દરમ્યાન એવા કેટલા ભારતીય લેખકો નીકળ્યા, જેમનું અંગ્રેજી સાહિત્ય દુનિયામાં ચાલ્યું ? સરોજિની નાયડુ નીકળ્યાં, જેમણે અંગ્રેજીમાં કવિતા લખી. પંડિત નહેરુ નીકળ્યા, જેમને ઉર્દૂ ને હિંદી કરતાં અંગ્રેજી ઘણું સારું આવડતું હતું. રવીન્દ્રનાથ ઠાકુરનું સાહિત્ય દુનિયામાં ગયું. શ્રી અરવિંદનું ગયું. કદાચ બે-પાંચ બીજા હશે. જ્યારે હવેના વાતાવરણમાં તો બહુ ઊંચી કક્ષાનું અંગ્રેજી લખનારા – બોલનારા ઓછા જ નીકળે છે. અને તેમાં કશી નવાઈ નથી. હું તો એમ પૂછું કે એવી જરૂર પણ શી છે ? આ દોઢસો વરસમાં કોઈ અંગ્રેજ લેખકે ભારતીય ભાષામાં કોઈ ગ્રંથ લખીને ભારતીય સાહિત્યની શોભા વધારી ? તો પછી આપણા ઉપર એવી કોઈ જવાબદારી શું કામ આવે કે આપણે અંગ્રેજીમાં લખીને મિલ્ટન ને ટેનિસન સાથે હરીફાઈ માંડીએ ?

એટલે મૂળમાં તો આપણો દષ્ટિકોણ બદલાવો જોઈએ. આપણે શા માટે અંગ્રેજી શીખવું છે ? શું અંગ્રેજીમાં કવિતા કરવી છે ? અંગ્રેજીમાં સાહિત્ય રચવું છે ? કે થોડી માહિતી મેળવવી છે ? થોડું જ્ઞાન મેળવવું છે ? થોડો વહેવાર ચલાવવો છે ? એક વાર આપણા મનમાં જો આટલી સ્પષ્ટતા થઈ જશે, તો અંગ્રેજી શિક્ષણ વિશેની આપણી અપેક્ષા પણ વિવેકપૂર્વકની રહેશે. ઘણા લોકોને એમ લાગે છે કે અંગ્રેજી વગર શિક્ષણ અધૂરું રહી જશે, કારણ કે દુનિયાને માટે તે એક ‘વિન્ડો’ છે, બારી છે. આ વાતમાં કાંઈક તથ્ય છે, તેની ના નહીં. પરંતુ મારું કહેવું એમ છે કે તે ‘એક’ બારી છે. બુદ્ધિશાળી લોકો પોતાના ઘરમાં માત્ર એક બારી નથી રાખતા, ચારે દિશામાં અલગ અલગ બારી રાખે છે. તો જ ચારેય બાજુનું દર્શન થાય છે. એક જ બારી હમેશાં એક જ બાજુનું દર્શન કરાવશે. અને તે એકાંગી દર્શન હશે. એવી રીતે તમે જો માત્ર અંગ્રેજીની એક જ બારી રાખશો, તો સર્વાંગી દર્શન નહીં થાય, એક જ અંગનું દર્શન થશે. માત્ર અંગ્રેજી ભાષા દ્વારા જ આપણે દુનિયાને જોઈશું, તો આપણને તદ્દન એકાંગી દર્શન થશે; તે સમ્યક ને સાચું દર્શન નહીં હોય, ખોટું ને અધૂરું દર્શન હશે. આપણે અંગ્રેજી ભાષાને આધીન થઈ જઈશું અને સ્વતંત્ર બુદ્ધિથી વિચારવાનો મોકો આપણને નહીં મળે.

તેથી હું તો એમ કહીશ કે આપણે ઓછામાં ઓછી આઠ બારી રાખવી પડશે. માત્ર અંગ્રેજી જ નહીં, દુનિયાની ઓછામાં ઓછી આઠ ભાષા આપણે શીખવી પડશે. અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, સ્પેનિશ અને રશિયન એ પાંચ યુરોપની, ચીની અને જાપાની એ બે દૂર પૂર્વની અને એક અરબી ઈરાનથી સીરિયા સુધીના વિસ્તાર માટે. ત્યારે દુનિયાનું સમ્યક દર્શન થશે. એ વાત સાચી કે આપણે ત્યાં અંગ્રેજીના શિક્ષણની સગવડ ઘણી સારી છે. એટલે અંગ્રેજી શીખનારા વધારે નીકળશે, બીજી ભાષાના ઓછા નીકળશે. પરંતુ આ આઠ ભાષાના ઉત્તમ જાણકાર આપણે ત્યાં હોવા જોઈએ. તો જ ઠીક ચાલશે. નહીં તો જાણ્યે-અજાણ્યે આપણે ઈંગ્લૅન્ડ, અમેરિકા તરફ ઢળી જઈશું. આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ, તોય આપણું ચિંતન એકાંગી બનશે.

એક વાત બરાબર સમજી લેવાની જરૂર છે કે આપણે જો હમેશાં અંગ્રેજી ભાષામાં જ વાંચતાં રહીશું, તો એમની માહિતી, ખબરો વગેરે આપણા ઉપર આક્રમણ કરતી રહેશે અને રશિયામાં, જર્મનીમાં, જાપાનમાં શું ચાલી રહ્યું છે, તેની આપણને ઝાઝી ખબર જ નહીં પડે; અને પડશે તોયે અંગ્રેજી ભાષા દ્વારા જ પડશે, એટલે તે ‘વન સાઈડેડ’ (એક બાજુની) અથવા ‘પ્રીજ્યુડાઈસ્ડ’ (પૂર્વગ્રહ ને પક્ષપાતભરી) હશે. તેથી આવડા મોટા દેશ માટે એક જ બારી રાખવામાં હું જોખમ જોઉં છું. એ ખોટું છે. એક બારીથી કામ નહીં ચાલે, અનેક બારી જોઈશે. દુનિયાનું સમ્યક દર્શન કરવા બીજી બારીઓ પણ આપણને જોઈશે. અન્ય દેશોને આપણે માત્ર અંગ્રેજોની નજરે જ જોઈએ છીએ, તો એમને અન્યાય કરીએ છીએ. બીજું એ પણ સમજવાનું છે કે અંગ્રેજી આવડ્યું એટલે દુનિયાભરમાં સહેલાઈથી ફરી શકાશે, એવો ખ્યાલ પણ સાવ ખોટો છે. અંગ્રેજી દુનિયા આખીની ભાષા છે, તે નર્યો ભ્રમ છે. દુનિયા અંગ્રેજી કરતાં ઘણી મોટી છે. અંગ્રેજી જાણનારાઓની સંખ્યા દુનિયામાં અમુક અબજ હશે અને દુનિયાની વસ્તી અબજોમાં છે. આના પરથી ખ્યાલમાં આવશે કે દુનિયામાં એવા ઘણા પ્રદેશો છે, જ્યાં અંગ્રેજીના આધારે કામ નહીં ચાલે.

તેથી દુનિયા સાથેના સંબંધ માટે આપણને સરસ અંગ્રેજી આવડવું જોઈએ, એવા ખ્યાલમાંથીયે હવે છૂટી જવું જોઈએ. તે તદ્દન ખોટો ખ્યાલ છે, નર્યો ભ્રમ છે. બીજા દેશો કોઈ આવા ભ્રમમાં નથી. આ તો ગુલામીના માનસનું જ સૂચક છે. પરદેશીઓ સાથે એમની ભાષામાં વાત કરવાની અપેક્ષા રાખવી, એ પોતાની શક્તિને કુંઠિત કરવા બરાબર છે. યુનોમાં જઈનેયે આપણે હિંદીમાં બોલી શકીએ, એવું થવું જોઈએ. રશિયા, ચીન, જાપાન વગેરે દેશો શું વિદેશો સાથે અંગ્રેજીમાં વહેવાર કરે છે ? ચાઉ-એન-લાઈ અહીં આવ્યા હતા. તેઓ એક શબ્દ પણ અંગ્રેજીમાં ન બોલ્યા. બધું ચીની ભાષામાં જ બોલ્યા. ત્યાં સુધી કે એમણે ભારતને જે સંદેશો આપ્યો, તે પણ ચીની ભાષામાં જ આપ્યો. રશિયાના બુલ્ગાનિને પણ અહીં અંગ્રેજીમાં વ્યાખ્યાન નહોતું આપ્યું. એ બધા આપણે ત્યાં આવેલા, ત્યારે પોતપોતાની માતૃભાષામાં જ બોલેલા. તો પછી આપણે પણ દુનિયા સાથે આપણી ભાષામાં વહેવાર શું કામ ન કરી શકીએ ? વિદેશમાં ફટાફટ અંગ્રેજી બોલવાથી તમને પ્રતિષ્ઠા મળશે ? કે પછી એમની નજરમાં તમે હીણા ઊતરશો ? એ તમને હજી ગુલામી માનસના જ સમજશે. આ શાંતિથી વિચારવાની વાત છે.

ટૂંકમાં, સમજવું જોઈએ કે અંગ્રેજીનું સ્થાન ભલે દુનિયામાં મોટું હોય, પરંતુ દુનિયા અંગ્રેજી કરતાંયે ઘણી મોટી છે. માટે આપણે શિક્ષણમાં અંગ્રેજીના ઉચિત સ્થાન વિશે સ્વસ્થતાથી વિવેકપૂર્વક વિચાર કરવો જોઈએ. અંગ્રેજીને વધુ પડતું મહત્વ આપી દઈને શિક્ષણના આપણા સમગ્ર આયોજનમાં ખલેલ પડવા દેવી જોઈએ નહીં. અંગ્રેજીને સ્થાન હોય, પણ તે પ્રમાણસરનું જ.

[કુલ પાન : 110. કિંમત રૂ. 25. પ્રાપ્તિસ્થાન : યજ્ઞ પ્રકાશન. ભૂમિપુત્ર, હિંગળાજ માતાની વાડી, હુજરાતપાગા, વડોદરા-390001. ગુજરાત. ફોન નંબર : +91 265 2437957. ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous શ્રીમદ્ વિનોદ ગીતા – વિનોદ જાની
લુચ્ચાઈની હાર – કાલિદાસ પટેલ Next »   

60 પ્રતિભાવો : શિક્ષણ અને માતૃભાષા – વિનોબા ભાવે

 1. બારી વાળી વાત ગમી, મગજમાં બેઠી.

