શું તમને મજા નથી આવતી ? – જીતેન્દ્ર જે. તન્ના

[રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે જીતેન્દ્રભાઈનો (વેરાવળ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : jitendratanna123@rediffmail.com ]

આજે આપણે ઘણા બધા લોકોને કહેતા સાંભળીએ કે યાર, મજા નથી આવતી. આપણે પૂછીએ કે કેમ ભાઇ, આવક પુરતી છે ? ઘરના બધા મજામાં છે?….. તો કહેશે ભગવાનની દયા છે. આવક ખુબ સારી છે. ઘરમાં બધા સારા છે. બધુ ધાર્યા કરતા વધારે તથા અપેક્ષા કરતા ઊંચું જ છે છતાં પણ મજા નથી આવતી. તો આવું કેમ થતું હશે ?

મજા ન આવવાનું કારણ બીજુ કાંઇ નથી પરંતુ આજનો માણસ પોતાની જાતથી ખુશ નથી. સવારથી સાંજ સુધીમાં એને એટલા બધાં કામ પતાવવાના હોય છે કે એ પોતે શા માટે જીવે છે અથવા તો જીવે છે કે કેમ એ પણ ભુલી જાય છે. કામ કામ અને બસ કામ. જાણે નક્કી કરી લીધું હોય એમ કે જ્યાં સુધી ખેંચાય ત્યાં સુધી અથવા તો જીવાય ત્યાં સુધી બસ ઢસરડે રાખવું છે. પૈસા…પૈસા ને પૈસા જ ભેગાં કરવા છે. જીવનનો કોઇ મુકામ નથી. પોતાની ઓફિસની ખુરશી પર એ બેસે એટલે એને એમ લાગે કે હું જીવું છું. એને બીજી કોઇ બાબતમાં રસ નથી. માણસ એમ કહે કે જ્યાં સુધી જાત ચાલે ત્યાં સુધી કામ કરી લેવુ છે. પરંતુ જાત નહીં ચાલે ત્યારે કંઇ પૈસા કામ નથી આવવાના. માણસ એકલપંડે લડ્યા કરે છે અને પછી એમાથી આવે છે એકલતા. ક્યારેક માણસને લાગવા માંડે છે કે બધા સબંધો માત્ર પૈસા પુરતા જ છે. એને દુનિયા આખી સ્વાર્થી લાગવા માંડે છે પછી ભલે પોતે પણ સ્વાર્થી કેમ ન હોય ! માણસને લાગવા માંડે કે હું એકલો પડી ગયો છું. એકલતા એટલે શું? માણસને કેમ ખાલી ખાલી અને એકલું એકલું લાગે ? એકલતા આવે શી રીતે ? કદાચ માણસે પોતાની જાત સાથે કરવો જોઇએ એટલો સંવાદ કરી નથી શકતો અને એટલે જ એકલતાનો શિકાર બને છે. આજના સ્પર્ધાત્મક યુગમાં પૈસા અને પ્રસિદ્ધિ પાછળ માણસ પોતાની જાતને વિસારી દે છે અને એને અંદરથી એક અજીબ પ્રકારનો ખાલીપો લાગે છે.

દરેક માણસ પોતાની અંદર પોતે શું મેળવે તો પોતાની જાતને સુખી ગણવી એના પાસા (CRITERIA) નક્કી કરતો રહે છે. આ પાસા એ એની જાણ વગર બદલતો પણ રહે છે. પરિણામે અંતે પોતે સુખી છે એવી લાગણી અંદરથી પેદા નથી કરી શકતો. હવે જો એ પોતાની જાત સાથે સંવાદ કેળવે તો એ પોતાની જિંદગીની જમા અને ઉધાર બાજુ મેળવી અને જીવનના લેખાજોખા કરી શકે છે. પરંતુ એ માટે સમય જ ક્યાં છે? જે વસ્તુ, વ્યક્તિ એને એક સમયે સુખ પહોંચાડી શકતી હતી એ વસ્તુ કે વ્યક્તિ સામે જોવાનો એને સમય જ ક્યાં છે? મતલબ એની મેળે એનો સુખનો CRITERION બદલાઇ ગયો.

