ગરીબ છોકરી અને શિયાળાની રાત – ડૉ. આઈ. કે. વીજળી વાળા

[વાચકો માટે આનંદના સમાચાર એ છે કે લેખકશ્રીના તમામ પુસ્તકો હવેથી આપ ઓનલાઈન ઑર્ડર કરીને તેમની પાસેથી વિશ્વમાં ગમે ત્યાં સીધા જ મંગાવી શકો છો. વધુ માહિતી માટે આપ તેમની આ સાઈટ http://gujaratibestseller.com ની મુલાકાત લઈ શકો છો.]

પરદેશની વાત છે. શિયાળાની રાત હતી. એ વરસની સૌથી વધારે ઠંડી કદાચ એ દિવસે પડી હતી. ચારે તરફ સન્નાટો છવાઈ ગયો હતો. એ વખતે દસેક વરસની એક ખૂબ જ અમીર ઘરની દીકરી પોતાના રૂમમાં રેશમી રજાઈ અને સારામાં સારા ઊનના બનેલા ધાબળામાં વીંટળાઈને સૂવાની તૈયારી કરી રહી હતી. એની માતા એને થોડી વાર પહેલાં જ સુવડાવી, રૂમહીટર શરૂ કરીને ગઈ હતી. નાની દીકરી સૂતાં પહેલાં બે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરી રહી હતી.

એ જ વખતે એના રૂમની રસ્તા તરફની બારી પવનના સુસવાટાથી ખૂલી ગઈ. કદાચ એની માતાએ એ બરાબર બંધ નહીં કરી હોય. બારી ખૂલતાં જ એ હૂંફાળા રૂમમાં ઠંડો પવન ફેલાઈ ગયો. પોતાની માને બોલાવીને હેરાન કરવા કરતાં પોતે જ બારી બંધ કરી દે તો વધારે સારું એમ વિચારીને એ છોકરી બારી બંધ કરવા ઊઠી. જ્યાં એ બારી બંધ કરવા જાય છે ત્યાં જ એના કાને કોઈના રડવાનો અવાજ પડ્યો. થોડીક બીક સાથે એણે બહાર જોયું તો બહાર સ્ટ્રીટલાઈટના થાંભલા નીચે એના જેવડી જ એક છોકરી છાપાં વીંટાળીને ટૂંટિયું વાળીને બેઠી હતી. એની પાસે ઓઢવા માટે બે-ચાર છાપાં સિવાય બીજું કંઈ જ નહોતું. ટાઢથી ત્રાસીને એ છોકરી વારેવારે જોરથી ડૂસકું ભરી લેતી હતી.

પોતાની રૂમમાં હીટર ચાલુ હોવા છતાં જો આટલું બધું ઓઢવું પડતું હોય તો પેલી ગરીબ છોકરી પાસે તો કંઈ જ નહોતું. એ ધનવાન છોકરીનું હૈયું ભરાઈ આવ્યું. એને પેલી ગરીબ છોકરીની ખૂબ દયા આવી. બે-ચાર ક્ષણ વિચારીને એણે પેલી ગરીબ છોકરીને બૂમ પાડી. એને આગળના બારણે આવવાનું કહીને એણે બારી બંધ કરી.

ઘરમાં બધાં સૂઈ ગયાં હતાં એટલે એણે જ ઘરના સ્ટોરરૂમમાંથી એક જૂની રજાઈ અને ઓશીકું કાઢ્યાં. કોઈને ખલેલ ન પહોંચે તેવી રીતે હળવે હળવે બંને વસ્તુઓ લઈ એ આગળના દરવાજે પહોંચી. ધીમેથી બારણું ખોલ્યું. પેલી ગરીબ છોકરી એ રાતની ભયંકર ઠંડીમાં ઠૂંઠવાતી ઊભી હતી. એના હાથપગ સાવ થીજી ગયા હશે એ એના દેખાવ પરથી સ્પષ્ટ દેખાઈ આવતું હતું. પૈસાદાર છોકરીના હાથમાં જૂની રજાઈ અને ઓશીકું લેતી વખતે એની આંખમાંથી આંસુની ધાર વહેતી હતી પણ એના હોઠ પર આભારનું સ્મિત હતું. ત્યાર પછી બંને છોકરીઓ શાંતિથી સૂઈ ગઈ, એક ઘરમાં અને બીજી શેરીમાં થાંભલા નીચે. બંનેના મોઢા પર આનંદની આભા પથરાયેલી હતી.

