લુચ્ચાઈની હાર – કાલિદાસ પટેલ

[બાળવાર્તા – ‘ફૂલવાડી’ સાપ્તાહિકમાંથી સાભાર. બાળકોનું પ્રિય ‘ફૂલવાડી’ સામાયિક હવે વિદેશમાં પણ ઉપલબ્ધ છે. દેશમાં વાર્ષિક લવાજમ રૂ. 170. અને વિદેશમાં (એરમેઈલ) : રૂ. 900. લવાજમ ભરવાનું સ્થળ : એલાઈડ પબ્લીકેશન, જયહિન્દ પ્રેસ બિલ્ડિંગ, આશ્રમ રોડ, અમદાવાદ-380009. ફોન : +91 79 26587053.]

foolvaadiસુંદરવનનો વતની કમુ કાગડો કમાલનો કાબેલ. ક્યાંકથીય સમાચાર લાવ્યો કે, બાજુના ગામ રામપુરમાં પશા પટેલ આખું ગામ ધૂમાડાબંધ જમાડે છે. કમુ તો ઉપડ્યો રામપુર પાસે. કાગદષ્ટિથી બધે જોઈ લીધું અને જ્યાં રસોડું હતું ત્યાં પુરીઓના ઢગલામાં ઝાપટ મારીને સુંદર મજાની પુરી ઝડપી લીધી અને એવો ઉડ્યો કે આવ જે સુંદરવન ઢૂકડું !

સુંદરવનના લીમડાની ડાળ ઉપર બેઠો બેઠો મજાથી પૂરી ખાતો હતો અને નીચેથી ગલબો શિયાળ નીકળ્યો. ગલબો આજે ભૂખ્યો થયો હતો અને ક્યાંયથી આજે જમવાનું મળ્યું ન હતું. તેના મગજમાં ઝબકારો થયો. પિતાશ્રીએ પંચતંત્રના તેમના પૂર્વજની ચાલાકીની વાર્તા સંભળાયેલી તે યાદ આવી ગઈ. ગલબા શિયાળે પ્રેમથી ઉંચે જોયું. કમુ કાગડાની સામે સ્મિત વેર્યું.
ગલબો : ‘કાગકૂળ શિરોમણિ કમુકુમારને સુપ્રભાતમ !’
કમુ ફાંગી આંખે નીચે જોયું. કાબેલ કમુને તરત જ સમજાઈ ગયું કે –
‘નમન નમન મેં ફેર હૈ, બહુત નમે નાદાન !’ છતાં પૂરીસહિત ચાંચ નમાવી નમસ્કાર સ્વીકાર્યા.

ગલબો : કમુભાઈ ! શું આપનું રૂપ છે ! આપ તો ખગ-ગણ શ્રેષ્ઠ છો. શું આપનો રંગ ! મીરાબાઈ એ પણ આપણા શ્યામ રંગની સ્તુતિ-પ્રશંસા કરેલી ને ? અને આપણી રૂપકડી ચાંચ ! કેવી મજબૂત ! મજાલ છે કોઈની કે આપના વિરુદ્ધ કંઈ પણ કહે ? માત્ર એક જ ચાંચ-પ્રહારમાં જમીનદોસ થઈ જાય ને ! અને આપણી કાગદષ્ટિના તો પંડિતો પણ વખાણ કરે છે ! વળી આપના આ રૂપકડા પગ પણ કેટલા મજબૂત છે ! એકવાર જો નહોરિયા ભર્યા હોય તો દુશ્મનને તેની નાની યાદ આવી જાય !
પણ….
આવા રૂપાળા આપ છો તો આપનો અવાજ તો કેવો સુરીલો હશે. વાંધો ન હોય તો જરા સંભળાવશો ?

કમુ કાગડાએ ફાંગી આંખ કરીને શિયાળ સામે જાણે તારા-મૈત્રક રચ્યું. ચાંચમાં રહેલી પુરીને પગ વડે લીમડાની ડાળ સાથે મજબૂત દબાવી અને વ્યંગમાં બોલ્યો :
‘ગલબાભાઈ, અમારા મૂર્ખ પૂર્વજની વાર્તા મેં સાંભળેલી છે. દુનિયા આખીને છેતરવાના ધંધા છોડી દો. જરા મહેનત કરો મહેનત ! ઉપરવાળા એ તમને દાંત આપ્યા ત્યારથી ચવાણું પણ તમારે માટે તૈયાર રાખ્યું જ છે માત્ર ઉદ્યમ કરવો પડે તે મેળવવા માટે. છેતરપીંડી નહીં ! ગલબો શું બોલે ? આંખો ઢાળી, નીચી મૂંડીએ પૂંછડી દબાવી ચાલ્યો ગયો.

બોધ : ઉદ્યમ અને સાહસ થકી સફળ થાય. અભિમાન, છેતરપિંડી, લુચ્ચાઈના હેઠાં પડતા નિશાન !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous શિક્ષણ અને માતૃભાષા – વિનોબા ભાવે
પાનબાઈ – ડૉ. ઉષા જોશી Next »   

15 પ્રતિભાવો : લુચ્ચાઈની હાર – કાલિદાસ પટેલ

 1. Mahendi says:

  I miss my childhood days when I was waiting for tuesday for Fulwadi.
  nice, I really like this. thnx to Fulwadi & author too

 2. Hiral Thaker "Vasantiful" says:

  ચતુર કાગડો…. ઃ)

 3. અતુલ જાની (આગંતુક) says:

  બાળકોનું માનીતુ સાપ્તાહિક ફુલવાડી ઘણે વખતે વાંચીને ઘણૉ આનંદ થયો.

 4. વાહ .. !! ફુલવાડી !!! …. આહાહાહાહા .. શું દિવસો હતા એ બધા જ્યારે ફુલવાડી, ચંપક, ચાંદામામા, ચાચા ચૌધરી, ટીંકલ, સફારી .. બધુ વાંચતા હતા !!! 🙂

 5. ભાવના શુક્લ says:

  સરસ વાર્તા!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.