એક અનોખો અનુભવ – સૈકત ભટ્ટાચાર્ય

સોમવારનો દિવસ હતો, તા. 17-જૂન-2002. દક્ષિણ આફ્રિકાના હાઈકમિશનર સાથે એમના નવી દિલ્હીના રહેઠાણે મારો સાક્ષાત્કાર ગોઠવાયો હતો. હું ખૂબ જ ઉતાવળમાં હતો, પણ આ તો દિલ્હી નગરી ! બધે જ ટ્રાફિક જામનાં લફરાં. મેં આ સમસ્યા વિષે વિચાર્યું જ ન હતું. હું ભૂલી જ ગયો હતો કે આજે સોમવાર, અઠવાડિયાનો પહેલો દિવસ, બહુ જ વ્યસ્ત હોય છે. મને લાગ્યું કે આ રીતે તો હું મિટિંગમાં સમયસર નહીં પહોંચી શકું. એટલે મેં આડ રસ્તો લીધો. ધોરીમાર્ગ છોડીને ભભકાદાર વસંતવિહાર તરફ ગાડી હંકારી મૂકી. પણ ત્યાં પહોંચવા માટે વનરાજીવાળો વિસ્તાર પસાર કરવાનો હતો. પૂર્વે હું આ વસંતવિહારની કૉલોનીમાં રહ્યો હતો, તેથી હું ત્યાંની ગલીકૂંચીઓથી પરિચિત હતો. કઈ ગલી મને સીધી હાઈકમિશનરના રહેઠાણે પહોંચાડશે તે હું સારી પેઠે જાણતો હતો. આથી હું ધાર્યા કરતાં ત્યાં વહેલો જ પહોંચી ગયો હતો, પણ હું વનરાજીના રસ્તે આવ્યો હતો એટલે ઝાડીમાંથી ગાડી પસાર થાય એમ ન હતું. કમિશનરના રહેઠાણનું પ્રવેશદ્વાર ધોરી માર્ગ પર હતું એટલે મારે અહીં જ ગાડી પાર્ક કરીને સામી બાજુએ ચાલીને પહોંચવાનું હતું.

જેવું મેં ગાડીનું એન્જિન બંધ કર્યું અને બારણું ખોલીને બહાર આવ્યો કે મેં અચાનક કોઈના પીડાગ્રસ્ત કણસવાનો અવાજ સાંભળ્યો. એના ઊંહકારા એટલા દુ:ખદ હતા કે એ સાંભળીને હું વ્યથિત થઈ ગયો. કોણ હશે ? કોઈ માણસ હશે ? કોઈ જાનવર હશે ? મેં અટકળો કરવા માંડી. મેં આજુબાજુ ધ્યાનથી જોયું પણ કોઈ દેખાયું નહીં. દિવસ અત્યંત ગરમ હતો અને વળી નિર્જન. મેં ગાડીને તાળું માર્યું અને મારા કામે જવા લાગ્યો. થોડે ગયો હોઈશ ત્યાં ફરીથી હૃદયવિદારક કણસારા વધુ જોરથી સંભળાવા લાગ્યા. મારું હૈયું હાથ ન રહ્યું. હું અત્યંત વ્યથિત થઈ ગયો અને જે તરફથી કણસવાનો અવાજ આવતો હતો તે તરફ મેં જલદીથી ચાલવા માંડ્યું. થોડુંક ચાલીને ઝાડીની અંદર પ્રવેશ્યો તો શું જોયું ? લીલાછમ ઘાસના ધાબાની વચ્ચોવચ્ચ એક વિશાળકાય ગાય કણસતી અને ઊંહકારતી પડી હતી. એનું આખું શરીર ધ્રૂજી રહ્યું હતું અને આંખોમાંથી પાણી ટપકતું હતું, જાણે અશ્રુ દ્વારા એ પોતાની પીડા વ્યક્ત કરતી હતી. એણે મારી સામે લાચાર દુ:ખભરી નજરે જોયું.