 2. ગાંડાભાઈ વલ્લભ says:

  અંગ્રેજોના સમયમાં આપણા દેશના લોકોમાં ગુલામીનું જે માનસ હતું તેના કરતાં આજે તો કદાચ એમાં કેટલાયે ઘણો વધારો થયો હશે. ગુજરાતી ભાષામાં સરસ રીતે વિચારો વ્યક્ત કરી શકે તેવા ઘણા શબ્દોની જગ્યાએ આજે અંગ્રેજી શબ્દો વાપરવામાં આવે છે. (શો આશય હશે એની પાછળ?) આજે જે રીતે કોઈ કોઈ લોકો અંગ્રેજીપ્રચુર ગુજરાતી લખે છે તેવું જો કોઈ ગુજરાતીપ્રચુર અંગ્રેજી લખે તો કેવું હાસ્યાસ્પદ લાગે તેનો વિચાર કરી જુઓ.

  વિનોબાજીના આ વિચારો ખૂબ જ મહત્ત્વના છે. પણ એનો અમલ કોણ કરશે? જો કે ભાષા બાબતમાં ગધેડા અને સિંહનો દાખલો ઉચિત નથી, બંને અલગ અલગ પ્રાણીઓ છે, પણ અંગ્રેજ અને ભારતીય બંને એક જ પ્રાણી છે-મનુષ્ય. પણ બંનેની માતૃભાષા અલગ છે.

  ગુજરાતીમાં કેટલાક શબ્દોના ઉચ્ચારો પણ બદલી નાખવામાં આવ્યા છે, અને તેથી એની જોડણી પણ બદલાઈ ગઈ છે. જેમ કે “એમ ને એમ”નું કરી નાખ્યું છે “એમનેમ”. આ માત્ર એક ઉદાહરણ છે; આવા બીજા ફેરફારો પણ થયા છે, અને તે ખોટા (?) ઉચ્ચારોને કારણે.

 3. Ritika Nanavati says:

  બારેી વારિ વાત સાચી લાગી. પન highschool પ્છૈઇ તો studieis english ma j hoovu joie. Sorry, pan gujarati keyboard favtu nathi etle ……

  Anyways, India has to transform its mindset and let children decide what they want to go for. Only Doctors and engineers are not the options. Let kids choose what he wants to do with his life.

  In USA most of the ABCD (American born confused desis) proudly confirms that they want to be a doctor and so their major is pre medicine. But Alas!!!!! It is only their parents who want their kids to be “doctors”.

  Lemme know if anyone have any comments on this, I would love to hear them if any.

 4. Aniket Shah says:

  વિજ્ઞાન વિશે નો પ્રસ્તાવ અમલઆ માં મૂકવા જેવો છે.

 5. ભાવના શુક્લ says:

  સારા વિચારો.

 6. Dipika says:

  Ritika Nanavati, ABCD is for American Born Confident Desis, Not American born confused desis. We have confident because we know many languages.

  આત્મગૌરવ હોવું જોઈએ.

 7. Mehul says:

  ટુન્ક મા કહુ તો ત્રણ વાત મહત્વનેી છેઃ

  ૧) શેીક્ષણ માત્રુભાષા મા,
  ૨) અન્ગ્રેજેી ને પુરતુ મહત્વ,
  ૩) વિદ્યાર્થેીઓ નો આત્મવિશ્વાસ વધે એવુ શેીક્ષણ

 8. pragnaju says:

  “માતૃભાષા વિના શિક્ષણ અપાય જ નહીં. શિક્ષણનું માધ્યમ વિદ્યાર્થીની માતૃભાષા જ હોઈ શકે.”
  “અંગ્રેજીને સ્થાન હોય, પણ તે પ્રમાણસરનું જ.” ખૂબ અગત્યની વાતો વિનોબાજીએ મુદ્દાસર સમજાવી છે.અમલમાં મૂકવા જેવી વાત્

 9. Dr Nishith Dhruv says:

  વિનોબજીના વિચારો ઉમદા છે. છતાં એક વિચાર આવે છે કે બહુભાષીય પ્રજામાં દરેક વખતે માતૃભાષામાં શિક્ષણ આપવું શક્ય છે ખરું?
  ડૉ. નિશીથ ધ્રુવ

 10. Nilesh says:

  I am not sure which year this article was written (must be at least 20/30 years old) – with all due respect to Vinobaji (I know he was a learned soul) but his views that education has to be in monther tongue is simply not relevant in today’s India and today’s world.

  He cites the examples of France, Russia, Germany etc. but he doesn’t consider the fact that all these countries that he mentioned are single language country whereas India is in a unique situation of being a multi-lingual contry with more than 14 full fledged languages (not just dialects) with their own set of grammer and quite often with little resemblance with each other (particularly languages in north v/s south).

  Try telling to a Gujarati parent who lives and works in Bangalore, Chennai, Hyderabad, San Jose or Singapore that his kid need to study in Gujarati medium – that doesn’t make sense in today’s world where people are more mobile. We are living in a very different and much more integrated world today than what it was 20/30 years ago.

  His suggestion that each of us translate a science book in our mother tongue is simply neither practical nor feasible.

  I think India as a whole has come better place because more and more people are bilingual and now there is much wider acceptance of English and Hindi. How people in Gujarat are going to trade with people from other states if there is no common language.

  Here in Singapore even native Chinese people are having hard time coping with learning Mandarin. I am sure there will always be people who can master multiple languages due to their love for learning languages but to suggest that all of us need to learn eight languages etc. is simply not practical. Whether we like it or not, more and more people in the world (even in China, Japan, Germany) are learning English and for forseeable future English will continue to be common lanuguage that world understands.

  Now this is not to suggest that one should ignore his/her mother tongue. I agree there are certain finer aspects of life one can appreciate better if one knows mother tongue. Monther tongue should be learned to preserve cultural heritage but to insist that whole education should be in mother tongue is simply not the right solution. Those who prefer to educate their children in mother tongue should have this option but to insist that it (full education in mother tongue) is the universal solution that fits everyone is simply not correct in today’s world.

  As I mentioned in earlier feedback also, the need of the hour is to be creative and think out of the box so that Gujarati continues to be learned by our children even if they don’t study in Gujarati medium school.

  Once again I would like to reiterate my warm invitation for all like minded folks to continue network through gujarati-education@yahoogroups.com (to join send blank email to gujarati-education-subscribe@yahoogroups.com) so that we can find ways and means to keep Gujarati language education alive for our children and future generations.

  Kudos to Mrugeshbhai for excellent efforts with readgujarati.com.

  – Nilesh

 11. Purvi says:

  માતૃભાષા અને અંગ્રેજી ભાષા વચ્ચે સરખામણી થાય ત્યારે માપદંડ વિચારો કરતાં ફાયદો અને નુક્સાનનું હોય છે. જેને કારણે વિનાબાજીનાં લખાણનું મર્મ પામવાનું દરેક માટે શક્ય નથી. છતાં જમીનમાં ઉગેલા ઝાડ, છોડ, જંગલી વનસ્પતિ કે પછી કોઇ પણ પ્રકારની લીલોતરી અને કુંડામાં ઉગાડેલા, માવજત કરાતાં અને સચવાતાં કોઇ પણ છોડને જોઇએ તો બન્ને વચ્ચે શું ફરક લાગે છે? એ જ ફરક માતૃભાષા અને અંગ્રેજી ભાષાનો છે. જમીન સાથે જોડાયેલી કોઇ પણ લીલોતરી જેટલી મુક્ત, જીવંત અને વિકસવા માટે સ્વતંત્ર છે તેટલી કુંડામાંની લીલોતરી એનેકગણી માવજત પછી પણ નથી લાગતી. એ જ રીતે માતૃભાષા, સંસ્કૃતિ અને પરંપરા માણસની જમીન છે અને તેને જન્મ આપનારી મા દ્વારા તેને મળતું પોષણ છે. ભાગ્યશાળી હોય તેને મા અને મા દ્વારા અપાતો આ વારસો પૂર્ણ સ્વરુપે મળે છે, જે તેમને પૂર્ણ બનવાની ક્ષમતા આપે છે. જ્યારે મા દ્વારા અપાતી કેળવણી જો કોઇ અન્ય ભાષા, સંસ્કૃતિ કે પધ્ધતિને આધારે હોય તો તે વ્યક્તિ સફળ, સક્ષમ કે શક્તિશાળી ભલે લાગે પણ તે પૂર્ણ ક્યારેય નહિ લાગે. કારણ પૂર્ણતા માત્ર તન, મન અને ધનથી નથી મળતી, તે તો મળે છે આત્મજ્ઞાન અને આત્મસાત થવાથી. ભારત કે અન્ય કોઇ પણ દેશમાં કોઇ સંત કે કોઇ મહાપુરુષે ક્યારેય પોતાની માતૃભાષા કે પોતાની સંસ્કૃતિને ત્યજીને અન્ય ભાષા કે સંસ્કૃતિનાં માધ્યથી સ્વવિકાસ કર્યાનો ઇતિહાસમાં ક્યાંય દાખલો નથી. અને જો સફળતા કે મહાનતા મેળવવા માટે અંગ્રેજી ભાષા જ અસરકારક માધ્યમ હોત તો છેલ્લા 50 વર્ષમાં અંગ્રેજી ભાષાનું મહત્ત્વ વધ્યા પછી પણ એવી એક પણ આદર્શ વ્યક્તિ દુનિયા કે ભારતે નથી આપી જે તેનાં અગાઉનાં 50 વર્ષમાં મળી. જ્યારે કોઇ માતૃભાષાને ફાયદાની દ્રષ્ટીથી જોવે ત્યારે મને તે વ્યક્તિનાં તેનાં મા-બાપ પ્રત્યેનાં લગાવ કે વફાદારીનું પ્રમાણ મળી જાય છે. કારણ મા ની સરખામણી તો થઇ જ ના શકે. મા તે મા છે, માધ્યમ નહિ.

