બીજી સોટી – ડૉ. ભૂપેન્દ્ર રાવલ

[‘અખંડઆનંદ’ સામાયિક મે-2008માંથી સાભાર.]

કાંદિવલી મુંબઈનું પરું. કાંદિવલીની મયૂર ટોકિઝ પાસેનો મુંબઈ મ્યુનિસિપાલીટીનો એક નાનકડો ગાર્ડન. એ ગાર્ડનના બાંકડા પર હું એક મિત્ર ત્યાં મને આઠ વાગે મળવા આવવાનો હતો તેની રાહ જોતો બેઠો હતો. મુંબઈ મહાનગરપાલિકાની લાઈટો ઝળહળી ઊઠી હતી. હું બેઠો હતો તે બેંચની પાછળ જ લાઈટનો પોલ (થાંભલો) હતો. મોટા ડોમમાંથી સોડિયમ લાઈટના પીળા પ્રકાશમાં શરીરનો વાન બદલાઈ જતો હતો. ઉપરથી પડતા એ પીળા ગેસ લાઈટમાં તમે તમારા શરીરનો વાન જુઓ તો કોઈ યુરોપિયનના વાન જેવો લાગે. પાસે ઊભા રહેનારને પણ ઓળખી ન શકાય.

પચ્ચીસેક વર્ષનો એક યુવાન મારી સામે આવી ઊભો રહ્યો. મેં તેના આગમન પ્રત્યે લક્ષ ન આપ્યું. કીડિયારા જેમ ઊભરાતા મુંબઈના માનવ-મહેરામણમાં કોઈને એ ટેવ હોતી પણ નથી. કોની કોની સામે જુઓ તમે ? બેસવા આવ્યો હશે તો બેસશે, નહીંતર ચાલતો થશે. ત્રણ જણની બેઠકવાળી બેંચ પર હું એકલો જ બેઠો હતો; છતાં એ બેઠો નહીં; ઊભો રહ્યો…. ખાસ્સીવાર. હવે મને લાગ્યું કે એ જરૂર મારું નિરીક્ષણ કરે છે. ભલે કરતો ! ચીલ ઝડપનો કંઈ ઈરાદો હોય તો તેવું મારી પાસે કંઈ ન હતું.

હજુયે એ મારી સામે ઊભો ઊભો વિચારતો હતો. કદાચ કોઈ પરિચયની સ્મૃતિની અવઢવમાં હતો. હવે મેં પણ ઊંચે જોઈ એ યુવાનના ચહેરા સામે જોયું.
‘સર, તમે મહેશ સાહેબ ?’ તેણે પ્રશ્ન કર્યો.
‘હા ભાઈ, હું મહેશ સાહેબ !’ કહેતાં હું મારી સ્મૃતિને ઢંઢોળી રહ્યો પરંતુ મને કંઈ યાદ ન આવ્યું.
‘મને ઓળખ્યો સર ?’ સાહેબમાંથી ‘સર’ સાંભળતાં મુંબઈના સંસ્કારની છાંટ મને દેખાઈ.
‘હું મનસુખ સર, વલ્લભભાઈનો દીકરો, વલ્લભભાઈ મિસ્ત્રીનો, વલ્લભકાકાનો.’

કૉમ્પ્યુટરની ‘કી’ દબાવતાં ‘ફાઈલ’ સામે આવી જાય તેમ મારી જિંદગીની ફાઈલ સામી આવી ગઈ. શિક્ષક તરીકેની મારી પ્રથમ એપોઈન્ટમેન્ટ મારા જ વતનમાં, મારા જ જન્મ સ્થળના ગામે, જે શાળામાં હું ભણેલ તે શાળામાં જ થઈ. નાના ગામની સમસ્ત વસ્તીમાં પરસ્પર ભાઈ-ભાભી, કાકા-કાકીના સંબંધો હોય છે તેમ એ ગામમાં મારે કાકા કહેવું પડે તેવા ચાર જ કાકા હતા તે પૈકી એક આ વલ્લભકાકા; બાકી આખા ગામનો હું કાકા હતો. મારા હાથમાં હંમેશાં દેશી આવળની સોટી રહેતી. જો કે એ વખતે પણ વિદ્યાર્થીને શારીરિક શિક્ષા ન કરવાનો નિયમ હતો. હું ગામનો કાકા, કદાચ પહેલા ધોરણમાં દાખલ થયેલા વિદ્યાર્થીનો ‘બાપા’ (દાદા) પણ થાઉં પરંતુ શાળામાં છોકરાઓ ‘કાકા’ કે ‘બાપા’ ન કહેતા પણ સાત-આઠ શિક્ષકો પૈકી મારી ઓળખ ‘સોટીવાળા સાહેબ’ તરીકે વિદ્યાર્થીઓ આપતા. શારીરિક શિક્ષા કરવાનો તો મને શોખ ન હતો પરંતુ સોટીનો ‘હાકો’ રહેતો. સોટી હલે કે શિસ્ત આવી જતી. હા, ક્યારેક ‘સબોડાઈ’ જાય, પરંતુ એક જ વખત; પછી એ તોફાની વિદ્યાર્થી સાતમું ધોરણ પાસ કરે ત્યાં સુધી ‘સોટી’નો પ્રભાવ રહેતો.