બીજે દિવસે ઊઠતાવેંત અમીર છોકરીએ પોતાની માતાને બધી વાત કરી. માએ રાજી થઈને પોતાની દીકરીના કૃત્યને બિરદાવતાં એને વહાલથી ગળે વળગાડી દીધી. એ સવારે દસેક વાગ્યાની આસપાસ અમીર છોકરીના ઘરનું બારણું ખખડ્યું. સંજોગવશાત એ વખતે પેલી અમીર છોકરી જ ડ્રૉઈંગરૂમમાં હતી એટલે એણે જ દરવાજો ખોલ્યો. જોયું તો કાલ રાતવાળી પેલી ગરીબ છોકરી હાથમાં વ્યવસ્થિત રીતે સંકેલેલી રજાઈ અને ઓશીકું લઈને ઊભી હતી. અમીર છોકરીને જ સામે જોઈ એ ગરીબ દીકરી બોલી : ‘બહેન, તારો ખૂબ જ આભાર.’ મારાં મા-બાપ મરી ગયાં છે. મારા જેવી અનાથ છોકરી તને બીજું શું કહી શકે ? જો તેં મને ગઈ કાલે આ રજાઈ ન આપી હોત તો કદાચ કાલે રાત્રે હું ઠંડીથી મરી જાત. આ રજાઈ અને ઓશીકું મારે રાખી લેવું એવું કંઈ તે નહોતું કહ્યું એટલે હું એ પાછાં આપવાં આવી છું. કદાચ એ બંને વસ્તુ તમારે જોઈતી પણ હોય !’ એટલું કહી એણે રજાઈ-ઓશીકું આપવા હાથ લંબાવ્યો.

અત્યાર સુધી ચૂપચાપ બધું સાંભળી રહેલી અમીર છોકરીએ હાથ લાંબો કર્યો. ગરીબ છોકરીના હાથમાંથી એ બંને વસ્તુ લેતાં એ બોલી, ‘એકદમ સાચી વાત છે, અમારે આ બંને વસ્તુઓની ખરેખર જરૂર છે !’ પેલી ગરીબ છોકરીનું મોં પડી ગયું. એને આવી અપેક્ષા કે ગણતરી નહોતી. એને તો એમ જ હતું કે બંગલામાં રહેતા ધનિકોને વળી એક ભિખારી છોકરીએ વાપરેલ રજાઈ-ઓશીકાનું શું મહત્વ હોય ? એવી વસ્તુઓ એ લોકો પાછી ન જ લે ! પણ અહીંયાં તો ઊંઘું જ બન્યું ! એ અમીર છોકરીએ તો ભિખારીની વાપરેલ વસ્તુઓ પણ પાછી લઈ લીધી ! એનો અર્થ એ જ કે એ રાતથી ફરી વખત કાતિલ ઠંડીનો સામનો કરવાનો ! તો શું ભગવાને ફક્ત એક રાત પૂરતી જ રાહત મોકલી હતી ? આવું બધું વિચારતી ઉદાસ મને ને ઊતરેલા ચહેરે એ પાછી ફરી. હળવે પગલે દરવાજા તરફ ચાલતી વખતે પોતાના ભમરાળા ભાગ્યનો અને મરેલાં માબાપનો વિચાર આવતાં એના ગાલ પર આંસુના રેલા ઊતરવા શરૂ થઈ ગયા.

હજુ તો મુખ્ય દરવાજાથી એ ગરીબ છોકરી થોડાં ડગલાં જ દૂર હશે ત્યાં જ એના ખભા પર કોઈના હાથનો સ્પર્શ થયો. આંસુભરી આંખે એણે પાછા ફરીને જોયું તો પેલી અમીર છોકરી હાથમાં રેશમ અને ઊનની બનેલી નવીનક્કોર રજાઈ, એવું જ નવું ઓશીકું અને પાથરવા માટેનું કપડું હાથમાં લઈને ઊભી હતી. એની આંખમાં પણ ઝળઝળિયાં હતાં. એ બધી વસ્તુઓ ગરીબ છોકરીના હાથમાં મૂકતાં એ એટલું જ બોલી કે, ‘મારી માએ કહ્યું છે કે બધું નવું હશે તો આખો શિયાળો ચાલશે !’ એનાથી વધારે એ પણ કંઈ બોલી ન શકી. થોડી વાર બંને છોકરીઓ એકબીજા સામે જોઈને રડતી ઊભી રહી. પછી આંખથી જ અમીર છોકરીનો આભાર માની એ ગરીબ છોકરી દરવાજા તરફ આગળ વધી. જો કે એ વખતે પણ એની આંખમાં આંસુ તો હતાં જ, પરંતુ આ વખતે એ આંસુ ખુશીનાં હતાં એ સ્પષ્ટ દેખાઈ આવતું હતું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પીછું – પાર્થ પુનાલાલ ગોલ
દરિયાકિનારે – વાડીલાલ ડગલી Next »   

50 પ્રતિભાવો : ગરીબ છોકરી અને શિયાળાની રાત – ડૉ. આઈ. કે. વીજળી વાળા

  1. Gandabhai Vallabh says:

    बहु ज उत्तम वार्ता आपवा बदल मृगेशभाई तथा लेखक महोदय
    डो. आई. के. वीजळीवाळानो हार्दिक आभार.

