યાદ કરું છું તમને – રમેશ ઠક્કર

[મહેસાણામાં નાયબ કલેકટર તરીકેની ફરજ બજાવતા શ્રી રમેશભાઈની કેટલીક કૃતિઓ તેમના પુસ્તક ‘પાનખરનાં પર્ણ’ અને ‘સ્વપ્ન સરોવર’માંથી આપણે થોડા સમય અગાઉ માણી હતી. આજે માણીએ તેમના તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘યાદ કરું છું તમને’ માંની કેટલીક પદ્યરચનાઓ. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે શ્રી રમેશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો +91 98795 24643 પર સંપર્ક કરી શકો છો.]

yaadkaru[1] મોખરે

ફાગણે કે ચૈતરે
રોજ મળતાં ખેતરે.

છે ખળામાં કેટલું ?
આંખ ભીની ફોતરે.

લાગણીની સીમને
સાચવુંછું ગોંદરે.

બે કણસલાં પ્રેમનાં
રાખજે તું મોખરે.

સીમનું ગાડું છતાં
રોજ મળતું ચોતરે.
.

[2] મજાથી

ઘરમાં
‘ટાટા-સ્કાય’ છે
એટલે જિવાય છે.
બહાર
‘ઓપન સ્કાય’ છે
જોવા માટે
હૈયું ક્યાં હરખાય છે ?
નાસ્તામાં
ફ્રુટ જોકે ડ્રાય છે
તોય
‘ગ્રીન રેવોલ્યુશન’ ઉપર
પુસ્તકો વંચાય છે
અંદરબહાર
સાવ નોંધારી
એકલતા અથડાય છે
તોય મજાની
આમ જુઓ તો જિંદગી જિવાય છે !
.

[3] અંદરબહાર

અંદર માગું
આખું જગત, હું
હાથ જોડી એકાંત માં

બહાર ઊભો
ભિક્ષુક માગે
રૂપિયો એક ઈનામમાં

અંદરબહાર
બંને વેળા
અળગો લાગું
મારા મનોવ્યવહારમાં !
.
[4] શ્યામ તમે

તમારો ‘ટેસ્ટ’માં
સુદામા ના તાંદુલ હતા
અને
હતી વિદુરની ભાજી
અમારા મેનુમાં પણ
વણથંભી વાનગીઓની વણઝાર છે.
શું ખાવું ? વિમાસણ છે.
તમને મળ્યા
દુર્યોધન, શકુની, કંસ ને શિશુપાલ
અમારી યાદીમાં પણ
અનેક છે બબાલ !
તમે
યમુનાના ધરામાં ધુબાકા માર્યા
અમે પણ ક્યારેક
‘સ્વીમીંગ પુલ’માં
ડાઈવ મારીએ છીએ.
ગોકુળનાં દૂધ અને છાશ
તમારાં મનગમતાં પીણાં હશે
અમારે પણ
અવનવાં ‘કોલ્ડ્રીંક્સ’ ની આખી કતાર છે
આમ જોઈએ તો
તમે અને અમે સરખા છીએ !
અમારી પાસે નથી,
કેવળ એક વાંસળી,
કે – નથી
તેમાં રેલાતા જીવનના સૂર.
અને એટલે જ
કદાચ શ્યામ
તમે ફક્ત તમે જ છો !
.

[5] કનેકટીવિટી

ઘરમાં અચાનક જ ઠપ્પ થઈ ગયેલા
ટી.વી. સ્ક્રીનને જોઈ
નિદાન કરતાં જાણકારે કહ્યું
‘બસ કનેકટીવિટીનો પ્રોબ્લેમ છે.’
આમ તો
અમારા આ ઓરડામાં
તમામ દ્રશ્યો જીવંત હોય છે
તમામ ચીજવસ્તુઓ
એકમેકના સહવાસ થકી ગોઠવાઈ છે.
બધી જ વસ્તુઓ
કોઈ અજાણ્યા તંતુના સહારે
ધબકી રહી હોય તેવું લાગે છે.
હાવભાવો કે હલનચલનમાં
ક્યારેય કોઈ
રુકાવટ આવતી નથી
છતાંય
કેમ બધું ઠપ્પ થઈ ગયેલું લાગે છે ?
શક્ય છે
અહીં ફક્ત કનેકટીવિટીના –
જીવંત કેબલનો જ અભાવ છે !

[કુલ પાન : 80. કિંમત રૂ. 65. પ્રાપ્તિસ્થાન : દર્શિતા પ્રકાશન, એફ-6, પ્રથમ માળે, શ્રદ્ધા કોમ્પલેક્ષ, નગરપાલિકા સામે, મહેસાણા-384001. ફોન : +91 2762 258548]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous શું તમને મજા નથી આવતી ? – જીતેન્દ્ર જે. તન્ના
તપસ્વિની – દિગંબર સ્વાદિયા Next »   

12 પ્રતિભાવો : યાદ કરું છું તમને – રમેશ ઠક્કર

 1. pragnaju says:

  ચારેય રચનાઓ ગમી-
  તેમા આ પંક્તીઓ વધુ ગમી
  લાગણીની સીમને
  સાચવુંછું ગોંદરે.
  બે કણસલાં પ્રેમનાં
  રાખજે તું મોખરે.
  અંદરબહાર
  સાવ નોંધારી
  એકલતા અથડાય છે
  એટલે જ
  કદાચ શ્યામ
  તમે ફક્ત તમે જ છો !
  અહીં ફક્ત કનેકટીવિટીના –
  જીવંત કેબલનો જ અભાવ છે !

 2. janaki Patel says:

  નવા જમાનાના પ્રવાહો ઝીલતી સુંદર રચનાઓ.

  જાનકી પટેલ

 3. nayan panchal says:

  ખરેખર સરસ વાંચીને મમળાવવા જેવી રચનાઓ.

  નયન

 4. ભાવના શુક્લ says:

  સુંદર રચનાઓ..
  અંદરબહાર
  સાવ નોંધારી
  એકલતા અથડાય છે
  તોય મજાની
  આમ જુઓ તો જિંદગી જિવાય છે !
  …..
  તો વળી ખુબ સરસ..

 5. Hiral Thaker "Vasantiful" says:

  કનેકટીવિટી ક્યારેક ખોરવાય છે ત્યારેજ જીવતા માણસો સાથે લાગણીના તાર જીવંત થઇ જોડાય છે!

  “ઘરમાં
  ‘ટાટા-સ્કાય’ છે
  એટલે જિવાય છે.
  બહાર
  ‘ઓપન સ્કાય’ છે
  જોવા માટે
  હૈયું ક્યાં હરખાય છે ?”

  ખુબ જ સરસ રચનાઓ.

 6. mayank champaneriya says:

  કનેકટીવિટી ને વાંચી.
  સાચે જ એવુ લાગ્યુ કે જીવન માં એક બીજા ને સાચવી રાખતા એ સંબંધ ના તાણા વાણા તૂટી રહ્યા છે. એમાં કનેકટીવિટીની જરુર છે.

 7. nirlep says:

  મજા આવિ…..બેીજેી રચના ગમિ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.