રોજ સવારે વહેલું ઉઠી ચાલવા જવું છે, કસરત કરવી છે. બાળકને શનિ-રવિની રજામાં ફરવા કે પિક્ચરમાં લઇ જવાનું છે. દરરોજ થોડી વાર એની સાથે હોમવર્કમાં ધ્યાન આપવું છે. પત્નીને થોડા દિવસ ક્યાંક હિલ-સ્ટેશન પર લઇ જવી છે. મા-બાપને સારામાં સારી જાત્રા કરાવવી છે…… વગેરે વગેરે… આવા તો નાના નાના કેટલાય લિસ્ટ છે જે કામ સારા, સરળ અને સહેલા છે. બધું પોસાય તેવું પણ છે, અને છતાંય થઇ શકતું નથી. આવા દરેક કામ કરવા માટે એક અનુકુળ પરિસ્થિતિ ઉદભવે એવી અપેક્ષા છે. પરંતુ આવું હંમેશા થતું નથી અને પછી પોતાની જાત સાથે છેતરપીંડી કરવી પડે છે.

જો માણસ પોતાની જાત સાથે વાત કરતો થાય તો એને બહારના શ્રોતાની જરૂર ઓછી પડે અને પોતે પોતાની જાતનું મુલ્યાંકન કરી શકે. પરંતુ માણસ પોતાની જાત પાસે એકલો બેસી જ નથી શકતો કેમ કે પોતે ઘણું ઘણું એવુ કરેલુ છે જે એને ન કરવાનુ હતું. હવે આનો જવાબ પોતાની જાતને આપવો પડે ત્યારે આકરું લાગે છે. પોતે હંમેશા સારો માણસ છે એવું જ એણે જાતને તો કહેલું છે પરંતુ પછી કામ એવા કરેલાં છે કે પોતાની જાત જાણે ત્રાહિત વ્યક્તિ હોય એમ ભાગવું પડે છે. ઘણા ઘણા વચનો આપ્યા છે જે હજી નિભાવવાના બાકી છે. માણસ એટલે પછી ટોળાનો માણસ જ રહી જાય છે. એને એકલું એકલું ગમતું જ નથી. જાણે કોઇ પૈસા માગતું હોય અને ભાગવું પડે એવું લાગે છે. ‘લગે રહો મુન્નાભાઇ’ ફિલ્મ જોઇ હશે. ફિલ્મની શરુઆતમાં જ એક સંવાદ છે કે ‘મોબાઇલ, લેન્ડલાઇન વગેરે ફોનની ભરમાર છે પરંતુ જીગરી દોસ્ત સુધી પહોંચી શકે એવા તાર ક્યાં છે?’ સિરિયલના બધા પાત્રોના હાલ તો ખબર છે પરંતુ ઘરમાં પોતાની મા શું કરે છે એ જાણવાની ફુરસદ ક્યાં છે?

જેમ આપણને કોઇ સાંભળનાર જોઇએ એમ આપણા ઘરનાને મતલબ – આપણા મા-બાપ, પત્ની, સંતાનો અને આપણા અંગત લોકોને પણ સાંભળનાર જોઇએ છે. આપણે આપણા નજીકના લોકો સાથે પણ નિયમિતપણે ખુબ સારા વાતાવરણમાં વાતચીત કરવી જોઇએ. ઘણા ખરા સંતાનો બગડી જાય કે આડે રસ્તે ચડી જતા હોય તો એનું એક કારણ એ પણ હોઇ શકે કે મા-બાપને એ લોકો શું કરે છે, કેમ કરે છે એની કાંઇ પડી હોતી નથી. બાળકોને પણ એક સધિયારો જોઇતો હોય છે. એને પણ એના મા-બાપને પોતાના વિશે કહેવું હોય છે. પોતાના મિત્રો વિષે, શિક્ષકો વિષે, પોતાની પ્રગતિ વિશે પોતાના વિચાર વ્યક્ત કરવા છે. પોતાના ક્યારેક વખાણ પણ સાંભળવા છે. પરંતુ મા-બાપ એમ સમજે છે કે અમે બાળકોને સારામાં સારી સ્કુલમાં ભણવા મુક્યાં છે, સારામાં સારા કપડા પહેરાવીએ છીએ, ટ્યુશન સારા રાખેલા છે, પાણી માંગે ત્યાં દુધ આપીએ છીએ પછી હવે શું જોઇએ ? અમારા મા-બાપે તો અમારુ આટલું પણ ધ્યાન નહોતું રાખ્યું. આવી જ ફરિયાદ પત્નીને પતિ વિશે કે પતિને પત્ની વિશે હોઈ શકે છે. મા-બાપ પણ સંતાનો પાસે પૈસા, ડોક્ટર સિવાય થોડી હુંફની અપેક્ષા રાખે તો એ પણ વ્યાજબી જ છે ને ?