  2. સુભાનઅલ્લાહ….બહોત ખૂબ….

  3. Geetanjali Modi says:

    Shree I.K.Vijlivala Sir,

    khub saras varta chey

  4. Geetanjali says:

    Khub j saras varta chey.

  5. વત્‍સલ વોરા, ગાંધીનગર says:

    ડો. વીજળીવાળા આપને ખૂબ ખૂબ અભિનંદન

    આવી જ જીવનનાં મૂલ્‍યોને પ્રમાણિત કરતી અને દાખલારૂપ વાર્તાઓ પીરસી રહયાં છો તેનાથી સમાજમાં વ્‍યક્તિનું સારામાં સારી રીતે ઘડતર થાય છે.

    આવી જ ઉત્તમ વાર્તાઓ અમને વાંચવા મળે તેવી અપેક્ષા સહ

    વત્‍સલ વોરા

  6. nayan panchal says:

    વીજળીવાળા સાહેબ,

    ખૂબ જ સુન્દર વાર્તા. Essense of life lies in such small stories. I suggest all fello readgujarati readers to have all books by this author in your personal library. Take any book, open any random story n start reading. Life will be worth leaving.

    Indeed one book, can change entire life.

    How to order book “sathidar ne sodhiye”. Please respond on nr_2k@yahoo.com

    Thanks to Dr Vijaliwala n Readgujarati.

    nayan

  7. Samir says:

    beautiful story

  8. Deven says:

    I always look forward to Mr.I K Vijliwala for heart touching stories. and he has never disappointed me. Not even this time.

  9. gopal parekh says:

    આવી સરસ વાર્તા માટે પ્રતિભાવ આપવા શબ્દોની ભાષા કદી પ્રર્યાપ્ત થઇ શકે ખરી

  10. Ami choksi says:

    દુનિયામા હજી દયા, માયા જીવીત છે.આ વાર્તા પરથી ઍ પણ પ્રતિત થાય છે કે ભગવાન તેમના બન્દાઓને સાચવવા સારા બન્દા પણ બનાવે જ છે.

  11. ચાંદસૂરજ says:

    તસલ્લી અને સાંત્વના લઈને આવે છે આ વાર્તા કે માનવતા હજી સાવ ગંગાને ત્ળિયે ડૂબીને મરી નથી ગઈ પણ ક્યાંક ક્યાંક માનવતાના પગરણ થાય છે અને એનો પગરવ સંભળાય છે.આવો જીવનના મુલ્યોનું મુલ્યાંકન કરી એને માનવતાના ત્રાજવે તોળીએ.

  12. Kavita says:

    I am an admirer of Dr I K Vijliwala’s books.
    I have all his books in my personal library. Can not find words to thank doctor for his inspiring stories.

  13. Rupal says:

    ખુબ સરસ વાર્તા. I always like his stories. He is my favorite author. I hope in future we will get more stories from him to read.

  14. ashish doshi (ashishdoshi_9@yahoo.co.in) says:

    આ સુન્દર વર્તા વાન્ચ્યા લખવા માટૅ મારિ પાસે કશુ નથિ માત્ર સારવા માટે આસુ જ …..

  15. pragnaju says:

    સુંદર વાર્તા.”અમીર છોકરી હાથમાં રેશમ અને ઊનની બનેલી નવીનક્કોર રજાઈ, એવું જ નવું ઓશીકું અને પાથરવા માટેનું કપડું હાથમાં લઈને ઊભી હતી. એની આંખમાં પણ ઝળઝળિયાં હતાં. એ બધી વસ્તુઓ ગરીબ છોકરીના હાથમાં મૂકતાં એ એટલું જ બોલી કે, ‘મારી માએ કહ્યું છે કે બધું નવું હશે તો આખો શિયાળો ચાલશે !’ એનાથી વધારે એ પણ કંઈ બોલી ન શકી. થોડી વાર બંને છોકરીઓ એકબીજા સામે જોઈને રડતી ઊભી રહી”..
    આ જાતે જોયું છે-
    અનુભવ્યું છે.
    તેમની આ સાઈટ http://gujaratibestseller.com ની મુલાકાત લઈ શકો છો.
    બદલ આભાર્

  16. ભાવના શુક્લ says:

    કુણી કુણી બાલ સુલભ નિષ્પાપ લાગણીઓની સુંદર રજુઆત.