 12. Pinki says:

  મૃગેશભાઈ
  સુંદર લેખ …… સમયસર……!!

  વિનોબાજી આટલા વર્ષો પહેલા પણ આવું વિચારી શકતા
  તો આપણે આવતા ૧૦-૨૦ વર્ષનું વિચારવું જ રહ્યું.
  ગુજરાતી માધ્યમમાં અંગ્રેજીને ઓછું મહત્વ ના અપાય
  અને અંગ્રેજી માધ્યમમાં ગુજરાતીને ઓછું મહત્વ ના અપાય
  તે વધુ યોગ્ય રહેશે.

 13. Nilesh says:

  માતૃભાષા “નાં” શિક્ષણ માટે આપણે બધાં સહેમત છીએ પણ માતૃભાષા “માં” જ શિક્ષણ હોવું જોઈએ કે નહીં એ વિચારનો પ્રશ્ન છે. We can agree to disagree on that.

  આપણે ગુજરાતી માધ્યમમાં ભણીને પણ સાવ અસભ્ય અને અસંસ્ક્રુત રહેલા લોકો જોયા છે અને અંગ્રેજી માધ્યમમાં ભણીને પણ ના ફ્કત સફળ પણ સભ્ય અને ખાનદાન લોકો જોયા છે. એટલે માતૃભાષા માધ્યમમાં ભણીએ તો જ સંસ્કૃતિ સમજી શકીએ એ વાત યોગ્ય નથી. માતૃભાષાનું શિક્ષણ જરૂર હોવું જોઈએ પણ માતૃભાષામાં જ શિક્ષણ એ દુરાગ્રહ છે.

  છેલ્લા પચાસ વર્ષમાં જો સમાજમાં મૂલ્યો અને આદર્શોનો ઘટાડો જોવા મળ્યો હોય તો એનો ઉકેલ ગુજરાતી માધ્યમમાં શિક્ષણ ચાલુ કરવાથી નહીં થાય!

  સંસ્કૃતિ = Way of life + Way of thinking + Way of worship. આ કોયડો ફ્કત ગુજરાતી માધ્યમમાં ભણવાથી ઉકેલવાનો નથી. હા પણ જે બાળકો આપણી ભાષા ભણ્યાં / શીખ્યા હશે એમને માટે આપણી સંસ્કૃતિ સમજવી સહેલું પડશે – નહીં તો લગભગ અશક્ય છે. પણ એનો મતલબ એમ નથી કે જે બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણીને સાથે સાથે ગુજરાતી ભણ્યાં / શીખ્યા એ ઉતરતી કક્ષાનાં છે. In fact I would say – they got the best of both worlds.

  જેમને ગુજરાતી માધ્યમમાં બાળકોને ભણાવવા હોય એમને એ સુવિધા ગુજરાતમાં ઉપલ્બ્ધ છે અને હોવી જોઈએ. પણ સમાજમાં નૈતિક મૂલ્યોનાં નાશનાં ઉપાય માટે ગુજરાતી માધ્યમમાં શિક્ષણ ચાલુ કરવાની મથામણ એ અંગ્રેજી ભાષામાં કહેવું હોય તો “Barking at wrong trees”.

  સંતો અને મહાપુરૂષોનું ઉદાહરણ અપ્રસ્તુત છે કારણકે જે ધોરણો સંતો અને મહાપુરૂષોનું જીવનનાં બધી વાતો / માપદંડો સામાન્ય માણસ અપનાવી ન શકે. સંતો અને મહાપુરૂષોનાં જીવનમાંથી સારી વાતો જરૂર ઉપાડવી જોઈએ પણ સાથે એ પણ ખ્યાલ રાખવાની જરૂર છે કે સંતો અને મહાપુરૂષો એ કક્ષાએ પહોંચ્યા છે કારણકે એની પાછળ એમની તપસ્યા અને બીજા ઘણાં પરિબળો છે અને સાથે એ પણ યાદ રાખવાની જરૂર છે કે સંતો અને મહાપુરૂષો જૂજ હોય અને સમાજમાં બધાંને સંત કે મહાપુરૂષ નથી બનવું હોતું.

  વિનોબાજી જે પણ લખી ગયા એ બધું બ્રહ્મવાક્ય ગણીને અનુકરણ કરવાં કરતાં જે ચિરંતર જીવનમૂલ્યોની એમણે હિમાયત કરી (દા.ત. ભગવદગીતાનો અભ્યાસ) તે અપનાવવા જોઈએ. ગાંધીજી એ પણ ખાદી અને સ્વદેશીની ખૂબ હિમાયત કરી હતી પણ આપણને બધાંને એ અનુભવ છે કે અત્યારનાં સમયમાં ખાદી / સ્વદેશીનો આગ્રહ એ અપ્રસ્તુત છે. એનો મતલબ એમ નથી કે જ્યારે ગાંધીજી એ પણ ખાદી અને સ્વદેશીની હિમાયત કરી હતી ત્યારે એ ખોટાં હતાં કે અત્યારે આપણા માટે સાદાઈથી જીવન જીવવાનો ઉપદેશ ઉપયોગી નથી.

 14. Margesh says:

  Here, i would like to give a very nice true example.
  A Gujarati Couple migrated to sweden. when their child has to join the school, Swedish Government studied the information provided by his parents at the time of migration to sweden and found gujarati as their mother tongue. As per the swedish rule the child must go on with the primary education in his mother tongue only. so the government start searching for a teacher who can teach gujarati to the child but unable to found any one. So they asked his mother to be teacher of that child with the monthly salary to the mother.

 15. Pinki says:

  thanks margesh

  such a wonderful example…..

  hats off to swidish govt.

 16. Mehul Raval says:

  Thanks Margesh i like your wonderful example but pleases translate in Gujarati O.K.

  Thank you

  જય જય ગરવી ગુજરાત

  જામનગર થી મલકાન
  (મેહુલ રાવલ)

 17. Hiral Thaker "Vasantiful" says:

  “ગધેડાના બચ્ચાને પૂછવામાં આવે કે તને ગધેડાની ભાષામાં જ્ઞાન આપવું જોઈએ કે સિંહની ભાષામાં, તો એ શું કહેશે ? એ કહેશે કે સિંહની ભાષા ગમે તેટલી સારી હોય, મને તો ગધેડાની ભાષા જ સમજાશે, સિંહની નહીં.”

  કબુતરનુ બચ્ચુ ઉડે ને બતકનુ બ્ચ્ચુ તરે. તો જ બન્ને બરાબર સાચી રીતે જીવી શકે.

  આટલામા બધુજ આવી ગયુ.

 18. Ashish Dave says:

  ગુજરાતમા અંગ્રેજી માધ્યમમા ભણતા અમારાજ પરીવારના બાળકોને જોઉ છુ ત્યારે લાગે છે કે બાવા ના બેય બગડયા છે.

  They are never good in Gujarati and English is poor as well. This is my personal experience with numerous children in my family. Looks like parents are just not capable of seeing this. Six hours of English medium in school and rest in Gujarati surrounding is not going to do the job.

  English is much easier to learn than Gujarati if taught as a language. Gujarati diction and its delivery as well as using the right language and the correct word to describe are much more difficult than learning English to me. I am finding this out as my daughter is learning to read and write in Gujarati at age of seven with help of my mother.

  There are few Gujarati language teaching organizations near my place but their motives are not so clean as they are promoting their own “sampradaye” more than vast Hinduism.

  The world has changed drastically since the article is written and many parts may not be applicable today but I truly agree with the most.

  Ashish Dave
  Sunnyvale, California

 19. કલ્પેશ says:

  Ritika and Dipika,

  Please do not categorize people whether they are desi or videshi, american or indian, confused or aware. This is a limiting thought.

  Also, please give due respect to English
  Lemme? (Let me), We have confident (we have confidence)

  Nilesh: “His suggestion that each of us translate a science book in our mother tongue is simply neither practical nor feasible.”

  Practicality or feasibility can be decided only when you try & fail.
  You might say going to mars is not practical/feasible. Have you tried doing that? So, translating books is not a big task compared to mars landing

  “છેલ્લા પચાસ વર્ષમાં જો સમાજમાં મૂલ્યો અને આદર્શોનો ઘટાડો જોવા મળ્યો હોય તો એનો ઉકેલ ગુજરાતી માધ્યમમાં શિક્ષણ ચાલુ કરવાથી નહીં થાય!”

  Again, what makes you so sure that it cannot work, without any efforts?

  “સંતો અને મહાપુરૂષોનું ઉદાહરણ અપ્રસ્તુત”
  I am speechless. Speaking in your own mother-toungue doesn’t require you to be a Saint or “Mahapurush”

  “અત્યારનાં સમયમાં ખાદી / સ્વદેશીનો આગ્રહ એ અપ્રસ્તુત છે.”
  We are influenced by media/outside world & hence their impact & our wish to be assimilated into the culture. So, khadi doesn’t make sense there.

  But, if I deeply care about people who are into making clothes (farmers, weavers) – I will only buy clothes which are made by them at home country. Nobody can stop me wearing a levi’s jeans. But,if I think deeply & care about people (in my country, village) who dont get what they deserve – I might drop it all & buy only things “made in India”.

  I am not being emotional here. But, a sense of Identity is what we need.
  We belong to a land of great tolerance, open minded people (more than any other country/civilization). If we can stand an inch close (honest, morally responsible) to what we have been in the past – I am sure, we wouldn’t need to discuss these things.

  Ashish: “ગુજરાતમા અંગ્રેજી માધ્યમમા ભણતા અમારાજ પરીવારના બાળકોને જોઉ છુ ત્યારે લાગે છે કે બાવા ના બેય બગડયા છે.”

  The reason could be that people who try to do this wish to disregard one language (gujarati) & yet speak in it. If I am a gujarati, but my parents speak in English (good english) all the time, I might learn better english.

  But, if they speak in gujarati & teach me in English (maybe not as good teaching medium) & then, talk with me in gujarati – I am sure it is the case of “bava na banne bagadya”.

  So, the issue is not of english vs gujarati. It is our limited mind that makes us think that speaking english makes us look good (atleast for impression)
  Speaking to an american/british will require good command over english.
  As we proud ourselves to be a english speaker, we should ask British what they think of us when we talk to them?