દિવસનો થોડો સમય માણસ જો કદાચ પોતાની જાત માટે કાઢી શકે તો એના ઘણા વણઉકેલાયેલા પ્રશ્નોનો આસાન ઉકેલ મળી શકે. થોડો સમય એટલે દસથી પંદર મિનિટ પણ પોતાને માટે નીકળી શકે તો બસ થઇ જાય. આપણને ખબર પણ હોતી નથી કે યાદ નથી હોતુ કે આપણને શેના શોખ હતા. કોઇ આપણને પુછે કે તમે કઈ વસ્તુમાં એક્ષપર્ટ છો તો જવાબ જલ્દીથી મળતો નથી. કૉલેજમાં કઈ રમત ખુબ રમતા અથવા તો શેમાં ચેમ્પિયન હતા એ યાદ નથી આવતું. શું ગમતું હતું એ પણ ભુલાઇ જાય છે. ઘણા બધા લોકોને સારું લગાડવા આપણે એમના જન્મદિવસ પર શુભેચ્છાઓ પાઠવીએ છીએ પરંતુ આપણો જન્મદિવસ યાદ નથી રહેતો. અથવા તો આપણા જન્મદિવસનો કોઇ ઉત્સાહ નથી રહેતો. શેરબજારમાં ઘણી કંપનીની બેલેન્સશીટનો અભ્યાસ કરીએ છીએ પરંતુ જિંદગીની બેલેન્સશીટનું હજી કંઇ ઠેકાણું નથી કે જિંદગીની બેલેન્સશીટમાં ઉધાર બાજુનો પ્રભાવ વધારે લાગે છે.

જિંદગી પાસેથી આપણને અગણિત અપેક્ષાઓ છે. દરેક વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ આપણી અપેક્ષા પ્રમાણે જ થવી જોઇએ કે વર્તવી જોઇએ. દરેક જગ્યાએ આપણો સૂક્ષ્મ અહં હાજર જ હોય છે. હું આમ કહું છું એટલે એમ જ થવું જોઇએ. આપણે બીજા કરતાં હોંશિયાર, સ્માર્ટ અને તૈયાર છીએ એવું સતત સાબિત કરતા રહેવું છે અને એટલે આપણું કહી શકાય એવું કોઇ રહ્યું નથી. બધું જ છે છતાં પણ કંઇક એવું ખૂટે છે. શું ખૂટે છે એ ખબર નથી. કઇ વસ્તુ પાછળ દોડીએ છીએ એ ખબર નથી. જિંદગી જીવી લેવી છે પિક્ચરના હીરોની જેમ, પરંતુ હીરો જેવા કામ કરે છે એવા સારા કામ કરવાની ફુરસદ કે ઇચ્છા ક્યાં છે ? કોઇ એક કવિની પંક્તિ વાંચેલી જે ખરેખર જીવનનું રહસ્ય બે લીટીમાં કહી જાય છે કે :
મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઇ ગઇ, આંગળી જળમાંથી નીકળીને જગ્યા પુરાઇ ગઇ.

માણસને બીજાઓ પાસેથી પણ ખૂબ અપેક્ષાઓ છે. બીજા પોતાનું કામ ન કરે તો એને ગાળો દેવા માટે કે એના વિશે ખરાબ બોલવાનાં હજાર બહાનાંઓ છે. પરંતુ પોતે કોઈનું કામ ન કરે કે કરી શકે તો અનેક કારણો છે. કદાચ જિંદગીમાં મજા આવે એવું કરવું હોય તો એક કામ કરવા જેવું છે કે માણસ પોતાના વિશે, પોતાની જાત વિશે જેટલો હકારાત્મક હોય, એટલો ભલે બીજા પ્રત્યે ન થઇ શકે પરંતુ થોડો ઘણો પણ બીજા પ્રત્યે હકારાત્મક જો થઇ શકે તો જિંદગીની દરેક મજા, ખુશી એની સાથે જ છે.
[આ લેખ લખનારને પણ મજા નથી આવતી એટલે આપનામાંથી કોઇ પાસે મજા આવે એના માટેના સરળ સારા અને થઇ શકે એવા રસ્તા હોય જો જરૂરથી જણાવજો – જીતેન્દ્ર જે. તન્ના (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ), વેરાવળ.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ખડખડાટ – સંકલિત
યાદ કરું છું તમને – રમેશ ઠક્કર Next »   