આ દશ્ય તો મારી કલ્પનાથી પર હતું. હું એટલો તો સ્તબ્ધ થઈ ગયો હતો કે મને સમજ નહોતી પડતી કે શું થઈ રહ્યું છે, મારે શું કરવું જોઈએ. પહેલાં તો લાગ્યું કે બિચારી ગાયને કશી ઈજા થઈ હશે, પણ એ તો સાજી સમી લાગતી હતી. કશેથી પણ લોહી નહોતું વહ્યું અને કોઈ હાડકું પણ ભાંગ્યું ન હતું. પણ એ તો વધુ ને વધુ જોરથી બરાડતી હતી અને તરફડતી હતી. હું એની પાસે ગયો. મને જોઈને એ ગભરાઈ ગઈ હોય તેમ ઘણી મુશ્કેલીથી ચાલીને દૂર ખસી ગઈ. હજુ તો હું વિચાર જ કરતો હતો કે મારે શું કરવું જોઈએ ત્યાં તો મેં આશ્ચર્યમાં ગરકાવ કરી નાખે એવું અદ્દભુત દશ્ય જોયું. મેં મારી જિંદગીમાં કદી આવું જોયું ન હતું. ગાય વિયાઈ રહી હતી ! હું વિસ્ફારિત નયને જોઈ રહ્યો. એક વાછરડું ધીમેથી એ લીલાછમ ઘાસ પર ટપકી પડ્યું. ગાયનું કણસવું બંધ થઈ ગયું અને એ તાજા જન્મેલા વાછરડાના શરીર પરથી લોહી અને પ્રવાહી ચાટી રહી હતી. વાછરડું બહુ જ નાનું અને નાજુક લાગતું હતું. એ ઘેરા કથ્થઈ રંગનું હતું અને પડતું આખડતું ચાલવાની કોશિશ કરી રહ્યું હતું. હું આશ્ચર્યચકિત જોઈ જ રહ્યો. કેટલું અકલ્પ્ય હતું આ દશ્ય મારે માટે !

હજુ તો હું આ અણધાર્યા વિસ્મયમાંથી નીકળ્યો પણ ન હતો કે અચાનક ક્યાંકથી કૂતરાઓનું એક ટોળું આવી પહોંચ્યું અને વિલક્ષણ રીતે વાછરડા અને એની મા પાસે જવા લાગ્યું. થોડી વારમાં કૂતરાઓ વાછરડાને પકડીને ઘસડવાની કોશિશ કરવા લાગ્યા. બિચારી ગાય ! લોહી નિંગળતી, થાકેલી ગાય કૂતરાઓને દૂર હટાવવાની કોશિશ કરી રહી હતી. એ ટોળામાં સાતથી વધુ કૂતરાઓ હતા અને કોઈ કોઈ તો ખાસ્સા હિંસક અને ભયાનક પણ હતા. મેં તરત જ ઝાડની એક ડાળખી ઉપાડી અને કેટલાક પથ્થરો ભેગા કરીને કૂતરાઓ તરફ ફેંકવા માંડ્યા. આમ મેં એમને વાછરડા પાસેથી દૂર હટાવ્યા.

હું જાણતો હતો કે મારે મોડું થઈ રહ્યું છે, ઉપરાંત મારો મોબાઈલ ફોન પણ હું કારમાં જ છોડીને આવ્યો હતો. વળી કારથી ઘણો જ દૂર આવી ગયો હતો. તેથી હું ન તો કોઈને ફોન કરી શકતો હતો કે ન તો ગાયને છોડીને દૂર જઈ શકતો હતો. મેં જેટલી વાર કાર તરફ જવાની કોશિશ કરી તેટલી વાર તરત જ કૂતરાઓ પાગલની જેમ વાછરડા તરફ ધસી આવતા હતા અને એને મારાથી દૂર ખેંચી જવાની ચેષ્ટા કરતા હતા. આ એટલું લાંબું ચાલ્યું કે મને લાગ્યું કે હવે મારી મિટિંગનો સમય પૂરો જ થઈ ગયો હશે અને મને સોંપેલું કામ ન કરવા બદલ બી.બી.સી.વાળાઓનાં રોડાંનો સામનો કરવો પડશે. તોય હું તો ત્યાં જ ઊભો રહ્યો, એક હાથમાં ડાળખી, બીજા હાથમાં પથ્થર લઈને કૂતરાંઓના લશ્કર સાથે એકલે હાથે ઝઝૂમતો રહ્યો ! મને પોતાની જાત પર હસવું આવ્યું. હું આ તે શું કરી રહ્યો છું ? મારું એક વિશિષ્ટ કાર્ય છે જે મારે પૂરું કરવાનું છે અને એનો અહેવાલ તૈયાર કરવાનો છે. પણ હું આ તે શું કરી રહ્યો છું ? અહીં ઊભો ઊભો દિલ્હીના મધ્યાહ્ન તડકામાં એક વાછરડાનું રક્ષણ કરી રહ્યો છું. મને એક વાતની ખાતરી હતી કે જેવો હું પીઠ ફેરવીશ અને અહીંથી ખસી જઈશ તો બિચારી ગાય એકલી આ કૂતરાના ઝૂંડનો સામનો નહીં કરી શકે અને એનું વાછરડું-બાળૂડું આ હિંસક કૂતરાઓનો શિકાર થઈ જશે.

