તુવેરદાળની માવાઘારી (કચ્છની વાનગી) – સંકલન…કોકિલાબેન શાહ

[ માપ : ત્રણ વ્યકિત માટે]

સામગ્રી:

250 ગ્રામ તુવેરની દાળ
100 ગ્રામ માવો
250 ગ્રામ ઘઉંનો લોટ (રોટલી માટેનો)
1 ચમચી વળીયારીનો ભૂકો
1 ચમચી જાયફળ
75 ગ્રામ ગોળ
અંજીર, કોપરું, કાજુ, બદામ, દ્રાક્ષ અને ચારોળી – દરેક વસ્તુ 10-10 ગ્રામ
5 ગ્રામ ખસખસ

બનાવવાની રીત:

      સૌ પ્રથમ તુવેરની દાળને બાફી તેમાં ગોળ ઉમેરી તેનું પુરણ તૈયાર કરવું. ત્યારબાદ તેમાં અંજીર, કોપરું, વળીયારીનો ભૂકો, જાયફળ, કાજુ, 100 ગ્રામ માવો, બદામ, દ્રાક્ષ, ખસખસ અને ચારોળી ઉમેરી પૂરણ સરખી રીતે હલાવીને તૈયાર કરવું.
      હવે ઘઉંનો લોટ લેવો. તેમાં ઘીનું મોણ નાખી દૂધથી લોટ બાંધવો. આ લોટની પૂરી વણી તેમાં ઉપર તૈયાર થયેલું પુરણ એક લુઆ જેટલું લઈને પાથરી દેવું. તેની ઉપર બીજી એક પૂરી વણી મૂકી દેવી. ત્યારબાદ તેને ચારે બાજુથી બરાબર બંધ કરી કાંગરી (ડીઝાઈન) પાડવી. હવે તેને તેલમાં તળી લેવી. આ રીતે બધી જ માવાઘારી તૈયાર કરવી. આ વાનગી વાર-તહેવારે ઘણી ઉપયોગી થઈ શકે છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પ્રેમ – અમિતકુમાર ઠક્કર
લીલું હૈયું, સૂકું પાન [એકાંકી નાટક] – ડૉ. ચન્દ્રકાન્ત મહેતા Next »   

8 પ્રતિભાવો : તુવેરદાળની માવાઘારી (કચ્છની વાનગી) – સંકલન…કોકિલાબેન શાહ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.