ખડખડાટ – સંકલિત
‘ગુનાશોધક યંત્ર વિશે તમે શું જાણો છો ?’
‘ઘણું જાણું છું.’
‘કઈ રીતે ?’
‘એકની સાથે હું પરણ્યો છું.’
*********
‘તમારી પાસે એક સુંદર મુલાયમ કાગડો હોય તો એનું નામ શું રાખશો ?’
‘માયક્રોસોફટ’ (My Crow Soft)
*********
કાકા : ‘અભિનંદન ! આજે તમારા જીવનનો સૌથી સુંદર દિવસ છે.’
ભત્રીજો : ‘પણ, મારાં લગ્ન તો આવતી કાલે છે !’
કાકા : ‘મને ખબર છે ! એટલે તો આજે અભિનંદન આપું છું.’
*********
મૂરખ માણસ સ્ત્રીને : ‘ચૂપ’
શાણો માણસ સ્ત્રીને : ‘તારા હોઠ બંધ હોય ત્યારે તું ખૂબ સુંદર લાગે છે.’
*********
નાનકડી છોકરીએ લગ્નમાં મમ્મીને પૂછ્યું :
‘મમ્મી કન્યાએ કેમ સફેદ પાનેતર પહેર્યું છે ?’
મમ્મી : ‘સફેદ ખુશી આપનારો રંગ છે અને આજે તેનો સૌથી ખુશીનો દિવસ છે.’
છોકરી : ‘તો વરે કેમ કાળો શૂટ પહેર્યો છે ?’
*********
સતીશ : ‘તને તારી ભૂલ ઉપર કોઈએ અભિનંદન આપ્યા છે ?’
વિવેક : ‘હા, મારાં લગ્ન વખતે અભિનંદનનો વરસાદ વરસ્યો હતો !’
*********
એક દુકાન પર બોર્ડ હતું : ‘અહીં તમામ ભાષાઓમાં ઝેરોક્સ કરી આપવામાં આવશે.’
*********
મગને એની ગર્લફેન્ડને ધીમેકથી કહ્યું : ‘I love you !’
પેલીએ વડચકું ભર્યું : ‘જરા જોરથી બોલો !’
મગન : ‘જય માતા દી…’
*********
શિક્ષક : વિદેશપ્રવાસ કરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ ?
મગન : સીતા માતા.
*********
ક્રિકેટરની પત્ની : ‘હેલો, હું મિસિસ ગાંગુલી વાત કરું છું !’
કોચ : ‘એ હમણાં જ બેટિંગમાં ગયો છે.’
મિસિસ ગાંગુલી : ‘વાંધો નહિ, હું હોલ્ડ કરું છું.’
*********
જાસૂસ ખાતામાં છગન ઈન્ટરવ્યૂ આપવા આવ્યો :
મેનેજર : ‘ગાંધીજીને કોણે માર્યા ?’
સંતાસિંહ : ‘મને નોકરીમાં રાખવા બદલ આભાર. સર ! બે દિવસમાં જ શોધી કાઢીશ.’
*********
પૂરબસિંહ સતત બે દિવસ સુધી મોં ખુલ્લું રાખી ટયુબલાઈટ નીચે ઊભો રહ્યો.
પત્નીએ પૂછ્યું : ‘આ શું માંડ્યું છે ?’
પૂરબસિંહ : ‘ડૉક્ટરે કહ્યું છે બે દિવસ માત્ર લાઈટ ખોરાક લેવો.’
*********
શેઠ : તને એક અઠવાડિયાની રજા શા માટે જોઈએ છે ?
નોકર : મારાં લગ્ન છે.
શેઠ : ક્યા મૂરખની છોકરી તારી સાથે લગ્ન કરે છે ?
નોકર : તમારી દીકરી.
*********
દર્દી : ડૉક્ટર સાહેબ, મારી સમસ્યા એ છે કે હું મારી જાતને ભગવાન સમજવા લાગ્યો છું.
ડોક્ટર : પણ એવું ક્યારથી થાય છે ?
દર્દી : જ્યારથી મેં આ દુનિયા બનાવી ત્યારથી.
*********
એક નોકરીના ઈન્ટરવ્યુમાં મેનેજરે સંતાને પૂછ્યું : ‘એવો સ્પેલિંગ બોલ જેમાં more than 100 letters હોય.’