  17. Ashish Dave says:

    No words to express…

    Thanks Mrugashbhai.

    Ashish Dave
    Sunnyvale, California

  18. Vimal Patel says:

    ફાઇન વાર્તા

    Vimal Patel
    Ozark, AL, U.S.A.

  19. Maharshi says:

    વીજળીવાળા સાહેબ, ખુબ અબિનંદન!

  20. Rajesh Trivedi says:

    માનવતા હ્જી મરી પરવારી નથી – આ ઉક્તિ આ વાર્તામાં સાચી લાગે છે. ડો. વીજળીવાળાને આવી સુંદર વાર્તા આપવા બદલ અભિનંદન

  21. RAJESH,SHAH.VAPI says:

    વાહ વાહ ખુબ સરસ.વાર્તા વાચતા હ્રદયના તારો ઝણઝણી ઉઠ્યા.

  22. Priyjan says:

    Heart warming story, beautiful and simple.

  23. Priyesh Shah, Yorkville, IL says:

    બહુ જ સરસ વાર્તા. Few words and life long lession whole lot…

  24. Bhavin says:

    હ્દય ને સ્પર્શિ ગઈ…આંખોમા આંસુ લાવી દીધા…માનવતા મરી નથી પરવારી એ જાણી ને ખુબ ખુશી થઈ…

  25. Upendra says:

    Best compliments to Dr. Vijaliwala and Shri Mugendrabhai Shah for giving very heart touching story.

  26. tinu says:

    બહુજ સરસ વર્તા. મને બહુ ગમેી.

  27. વાહ – ખુબ સરસ -આંખ માં થી આંસુ આવી ગયા. ખુબ જ સુન્દર વર્તા છે.

  28. asthasheth says:

    સરસ વારતા ચેઅ
    આસ્થા શેથ તરફ થિ

  29. mustak badi, jamnagar says:

    બહુ જ ઉત્તમ બનાવ. ડો. વિજળીવાળાને ખૂબ ખૂબ અભિનંદન. જો આપણા સમાજમાં દરેક લોકો પેલી અમીર છોકરીની જેમ વર્તન કરે તો સમાજની મોટાભાગની સમસ્યાઓનો હલ નીકળી જશે.

  30. amit says:

    ડો. વીજળીવાળાની કૃતિઓ એકદમ સંવેદનશીલ હ્રદયસ્પર્શી હોય છે…

  31. નમસ્તે સર.
    ખુબ જ સુંદર છે.

  32. prakruti raval says:

    ખૂબ જ સુંદર વાર્તા છે જે હ્ર્દય ને સ્પર્શી જાય છે.

  33. Deepak s. more says:

    ખુબજ સરસ વર્તા

  34. Neha says:

    Nice story.

  35. kailasgiri varal says:

    . બહુ જ ઉત્તમ

  36. Yellow swarm with ephedra….

    Georgia ephedra lawyers. Ephedra. Ephedra dangers….

  37. BHARAT DHANIK says:

    eki bethake vachi gayo lekhak vishe saraswati vidyalaya ni library ma thi temni moticharo bhag-2 vachine khabar padi school no abhar mari ladki dikri kruti no pan abhar
    bharatdhanik

  38. Kapil Joshi says:

    Dear sir
    very good story

  39. કલ્પેશ સોની says:

    ખૂબ જ સરસ લેખ.

    દિલને ઢંઢોળી નાખે તેવો લેખ. ખૂબ ખૂબ અભિનંદન.

  40. nayan bhatt says:

    સુન્દર

  41. Ami says:

    અત્યન્ત સુન્દર .
    મે તો ડો. વીજળીવાળાના બધા પુસ્તકો વાચ્યા છે.
    but this book is great.

  42. Sohel says:

    ખરેખર ખુબ સરસ
    very nice artical

  43. Pravin V. Patel [Norristown PA USA] says:

    ગરીબ છોકરીનું ભાગ્ય ઉજળું કે એને સંવેદના સભર દિલવાળી અમીર છોકરી અને એની શુભ પ્રવૃતિપોષક માતાનો પ્રેમ પ્રાપ્ત થયો.
    ભાગ્યેજ ઘટતી સુંદર ઘટનાનું હૃદયસ્પર્શી નિરુપણ.
    હાર્દિક નમસ્કાર.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.