એક વિશેષ નિબંધસ્પર્ધા વિશે – મુંબઈ સમાચાર

[‘મુંબઈ સમાચાર’ તા. 1-જૂન-2008 માંથી સાભાર.]

આગામી 10 વર્ષ પછી ગુજરાતી ભાષાનું ભવિષ્ય શું હશે ?  ગુજરાતી ભાષાને બચાવવા અત્યારથી શું કરવું જોઈએ ? આપણે અત્યારથી નહીં જાગીએ તો પછી પસ્તાવું પડશે. એટલે ‘મુંબઈ સમાચાર’ (દૈનિક) અને ‘બૃહદ મુંબઈ ગુજરાતી સમાજે’, ‘ગુજરાતી ભાષાનું ભવિષ્ય’ એ વિષય પર એક અનોખી નિબંધ સ્પર્ધા યોજી છે’, એમ સમાજના પ્રમુખ હેમરાજ શાહે જણાવ્યું છે.

આ નિબંધ સ્પર્ધામાં ભારતભરના કોઈ પણ ગુજરાતી ભાઈ-બહેન, આ વિષય પર ચાર થી છ ફૂલસ્કેપ પેપર, એક બાજુ સારા અક્ષરે પોતાના મૌલિક વિચારો, પોતાના નામ-સરનામા – ફોન નંબર – ફોટોગ્રાફ સાથે તા. 30 જુલાઈ 2008 સુધીમાં
બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ,
રેખા પ્રકાશન,
41 કરેલ વાડી, ઠાકુરદ્વાર, મુંબઈ-400002

અથવા

તંત્રીશ્રી, મુંબઈ સમાચાર  (દૈનિક)
પારસી બઝાર સ્ટ્રીટ,
ફોર્ટ, મુંબઈ-400001 પર મોકલવા વિનંતી કરાઈ છે. નિબંધ સ્પર્ધામાં ભાગ લેનારે કવર પર ‘ગુજરાતી ભાષાનું ભવિષ્ય’ નિબંધ સ્પર્ધા લખવું જરૂરી છે.

આ અનોખી નિબંધ સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રૂ. 21,000  દ્વિતીય વિજેતાને રૂ, 11,000 તૃતીય વિજેતાને  રૂ. 7,000 અને ચતુર્થ વિજેતાને રૂ. 5000નો ચેક સમાજ તરફથી મોકલવામાં આવશે. આ ઉપરાંત રૂ. 1000ના સાત આશ્વાસન ઈનામો પણ આપવામાં આવશે. કુલ 11 વિજેતાઓને રૂ. 51 હજારના ઈનામો અપાશે. પ્રથમ ચાર વિજેતાઓના નિબંધ ક્રમશ: મુંબઈ સમાચારમાં છપાશે. પસંદગી સમિતિનો નિર્ણય આખરી ગણાશે અને તે દરેક સ્પર્ધકને બંધનકર્તા રહેશે. આ સ્પર્ધાનો નિર્ણય દશેરાના શુભદિને મુંબઈ સમાચારમાં છપાશે. તો ઉઠાવો કલમ અને બતાવો આપનો માતૃભાષા પ્રેમ.

[તંત્રી નોંધ : વિદેશમાં રહેતા ગુજરાતીઓ આ સ્પધામાં ભાગ લઈ શકે કે કેમ તેની માહિતી પ્રસ્તુત સમાચારમાં આપવામાં આવી નથી. તે માટે આપ મુંબઈ સમાચારનો સંપર્ક કરીને (ફોન : +91 22 22045531 અથવા +91 22 22045533 અથવા samachar.bombay@gmail.com ) પૂછી શકો છો.  આ વિશેષ માહિતી સાથે આજે બે લેખો નિયમિતરૂપે આપવામાં આવ્યા છે તેની નોંધ લેશો.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous એક અનોખો અનુભવ – સૈકત ભટ્ટાચાર્ય
દર્પણ – ફાધર વાલેસ Next »   

9 પ્રતિભાવો : એક વિશેષ નિબંધસ્પર્ધા વિશે – મુંબઈ સમાચાર

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.