વલ્લભકાકાના આ મનસુખને ભણવું ન ગમતું. દિવસો સુધી શાળામાં ન આવવું, ‘હોમવર્ક’ ન કરવું. પરંતુ એક દિવસ ચોરે જામેલ મંડળીમાં બેઠેલા વલ્લભકાકાએ શાળામાં જવા ચોરા પાસેથી પસાર થતા મને સાદ કર્યો : ‘મહેશ….’
હું ઊભો રહ્યો : ‘બોલો કાકા !’
‘મનસુખને ભણા…વ દીકરા…’ વલ્લભકાકાની એક આગવી ‘સ્પીચ’ હતી.
‘કાકા, એ નહીં ભણે.’
‘કેમ ?’
‘માર્યા વગર.’
‘તો માર….’
‘મારું તો કાકા તરીકેની તમારી મીઠી ગાળ ખાવી પડે.’ મેં હસતાં હસતાં કહ્યું.
‘ઈ…યે ખરું…’ કહેતાં તે હસેલા. ફરી પાછા તેની આગવી શૈલીમાં આવી ગયા; ‘માર તું તારે…. મારે બે છે. ભલે એક ઓછો થઈ જાય… પણ ભણાવ…’
‘ભલે કાકા.’

એક દિવસ બપોરની લાંબી રીસેસમાં ઘેર ચા પીને શાળાએ જતો હતો ત્યારે ચોરામાં બધા સાથે બેઠેલા. વલ્લભકાકા પાસે મનસુખ પણ બેઠો હતો. મારી નજર પડી. હાથના ઈશારે મેં તેને પાસે બોલાવ્યો. એ આવ્યો.
‘નિશાળે નથી આવવું ?’ મેં પ્રશ્ન કર્યો.
‘નથી આવવું જા….’
અને આવળની સોટીનો મનસુખના વાંસામાં સટાકો બોલી ગયો. એ વળ ખાઈ ગયો. ‘એય મૂરખ, આવું મરાય ?’ વલ્લભકાકાથી મોટેથી બોલાઈ જવાયું.
‘બસ કાકા, એક જ વખત.’ કહી મેં મનસુખને ફરમાન કર્યું : ‘હું અહીં ઊભો છું, દોડવા માંડ…’ કહેતાં જ મનસુખ દોડતો, દફતર વગર સામે દેખાતી શાળાએ પહોંચી ગયો ?’

એ મનસુખ કેટલાંય વર્ષો પછી યુવાન થઈ મુંબઈમાં મારી સામે ઊભો હતો.
‘શું કરે છે મુંબઈમાં, અહીં જ સેટલ થયો છે, સુખી છો ને ભાઈ…. ?’ મેં એક સાથે ઘણું પૂછી લીધું.
‘સર, અહીંના એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં સેલ્સમેન છું. શેઠ સારા છે. પગાર પણ સારો – સંતોષકારક આપે છે.’
‘બસ ત્યારે…. તમારું સુખ એ જ અમારી સફળતા.’ કહી મેં સંતોષ વ્યકત કર્યો.
‘સર, મોટો સ્ટોર છે, શેઠ સારા છે, સારો પગાર આપે છે પણ ઘણીવાર કહે છે કે ‘મનસુખ તને જો અંગ્રેજીનું સામાન્ય જ્ઞાન હોત, કસ્ટમરનું અંગ્રેજીમાં નામ લખતાં અને અંગ્રેજીમાં ‘ફિગર’ લખી બીલ બનાવતાં આવડતું હોત તો કેશ કાઉન્ટર (ગલ્લા) પર બેસાડી પગાર પણ વધારી આપત.’

ચમચમતી એક સોટીએ વળ ખાઈ જતો મનસુખ મને દેખાયો.
‘તમે બહુ યાદ આવો છો સર; વિચારું છું કે તમે મને બે સોટી મારી હોત તો !’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આંગણું અને પાણિયારું – ગાયત્રી ભટ્ટ
એક અનોખો અનુભવ – સૈકત ભટ્ટાચાર્ય Next »   

19 પ્રતિભાવો : બીજી સોટી – ડૉ. ભૂપેન્દ્ર રાવલ

 1. nayan panchal says:

  સાચી વાત છે.