25 પ્રતિભાવો : શું તમને મજા નથી આવતી ? – જીતેન્દ્ર જે. તન્ના

 1. asthasheth says:

  સારિ વાર્ત ચે ખુબ સરસ

 2. Bhavesh Shah says:

  લેખ વાચીને મજા આવી .. અભિનન્દન…

 3. nayan panchal says:

  સારો લેખ. કેટલાક મુદ્દા ખરેખર વિચારવાલાયક.

  “આજનો માણસ પોતાની જાતથી ખુશ નથી.” આજના માણસને પોતાને શુ જોઈએ છે, તેના જીવનનો purpose શું છે, કદાચ તે જ તેને ખબર નથી.

  “કદાચ માણસે પોતાની જાત સાથે કરવો જોઇએ એટલો સંવાદ કરી નથી શકતો અને એટલે જ એકલતાનો શિકાર બને છે.” માણસે at least ૧૦ મિનિટ તો માત્ર પોતાના માટે ફાળવવી જ જોઈએ. જો પૂરતો એકાંત માણે તો એકલતા ભોગવવાથી બચી જાય.

  “શેરબજારમાં ઘણી કંપનીની બેલેન્સશીટનો અભ્યાસ કરીએ છીએ પરંતુ જિંદગીની બેલેન્સશીટનું હજી કંઇ ઠેકાણું નથી કે જિંદગીની બેલેન્સશીટમાં ઉધાર બાજુનો પ્રભાવ વધારે લાગે છે.” જો માણસ પોતાની priorities શું છે, તેના વિશે એકદમ clear હોય તો વધારે ખુશ રહી શકે. જીવનના દરેક તબક્કે priorities પણ બદલાતી રહે છે.

  “જિંદગી પાસેથી આપણને અગણિત અપેક્ષાઓ છે.” અપેક્ષાઓ તો સર્વ દુઃખોનુ મૂળ છે. જેટલી બીજાઓ પાસેથી અપેક્ષા ઓછી એટલી વધુ નિરાંત. Attachment જેટલુ જ જરૂરી Detatchment છે.

  નયન

 4. વત્‍સલ વોરા , ગાંધીનગર says:

  આદરણીય જીતેનદ્રભાઇ,

  જીવનમાં આપણે પણ બાળપણ વીતાવ્‍યું છે ને!

  આપણે હકારાત્‍મકતા લાવવા રોજિંદા જીવનમાં આટલું તો કરી શકીએ.

  રોજ થોડો સમય કાઢીને તમારા પુત્રને માથે હાથ ફેરવો, દીકરી હોય તો તેને વહાલ કરો, સાથોસાથ દીકરા સાથે થોડી હાથમસ્‍તી પણ કરતાં ન અચકાશો કારણ કે, આ જ વસ્‍તુઓ તમને આનંદ અપાવશે.
  તમારા સંતાનો સાથે પત્‍તાંની રમતો રમો જેવી આવડે તેવી પણ રમો.
  તેને થોડાં જાદુ કરતાં શીખવાડો અને એ તમારી સમક્ષ જાદુ કરશે તે પણ એક જાતનો રોમાંચ છે.
  તેની સાથે સાઇકલ પર ફરવા નીકળી પડો. ભલે ૧૦૦ મીટર તો ૧૦૦ મીટર.
  તમારા સંતાનો સાથે વીડિયો ગેમ રમો.

  કદાચ આ બધું બાલીશ લાગશે પણ એકવાર કરવા જેવો અનુભવ ખરો.

