કર વિચાર તો પામ – ધૂની માંડલિયા

      કોઈ પણ આચારને પહેલાં વિચારના બુગદામાંથી પસાર થવું પડે છે. વિચાર વિના આચાર શક્ય નથી. આચારની કાચી સામગ્રી વિચાર છે. જો વિચારનું વણાટ કાચું હશે તો આચારનું પોત પણ પાંખું જ રહેવાનું.
      મૂલ્યવાન આચાર છે એ ખરું પણ એ મુલ્ય વિચારાધીન છે. તમે જેવું વિચારશો એવા બનશો. આ પ્રક્રિયા નરી આંખે દેખાય તેવી હોય છે. સારા બનવા માટે પહેલાં તો સારું વિચારવું જરૂરી છે. ખરાબ વિચારીને કોઈ પણ માણસ સારો ના બની શકે.
      આધુનિક તબીબી વિજ્ઞાન પણ એ કબુલ કરે છે કે વિચારોની અસર શરીર પર પડતી હોય છે. વિચાર દવા બની શકે છે અને વિચાર આંતરિક દવ પણ બની શકે છે. વિચારનું પણ વિજ્ઞાન છે અને એ જાણવું જરૂરી છે.
      અમેરિકાના કેટલાક વૈજ્ઞાનિકોએ એક પ્રયોગ કર્યો. એમણે ફાંસીની સજા પામેલા એક ગુનેગારને સરકાર પાસેથી માગી લીધો. એની હાજરીમાં એક ઝેરી નાગ લાવવામાં આવ્યો અને એને કહ્યું : ‘તને કાતિલ નાગ કરડાવીને મારી નાખવામાં આવશે.’ કેદીની આંખે ચુસ્ત પાટા બાંધવામાં આવ્યા અને પછી એના પગે સોય મારવામાં આવી. કેદી તુરત જ મૃત્યુ પામ્યો. એના શબનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું તો હ્રદયમાંથી ઝેર નીકળ્યું.
      વિચાર એક પદાર્થ છે. એની રાસાયણિક પ્રક્રિયા શરીર પર થાય છે. ઉપરના કિસ્સામાં કેદીને ખરેખર સાપ કરડાવવામાં આવ્યો નહોતો, છતાં સોયના ચટકાથી એણે માની લીધું કે સર્પે ડંખ દીધો. આ સર્પના વિચારથી તે મૃત્યુ પામ્યો.
      ધૌમ્ય મુનિનો એક શિષ્ય એકવાર દારૂની લતે ચડી ગયો. પછી એ પસ્તાવા લાગ્યો. એણે ધૌમ્ય મુનિ પાસે આવી આજીજી કરતાં કહ્યું : ‘ગુરુદેવ, મને આ વ્યસનમાંથી બચાવો.’
      ‘એ મારું ગજું નહીં.’
      ‘આપ સિવાય મને કોણ બચાવી શકે?’
      ‘તું પોતે જ તારી જાતને બચાવી શકે.’
      ‘એ કેવી રીતે?’
      ‘જે રીતે વિચારથી તારું પતન થયું છે. એ રીતે જ હવે વિચારો વડે જ તારા અભ્યુદય માટે પ્રયત્ન કર.’
      વિચાર બદલાતાં આચાર બદલાવા માંડે છે. જીવનનો પાયો વિચાર છે. મહાત્મા ગાંધીજીના અધ્યાત્મ ગુરુ અને પ્રબળ આત્મા શ્રીમદ્ રાજચંદ્રે સકલ શાસ્ત્રનો મર્મ એક જ પંક્તિમાં કહ્યો છે. પંક્તિ છે:
      ‘શુદ્ધ, બુદ્ધ, ચૈતન્ય, ધન, સ્વયં જ્યોતિ સુખધામ,
      બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ.’
      આ પંક્તિમાં પણ વિચાર પર ભાર મુકાયો છે. પ્રભુને પામવા અને ગુમાવવામાં સૌથી મોટો ફાળો વિચારનો છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous નિષ્ફળતાઓ : જગતના મહાન સફળ પુરુષની – રાકેશ ચાવડા
સુગંધ બગીચાની – મુનિશ્રી રત્નસુંદરવિજયજી Next »   

12 પ્રતિભાવો : કર વિચાર તો પામ – ધૂની માંડલિયા

 1. Dipika says:

  sara vicharothi “Aatma shakti” vadhe chhe. nahitar man baharani pravruti ma j rache chhe. saro samaj banavava mate sara vicharonu dar pedhiye vahan thavu jaruri chhe.
  can you tell me how i can write comments in gujarati lipi? here i haven’t seen any button to open the textarea to write in gujarati. i would appreciate if Mrugeshbhai send me the steps at my email: dipika02@yahoo.com

  Dhanyavad,
  Dipika

 2. Devendra Shah says:

  “કર વિચાર તો પામ – ધૂની માંડલિયા”
  Shri Mandalia ni vaat taddan sachi chhe. “Vichar” no payo khoob saras rite viksavyo chhe.
  Aapnu Naam shu chhe ? DHUNI to upnaam lage chhe !
  Shri Mrugeshbhai SuSahitya thi j sara vicharo pragati shake.Tamara prayatna badal fari fari Dhanyavaad.
  How can I write comments in Gujarati?

 3. […] રીડગુજરાતી પરનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/02/24/karvi-paam/ Posted by rdgujarati Filed in આધ્યાત્મિક પુસ્તકો […]

 4. nayan panchal says:

  સરસ લેખ. આવુ જ કંઇક સમજાવતી latest bestseller “the secret” ખાસ વાંચવી.

  નયન

 5. rakesh says:

  બહુ સરસ લેખ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.