  And, it looks stupid when 2 gujaratis try to converse in half-baked english.
  Use the language that is suitable to express our thoughts, ideas.

  Thank you all for your views. I hope I am talking sense here.

 20. ગાંડાભાઈ વલ્લભ says:

  મેહુલભાઈના પ્રત્ુત્તરમાં માર્ગેશભાઈના અંગ્રેજીનું ગુજરાતી આપવાનો મારો નમ્ર પ્રયાસ.
  હું અહીં એક સાવ સાચું સુંદર ઉદાહરણ આપવાનું વિચારું છું. એક ગુજરાતી દંપતિ કાયમી વસવાટ માટે સ્વીડન ગયું. જ્યારે તેમના બાળકને નિશાળમાં દાખલ કરવાનો સમય આવ્યો ત્યારે સ્વીડનની સરકારે સ્વીડનના તેમના પ્રવેશ સમયે તેમણે આપેલી વિગતોનો અભ્યાસ કર્યો. તેમણે જોયું કે એ લોકોની માતૃભાષા ગુજરાતી છે. સ્વીડનના કાયદા મુજબ બાળકનું પ્રાથમિક શિક્ષણ તો એની માતૃભાષામાં જ થવું જોઈએ. આથી સરકારે આ બાળકને ગુજરાતી શીખવી શકે તેવા શિક્ષકની શોધ આદરી. પરંતુ તેવો કોઈ શિક્ષક મળી ન શક્યો. આથી એ બાળકની માને જ માસિક વેતન સહિત એની શિિક્ષકા થવાની વિનંતી કરવામાં આવી.

 21. ashish doshi says:

  so vat ni ek vat education to matrubhasha ma j aapvu joie (dhyan thi vanchjo “matrubhasha” ni vat karu chu gujrati english marathi hindi ni nai).. matrubhasha ma education medvine badak hadvas anubhave che aa to fact j che. gar ni andar gujrati mahol hoy ane te j badak english ma education leva jay che begining ma magaj par etlo bojo pade che ane ekdam bhar feel kare che…

  su ugta chod par pathar muki desu to kadi te khili sakse… avi samsya no ukel “dalil” thi kadi na j ave .. sahiyara prayas thava joie.. ek vat to hakikat che svikaro ke na svikaro satya nai badlay aaj na yug me english e international language che mate tenu gnan avsyak che che ane chej.. to………. su karvu? best way scientific course frame karo badha sathe madine ke education matrubhasha ma ane english nu gnan badak ne alag thi apo jethi vikas pan na rundhay badak pragati pan kare ane aaj na competetive yug ma english na gnan thaki badak taki pan jase … baki education to matrubhasa ma j apvu joie sanskar to j takse badak “potano” to j bani rahese..

 22. Margesh says:

  Thank you very much Ganda bhai.
  Even i want my son to go through in Gujarati Medium in primary education but since we are leaving here at Dubai so its not possible. But then also i bought many gujarati books like desi hisab, nana jodakana, etc. from india and trying my best to teach him kakko and barakhadi before he’ll go to school and learn ABCD.

 23. Nilesh says:

  “Six hours of English medium in school and rest in Gujarati surrounding is not going to do the job.”

  Ashish,

  I really don’t think six hours of English medium school and rest in Gujarati surrounding (at home, I suppose) is the main factor here. This has not been an issue with my children – they study in English medium school and at home we predominantly use Gujarati. And even then they are fluent in both English as well as Gujarati.

  I do agree with you that level of English in Gujarat is indeed poor so far. I personally think that lack of cosmopolitan environment in Gujarat is one of the contributing factor. For e.g. when I grew up in Mumbai, though I studied in Gujarati medium school, as soon as we entered into higher secondary school (Junior College), all of us from Gujarati medium had to improve our English because there was simply no other choice as in Junior college we were suddenly thrown into environment where we were minority with majority being non-Gujarati folks (fellow students, Lecturers etc.) around. I have observed the students in Gujarat don’t face this issue and hence, they are not forced to sharpen their English.

  But I thought the situation should be now improving.

  I do know my cousin brothers who studied in English medium schools and none of them were able to do well in their studies. But I am also mindful of the fact that there are number of factors at play (e.g. parent support, children’s own ability and inclination to do well academically etc.) so I would really not think that medium of instruction is the only factor here.

  I am sure there would be number of families in Gujarat whose children studied in English medium and have done well – both in school and in their subsequent careers.

  Please note – I am not suggesting at all that Gujarati medium schools should not be there at all. In some cases (particularly for economically weak sections or in cases where both parents are not comfortable with English etc.) – I do reckon that Gujarati medium schools would be better choice. But having said that it just does not make sense to insist that Gujarati medium schooling is the universal and one-size-fits-all solution. There should be choice for both and it is futile to claim that one is superior versus other.

  The real issue on hand is Gujarati language and what can be done to preserve it and let us not confuse this with medium of instruction in school.

 24. Nilesh says:

  Dear Kalpesh,

  “Practicality or feasibility can be decided only when you try & fail.
  You might say going to mars is not practical/feasible. Have you tried doing that? So, translating books is not a big task compared to mars landing”

  Well – if you think translating a science book is not a big task – then I invite you to translate a science book and share with all of us how long it took you. Do let us know the name of the original Science book and also share with us copy of the translated book.

  With all due respect to Vinobaji – his suggestion that each of us take up translating a Science book is non-starter and does not make sense. If anyone has interest in translating a Science book to Gujarati – he/she is welcome to do so but sorry this (translating a Science book into Gujarati) is not my expertise, not my interest, and neither I or my children need it. My children can speak, read and write fluent Gujarati but even then my children prefer to read works like “A brief history of time” (Stephen Hawking) or Harry Potter in its original form in English.

  And your example of comparing this with mars landing does not make sense either. Let us not compare apple with orange here. You do understand the level of resources that goes into mars landing, don’t you?

  “Again, what makes you so sure that it cannot work, without any efforts?”

  Well – I stand by my opinion that Gujarati medium instruction is not the solution for re-establishing the moral values in the society. But don’t take my word of it – if you think establishing the Gujarati medium school is going to solve the problem of lack of moral values – you and other like minded folks are welcome to establish Gujarati medium schools.

  “I am speechless. Speaking in your own mother-toungue doesn’t require you to be a Saint or “Mahapurush””

  I think you missed my point completely. I was responding to Purviben’s suggestion that lack of Sant or Mahapurush is because of lack of Gujarati medium schooling. Please read my points in conjuction with Purviben’s earlier post.

  “And, it looks stupid when 2 gujaratis try to converse in half-baked english. Use the language that is suitable to express our thoughts, ideas.”

  I do agree with this point – this does not look good or make sense (Two Gujarati’s conversing in half-backed English). It should be shame that these two Gujarati’s can not use their own mother tongue to communicate.

 25. કલ્પેશ says:

  Nilesh,

  Good to hear your views.

  Just as you are, I do not have skills/knowledge of science to translate it. However, it is upto us (as people) what we would want to do. Mars landing was just a symbolic thing. So, it might take lots of resource & it might be impossible (depends on what one thinks impossible). And, it is the same case for books.

  If people demand for it, nothing is impossible.

  Other countries have done it. Having science, arts, engineering in all major countries in their own native language. Countries have invented new words to accommodate new things (e.g. words such as computer, internet etc). If they would think of it as impossible, they wouldn’t have tried it.
  But, they did it & they are learning it the way they find it more easy.

  I am also not saying to translate harry potter or brief history of time in Gujarati. It depends on who needs it. If there is enough demand of people wanting it in Gujarati, there will be some company/people who will do it.
  I don’t know whether chinese have read Harry potter. But if they wish, there will be a chinese version (who wouldn’t want to make money feeding a large number of chinese minds? & it is better to write it in chinese than to ask them to learn english to read one)

  2) I do not say that having Gujarati medium schools will clean up the problem of moral values, if you go over what I have written. And, having english medium school has nothing to do with low moral values.

  I wish every problem could be solved by either doing 1 thing or other. But, it is never the case. What one can do, is to try with different approach.

  Problems of life cannot be solved in 0 and 1.

  Also, it is good to see that your kids are fluent in both languages.
  I am sure you must be putting good effort to teach them.

 26. Nilesh says:

  Kalpesh,

  I agree with your point about demand – if there is enough demand, anything is possible. But the point here is that there is not enough demand so that (translating all Maths / Science books in Gujarati) does not make sense.

  Yes – there are many countries where Science / Maths is taught in their own language but the issue of language in India is far more complex.

  If Gujarat was a separate country – this would have been a different situation. A comparison of Gujarat with China is not correct – Gujarati’s are 50 million whereas Chinese are 1 Billion people. A better comparison is with South Korea whose population (48 million) is that of the size of Gujarat but we got to remember that South Korea is a separate country whereas Gujarat is part of a much larger country. France population size (64 Million) would also be similar to Gujarat in terms of population but again France is a separate country whereas Gujarat is a small state in large Federal structure.

  Here in Singapore – quite a substantial number of Gujarati parents let their children learn Hindi as second language in the school rather than Gujarati even though the Government gives option of studying any of the selected South Asian languages (other languages being Tamil, Bengali, Punjabi, Urdu). And they do it for variety of reasons. Some of the considerations are in case they relocated back to India it would be lot more easier for them to find good school if child has studied Hindi; for Hindi language because the number of children are more, it is possible to get Hindi teacher to teach during normal school hours whereas for Gujarati the child need to go to special school on Saturday morning; some parents even feel that if their child study Hindi – it is more easy for them to mix with wider Indian population etc. etc.

  So as you can see – there are hosts of factors involved and comparing the situation of Gujarati with Chinese / French etc. does not make sense.

  Yes – it has been somewhat a challenge to let my children study Gujarati as their second language. My daughter goes to one of the top secondary school in Singapore – she is the only Indian in her school that learns Gujarati as second language at her level in the school. Some time she tells me that she would be better off studying Hindi as she has other Indian friends who study Hindi, right now she needs to juggle with attending morning Saturday Gujarati school on top of her heavy demanding school workload as well as balance between learning Gujarati and her other main school activities on Saturday mornings. For initial five years of her primary school – she studied both Hindi as well as Gujarati.