 5. ભાવના શુક્લ says:

  બધી વાતની એક દવા તો અક્સીર છે કે જાત પાસે બેસી માહ્યલાને બે-ચાર સાચા જવાબો આપી દઈએ તો અનેક દુઃખના ઈલાજ મળી આવે. સમય કાઢવાની જરુર પણ નથી.. અંતઃકરણતો બસની લાઈનમા ઉભા ઉભા પણ ખરાખોટાની સમજનો તોલ મોલ કરતુ રહે છે. પાંગળા બચાવોના તાતણે લટકી છુટવાની નબળાઈને આપણે આપણી ‘સમજણ્’ નુ રુપાળુ નામ દઈને ભીરુતાના ઢાંકપીછોડો કરીએ છીએ. માત્ર આપણી જાતને જ જો સાચા જવાબો આપવામા કોઈ સાંભળી કે જોઈ જવાનુ નથી તો એટલી શરુઆત પણ ખોટી નહી…
  ખુબ સરસ લેખ…

 6. pragnaju says:

  મઝાના લેખના અંતમાં-લેખ લખનારને પણ મજા નથી!
  તો તે અંગે શેરે મઝા…
  આવી ચડે અચાનક એમાં મજા નથી,
  તું હોય છો ને ઈશ્વર મારી રજા નથી

  મજા નથી છતાં પીધા વિના નહિ ચાલે,
  તરસ વધારી દીધી છે શરાબ આપીને.

  સુરાથી લઈને મેં કોશિશ કરી નમાઝ સુધી,
  પણ એક સરખી કશામાં મજા નથી મળતી.
  ….લખી મને તો મઝા આવી

 7. Mohit Parikh says:

  Nice article. many might be feeling such emotions but they are written very nicely here. Sir, you have already written about the ways for more happiness. its just that we need to do accordingly. you may write a book on this subject, and i think it will be nice one to read!! Nice one Pragnaju. Liked your SHER. Especially the last two lines.

 8. Nilesh says:

  ઈશમાન્ય કાર્યમાં જોડાઈ જઈએ તો કોઈ પણ પરિસ્થિતીમાં આનંદપૂર્વક રહેતા શીખી જવાય છે અને આ આંતરિક આનંદની અનુભૂતી જો એકવાર થઈ જાય તો પછી મજા જ છે. કયું કાર્ય ઈશમાન્ય એ આપણે સહુએ પોતપોતાની સમજ મુજબ શોધવું અને પામવું રહ્યું.

  કોઈક બાળક પોતાની મા ના ફક્ત વખાણ કર્યા કરે પણ મા નું કામ ન કરે તો પણ મા ને બાળક પ્રત્યે પ્રેમ તો જરૂર જ રહે છે. પણ જો કોઈ બાળક મા ના વખાણ કરવાની સાથે માનું કોઈક કામ પણ કરી આપે તો માને એ બાળક પ્રત્યે વિશેષ લાગણી થાય છે.

  તેમ જ આપણે ફક્ત પૂજા, ધ્યાન વગેરે કરીએ પણ સાથે સાથે દુનિયામાં લાખો “બાળકો” પોતાની મા (ઈશ્વર) થી વિખૂટા પડી ગયા છે – જો આ સંબંધ ફરી પાછો આપણે બાંધી આપવામાં નિમિત્ત પણ બનીએ તો એ મા ને આનંદ થશે અને આપણા સહુનાં જીવનમાં પછી મજા અને મજા જ છે કારણકે ભગવાને ગીતામાં વચન આપ્યું છે કે “અનન્યાશ્ચિંતોમાં યે જના: પર્યુપાસ્તે…”

  નિલેશ
  Finance Analyst

 9. sujata says:

  Lekhak ne lakhvani maja nathi aavti pan amne vaanchvaani bahuj maja aave che………..

 10. pallavi says:

  મજા આવે તે માટે નો સરળ ઉપાય એ કે આ પળ મા જીવો. જે કોઇ કામ કરો તે પુરે પુરી લગન થી કરો. અને ઈશ્વર મા શ્રધ્ધા રાખો.

 11. Ashish Dave says:

  Learn to live in the present and slow down a little…

  ભુતકાળના દુખડા રડતી વખતે…ભવિષ્યની ચિતા કરતી વખતે… જે સમય ચાલ્યો જાય છે તેનુ નામ જિદગી…

  Nicely written article.

  Ashish Dave
  Sunnyvale, California

 12. જીતેન્દ્ર જે. તન્ના says:

  પ્રિય વાચક મિત્રો,

  આપ સૌ નો આ લેખ વાંચવા તેમજ કમેન્ટ આપવા માટે ખુબ ખુબ આભાર.

  જીંદગી જીવવાની મજા આવે એટલે આપ લોકોએ નીચે મુજબના સુચનો મોકલ્યા છે એ એક સાથે મૂકુ છું.

