કહો, તમે જુવાન છો ? – ભગવાનદીન
તો પછી હાથ પર હાથ ચડાવી બેઠા કેમ છો ?
શું કાંઈ કામ મળતું નથી ? અરે, કામની ક્યાં કમી છે ?
પાંચ માઈલ દોડી નાખો જોઈએ !
કોદાળી ઉઠાવો ને ધરતી ખોદી નાખો.
કુહાડી ઉઠાવો ને સાંજ સુધીમાં
પાંચ મણ લાકડાં કાપી લાવો !
એ ન કરી શકો તો ઘેર ઘેર ફરીને બીમારોને જુઓ,
જેનું કોઈ ન હોય તેને કાંઈક ઉપયોગી થાવ.
તમારી ઉંમર કેટલી ? સોળ વરસ ?
સોળ વરસનો નવજુવાન બાપકમાઈ પર જીવે ?
છોડો એ સહારો, ને લાગી જાવ કામે !
દિવસ આખો મંડ્યા રહો.
સાંજ પડશે ત્યારે સમજાશે કે એમાં કેવી મોજ છે !
બાળપણનાં સ્વપ્નાં યાદ આવે છે ?
તે વેળા શા શા ઉમંગો આવતા હતા ?
પહાડો ચડવાના ? જંગલો ઘૂમવાના ?
તો ત્યારે કેમ નીકળી પડ્યા નહીં ?
માબાપનો ડર હતો ત્યારે ? પણ આજે કોનો ડર છે ?
ભાઈબહેનોનો ? સગાંસ્નેહીઓનો ?
એવા ડર તો કમબખ્ત મરતાં લગી પજવવાના.
ભાઈબહેન પછી પત્નીનો, પછી બાળબચ્ચાંનો,
ને એમ કરતાં કરતાં કોણ જાણે કેટલાંયનો.
ફેંકી દો એ ડરને !
જેને તરવું છે એને તો ડર છોડીને
એક વાર ઝંપલાવવું જ પડે છે.
બચપણમાં તમારું અંતર જે જે સ્વપ્નાં ઘડતું હતું,
તે સાચાં પાડવા હવે કટિબદ્ધ થઈ જાવ !
Print This Article
·
Save this article As PDF
Have read it earlier, but nice to read it again.
જુવાનીને ઉંમર સાથે સંબંધ નથી.
મન સાથે છે.
“જેને તરવું છે એને તો ડર છોડીને
એક વાર ઝંપલાવવું જ પડે છે.
બચપણમાં તમારું અંતર જે જે સ્વપ્નાં ઘડતું હતું,
તે સાચાં પાડવા હવે કટિબદ્ધ થઈ જાવ !
કેટલી સુંદર વાત…
કેટલી સહજતા-સરળતાથી ગળે ઉતેરે તે રીતે સમજાવી છે!
ધન્યવાદ્
જેના ઘટમાં કઈક કરી બતાવવાની તમન્નાના ઘોડા થનગને છે, જેનો આતમ પાંખ વીંઝીને પોતાના સપના સાકાર કરવા નીકળી પડે છે. અને જે ભોમકાને ક્યારેય જોઈ નથી તેવી ભુમીમાં જઈને જે પોતાની ભુમીકા ભજવવા હામ ભીડે છે તે યુવાન છે.
ઘટમાં ઘોડા થનગને , આતમ વીંઝે પાંખ
અણદીઠેલી ભોમ પર, યૌવન માંડે આંખ
જેને તરવું છે એને તો ડર છોડીને
એક વાર ઝંપલાવવું જ પડે છે.
……………….
અદભુત !!!!