સંતા : POST BOX !!!
*********
ઈન્ટરવ્યુ લેનાર : કલ્પના કરો કે તમે ત્રીજે માળે છો, આગ લાગી છે, તમે કેવી રીતે છટકશો ?
સંતા : ‘એમાં શી મોટી વાત છે ? હું કલ્પના કરવાનું બંધ કરી દઈશ.’
*********
માતા કરતાં પણ લેક્ચરર કેમ મહાન છે ?
કારણ કે મા તો કેવળ એક બાળકને હાલરડું ગાઈને ઊંઘાડી શકે છે, જ્યારે લેક્ચરર એકસાથે 100-150ને વગર હાલરડે સૂવડાવી શકે છે !!!
*********
શિક્ષક : જો તમે ભગવાનને ખરા દિલથી પ્રાર્થના કરો તો સાચી જ પડે.
મગન : ખોટું સાહેબ. જો એવું હોત તો તમે અત્યાર સુધી જીવતા જ ન હોત.
*********
બંટાસિંહનાં બેઉ ટાબરિયાંએ પરીક્ષામાં બાપનું નામ જુદું લખ્યું. શિક્ષકે કાન પકડીને કારણ પૂછ્યું : ‘કેમ અલ્યા ? આવું કેમ ?’
છોટે બંટા : ‘ફિર તૂસી બોલતે હો કી કોપી કરતે હો….ઈસલિયે.’
*********
‘તું શાને રડે છે ?’
‘પેલો કરોડપતિ મરી ગયો !’
‘પણ એ તારો સગોવહાલો નહોતો તો પછી તું શા માટે રડે છે ?’
‘એટલા માટે જ રડું છું !’
*********
માધો (પૂંજાને) : ‘તારા બળદને પેટમાં દુ:ખાવો ઊપડ્યો ત્યારે તેં એને શું પાયું હતું ?’
પૂંજો : ‘એરંડિયું.’
‘ઠીક’ કહીને માધો ચાલ્યો ગયો. બીજે દિવસે આવીને પૂંજાને કહેવા લાગ્યો : ‘તેં કાલે નહોતું કહ્યું કે તારા બળદને પેટમાં દુ:ખતું હતું ત્યારે તેં એને એરંડિયું પાયું હતું ?’
પૂંજો : ‘હા, કહ્યું હતું ને, કેમ ?’
માધો : ‘મેં પણ મારા બળદને એરંડિયું પાયું ને તે તો મરી ગયો.’
પૂંજો : ‘મરી તો મારોયે ગયો હતો.’
*********
‘હમણાં હું એક કરુણાંત ચોપડી વાંચતો હતો.’
‘કઈ ?’
‘મારી બેંકની પાસબુક…’
*********
ટિકિટચેકર : ‘માત્ર બાર વર્ષની ઉંમરથી નીચેનાં બાળકો જ અડધી ટિકિટમાં મુસાફરી કરી શકે છે. તને કેટલાં વર્ષ થયાં છે ?’
છોકરો : ‘અગિયાર વર્ષ, અગિયાર મહિના, ઓગણત્રીસ દિવસ અને ત્રેવીસ કલાક.’
ટિકિટચેકર : ‘બારમું વર્ષ ક્યારે પૂરું થશે ?’
છોકરો : ‘સ્ટેશનના ઝાંપાની બહાર નીકળીશ કે તુરતજ.’
*********
Print This Article
·
Save this article As PDF
ન્યુ યોર્ક ટાઇમ્સ માં આજ થી બે વર્ષ પહેલા એક લેખ આવેલોઃ Seriously, the Joke is Dead (http://www.nytimes.com/2005/05/22/fashion/sundaystyles/22joke.html). આજકાલ જોક માં પહેલા જેવી મજા નથી રહી…
very nice story
બહુ સુન્દર ચે હસિ હસિ ને ખુબ મજા આવિ
once a boy was making hole in his notebook his father asked him why are you doing this?
boy:my teacher asked me to go through my notebook
good ones,
for a change, they are good.
nayan
good
Jokes are not dead… but their are about to….!!! Here is the one, recently recieved…
Once upon a time a married couple celebrated their 25th marriage anniversary. They had become famous in the city for not having a single conflict in their period of 25 years. Local newspaper editors had gathered at the occasion to find out the secret of their well known “happy going marriage”.