  ૧. રોજ થોડો સમય કાઢીને તમારા પુત્રને માથે હાથ ફેરવો, દીકરી હોય તો તેને વહાલ કરો, સાથોસાથ દીકરા સાથે થોડી હાથમસ્‍તી પણ કરતાં ન અચકાશો કારણ કે, આ જ વસ્‍તુઓ તમને આનંદ અપાવશે.
  તમારા સંતાનો સાથે પત્‍તાંની રમતો રમો જેવી આવડે તેવી પણ રમો.
  તેને થોડાં જાદુ કરતાં શીખવાડો અને એ તમારી સમક્ષ જાદુ કરશે તે પણ એક જાતનો રોમાંચ છે.
  તેની સાથે સાઇકલ પર ફરવા નીકળી પડો. ભલે ૧૦૦ મીટર તો ૧૦૦ મીટર.
  તમારા સંતાનો સાથે વીડિયો ગેમ રમો.

  ૨. બધી વાતની એક દવા તો અક્સીર છે કે જાત પાસે બેસી માહ્યલાને બે-ચાર સાચા જવાબો આપી દઈએ તો અનેક દુઃખના ઈલાજ મળી આવે. સમય કાઢવાની જરુર પણ નથી.. અંતઃકરણતો બસની લાઈનમા ઉભા ઉભા પણ ખરાખોટાની સમજનો તોલ મોલ કરતુ રહે છે. પાંગળા બચાવોના તાતણે લટકી છુટવાની નબળાઈને આપણે આપણી ‘સમજણ્’ નુ રુપાળુ નામ દઈને ભીરુતાના ઢાંકપીછોડો કરીએ છીએ. માત્ર આપણી જાતને જ જો સાચા જવાબો આપવામા કોઈ સાંભળી કે જોઈ જવાનુ નથી તો એટલી શરુઆત પણ ખોટી નહી…

  ૩. ઈશમાન્ય કાર્યમાં જોડાઈ જઈએ તો કોઈ પણ પરિસ્થિતીમાં આનંદપૂર્વક રહેતા શીખી જવાય છે અને આ આંતરિક આનંદની અનુભૂતી જો એકવાર થઈ જાય તો પછી મજા જ છે. કયું કાર્ય ઈશમાન્ય એ આપણે સહુએ પોતપોતાની સમજ મુજબ શોધવું અને પામવું રહ્યું.

  ૪. મજા આવે તે માટે નો સરળ ઉપાય એ કે આ પળ મા જીવો. જે કોઇ કામ કરો તે પુરે પુરી લગન થી કરો. અને ઈશ્વર મા શ્રધ્ધા રાખો.

  ૫. Learn to live in the present and slow down a little…

  ૬. મજા આવે એ માટેનો ઘણાં રસ્તા છે એમાંનો એક રાજમાર્ગ છે કે સ્વાધ્યાય કાર્યમાં આવી જાઓ.
  ઉપરના દરેક સુચનો ખુબ સરસ હોઇ દરેક પ્રતિભાવ આપનાર વાચકોનો ખુબ ખુબ આભાર્.

  આભાર.
  જીતેન્દ્ર તન્ના.

 13. Janki Raval says:

  Kharekhar khub saras lekh lakhyo chhe shri Jitndra Tanna ae. Mara manva pramane darek manas ne atyar na samay ma aa j munzvan thati hoy chhe ke maja nai avti.

  Are bija koi ni to su vat karu, hu pote saru ghar, sari job and aas pas na sara loko vachche pan aaj mujvan anubhavu chhu. Ke salu maja nai aavti, badhu chhe chhata pan kaik khute chhe.

  Pan kadach maro jat sathe thodo time , kai j karya vagar no thodo time, mane su joiye chhe aeno hisab karva karta me su melavyu chhe aeno hisab …ae badhu karva ni jarur chhe.

  Abhar!! Jitendrabhai, aatla saras vicharo badal.

  –Janki Raval

 14. Hiral Thaker "Vasantiful" says:

  ક્યારેક તમારા એકાંતને માણો, એકલતા અને એકાંત નો તફાવત સમજી લો તો જિંદગી જીવવાની મજા આવશે.

  ઘરથી વધુ સારી કોઇ જ્ગ્યા જ નથી જ્યાં તમે હળવા થઇ શકો.

  કોઇ એવી પ્રવ્રુતિ કે શોખ જ્યાં તામારી કલ્પના શક્તિ ખીલે અને તમારા વિચારોને બહાર આવવાની મોકળાશ મળે.