  But overall I am happy for the choice that we made for our children – I sincerely hope that it will help them in their future life.

  Singapore situation is similar to India albeit on smaller scale. We are multi-ligual country (the main official languages are Chinese, Malay and Tamil). I am really glad that Government decided to make schooling in English language – this allowed various ethnic community students to learn together in one school while still preserving their cultural roots through their mother tongue. Today Singapore primary / secondary school is the one of the best in the world because of the heavy emphasis on good quality education and medium of instruction as English has not been an issue – in fact it has helped for better national integration.

  This compares directly with a neighbouring country – Malaysia. They are also multi-ethnic society but they decided to pursue education in their mother tongue and today they are facing enormous problems of national integration because the children grow up in separate schools based on ethnic background.

  Once again – instead of trying to “boil the ocean” (trying to solve too many or too big problems), let us focus our attention and energy on small steps to see what can be done to facilitate the Gujarati language learning for children who do not attend Gujarati medium school and keep the language alive.

  It is precisely for the same reason that we have setup the email list gujarati-education@yahoogroups.com – to network all like minded folks on continuous basis, to share each others experience and work on some specific projects together.

  Regards,
  – Nilesh

 27. Maharshi says:

  ખુબ સાચી વાત! સત્ય હમેશા શાશ્વત હોય છે. ભલે આ લેખ ૨૦-૩૦ કે ૧૦૦ વરસ પેહેલા લખાયેલો હોય પરતુ તે ચિર કાળ સુધિ પ્રસ્તુત છે જ!

 28. Dr Nishith Dhruv says:

  હું વિનોબાજીના વિચારોનો પૂજક છું. પણ માતૃભાષા દ્વારા શિક્ષણ વિષયના એમના વિચારો જોડે સહમત થતી વેળા એક પ્રશ્ન અવશ્ય ઊભો થાય છે કે ગુજરાતની સીમાઓની પેલે પાર જે બૃહદ્-ગુજરાત વિકસ્યું છે એના રહેવાસીઓએ શું કરવું? ગુજરાતી માધ્યમ લાવવું ક્યાંથી? ઉત્તર પણ વિનોબાજીએ જ આપી રાખ્યો છે. એમણે એક જ રાષ્ટ્રલિપિ દેવનાગરીમાં બધી ભાષાઓ વ્યક્ત કરવાનું સૂચન કર્યું હતું. ભારતમાં ક્યાંય રહો, કોઈ પણ માધ્યમમાં ભણો, દેવનાગરીનો પરિચય તો થવાનો જ. જો ગુજરાતી ભાષા દેવનાગરીમાં લખાય તો છાપાં, સામયિકો વગેરે દ્વારા એમને માતૃભાષાનો સમ્પર્ક આસાન થાય. અને માતૃભાષાનું બોલાતું સ્વરૂપ તો આમેય એને આવડતું હોવાનું જ. અને ગુજરાતમાં રહેનાર પણ હિન્દી આસાનીથી શીખી શકવાનો. પરદેશમાં રહેનાર ગુજરાતીનો પ્રશ્ન રહેવાનો. એક વાત સ્મરણમાં રાખીએ કે જે ભાષા વ્યવહારમાં હોય તે જ જીવન્ત રહે. એમને માટે રોમન લિપિમાં લખાયેલ ગુજરાતી ભાષા વધુ ઉપકારક થાય એટલે નીલેશભાઈની વાત વાજબી છે કે માતૃભાષામાં જ શિક્ષણ હોય તો સારું તો ખરું પણ દરેક વખતે વ્યવહાર્ય નથી હોતું. વળી ભારત જેવા બહુભાષીય દેશમાં વિવિધ ભાષા બોલનારા વચ્ચે સેતુ બાંધવો હોય તો માતૃભાષા કરતાં કોઈ પણ એક રાષ્ટ્રીય ભાષામાં શિક્ષણ અપાય તો શાળામાં વિવિધ ભાષા બોલનાર, વિવિધ ધર્મો પાળનાર અને વિવિધ સંસ્કૃતિ ધરાવનાર વિદ્યાર્થીઓ એકસાથે ભણશે તે રાષ્ટ્ર માટે વધુ લાભકારક થશે. જો હિન્દી પરત્વેની સૂગને લીધે દક્ષિણ-ભારતીયો હિન્દી માધ્યમ ન સ્વીકારે તો ઇંગ્લિશ માધ્યમ માટે આપણે શા માટે સૂગ રાખવી?
  ડૉ. નિશીથ ધ્રુવ

 29. Nilesh says:

  નિશીથભાઈ,

  વિનોબાજી વિશે મને પણ આદર છે પણ ભાષા વિશે એમનાં બધાં વિચારો મને માન્ય નથી.

  વિનોબાજીએ અલગ અલગ ભાષાઓનાં અભ્યાસ માટે આઠ બારીઓનું ઉદાહરણ આપ્યું હતું. પણ એ ઉદાહરણ પણ હવે અપ્રસ્તુત છે. ઇંટરનેટના આવિષ્કાર પછી અંગ્રેજી ભાષાનું મહત્વ હવે પહેલાં કરતાં ઘણુંજ વધી ગયું છે અને યુરોપિયન તથા એશિયાનાં દેશોમાં પણ વધુ અને વધુ લોકો અંગ્રેજી શીખી રહ્યાં છે. આજકાલ લોકોને બે કે ત્રણ બારીઓ પણ વ્યવસ્થિત રાખવામાં નાકે દમ આવતો હોય છે ત્યાં આઠ બારીઓની તો વાતજ ક્યાં કરવી. વિનોબાજીએ જે વખતે ભાષા વિશેનાં એમના વિચારો મૂક્યા હતા અને આજની સ્થેતીમાં જમીન આસમાનનો ફેર છે. એટલે ફ્કત વિનોબાજી એ લખ્યું માટે બ્રહ્મવાકય સમજી કરવું એ યોગ્ય નથી. મને ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને મરાઠી આવડે છે. શું મને વધુ ભાષાઓ શીખવી ગમત? હા. શું આ ચાર સિવાયની બીજી ભાષાઓ (યુરોપિયન, એશિયન) નથી આવડતી તો મારૂં ગાડું અટકી ગયું છે? ના. હું મારા જીવનનાં લગભગ બે દાયકાઓ સિંગાપોરમાં રહ્યો છું અને કામકાજ તેમજ ફરવા માટે ભારત સિવાય પંદર (15) દેશોમાં (North America, Europe, Asia, Australia) ફર્યો છું પણ કયારેય મને વાંધો નથી આવ્યો.

  લિ.

  નિલેશ

 30. મારા બા ઓછું ભણેલા છે પણ ગુજરાતી સારું વાંચી શકે છે. હરકિશન મહેતાની ‘જગ્ગા ડાકુ’થી લઈને હજી હમણાં સુધી ચિત્રલેખામાં આવતી નવલકથા દરેકે દરેક નવલકથા અચૂક અને રસ પૂર્વક વાંચતા, છેલ્લા બે વર્ષથી ચિત્રલેખા-અભિયાન વાંચવા હાથમાં લે અને થોડી વારમાં મૂકી દે. એક પાનું પણ વાંચી શકતા નથી, ના તેમના નંબર વધી ગયા નથી પણ ‘ગુજરાતી’ સામયિકોમાં થતો અંગ્રેજીનો વધુ પડતો વપરાશ!

 31. Nilesh says:

  અનિમેષભાઈ,

  મને લાગે કે જે સારા સામાયિકો છે (દા.ત. નવનીત સમર્પણ, અખંડ આનંદ, કુમાર?, જનક્લ્યાણ) એમાં આ (ગુજરાતી ભાષાનાં સ્તરની) સમસ્યા ન હોવી જોઈએ. અમારાં ઘરે સ્વાધ્યાયનું તત્વજ્ઞાન સામાયિક દર મહીને આવે છે એમાં પણ આ સમસ્યા નથી. મારાં બાળકો માટે અમારા ઘરે ચંપક આવે છે અને એમાં આવતા ગુજરાતીનાં સ્તર માટે મને ફરિયાદ નથી.

  ચિત્રલેખા / અભિયાન જેવા માસિકો વર્ષો પહેલાં વાંચતો પણ હવે એ સામાયિકો વાંચવાનો સમય અને રસ બન્નેં નથી. આ સામાયિકો જો ગુજરાતીનું સ્તર ન જાળવી શકતા હોય તો એક ઉપાય છે – એ સામાયિકનું લવાજમ બંધ કરી દો અને એ સામાયિકનાં તંત્રીઓને લખો / ઈમેઈલ કરો કે તમે શા માટે એમનાં સામાયિકો લેવાનાં બંધ કર્યા. જો આવાં સો બસો વાંચકોના પત્રો એમને પહોંચશે તો એ લોકો સાંભળશે અને જો એ લોકો ન સાંભળે તો જે સારાં સામાયિકો છે એ વાંચવાની ટેવ પાડવી.

  readgujarati.com માં આવતા સારા લેખો / વાર્તાઓ પ્રિન્ટ કરીને બા ને વાંચવા આપો. બીજું પણ ગણું સારૂં ગુજરાતી વાંચન ઓનલાઈન છે (દા.ત. http://www.gujaratilexicon.com/index.php?action=downloadMatrubhasha, http://www.gujaratilexicon.com/index.php?action=downloadOpinion)
  એ અજમાવી જુઓ. એ સિવાય ગુજરાતીમાં કેટલાય બ્લોગ્સ છે, બધાં ગુજરાતી છાપાં પણ ઓનલાઈન છે.

  ચિત્રલેખા / અભિયાન ન વંચાય તો બહુ ગુમાવવા જેવું નથી. With all due respects – ચિત્રલેખા / અભિયાનનું સ્તર ટીવી પર આવતાં સોપઓપેરા (“ઘર ઘર કી કહાની”, “ક્યોંકી સાસ ભી કભી બહુ થી”) જેવું છે. જો આપણને એવું જ વાંચવું ગમતું હોય તો પછી એ સારી ગુજરાતીમાં હોય કે ન હોય બહુ ફરક પડતો નથી. આ ગુજરાતી સામાયિકો વિનોબા ભાવે કે પંકજભાઈ ના માર્મિક લેખો નહીં છાપે પણ ગલગલિયા અને ક્ષણિક આનંદ આપે એવા ક્ષુલ્લખ લેખો / સમાચારો પાનાં ભરી ભરીને આપશ કારણકે આપણાં લોકોને પણ આજકાલ આવું જ વાંચવા જોઈએ છે. આપણાં ઘણાં લોકોનું ગુજરાતી વાંચન ચિત્રલેખા / અભિયાન ના સ્તર સુધી સિમીત થઈ ગયું છે એ પણ જુદી સમસ્યા જ છે.

