સુખ – જલન માતરી

સુખ જેવું જગમાં કંઈ નથી, જો છે તો આ જ છે,
સુખ એ અમારા દુ:ખનો ગુલાબી મિજાજ છે.

હું જો અનુકરણ ન કરું તો કરુંયે શું ?
અહીંયા મરી જવાનો પ્રથમથી રિવાજ છે.

અસ્તિત્વ તારું આસ્થાનું નામ છે ખુદા ?
એ વ્હેમ છે તો વ્હેમનો તો ક્યાં ઈલાજ છે ?

દુનિયાના લોક હાથ પણ ના મૂકવા દિયે,
ને તું કહે સમસ્ત જગત મારે કાજ છે.

ઊઠ-બેસ વિણ, અજાન વિણ, પળમાં પતી જશે,
મસ્જિદમાં આખરી આ ‘જલન’ની નમાજ છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous તારો મેવાડ મીરાં છોડશે – રમેશ પારેખ
આંગણું અને પાણિયારું – ગાયત્રી ભટ્ટ Next »   

10 પ્રતિભાવો : સુખ – જલન માતરી

  1. સુખ જેવું જગમાં કંઈ નથી, જો છે તો આ જ છે,
    સુખ એ અમારા દુ:ખનો ગુલાબી મિજાજ છે.

    ખુબ જ ઉમદા શેર …

    દરેકેદરેક શેર ગમી જાય એવો … !!

    અને જીવનની ક્ષણભંગુરતા વર્ણવતો આ શેર તો લાજવાબ …

    ઊઠ-બેસ વિણ, અજાન વિણ, પળમાં પતી જશે,
    મસ્જિદમાં આખરી આ ‘જલન’ની નમાજ છે.


    સુંદર ગઝલ …

  2. pragnaju says:

    સુખ જેવું જગમાં કંઈ નથી, જો છે તો આ જ છે,
    સુખ એ અમારા દુ:ખનો ગુલાબી મિજાજ છે.
    વાહ્

  3. Swine flu shot….

    Swine flu shot. Reaction to swine flu vaccine….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.