  મને જ્યારે મજા ના આવે ત્યારે હું પણ આંમાંથી જ કઇક રસ્તો અપનાવું છું.

 15. Apeksha says:

  મુ. જિતેન્દ્ર ભાઈ..

  અસરકારક લેખ..

  આજે બધાની અપેક્ષાઓ ખુબ વધી ગઇ છે..

  આજે જીવન મા સન્તોશ, ધિરજ , પ્રભુમા વિસ્વાસ, સકારાત્મક અભિગમ , અને શાન્તિ….ખુબ જ જરુરી છે.

  જ્યારે બધા ના જીવન મા ઉપર્યુક્ત ગુણો આવશે ત્યારે જ જીવનમા પ્રસન્ન્તા આવશે…!!!

 16. SACHIN GERIA says:

  Dear Mr Jitendra

  You have written a very good article, you have shown the mirror of present life cycle of the society where happiness is absent because of the means of happiness are not taken care of. Life is not to earn and worry about accumulation of wealth but society is not conscious about this. Your article gives the message to the society that it is better to find happiness in his inner spiritual life and life with the family members. Days are passing, we dont know when life will have an end, what we possess is impermenent and the day will come and will have to say good bye to the work so better not to loose a single movement in this life, and enjoy it in real sense so that we may not regret for what we have done.

  Any way you have shown very wonderfull way of living with happiness

 17. Dhiru Shah says:

  શ્રિ જિતેન્દ્રભૈ,

  ખુબ જ મનનિય અને ખુબ જ વિચારનિય લેખ બદલ આભાર અને અભિનન્દન. જિન્દ્ગગિ નિ સફર્ દરમ્યાન દરેક ને આજ સવાલ નો સામનો કરવો પદે જ ચ્હે. પરન્તુ તમે એનિ ચ્હનાવત ખુબ જ સારિ રિતે કરિ ચ્હે. દરેક માનસે પોતના સન્જોગો પ્રમાને અને અનુકુલતા પ્રમાને વર્તન કરવુ જોઇએ. પરન્તુ દિશા સુચન ઉપયોગિ અને સુદર ચે.

  આશા રાખિએ કે તમે આ રિતે જ જિવન જિવવાના સાચા રસ્તા અને દોરવનિ આપવાનુ ચાલુ રાખશો. પ્રભુ તમને લામ્બુ અને સ્વસ્થ જિવન આપ એજ શુભેચ્હા સહ્.

 18. VIPUL KOTHARI says:

  IT IS VERY NICE. I WILL TAKE A PRINTOUT AND GIVE OUT SOME PHOTOCOPY FOR THIS ARTICLE TO FRIENDS WHO IS NOT ABLE TO READ THROUGH COMPUTER. KEEP IT UP.TOMORROW WE ARE GOING FOR PICNIC. AFTER TAKING PRINTOUT I WILL READ FOR OTHERS .

 19. Harsh Dave says:

  આદરણીય જિતેન્દ્ર ભાઈ,

  મને વાચીને ખુબ્ આનદ્ થયો. બધા માટૅ હુતો કહુ છુ કે જિદગીમા બધા એ ખુશ રહેવુ જોઇએ.પણ તે અશ્કય છે. દરેક દુખ પછિ સુખ આવે છે. જિંદગીમાં એવી કેટલીયે વાતો છે.જે વિચારને તમારા મગજમાં લાવિને કોઇ ફાયદો નથિ.કંટાળૉ શબ્દ મનુશ્યનો મોટો દુશ્મન છે પણ આજના આ જમાના મા દરેક વ્યક્તિને કંટાળૉ આવતો જ હોય છે આ દુનિયા મા કેટ કેટ્લુ દુખ,ટેન્સન કેટ્લુ વધિ ગયુ છે.ભગવાન કોઇને દુખ અપતો નથિ તે જે કાઇ કરે છે તે સારા માટે જ કર છે. આપણે બધા ભગવાન ના જ છિએ.જ્યારે મગજ મા એવુ લાગે કે કંટાળૉ આવે છે તે સમયે ભગવાન ને યાદ કરો અથવા નામ લો અને પછિ જુવો કેવો કંટાળૉ દુર થાય છે કે નહિ.

  તે સાથે જ મારા સુભાશિષ
  ભગવાન બધાને બધિ રિતની શક્તિ આપે તે સાથે
  જય ભગવાન્

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.