  મોટે ભાગે તો આપણા શિક્ષકો આપણા સારા માટે જ આપણને વઢતાં હોય છે, પરંતુ એ ઉંમરે આપણે તે સમજી નથી શકતા. પાછળથી પસ્તાવો થાય ત્યારે સમય ઘણો આગળ જતો રહ્યો હોય છે.

  નયન

 2. Mohit Parikh says:

  Absolutely, completely disagree. I firmly believe that physical punishment to kids is utterly nonsense. Its illegal here in Australia and I believe it should be, if its not already, illegal in India as well. I think parents and teacher who physically punish kids do this more because of their inability to deal with the situation rather than help kids. I have seen few parents who use arguments and logic with kids and most dont have patient to deal with very sharp intellect of kids. Kids have very good observational power and we should learn to give them similar sort of respect as we expect them to give us. There are many more effective tricks that can be employed (like change in tone, eye color, ignoring them, arguing your case, etc) rather than losing your cool and physically punishing them. I just feel very strongly about this. while intentions of parents and children is not in question, their methodology can ceratinly be different.

 3. ઘણા માણસોની આવી નબળાઈ મેં જોઇ છે .. એક સમયે મારી પણ … કે બાહ્ય દબાણ ન હોય તો આપણે કશું કરતાં નથી … આપણા પોતાના વિકાસ માટે જરૂરી હોય તે પણ … કદાચ આને જ શિસ્તનો અભાવ કહેવાતો હશે … ના.. કદાચ નહી .. 🙂 .. આ જ છે શિસ્તનો અભાવ …

  મારા મતે self-discipline જો વિકસાવવામાં ન આવે તો આગળ જતાં વિકાસ રુંધાવાની ભીતી રહેલી છે … જો કે હું પણ હજી એની કોશીશ કરી રહ્યો છું .. !! .. 🙂 ..

  મારા મતે આજના સ્પર્ધાત્મક અને ઝડપી સમયમાં બાહ્ય શિસ્તનો સ્ત્રોત મળે તેની રાહ જોવા કરતા જાતે જ આંતરીક શિસ્તનો સ્ત્રોત વહાવવાની શરુઆત જેમ બને તેમ જલ્દી કરી દેવામાં આવે તે અપેક્ષિત છે … !!!

  આવી બુદ્ધિ મને પહેલા આવી હોત તો સારું હતું !!! 🙂 … પણ આ તો સાહિત્યની અસર નીચે આવેલી સમજણ છે …

 4. Maharshi says:

  સોટિ વાગે સમ-સમનેં વિદ્યા આવે રમ-જમ…

 5. asthasheth says:

  I liked this story thanks for writing this story Iam happy to read this story.This is the best story I have read

 6. asthasheth says:

  thanks for writing this story this is the best story

 7. manvantpatel says:

  વિદ્યાર્થી ને માર્યા બાદ તેની આંખોમાંથી
  ટપકતાં આંસુ મેં જોયાં છે.ધ્રુજારી પણ જોઇ
  છે.બે વર્ષ બાદ મારવાની પ્રવૃત્તિ છોડી દીધી..
  પરિણામ ;એ જ વિદ્યાર્થી મને સહાયક થયો !
  ફુફકારો……લેકિન…….કાટો …….મત ! !

 8. Hasmukh Patel says:

  I totally agree with Mohit Parikh. I would like to add that in India too, physical punishment is legally prohibited. Under Juvenile Justice Act, even slaping a child is a cognizable offence. Police can arrest for this offence.

 9. Good story. But I believe that blaming on teachers for our failure is not the right thing to do. Everyone is responsible for their own choices in life. A class full of students has the same teacher – yet one student becomes a doctor, two will be engineer and some in business or an average earning job and the rest will be lost in labor work – yet teacher teaches same text book to everyone. Blaming teacher doesn’t help if we are not ready and open to accept our failure. In this story, Manu is responsible for not studding rather than the teacher who chose not to hit because it’s not right way to go. Also, its parents too who is equally responsible for child’s failure in life – they should take great internet in child’s life, study, sports etc. In this story, Manu’s father also failed Manu by not participating in his life, not taking interest in his studies and school – rather, he pushed him away and made him teacher’s burden.

  Thank you,
  Chirag Patel

 10. rita saujani says:

  This story brought my English teacher’s extra help to my mind, once during the schooltime and again at the University!

  Thanks to their selfless extra support I am holding a good post at the world famous charity.

  GuruDevo Bhav!

 11. Hiral Thaker "Vasantiful" says:

  છોડ ને વાળવાની એક ઉંમર હોય છે પણ ધ્યાન પણ રાખવુ પડે કે છોડ કુમળો હોય છે!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.