એટલે મેં અહીં રહેવાનું જ ઉચિત માન્યું. એ દરમિયાનમાં ગાયે વાછરડાને ચાટીચાટીને સ્વચ્છ કરી નાખ્યું હતું અને વાછરડાના પગ તથા શરીરમાં નવું ચેતન આવ્યું અને એ ચાલવા લાગ્યું. સમય ઘણો વીતી ગયો હતો. હવે તો સાંજ પણ ઢળવા આવી હતી અને અંધારું થવા માંડ્યું હતું. હું પણ ભૂખ્યોતરસ્યો થયો હતો. કૂતરાઓ ને પણ લાગ્યું હશે કે હું અહીંથી ચસકવાનો નથી તેથી તેઓ પોતાને રસ્તે પડ્યા. હું ત્યાં લગભગ રાતના આઠ વાગ્યા સુધી ઊભો રહ્યો. જ્યારે મને ખાતરી થઈ કે વાછરડું હવે શક્તિમાન થયું છે અને પોતાનું રક્ષણ કરી શકે એમ છે ત્યારે જ મેં ત્યાંથી વિદાય લીધી. હું ઘરે આવ્યો, ઑફિસવાળાઓએ મિટિંગ કેવી રહી એ જાણવા માટે અનેક વાર ફોન કર્યા હતા. એટલે મારે મારી ગેરહાજરી વિષે લાંબો ઈ-મેઈલ કરવો પડ્યો.

બીજે દિવસે વહેલી સવારે હું એ જ જગ્યાએ પાછો પહોંચી ગયો. ત્યાં કેટલાક માણસો ભેગા થયા હતા અને ગાયને લીલું કૂણું ખાસ ખવડાવવાનો વ્યર્થ પ્રયત્ન કરી રહ્યા હતા. પણ જેવું કોઈ પાસે આવતું તો ગાય પોતાનાં શીંગડાંથી એમના પર આક્રમણ કરતી હતી. હું જ્યારે ગાયની પાસે ગયો ત્યારે એ જરા પણ હાલી નહીં. મેં વાછરડાને સ્પર્શ કર્યો તોય કશું કર્યું નહીં. મેં એને કૂણું ઘાસ આપ્યું, એણે મારા હાથેથી ખાધું. ત્યાં ભેગા થયેલા લોકોને ખૂબ જ આશ્ચર્ય થયું કે ગાય મારા પર આક્રમણ કેમ નથી કરતી. મેં તેમને ગઈકાલની વાત કહી તો તેઓ હસ્યા. તેમને થયું કે હું ગપ્પાં હાંકું છું. તેટલમાં ગાયનો માલિક પણ ત્યાં આવી પહોંચ્યો. લોકોએ એને મારા વિષે કહ્યું. મને લાગે છે કે એ એક જ વ્યક્તિ હતી જે સમજી શકી કે મેં આગલે દિવસે શું કર્યું હશે. આખો વખત ત્યાં રહેવા બદલ એણે મારો હૃદયપૂર્વક આભાર માન્યો અને જો હું ત્યાં આસપાસમાં રહેતો હોઉં તો મારે ઘરે મફત દૂધ પહોંચાડવાનું સૂચન કર્યું. મેં એનો આભાર માન્યો અને કહ્યું કે હું દૂધ પીતો જ નથી. આમ કહીને મેં એ દિવસ મોટા એવા સુંદર વાછરડા તરફ છેલ્લી નજર નાખી લીધી અને ચાલતી પકડી.