  નવનીત સર્મપણ અને અખંડ આનંદ ઘણાં વર્ષોથી વાંચ્યું નથી. જો કોઈ મિત્રો આ સામાયિકો હજી હાલમાં વાંચતા હોય તો એમના અનુભવો વહેંચે અને ખાસ તો આ બે સિવાય કયા સામાયિકો હાલમાં સારા આવે છે અને આ સારા સામાયિકોનું લવાજમ ક્યાં ભરી શકાય અથવા જો ઓનલાઈન ઉપલ્બ્ધ હોય તો એ માહિતી મૃગેશભાઈ કે અન્ય વાંચકો જણાવે તો બધાને લાભ મળશે.

  અને ખાસ તો મારે એ જાણવું છે કે યુવાનો (ટીનએજ) માટે કોઈ સારા ગુજરાતી સામાયિક આવે છે? જો હોય તો વિગત જણાવશો. હમણાં અમે readgujarati.com અને બીજા ગુજરાતી વર્તમાનપત્રોમાં આવતા સારા લેખો / વાર્તાઓ પ્રિન્ટ કરીને અમારાં બાળકોને વંચાવીએ છીએ.

 32. Ashish Dave says:

  Dear Nimeshbhai,

  Chitralekha do have some fantastic column writers like Tarak Mehta, Suresh Dalal, Nagindas Sanghavi, Gunvant Shah, Kajal Oza Vaidya, Vinod Bhatt, Kanti Bhatt just to name few. I think you haven’t read Chitralekha for a while otherwise you would not say what you did earlier.

  Also, I request all of you to read Shri Gunvant Shah’s article in his weekly column called Tahooko at gujarattimes.com. The date of the news paper is May 23rd, page # 3 of saptak. The title of the article is ગુજરાતી ભાષા બકરી બે… He has his high class observations on our subject matter.

  Ashish Dave
  Sunnyvale, California

 33. Purvi says:

  નિલેશભાઇ

  નગેન્દ્ર વિજયે શરુ કરેલું સફારી નામનું મેગેઝીન વિજ્ઞાન અને ટેકનોલોજીની માહિતી આપતું ખુબ જ માહિતપ્રદ સામયિક છે. મૂળ ગુજરાતિમાં પ્રકાશિત થતું આ મેગેઝીન શક્ય છે કે બાળકોને વંચાવવા અને ખુદને પણ વાંચવા માટે ઉપયોગી થાય. મારી પાસે આ મેગેઝીન મંગાવવા માટેની કોઇ જ માહિતી નથી એટલે તે માટે મદદ નહિ કરી શકું.

 34. Nilesh says:

  પૂર્વિબહેન / અનિમેશભાઈ – આપ બન્નેંનો આભાર!

  આ સિવાય પણ ટીનએજ માટે કોઈપણ ગુજરાતીમાં સાહિત્ય (સામાયિક / પુસ્તક – Fiction as well as non-fiction) હોય તો એ જાણવાની ઈચ્છા છે.

 35. Nilesh says:

  નિશીથભાઈ,

  ગુજરાતી ભાષાને જાળવી રાખવા માટે દેવનાગરી લિપી વાપરવી જરૂરી નથી. જે લોકો દેવનાગરી લિપી સમજી શકે એમનાં માટે ગુજરાતી લિપી સમજવી અઘરી નથી કારણકે ગુજરાતી લિપી દેવનાગરી લિપીને એકદમ મળતી આવે છે. ગુજરાતી ભાષાનાં ઓછાં ભણતર (શાળામાં કે શાળા વગર જ્યાં ગુજરાતી ગુજરાતી શાળા ઉપલબ્ધ નથી) માટે ઘણાં સામાજીક, આર્થિક અને વ્યવહારૂ કારણો જવાબદાર છે એટલે આ સમસ્યાનો હલ લિપી બદલવાથી નહીં આવે.

  ગઈકાલે મારે શ્રી રતિકાકા ચંદરિયા (gujaratilexicon.com નાં સ્થાપક) ને મળવાનું થયું. એમનાં અનુભવ પરથી મને લાગે છે કે આપણે બધાં આ પ્રશ્નનો ઉકેલ ટેકનોલોજી અને આપણાં બધાંના પ્રયત્નો વડે ઉકેલી શકીશું.

  gujarati-education@yahoogroups.com વડે જોડાયેલ મિત્રો / મુરબ્બીઓ સાથે મળીને curriki.org માં ગુજરાતી શીખવા માટેનાં શૈક્ષણિક સાધનો (Teaching Curriculum Resrouces) ઉભા કરી શકાય કે નહીં એ બધાં મળીને તપાસી રહ્યાં છીએ. જે મિત્રો આ માટે જોડાઈ શકે એમને ભાવભીનું આમંત્રણ છે.

  શ્રી રતિકાકા ચંદરીયાનાં પુત્ર વિમલભાઈ સાથે પણ આ દિશામાં આગળ શું કરી શકાય એનાં માટે થોડી વાતો થઈ છે – જોઈએ સાથે મળી ને શું કરી શકાય.

  આ પ્રશ્નનાં ઉકેલ માટે આપણાં બધાંનાં મંતવ્ય અલગ હોઈ શકે પણ જરૂર એ છે કે અલગ મંતવ્ય હોવાં છતાં પણ સાથે સંપર્ક રાખીને અમુક પ્રોજેક્ટસ જો ભેગા મળીને થઈ શકે તો આપણાં બધાંની સર્જનાત્મક શકિત કામે લાગી શકે.

  મને રતિકાકાની ઘણી વાતો ગમી અને એમાંની ખાસ એક તો એ કે આ ક્ષેત્રે ભાષાનાં પંડિતો કે શિક્ષણશાસ્ત્રીઓ ના ભરોસા પર જો બેસી રહેશું તો કંઈ વળવાનું નથી. આમેય આપણાં ગુજરાતીઓ અને ભારતીયોમાં વાતોનાં વડાં કરવા વાળા ઓછા નથી પણ રતિકાકાની જેમ નક્કર કામ કરવાવાળાઓની કમી હતી પણ હવે એ કમી આપણે બધાએ સાથે મળીને દૂર કરવી રહી.

 36. ડૉ. નિશીથ ધ્રુવ says:

  નીલેશભાઈ,
  દેવનાગરી લિપિનું મહત્ત્વ ભારતમાં પરપ્રાન્તમાં રહેનારને જ સમજી શકાય. પણ એ એક પાસું છે જે ઉપકારક થાય. અન્ય પાસાં જેનો તમે ઉલ્લેખ કર્યો તેનું મહત્ત્વ હું ઓછું આંકતો નથી. વળી મારો પત્ર ધ્યાનથી વાંચ્યો હશે તો સમજાશે કે વિનોબાજીનો અત્યન્ત આદર કરતો હોવા છતાં માતૃભાષામાં જ શિક્ષણ હોવું જોઈએ એ વિષયે તમારા વિચાર જોડે વધુ સહમત છું. પણે એક વાત કહું છું કે ગુજરાતમાં કે અન્ય પ્રાન્તોમાં સ્થાયી થયેલ મરાઠી લોકો દેવનાગરીને કારણે માતૃભાષાના સમ્પર્કમાં રહી શક્યા છે. અહીં પેઢીઓથી સ્થાયી થયેલ ગુજરાતીઓએ માતૃભાષા ગુમાવી છે. નોરતાં આવે ત્યારે જૂનાં ચોપડાંમાં દેવનાગરીમાં લખાયેલ પારમ્પરિક ગરબાઓ ગાઈને પોતાનું ગુજરાતીપણું છતું કરવા મથે છે. ના, મારો સ્પષ્ટ મત છે કે દેવનાગરીને મળતી આવતી હોવાથી ગુજરાતી લિપિ ગુજરાતી ભાષાને બધા ગુજરાતી સુધી પહોંચાડવામાં બાધા નહિ બને એ વાત ખોટી છે. એ મતના પુરસ્કર્તા વિનોબાજી, ગાંધીજી, કિશોરલાલ મશરૂવાળા, કાકાસાહેબ કાલેલકર, સ્વામી આનન્દ જેવા રાષ્ટ્રીય જીવનમાં નવી દિશાઓ બતાડનાર મહાનુભાવો હતા એટલે નહિ, પણ એ મતના તથ્યને મેં પ્રતીત કર્યું છે એટલે મેં એ મત સ્વીકાર્યો છે.બાકી ટેક્નોલોજીનો ઉપયોગ કરવો જ રહ્યો એ તો હવે સર્વસ્વીકૃત છે.
  ડૉ. નિશીથ ધ્રુવ

 37. Nilesh says:

  નિશીથભાઈ,

  ભાષામાં ફેર કરતાં પહેલાં ગુજરાતમાં વસતા ગુજરાતીઓ, ભારતનાં પરપ્રાંતમાં વસતા ગુજરાતીઓ અને વિદેશોમાં વસ્તા ગુજરાતીઓ – આ ત્રણે સમૂહનો ખ્યાલ રાખવો ઘટે. હું સમજી શકું કે ભારતનાં પરપ્રાંતમાં વસતા અમુક ગુજરાતીઓને કદાચ દેવનાગરી લિપી વધુ ફાવે પણ એના માટે થઈને જે મોટી બહુમતી છે એના પર આ કારણ વગરનો ચેંજ શા માટે લાદવો? હા અમૂક જૂથને દેવનાગરી લિપી વાપરવી જ હોય તો કોણ રોકે છે?