Editor: “Sir. It’s amazingly unbelievable. How did you make this possible?”
Husband recalling his old honeymoon days said:
“We had been to Shimla for honeymoon after marriage. Having selected the horse riding finally, we both started the ride on different horses. My horse was pretty okay but the horse on which my wife was riding seemed to be a crazy one.
On the way ahead, that horse jumped suddenly, making my wife topple over. Recovering her position from the ground, she patted the horse’s back and said “This is your first time”. She again climbed the horse and continued with the ride. After a while, it happened again. This time she again kept calm and said “This is your second time” and continued. When the horse dropped her third time, she silently took out the revolver from the purse and shot the horse dead!!!
I shouted at my wife: “What did you do you psycho. You killed the poor animal. Are you crazy?”
She gave a silent look and said: “This is your first time!!!”.”
Husband: “That’s it. We are happily married ever after. “
તમારે સૌ એ કરવાની એક વસ્તુઃ
વિજ્ઞાનની એક મહાન શોધ છેઃ
શું તમે વાદળી બોલપેનથી લાલ,લીલો, જાંબલી,કાળો રંગ લખી શકો ખરા?
હું લખી શકું છું
મઝા આવી ગઈ.
સુંદર રમુજો….
એક વધુ…
એક બાળક રોજ મમ્મીને સવાલો પુછે..મમ્મી, સુરજ કેમ પુર્વ દિશામા ઉગે…, ચાંદો કેમ સફેદ હોય? સાબુ અને શેમ્પુના રંગો જુદા-જુદા પણ બધાના ફીણ કેમ સફેદ જ થાય? મમ્મી આ કેમ ને તે કેમ?
મમ્મી બધાના યથા યોગ્ય અને બાળકને સમજાય તેવા જવાબો આપે..
એક દિવસ બાળકે વળી નવાઈથી પુછ્યુ કે હે મમ્મી તને બધાજ જવાબો આવડે!!! હુ જે પુછુ તેની તને ખબર હોય એવુ કેવુ!!!”
મમ્મી એ ગાલ પર ટપલી મારીને કહ્યુ “કારણ કે બેટા…ભગવાને મને મમ્મી બનાવીછે માટે તારા બધાજ પ્રશ્નોના જવાબ મારે આપવાના હોય અને માટે જ બહુ નાનપણથી તારા પ્રશ્નોની સ્ટડી કરી તેના જવાબો જાણી રાખવાનુ કહી પછી મને ભગવાને મમ્મી બનાવી..”
બાળકે બહુ સરળતાથી કહ્યુ કે “હે મમ્મી જો તને જવાબો ના આવડતા હોત તો ભગવાન તને શુ બનાવત? પપ્પા?”
બહુ મજા આવી.
વત્સલભાઇ
વાદળી કલરની બોલપેનમાં કોઇ પણ કલરની રીફીલ કે શાહી નાખીને તે કલરથી લખી શકાય.
ખુબ આનંદ આવ્યો……….!!!ઃ)
વત્સલ ભાઈ…. મને લખી ને બતાવજો…!!!
😀 😀
Some time comments need to be included in article!
જલસો જલસો ભાઈ જોક્સ માં તો મજા જ આવે ને ભાઈ
વત્સલ ભાઈ ક્યારેક માનસિક રિતે હેરાન કરે છે, પરન્તુ ચાલે.
most of them are already heard or read. waste
Waste of time, nothing more then that.
Good Jokes,very well enjoyed,
લે……..આલે..લે….તમે બધા તો બોલ પેન થી કલર જ લખો છો… હુ..તો.. ધારુ…તે લખી શકુ છુ………………..
very nice jokes….Thank u……:) enjoyed…..Lovely….jokes..!!!
ખુબ મજા આવિ ગઇ.મારો ટેણીયો બીરજુ તો ખુબ હસી પડ્યો.મઝા પડી ગઇ.આભાર .
hahahahahahahhahaha laughing out loud!!! good one vatsal bhai!! hahah 😀
મિટ્રો
૧ શ હે૨મા રહેતા લોકો આ સાઇટ દારા ભેગા થાય તો ?
kharekhar saras…….