બે ગઝલો – શ્રીરામ સુરેન્દ્ર

[રીડગુજરાતીને આ ગઝલો મોકલવા માટે શ્રીરામભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે shrimailing@gmail.com સંપર્ક કરી શકો છો.]

[1]
ખૂબસૂરત હોય છે બેફિકર જિંદગી,
ઉદયથી અસ્તલગ છે સફર જિંદગી.

લક્ષ્યનો વેધ જો ના થયો તોય શું ?
જીવશું માછલીની વગર જિંદગી.

શ્વાસમાં એ જ છે રૂહમાં એ જ છે,
મારે મન આપની એ નજર જિંદગી.

રોજ રગમાં ખીલે એક નાનો નશો,
આપ હો પાસને હો અફર જિંદગી.

[2]
પથ્થર મારું ને વાગે મને,
એવી રીતે તું મળજે મને.

એવી રમત તો ગમશે બહુ,
પવન બનીને પકડજે મને.

પરપોટો છું હું ફૂટી જવાનો,
બે મીઠી વાતો’તો કહેજે મને.

ખોબો ભરીને આપી દે ખ્વાઈશ,
બાકી કંઈના દેજે મને.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઘડિયાળ – જ્યોતીન્દ્ર દવે
વાત્સલ્યનો ઓઘ – ડૉ. પલ્લવી ભટ્ટ Next »   

11 પ્રતિભાવો : બે ગઝલો – શ્રીરામ સુરેન્દ્ર

 1. રોજ રગમાં ખીલે એક નાનો નશો,
  આપ હો પાસને હો અફર જિંદગી.

  પરપોટો છું હું ફૂટી જવાનો,
  બે મીઠી વાતો’તો કહેજે મને.

  આ બે શેર ખાસ ગમ્યા …

 2. pragnaju says:

  બેઉ ગઝલ સુંદર
  આ શેરો ખાસ ગમ્યાં
  શ્વાસમાં એ જ છે રૂહમાં એ જ છે,
  મારે મન આપની એ નજર જિંદગી.
  અને
  પરપોટો છું હું ફૂટી જવાનો,
  બે મીઠી વાતો’તો કહેજે મને.

 3. Dhara says:

  બને ગઝલ ખુબ સુંદર છે.

  પરપોટો છું હું ફૂટી જવાનો,
  બે મીઠી વાતો’તો કહેજે મને.

  આ શેર ખાસ ગમ્યા……

 4. Dhara says:

  બને ગઝલ ખુબ સુંદર છે..
  આ શેરો ખાસ ગમ્યાં….

  શ્વાસમાં એ જ છે રૂહમાં એ જ છે,
  મારે મન આપની એ નજર જિંદગી.

  રોજ રગમાં ખીલે એક નાનો નશો,
  આપ હો પાસને હો અફર જિંદગી.

  પરપોટો છું હું ફૂટી જવાનો,
  બે મીઠી વાતો’તો કહેજે મને.

 5. arpit says:

  આપ્ને વાન્ચિનેને ઘનઓ આન્દ થયો

 6. nayan panchal says:

  સુંદર રચના.

  નયન

 7. Cheap airline tickets….

  Airline tickets….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.