  દેવનાગરી લિપી અપનાવવી કે ગુજરાતી લિપી ચાલુ રાખવી – આ મુદ્દ્દે we can agree to disagree. જો ગુજરાતી ભાષામાં આવા મૂળભૂત ફેરફાર કરવાનો જેમની સત્તા છે (મને ખબર નથી કોણ) એ બધાં સાથે મળીને જો આ ફેર કરે તો મને વાંધો નથી – અને આમેય મને વાંધો હોય તો કોણ પૂછવાં આવતું હતું… 🙂

  Appreciate your views on this.

 38. Dr Nishith Dhruv says:

  નીલેશભાઈ,
  તમે કહો છો એ ત્રણેય સમૂહનો હું વિચાર કરું છું અને મને આનન્દ થાય છે કે આપણી વૈચારિક દિશા સમાન્તર ચાલે છે. પરપ્રાન્તમાં વસતા ગુજરાતીની સંખ્યા ‘અમુક’ નથી, ઘણી વિશાળ છે. અને લિપિના પરિવર્તનથી ભાષામાં પરિવર્તન નથી થતું. દેવનાગરીમાં જ ગુજરાતી ભાષા લખાય તેનો લાભ ત્રણેય સમૂહને છે : ગુજરાતવાસીઓને રાષ્ટ્રભાષા શીખવી આસાન થાય, પરપ્રાન્તવાસીઓને માતૃભાષાનો સમ્પર્ક આસાન થાય અને પરદેશવાસીઓને એકી સાથે માતૃભાષા અને હિન્દી સુગ્રાહ્ય થાય. શ્રી કિશોરલાલ મશરૂવાળાએ તો રોમન લિપિ પણ સૂચવી હતી અને આપણે ગુજરાતી ભાષાને યથાતથ વ્યક્ત કરવાની જરૂરી યોજના કરી લઈએ તો રોમન પણ આવકાર્ય થાય. છતાં દેવનાગરીના લાભો ત્રણેય સમૂહોને છે એ ચિન્તનીય છે. ખેર, જેમને આ વાત રુચે એ વૈયક્તિક સ્તરે એનો અમલ કરે. આમાં કોઈ બળજબરીની વાત છે જ નહિ. એક રાષ્ટ્રૈક્યગામી વિચાર છે જેનું યુગે યુગે આવર્તન થતું રહે એ અર્થે મારો પ્રયાસ છે. બાકી તમને કદાચ ખબર છે કે નહિ તે નથી જાણતો, પણ ગુજરાત રાજ્યમાં સરકારી કચેરીઓમાં બધાં જ નામોનાં પાટિયાં દેવનાગરીમાં રાખવાનો આદેશ આપતો પરિપત્ર વર્ષોથી અપાઈ ચૂક્યો છે ( સામાન્ય રીતે બનતું હોય છે તેમ એનો સાર્વત્રિક અમલ કરવામાં આવ્યો નથી!). અને અગાઉ શાળામાં ગદ્ય ગુજરાતી લિપિમાં રહેતું અને પદ્ય દેવનાગરીમાં. એટલે આમાં કોઈ સત્તાવાર આદેશની આવશ્યકતા આમેય નથી.
  નિશીથ

 39. Nilesh says:

  નિશીથભાઈ,

  મને ખબર નહોતી કે અગાઉ શાળામાં પધ દેવનાગરીમાં હતું. મેં ગુજરાતી પધ ક્યારેય કોઈ પાઠ્યપુસ્તકમાં દેવનાગરીમાં જોયું નથી. આજ સુધી મેં કોઈ ગુજરાતી પુસ્તક, વર્તમાનપત્ર કે કોઈ ગુજરાતી બ્લોગ સુધ્ધાં દેવનાગરીમાં જોયા નથી. ગુજરાત સરકારે કદાચ કોઈ કારણસર નામનાં પાટીયા દેવનાગરીમાં રાખવાનો આદેશ આપ્યો હોય પણ ગુજરાત સરકાર અન્ય કોઈ ગુજરાતી લેખનમાં દેવનાગરી લિપી નથી વાપરતી કે વાપરવાનો કોઈ નિર્ણય લેવાયો છે એ હકીકત છે, નહીં?

  ભારતનાં પરપ્રાંતોમાં રહેનારા ગુજરાતીની સંખ્યા આપ વિશાળ જણાવો છો પણ સમસ્ત ગુજરાતી જનસંખ્યામાં એમની ટકાવારી કેટલી?

  થોડા દિવસો પહેલાં મેં ટાઈમ્સ ઓફ ઈન્ડીયાની વેબસાઈટ પર તામિલનાડુમાં પરપ્રાંતિયોની સંખ્યા વિશે આ સમાચાર જોયા હતા:

  http://timesofindia.indiatimes.com/Cities/Kannadigas_TNs_3rd_biggest_group/articleshow/2954903.cms

  “The surprise in the list is the Gujaratis, the fifth largest at about 2 lakh. Incidentally, that also means there are more Gujaratis in Tamil Nadu than in any other state outside their home state, except Maharashtra. ”

  આ સમાચારનાં આંકડાઓ પર નજર નાખીએ તો લાગે છે કે ગુજરાત અને મહારાષ્ટ્રને છોડીને બીજા પ્રાંતોમાં રહેનાર ગુજરાતીઓની સંખ્યા કદાચ મોટી લાગે પણ એ એક આખા ગુજરાતી પ્રજાની સરખામણીમાં લઘુમતીમાં જ હોવી જોઈએ. આ વિશે કયાંકથી વધારે પ્રમાણભૂત આંકડા મળી શકે તો વધુ ખબર પડે.

  બાળકો ગુજરાતી અત્યારે શાળામાં ગુજરાતી લિપીમાં ભણે અને એ ભણ્યાં પછી એમને કઈ લિપીમાં ગુજરાતી વાંચવું ફાવે – હાલની કે દેવનાગરી? અત્યાર સુધી ગુજરાતીમાં જે સાહિત્ય રચાયું છે એનું શું કરવું? દેવનાગરીમાં કરવું? તો કોણ કરશે? જો નહીં કરીએ તો ભવિષ્યની પેઢી નવું સાહિત્ય દેવનાગરીમાં લખે / વાંચે અને જૂનૂં સાહિત્ય ગુજરાતી લિપીમાં હોવાથી ન વાંચી શકે તો એ સ્વિકાર્ય છે? આવા ઘણાં બધા પ્રશ્નો ઉભા થવાનાં. અને એ દરમ્યાન નવી પેઢી જે આમે ગુજરાતી ખાસ શિખતી નથી એમને માટે આ બધા પ્રશ્નો ગુજરાતી શીખવું આસાન કરે કે વધુ મુશ્કેલ?

  ખેર – આપનાં મંતવ્યો જણાવવા માટે ફરી આપનો ખૂબ આભાર!

 40. Dr Nishith Dhruv says:

  नीलेशभाई,
  आ प्रश्न तमारा तरफथी थया तेनुं आश्चर्य! तमे ज अगाउ कह्युं छे के જે લોકો દેવનાગરી લિપી સમજી શકે એમના માટે ગુજરાતી લિપી સમજવી અઘરી નથી કારણકે ગુજરાતી લિપી દેવનાગરી લિપીને એકદમ મળતી આવે છે. तो पछी देवनागरी लिपिमां गुजराती भाषा शीखनारा गुजराती लिपिमां लखायेल जुनुं लखाण नहि वांची शके एवुं तमने तो न ज लागवुं जोईए! वळी नवी टेक्नोलोजीनी ज दुहाई दईए तो गुजराती OCR विकसावी लेवाय एटले जुनुं बधुं लखाण स्कॅन करीने एने युनीकोड गुजरातीमां फेरवी शकाय. पछी युनीकोड गुजरातीमांथी युनीकोड देवनागरीमां ( के युनीकोडमांनी कोई पण ब्राह्मीकुलीन भारतीय लिपिमां) अन्तरण साव सीधेसीधुं थाय. अने तमारा ज अभिप्रायनुं एक फलित ए पण थाय के एकदम मळती आवती होवाथी गुजराती समजनारा माटे देवनागरी लिपि समजवी अघरी नथी! वळी जूनुं साहित्य एटले केटलुं जूनुं? त्रणसो वर्ष अगाउ तो गुजराती भाषा आमेय देवनागरीमां ज लखाती हती. जेम second alphabetने runningमां लखवाथी fourth alphabet आवी एम ज देवनागरीने runningमां लखवाथी गुजराती लिपि आवी. शिरोरेखाविहोणी गुजराती लिपि अङ्गत लखाणोमां देखाती अने प्रचलित देवनागरी छपायेल लखाणोमां. जो के मारुं पोतानुं तो एम नथी मानवुं के मळती होवा मात्रथी देवनागरी आवडे एने गुजराती आसान थाय के गुजराती आवडे एने देवनागरी आसान थाय. एवुं नथी ज नथी. एटलेस्तो धार्मिक पुस्तकोमां घणी वार संस्कृत श्लोकोने पण गुजराती लिपिमां रजू करवा पडे छे. खेर, मतभेद आपणने सत्कार्यमांथी विचलित न करे एटलुं जोवानी परिपक्वता आपणामां छे. हवे मुद्दानी वात. तमे फ़ॉन्टना सॉफ़्टवेर विषये केटली सहाय करी शको? मारी पासेना non-unicode गुजराती अने देवनागरी फ़ॉन्टोने मारे युनीकोडमां फेरववा छे अने अत्यार सुधी एमां थयेल लखाणने पण युनीकोडमां फेरववुं छे. पछी ए फ़ॉन्टोने आपणे नेट पर निःशुल्क उपलब्ध करी गुजराती भाषकोने चरणे धरवा छे. जो तमे न करी शको तो एवुं करी शके एवा कोईकने तमे जाणता हो तो एने पण आ काममां जोडी शकाय.
  निशीथ

 41. Nilesh says:

  નિશીથભાઈ,

  OCR નું નામ મેં સાંભળ્યું છે પણ એ મારી કુશળતાનો વિશય નથી એટલે OCR થી આખું ગુજરાતી સાહિત્ય દેવનાગરી લિપીમાં કેટલી આસાની થી ફેરવી શકાય એ વિશે મને અંદાજ નથી.

