આંગણું અને પાણિયારું – ગાયત્રી ભટ્ટ

[‘તાદર્થ્ય’ સામાયિક મે-2008માંથી સાભાર.]

[1] આંગણું

વાત સૌ સમજી ગયું છું આંગણું
આખું ઘર વાંચી ગયું છે આંગણું.

બાળપણની યાદ આવી ગઈ હશે
એટલે પલળી ગયું છે આંગણું.

દ્વાર છત દીવાલ સૌ ફફડી ઉઠ્યાં
સ્હેજે જો ધ્રુજી ગયું છે આંગણું.

એક જણની રાહ જોઈ જોઈને
આખરે ઊંઘી ગયું છે આંગણું.

એટલે ઘરમાં રહું છું ચેનથી,
સૌ સમજ આપી ગયું છે આંગણું.

હું સમયસર ઘર અગર પ્હોંચી નહીં
શોધમાં દોડી ગયું છે આંગણું.

મોભના માથે પસીનો જોઈને
એકદમ થાકી ગયું છે આંગણું.
.

[2] પાણિયારે

સગપણો શીખી લઉં છું પાણિયારે
આખું ઘર સીંચી લઉં છું પાણિયારે.

આપણા સંબંધનો દીવો કરું છું
હું તને જીવી લઉં છું પાણિયારે.

આ ઘડામાં જળ નથી પણ જીવ છે, જો !
જીવતર ઝીલી લઉં છું પાણિયારે.

કો’ક વેળા એકલી થઈ જાઉં છું તો
પનઘટો તેડી લઉં છું પાણિયારે.

માટલું છે સ્વચ્છ નિર્મળ નીર પણ છે
લાગણી ગાળી લઉં છું પાણિયારે.

માત્ર જળને ગાળતાં શીખી નથી હું
જાત ઑગાળી લઉં છું પાણિયારે.

છે ઉપરછલ્લી રમત જળને પીવાની
ગમ ઘણાયે પી લઉં છું પાણિયારે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સુખ – જલન માતરી
બીજી સોટી – ડૉ. ભૂપેન્દ્ર રાવલ Next »   

15 પ્રતિભાવો : આંગણું અને પાણિયારું – ગાયત્રી ભટ્ટ

 1. sujata says:

  aapna sambandho nu divo karu chhu
  hoon tane jeevi laoon chhu paaniyaare…

  kono abhaar maanvo?

 2. Mohit Parikh says:

  Very nice. Maja padi vaanchava ni.

 3. nayan panchal says:

  Very nice poems. Sometimes I wish what if Walls could talk..

  I want to share few lines from the song of movie LOC, lyrics by Javedsaab.

  “ghar ke ye kamare, aangan, dware,
  raah takenge yeh bhi to saare;

  Khali rahegi kursi tumhari,
  pyasi rahegi phoolon ki kyaree;

  tarsegaa tumko saara gharana…”

  nayan

 4. manvantpatel says:

  ગમ ઘણાયે પી લઉં છું પાણિયારે !વાહ !

 5. કીર્તિદા says:

  ખૂબ જ સરસ, પાણિયારું, આંગણ જેવા વિષય પર ગઝલ! લગાણીઓના ઊભરા જ્યાં ઠલવાતા હોય, ઊઠતા હોય, આંસુ ખાળવા પાણિયારાનો સહારો લેવાતો હોય…ઘણી બહેનોની સંવેદના તાદ્રુશ કરી દીધી છે.
  લાગણીઓ મૂકવાનું સ્થળ, લાગણીઓ ઝીલવાનું સ્થળ, પ્રદર્શિત કરવાનું સ્થળ બન્ને વિષયોના માધ્યમથી ઘણું બધું કહી દીધું છે.
  સુંદર ક્રુતિ બદલ અભિનંદન

 6. saurabh desai says:

  Paniyare is very good ..tells the important and true thing about womens…

 7. Ciprofloxacin….

  Can i drink alcohol with ciprofloxacin. Ciprofloxacin side effects. Ciprofloxacin used for. Ciprofloxacin….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.