કેટલાક દિવસ બાદ હું જોહાનિસબર્ગ પહોંચી ગયો. આ ગાળામાં મારા બી.બી.સીના સહકાર્યકરોને તથા કાર્યાલયને આ બાબતની જાણ થઈ ચૂકી હતી એટલે ત્યાંના વડાએ મારા સત્કાર્ય બદલ મને એક દિવસની છુટ્ટી આપી. હું એક સરસ હોટલમાં ગયો, ભરપેટ ખાધું અને આરામ કરવા રેન્ડબર્ગના તળાવ પર ગયો. જતાં પહેલાં મેં ખાતરી કરી કે આસપાસમાં કોઈ ગાયભેંસ તો નથી ને !

[અનુવાદ : જયશ્રી. 9, company street. Pondichery-605001. (Golden chain, Aug 2003) ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બીજી સોટી – ડૉ. ભૂપેન્દ્ર રાવલ
એક વિશેષ નિબંધસ્પર્ધા વિશે – મુંબઈ સમાચાર Next »   

24 પ્રતિભાવો : એક અનોખો અનુભવ – સૈકત ભટ્ટાચાર્ય

 1. nayan panchal says:

  સરસ અનોખો લેખ.

  કર ભલા સો હો ભલા.
  જીવમાત્ર કરૂણાને પાત્ર છે.

  નયન

 2. આવું જ … exactly આવું જ કદાચ કરોડોમાંથી એક, મનુષ્ય નામના પ્રાણીના “વાછરડાં” માટે ન કરી શકાય ???

  અસંખ્ય હિંસક, અને હિંસક કૂતરાં કરતા પણ ક્યાંય વધુ હિંસક, અનેક પ્રકારના અલગ અલગ “કૂતરા” ઓ થી ઘેરાયેલું એક બાળક…. જરૂરી નથી કે એ ગરીબ જ હોય … આજના સમયમાં તો હું દરેકેદરેક બાળકને આવા હિંસક “કૂતરા”ઓથી ઘેરાયેલું માનું છું … એવા એક બાળક ને બચાવવામાં આવે … અને સાહિત્યરૂપી “ઘાસ” આપવામાં આવે તો !!!

 3. તરઁગ હાથી, ગાંધીનગર says:

  ઉત્ક્રુષ્ટ્

 4. Bhikhu says:

  અહિમ્સા જે દેશ નુ સુત્ર ચ્હે અને પ્રવર્તમાન સમય મા મુસ્કેલ ચ્હે ત્યારે આવો પ્રયાસ સ્તુત્ય ચ્હે.
  ધનવાદ્..
  સુન્દેર લેખ્.

  ભિખુ
  આનન્દ્ ગુજરાત્

 5. asthasheth says:

  thank you for writing this story

 6. manvantpatel says:

  ગાય-કૂતરાઁ અને સ્ત્રેી-ભૃણહત્યા વિચારવા જેવી બાબતો છે
  સમયની આ માગને સૌ વિચારશે ? સમાજ જોશે ?હરિ ૐ !

 7. Palakh says:

  I once saw a cow delivering a calf, and so I know how you would have felt when you saw the same. Hats off to you for keeping humanity alive.

 8. asthasheth says:

  really a nice story

 9. asthasheth says:

  બહુ સરસ વાર્તા ચે મને ગમિ

 10. Hiral Thaker "Vasantiful" says:

  સરસ વાત.

 11. radhika says:

  so cuite……….lucky people get this chance to do it,this happened once in bloom..it is true that some time good give us chance to prove our self as human and humanscence………this peson get this chance…..and he did it…i feel that some wr some way good is always with him…….u r so lucky……

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.