તારો મેવાડ મીરાં છોડશે – રમેશ પારેખ

ગઢને હોંકારો તો કાંગરાય દેશે
….પણ ગઢમાં હોંકારો કોણ દેશે ?
રાણાજી, તને ઊંબરે હોંકારો કોણ દેશે ?
આઘે આઘેથી એને આવ્યાં છે, કહેણ,
….જઈ વ્હાલમ શું નેણ મીરાં જોડશે
હવે તારો મેવાડ મીરાં છોડશે….

આઠે અકબંધ તારા ભીડ્યા દરવાજાનાં ફૂલ જેમ ખૂલશે
કમાડ
વેગીલી સાંઢણીઓ વહી જાશે દૂર મૂકી ધૂળ મહીં ઊડતો
મેવાડ
કિનખાબી પ્હેરવેશ કોરે મૂકીને મીરાં
….કાળું મલીર એક ઓંઢશે.
હવે તારો મેવાડ મીરાં છોડશે…..

પાદરેથી રસ્તાઓ પાછા વળશે રે લઈ લેણદેણ તૂટ્યાનું
શૂળ
ડમરી જેવું રે સ્હેજ ચડતું દેખાશે પછી મીરાં
વીખરાયાની ધૂળ
મીરાં વિનાનું સુખ ઘેરી વળશે ને રાજ,
રૂંવેરૂંવેથી તને તોડશે
હવે તારો મેવાડ મીરાં છોડશે…..

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ચાંદરણાં – ફિલિપ કલાર્ક
સુખ – જલન માતરી Next »   

9 પ્રતિભાવો : તારો મેવાડ મીરાં છોડશે – રમેશ પારેખ

  1. manvant says:

    ભાઇશ્રી અનિમેષભાઇના ઉપકારથી ગીત સાઁભળ્યુઁ.
    મજા આવી.શ્રી. રમેશભાઇને પણ અભિનઁદન !
    તઁત્રીશ્રીને કેમ ભુલાય ? આભાર !

  2. Nidhee Vyas says:

    મીરા વગર ના મેવાડ ની તો કલ્પના જ ના કરી સકાય.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.