  જે લોકો ગુજરાતી ભાષા ગુજરાતી લિપીમાં શીખ્યા છે એમના માટે દેવનાગરી લિપીમાં લખવું / વાંચવું આસાન છે એ કબૂલૂં છું. દેવનાગરી લિપીમાં ગુજરાતી કરવાથી ગુજરાતી ભાષાનાં વપરાશ માટેના જે પડકારો છે એ દૂર નથી થવાનાં એવું મારૂં મંતવ્ય છે પણ એવું કરવાથી જો ગુજરાતી ભાષાનો વપરાશ વધતો હોય તો મારી ના નથી.

  મારા ગયા મંતવ્યમાં જ હું તમને પૂછવાનું વિચારતો હતો કે આપે કહ્યું કે “જેમને આ વાત રુચે એ વૈયક્તિક સ્તરે એનો અમલ કર” તો પછી આપ કેમ દેવનાગરી લિપીમાં લખતાં નથી જેનો ઉતર આપે આ ગયા મંતવ્યમાં આપી દીધો 🙂

  આ દેવનાગરી લિપીની વાત નીકળી ત્યારે યાદ આવ્યું – અમારા ઘરે સ્વાધ્યાયનું તત્વજ્ઞાન માસિક આવે છે એ આમ આખું ગુજરાતી લિપીમાં પણ એના પ્રથમ પાને જે સુવિચારો લખાઈને આવે એ ગુજરાતી દેવનાગરી લિપીમાં લખાઈને આવે છે. અત્યાર સુધી આ મને થોડું અજુગતું લાગતું હતુ અને આમાં પ્રકાશકની ભૂલ લાગતી હતી પણ હવે લાગે છે કે ગુજરાતી દેવનાગરી લિપીમાં લખાય તો સારૂં એમ માનતા કોઈ વડીલનો હાથ હશે!

  ફોંટના સોફ્ટવેર વગેરે માટે હું મદદરૂપ નહીં થઈ શકું. મને ભૂતકાળમાં ઘણાં વર્ષો પહેલા IT માં ટેકનિકલ કામ કરવાનો અનુભવ છે પણ છેલ્લા કેટલાય વર્ષોથી મારૂં કાર્યક્ષેત્ર Business reporting અને હવે એકાઉન્ટીંગ ક્ષેત્રમાં (corporate finance) છું એટલે આ ફોંટના સોફ્ટવેર માટે મદદરૂપ નહીં થઈ શકું એ માટે દિલગીર છું. જો હું એવા કોઈકને મળીશ તો જરૂર જણાવીશ!

 42. નોન યુનિકોડ ફોન્ટને યુનિકોડમાં ફેરવવા માટે વિશાલભાઈ મોણપરાની મદદ લઈ શકાય. તેમણે કેટલીક સાઈટજે યુનિકોડમાં નથી તેને યુનિકોડમાં વાંચવાની (ફોન્ટ ડાઉનલોડ કર્યા વગર) સગવડ કરી આપી છે. જુઓઃ http://www.vishalon.net/

 43. અને, ગુજરાતી કે કોઇપણ ભારતીય ભાષાના લખાણની લિપી બદલવા માટે ગિરગિટ નામની યુટિલિટી કામ આવી શકે. વધુઃ http://funngyan.com/2008/01/07/translate/

 44. Dr Nishith Dhruv says:

  नीलेशभाई,
  हुं तो मारुं लगभग बधुं ज लखाण देवनागरीमां ज करुं छुं. आ प्रतिभावना बॉक्समां देवनागरी की-बॉर्ड ड्राइवर केवी रीते वापरवुं ते समजातुं नहोतुं. पण हवे समजाई गयुं एटले देवनागरीमां ज लखीश. तत्त्वज्ञान तो मारे त्यां पण आवे छे कारण के हुं पण स्वाध्यायी छुं अने पू. दादाना जन्मस्थान रोहामां रहुं छुं. तमने ज प्रश्न करुं छुं के प्रार्थना-प्रीतिनी गुजराती आवृत्तिमां देवनागरी अने गुजराती बन्ने लिपिमां श्लोको केम लखवा पडे छे? बन्ने लिपिओ मळती आवती होवा छतां! जरा झीणवटथी विचारजो. देवनागरीमां ज मातृभाषा शीखनार अल्पशिक्षित गुजराती पण लगभग सम्पूर्ण उत्तर भारतमां जाहेर स्थानो, बसो वगेरे परनुं लखाण सहेजे समजी लेशे, पोतानी जातने तद्दन परायो नहीं गणे. परदेशवासी गुजराती पण जो देवनागरी शीखशे तो मातृभाषा, हिन्दी अने संस्कृत एम त्रणेनुं वाचन करी शकशे. अनिमेषभाईनो आभार, विशाल-लिङ्क आपवा माटे!
  निशीथ

 45. Nilesh says:

  નિશીથભાઈ – શું વાત છે? તમે રોહા રહો છો એ જાણીને ખૂબ આનંદ થયો. એક વાર રોહા આવવાની ઈચ્છા છે – જ્યારે આવીશ ત્યારે તમે હશો તો ચોક્કસ મળીશ. મારો બીજો એક ગુજરાતી મિત્ર પણ છે (રૂઘાણી) – એમનું કુટુંબ પહેલા રોહામાં રહેતું હતું.

  તમારી વાત સાચી છે – પ્રાર્થનાપ્રિતીમાં સંસ્કૃત શ્લોકો દેવનાગરી અને ગુજરાતી બનેં લિપીમાં આપ્યા છે. પણ એનું કારણ મને એ લાગ્યું કે ઘણાં લોકોને દેવનાગરી લિપી કરતાં ગુજરાતીમાં વધુ ફાવે. મને પોતાને સંસ્કૃત શ્લોકો દેવનાગરીમાં વાંચવા વધુ ફાવે અને ગમે છે. સ્વાધ્યાયનું બધું ગુજરાતી સાહિત્ય ગુજરાતી લિપીમાં જ છે. આપણી સંસ્કૃતિ સમજવી હોય તો થોડું સંસકૃત પણ આવડવું જોઈએ – હું માધ્યમિક શાળામાં ત્રણ વર્ષ સંસ્કૃત ભણ્યો છું. આજે પણ જ્યારે રામરક્ષાસ્તોત્રમાં “રામો રાજમણિ સદા વિજયતે…” શ્લોકનું પારાયણ કરીએ ત્યારે શાળામાં સંસ્કૃતના પાઠો યાદ આવે.

  જો કે તમારી વાત પરથી મને એક ખ્યાલ આવ્યો કે મારાં બાળકો જે હમણાં ફક્ત ગુજરાતી જ ભણે છે (પહેલાં ગુજરાતી અને હિન્દી બનેં ભણતા હતા પણ પછી જેમ મોટા થયા એમ બહુ ભણવાનું વધી ગયું એટલે હિન્દી ભણવાને થોડા વર્ષો પછી તિલાંજલી આપવી પડી – જો કે બનેં હિન્દી સમજી શકે છે) તેમને જો ગુજરાતી દેવનાગરીમાં ભણ્યા હોય તો હિન્દી શીખવું વધુ આસાન થઈ જાય.

 46. Editor says:

  આદરણીય નિલેશભાઈ અને નિશિથભાઈ,

  આપે ભાષા અને લીપી સંબંધિત અનેક બાબતો રજૂ કરી તે માટે આપનો આભાર. પરંતુ એ સાથે એક વિનંતી કરવાની કે આપ રોજિંદા વાર્તાલાપ માટે એકબીજાનું ઈ-મેઈલ એડ્રેસ મેળવી લેશો તો વધારે અનુકૂળતા રહેશે તેમ લાગે છે. ઈ-મેઈલ દ્વારા આપ વધારે સારી રીતે વાર્તાલાપ કરી શકશો અને આપનું અંતિમ તારણ અહીં યોગ્ય મુદ્દા સાથે રજૂ કરી શકશો.

  આપના સહકારની અપેક્ષા સહ,
  તંત્રી.

 47. Nilesh says:

  Agree!

 48. darshak says:

  “English can only be learnt by studying in english medium”…..This myth is the root cause of all the problems.Infact, “knowledge of english” and “medium of education” are two different things and we as a socity ,are doing a great mistake by mixing them togather…

  Practically its impossible to survive without good knowledge of english… And for parents, future of their kid is more important then furture of gujarati.

  Keeping all high fundas apart,only possible & practical solution of this situation is to teach world class english as a subject and keep the education in mother language….

  This combination will enable children to think in their own language and apply the same in english where ever is required …

 49. MODI DIPAK M says:

  આ મને ખુબ સારો અનુભવ થયો ગુજરાતી વાચવાનો વેબસાઈટ પર મને ખુબ આનનદ માત્રુભાશા નો..

  ધન્યવાદ ગુજરાતી

  મોદી દિપક મહેન્દ્રભાઈ.
  સરસ્વતિ હાઈસ્કુલ ની પાસે,
  ઢુઢિયા વાડી,
  પાલનપુર,
  જિલ્લોઃ-બનાસ કાઠા.૩૮૫૦૦૧.
  ઉતર ગુજરાત.
  મોઃ-૯૪૨૬૪૮૪૮૬૩

 50. KIRIT P. says:

  Dear all respected,

  I need one gentle advice from you. we are living in gujarat.
  Basically, we (me and my wife) studied throughout in Guj med.

  I have learned english by extra classes during my school / college time. But this little knowledge (with poor vocabulary) was not sufficient ever to pass CAT -common admission test for IIM or any other similar. Only one commercial communication subject in eng is now very usefull for me in this age of computer / internet for my export business.

  My wife is not much fluent in eng.

  I have two sons. Elder (14) one is in Gujarati Med. school in std. 9th. with english as a language subject. I am sure he will face the same problem as me to clear any CAT – OR GEE. Even Its a common problem for all guj midium. students / board toppers.

  Now it is time to admit my younger son (3.5).

  Again Confussion for selection of medium Eng or Guj. ?

  (1) What would be the possibilities for any Psychological effect (inferiority complex ) on Elder son if we select ENG mid. for our younger son? because he prefers Guj. Med. to score marks up to 10th std.

  But now with consideration to today’s need for english knowledge we think to get admited our younger one in eng med. to make him eligible for CAT or GEE OR other examinations…

  So we are seeking advise from good freinds like you…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.